Thursday, April 28, 2022

On Taslim Nasrin

તસલીમા નસરીન.( Taslima Nasrin)મુળ બંગલાદેશી– સ્વીડનની નાગરીક .

જન્મ–૨૫–૦૮– ૧૯૬૨.

તસલીમા નસરીન– તેણીના પિતા વ્યવસાયે મેડકીલ ડૉકટર હતા. ઉપરાંત તેઓ મેડીકલ કોલેજમાં મેડીકો લીગલ વિષયના પ્રોફેસર હતા. તસલીમા પોતે નારીવાદી બળવાખોર લેખીકા, ધર્મનિરપેક્ષ માનવવાદી( સેક્યુલર હ્યુમેનીસ્ટ) અને માનવ અધિકારો માટે પોતાના દેશમાં અને વૈશ્વીક કક્ષાએ સંઘર્ષ કરતી કર્મનીષ્ઠ છે. ઉપરાંત તે પણ ફીઝીશ્યન– કમ– સ્રી નિષ્ણાત ડૉકટર છે. સ્રી નિષ્ણાત ડૉકટર તરીકે તેણીએ બંગલા દેશી પુરૂષપ્રધાન મુસ્લીમ સમાજમાં ખાસ નાની દિકરીઓ પરના બળાત્કાર અને જાતીય શોષણ ઉપરાંત પ્રવર્તમાન સ્રી શોષણ સામે સખત બળવાખોર લખાણો લખેલ છે. તેથી તેણીના તમામ પુસ્તકો બંગલાદેશ અને ભારતની પશ્ચિમબંગાળ રાજ્યની સરકારે પ્રકાશિત કરવા, અભ્યાસ કરવા વિ. પર સખત પ્રતિબંધ મુકેલ છે.

તસલીમા નસરીનને બંગલા દેશની સરકારે સને ૧૯૯૪થી દેશનિકાલ કરેલ છે. યુરોપ અને અમેરીકા જેવા દેશોમાં દસવર્ષ સુધી રહ્યા પછી  તેણી સને ૨૦૦૪માં ભારત આવી હતી. તેણીને ભારતનો નાગરીક બનવાની અદમ્ય ઇચ્છા હતી કારણકે  ભારત અને બંગાલાદેશની સંસ્કૃત્તી પ્રમાણમાં સમાન છે. તેણી ભારતમાં રેસીડેન્ટ વીસા પરમીટ પર રહે છે. દેશના નાગરીક તરીકે નહી.

તસલીમા પર શારિરીક હુમલા ઇસ્લામીક ધર્માંધો તરફથી વારંવાર કરવામાં આવેલા છે. તેના બે કારણો છે. એક તે જ્ઞાન આધારીત કુરાનની આયાતોમાં અને શરીયતમાં જે સ્રી વિરુધ્ધ લખાણો છે તેની સખત ટીકા કરે છે. બીજું સ્રી અને પુરૂષ વચ્ચે ધર્મ, રાજ્ય સત્તા અને તમામ સામાજીક વ્યવહારોમાં સંપુર્ણ સમાન વ્યવહારો ને સંબંધો હોવા જોઇએ તેવી માન્યતા પ્રમાણે જીવન જીવે છે અને તે માટે સંઘર્ષ પણ કરે છે.     આવી તસલીમાની ક્રીયાશીલતા પેલા ધર્મના બની બેઠેલા ઠેકેદારોને માન્ય નથી. સને ૧૯૯૪ના મે માસમાં  કોલકત્તાના દૈનીક પેપર 'સ્ટેટસમેન' ને આપેલા ઇન્ટરવ્યુમાં તસલીમાએ જણાવ્યુ હતું કે ' કુરાનને નવેસરથી લોકશાહી મુલ્યોને આધારે લખવું જોઇએ. હાલનું કુરાનની રચના પુરૂષપ્રધાન સમાજના હીતોને પોષે છે. ' ઇસ્લામીક કાયદા શરીયતને નેસ્ત નાબુદ કરવો જોઇએ. અને દેશમાં ' સમાન નાગરીક ધારો' ( Common Civil Code)  હોવો જોઇએ. તસલીમાનું તારણ  છે કે જ્યાંસુધી કુરાન અને શરીયતના ઉપદેશોની આધુનીક જ્ઞાન– વિજ્ઞાનના સત્યો આધારીત સખત મુલ્યાંકન કરી ટીકા નહી કરો ત્યાં સુધી મુસ્લીમદેશો અને પ્રજામાં ધર્મનિરપેક્ષ લોકશાહી મુલ્યોને સમર્પિત સમાજ ક્યારે બનશે નહી. આ સત્ય બાયબલ અને ગીતા, રામાયણ,વિ.જેવા તમામ ધર્મોના પુસ્તકોના ઉપદેશોને પણ સંપુર્ણ લાગુ પડે છે. વિશ્વના, ખાસ કરીને ગરીબ, અભણ, કુપોષણથી પીડાતા,અને સર આઇઝેક ન્યુટનના( Pre Newtonian Era) જમાનાના પહેલાની ધાર્મીક માનસીકતાને માથે લઇને ફરનારા તમામ દેશોની પ્રજાને લાગુ પડે છે.આ બધા દેશોમાં ધર્મ સત્તા અને રાજ્ય સત્તાનું સંમિશ્રણ કરીને પોતાના દેશના નાગરીકોની સ્વતંત્રતાને ગળે ટુંપો મારી દેવામાં આવ્યો છે. તેની સામે પ્રજાને વિદ્રોહ માટે આપણે તૈયાર કરવી પડશે. ઇસ્લામની ત્રણ તલાકની પ્રથા સંપુર્ણ ધિક્કારને પાત્ર છે. સાથે સાથે ઓલ ઇંડીયા મુસ્લીમ પર્સનલ બોર્ડને ફરીથી પુન;જીવત ન થાય તે રીતે જમીનદોસ્ત કરી દેવી જોઇએ.(Taslima has always advocated for an Indian Uniform civil code,[60] and said that criticism of Islam is the only way to establish secularism in Islamic countries.[61] Taslima said that Triple talaq is despicable and the All India Muslim Personal Law Board should be abolished. Taslima used to write articles for online media venture The Print in India.)

 

 આ બધા વિચારોને કારણે મુસ્લીમ ઉગ્રવાદીઓનો ખોફ તેણીના માથે આવી ગયો. ભારતના લાખો મુસ્લીમોએ તેણીને ધર્મભ્રષ્ટ જાહેર કરી. એક મુસ્લીમ ઉગ્રવાદીએ કોલકત્તાના પ્રશાસનને ધમકી આપી કે જો તમે તસલીમા નસરીનનો શિરચ્છેદ નહી કરો તો અમે આખા શહેરમાં ઝેરી સાપો છુટા મુકી દઇશું. (a member of a "militant faction threatened to set loose thousands of poisonous snakes in the capital unless she was executed.) કલકત્તાની  ટીપુ સુલતાન મસ્જીદના ઇમામે તસલીમા નસરીનને મોઢેં કોઇ મેશ ચોપડીને તેણીની માન હાની કરે તેને હજારો રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. સને ૨૦૦૭માં ઓલ ઇંડીયા મુસ્લીમ પર્સનલ બોર્ડે જે કોઇ તસલીમા નસરીનનો શિરચ્છેદ કરે તેને રૂપીયા પાંચ લાખનું રોકડ ઇનામ જાહેર કર્યું હતું. સદર સંસ્થાના ગ્રુપ પ્રમુખ તૌકીર રાઝાએ જાહેર કર્યું હતું આ જોખમમાંથી મુક્ત થવું હોય તો તેણીએ જાહેરમાં તેના બદકાર્યો માટે માફી માંગે અને તેની તમામ ચોપડીઓ, લેખો, કવિતાઓ વિ તમામ સાહિત્યને સળગાવી દે! આંધ્રપ્રદેશના શહેર હૈદ્રાબાદમાં તસલીમા નસરીનના ભાષાંતર થયેલા પુસ્તકના વિમોચન પ્રસંગે કટ્ટર મુસ્લીમોના ટોળાએ તેણીના પર ખુની હુમલો ચાલુ પ્રસંગે કર્યો હતો. જેમાંથી મહામુસીબતે તેણી બચી ગઇ હતી.

કોલકત્તામાં એક સમયના એમ. એન. રોયના સાથીદારો પ્રો. સિબ નારાયાણ રે અને પ્રો. અમલનદત્તએ તસલીમાને સંપુર્ણ નૈતીક સથવારો તેમજ રહેઠાણ ને અન્ય સગવડો પુરી પાડી હતી. આ બંને આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા બૌધ્ધીકો " મારા વૈચારીક ઉદ્દદીપકો બન્યા હતા." કોલકત્ત્તાના મારા રહેઠાણના સમયમાં હું તેમના ખોળામાં માથું મુકીને જાણે વડીલોની છત્રછાયામાં સંપુર્ણ માનસીક શાંતિ અનુભવતી હતી. ઇસ્લામના ધાર્મીક ઉપદેશો સામેની મારા  LIE HUNTING BUSINESS" ના તે બંને કાયમી મારા વડીલ મિત્ર, માર્ગદર્શક અને Philosophical Role model હતા. હું તેમના દ્ર્રારા જ 'રેડીકલ હ્યુમેનીસ્ટ' બની.. જે વિચારોએ મને પશ્ચીમી જગતમાં પ્રો. પોલ કુત્સ ને રિચાર્ડ ડોકીન્સ જેવા ધર્મનિરપેક્ષ માનવવાદીઓની હુંફ મેળવી આપવામાં સરળતા કરી આપી હતી. ભારતમાં ગીરીશ કન્નડ, મહાશ્વેતા દેવી, પારિતોષ સેન, વિશ્વાસ ચક્રવર્તી,અને બંગાલ દેશી લેખક અને તત્વજ્ઞાની કબીર ચૌધરીએ જેવા અનેક તમામ પ્રકારના બૌધ્ધીકોએ તસલીમા નસરીનની પ્રવૃત્તીને ખુલ્લો ટેકો આપ્યો હતો.

 તેણીના માતા– પિતા બંને મરણ પથારીએ હતા. તેમ છતાં બંગલા દેશની સરકારે તેણીને વીઝીટર વીસા  મા– બાપને મળવા જવા પણ ન આપ્યો . વૈચારીક પ્રતિબધ્ધતાને આધારે જીવનની નાવ ચલાવવા માટે આ બધા ઝંઝાવતો તો સામાન્ય જ ગણાય ને! હવે ક્યારેય પોતાની માતૃભુમીમાં જવાશે નહી એમ સમજીને તેણીએ પોતાના મેડીકલ પ્રોફેશનને બાય બાય કહીને સાહિત્ય અને કવિતાના સર્જનમાં જીંદગી જીવવાનો નવો પંથ નક્કી કરી દીધો.

સાહિત્ય સર્જન– સૌ પ્રથમ તેણીએ સ્રી દમન, અત્યાચાર ને શોષણ વિ. મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને કવિતો લખવા માંડી. બીજી ચાર નવલકથાઓ પણ તેણીએ પ્રકાશિત કરી. તેની વૈશ્વીક કક્ષાએ સૌથી ચર્ચાસ્પદ બનેલ નવલકથા ' લજ્જા' શરમ વીશ્વની ૨૦ ભાષોમાં પ્રકાશીત થઇ. બંગલાદેશની સરકાર ' લજ્જા' નવલકથા પર પ્રતિબંધ મુકે તે પહેલાં બંગલા ભાષામાં તે પુસ્તકની ૫૦,૦૦૦, ( પચાસહજાર)કોપીઓ વેચાઇ ગઇ હતી. ગુજરાતી ભાષામાં પણ તે નવલકથા ઉપલબ્ધ છે. બીજી તેણીની નવલકથા ' દ્વી ખંડીતા' પણ છે.( In all, she has written more than thirty books of poetry, essays, novels, short stories, and memoirs, and her books have been translated into 20 different languages).

Taslima has always advocated for an Indian Uniform civil code,[60] and said that criticism of Islam is the only way to establish secularism in Islamic countries.[61] Taslima said that Triple talaq is despicable and the All India Muslim Personal Law Board should be abolished.

' દ્રી ખંડીતા' નવલકથામાં કેટલાક ફકરા એવા વિવાદાસ્પદ હતા કે તે બધાને કારણે કોલકત્તામાં  સને ૨૦૦૮માં કોમીદંગા થયા હતા.તે કારણે તસલીમાને સને ૨૦૦૮ની ૧૯મી માર્ચે ભારતમાંથી  સત્તાના દબાણથી દેશ છોડવો પડયો હતો. ત્યારબાદ તસલીમા ભારત આવી હતી. પશ્ચીમ બંગાળની સરકારે પોતાના રાજ્યમાં પ્રવેશ નિષેધ જાહેર કર્યો હતો. પરંતુ તસલીમાને ભારત સાથે બંગલા દેશ જેટલો જ માનસીક અને લાગણીસભર સાંસ્કૃતીક બંધન એટલું બધું હતું કે તેણીએ  જાહેર કર્યું હતું કે  હું ભૌતીક શરીર કે દેહ સ્વરૂપે ભલે વિશ્વભરમાં ઘુમતી રહીશ પણ 'મારો અંતરનો અવાજ' ( Conscience),પુકાર તો ભારત માટે જ રહેશે.(She claims, "her soul lived in India). માટે તેણીએ સ્વીડનની નાગરીકતા સ્વીકારતાં જાહેર કર્યું હતું કે મારા મૃત્યુ બાદ મારૂ શરીર હું કોલકત્તાની સ્વૈચ્છીક સંસ્થા (NGO) ' જ્ઞાન દર્પણ' ને મેડીકલ હેતુઓ દેહદાન કરવાનું જાહેર કરૂ છું.

સને ૨૦૧૫માં તસલીમા નસરીને અમેરીકામાં રાજ્યશ્રય મેળવી પ્રો. પોલકુત્સ અને રીચાર્ડ ડોકિન્સ ની મદદથી ' ધી સેન્ટર ઓફ ફ્રી ઇન્કવાયરી ' સંસ્થાની મેનેજમેંટ નીચે જીવન જીવવાનું શરૂ કર્યુ હતું. ' અલ કાયદા' સંચાલિત આતંકવાદીઓએ તેણીને મોતની ધમકી આપી. અમેરીકામાં તેણીના જીવન નિર્વાહ માટે ' સેન્ટર ઓફ ફ્રી ઇન્કાવયરીએ'  ઇમરજન્સી ફંડ ઉભું કર્યું. પણ છેવટે તેણીને અલ– કાયદાની ધમકી માંથી બચવા માટે અમેરીકા દેશને પણ કાયમ માટે છોડી દેવો પડયો હતો.

 

 

પરદેશમાં રાજકીય આશ્રય– બંગલા દેશની સરકારે તસલીમા નસરીનને દેશ નિકાલ કર્યા પછી તેણીને અમેરીકા કેનેડા સહિત યુરોપના લગભગ તમામ લોકશાહી દેશોએ રાજ્યશ્રય અને સલામતી માટેની સગવડો પુરી પાડવાની કોશીષ કરી હતી. ફ્રાંસના પાટનગર પેરીસના મેયરે તસલીમા નસરીનને ફ્રાન્સનું નાગરીકત્વ આપવા તેમજ સલામતી માટે તમામ કાયદાકીય સગવડ પુરી પાડવાની બાંહેધરી સદર બહુમાન કરતા સમયે જાહેર કરી હતી. સ્રી હક્કો માટે સતત સંઘર્ષ કરવા માટે પેરીસના મેયરે 'સીમેન દે બુઆ' એવોર્ડ આપ્યો હતો. સંજોગોવશાત તેણી તે સમયે ભારતમાં હતી તેથી અવોર્ડ લેવા જઇ શકી નહતી. કોલકત્તાની પીપલ્સ બુક સોસાયટીએ પ્રકાશિત કરેલ તેણીની સાત ભાગોમાં લખાયેલી આત્મકથાને ' આનંદા પુરસ્કાર'થી નવાજીત કરી હતી. સદર આત્મકથાનું સને ૨૦૦૨માં બંગલા ભાષામાંથી અંગ્રેજીમાં પણ ભાષાંતર કરી પ્રકાશીત કરવામાં આવી છે.

તસલીમા નસરીનના જીવન પર ઘણા નાટકો, કવિતાઓ, ટીવી સીરિઅલ બનેલી છે.( Her work has been adapted for TV and even turned into music. Jhumur was a 2006 TV serial based on a story written especially for the show.) સ્વીડીસ ગીતકાર માગોરીઆએ( The Swedish singer Magoria sang "Goddess in you,Taslima), ગીત બનાવીને ગાયું છે. ફ્રાંસની અંદર એક બેંડ કુંપનીએ તસલામા નસરીનનું અભિવાદન બેંડ કંપોઝ કર્યું છે.( The French band Zebda composed "Don't worry, Taslima" as an homage.) સ્ટિવ લેસીનામના સેક્સોફોનીસ્ટે (the jazz soprano saxophonist,) ' ધી ક્રાય' નામની કવીતાનું સંગીતમાં રૂપાંતર કર્યુ. જે ખુબજ આકર્ષક તેમજ વિરોધાભાસી હતું. જેણે સમગ્ર અમેરીકા અને યુરોપના જાઝ સંગીતના ચાહકોને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા. આ જાઝ સંગીતનું વર્લ્ડ પ્રીમીયર શો સને ૧૯૯૬માં બર્લીનમાં આયોજીત કર્યો હતો. જેમાં તસલીમ નસરીને પોતે જીવંત ગાવાની હતી. પરંતુ આતકવાંદીઓની ધમકીને કારણે આખો શો રદબાતલ કરવો પડયો હતો.( Initially, Nasrin was to recite during the performance, but these recitations were dropped after the 1996 Berlin world premiere because of security concerns.) સને ૨૦૧૯માં જ્યારે શ્રીલંકાની સરકારે જાહેરમાં મુસ્લીમ સ્રીઓને ' બુરખા' પહેરવા પર પ્રતિબંધ મુક્યો હતો ત્યારે તસલીમા નસરીને તે નિર્ણયને આવકારતાં સખત ટીપ્પણી કરી ને બુરખાને મુસ્લીમ સ્રીઓ માટેની ' મોબાઇલ પ્રીઝન' હરતી ફરતી જેલ ગણાવી હતી. (When Sri Lanka banned the burka on 2019, Nasrin took to Twitter to show her support for the decision. She termed burqa as a 'mobile prison')

તસલીમા નસરીનને વૈશ્વીક સ્તર મળેલા એવોર્ડ અને બહુમાનો–

·         સને ૧૯૯૪માં તેણીને યુરોપીયન પાર્લામેંન્ટે ' સખારોવ પ્રાઇઝ' આપેલું.

·         પેરીસના મેયરે ' સીમોન દે બુઆ' એવોર્ડ આપેલો.

·         ફ્રાંસની સરકારે એડીક્ટ ઓફ નેન્તસ એવોર્ડ આપેલો.

·         સ્વીનની સરકારે કુર્ત તુહોસ્કી ઇનામ આપેલ.

·         જર્મનીની જર્મન એકેડેમીક એક્સચેંજ સર્વીસે સ્કોલરશીપ આપી હતી.

·         ઇન્ટરનેશનલ હ્યુમેનીસ્ટ એન્ડ એથીકલ યુનીયન ગ્રેટ બ્રીટન તરફથી સને ૧૯૯૬નો વૈશ્વીક હ્યુમેનીસ્ટ એવોર્ડ આપ્યો હતો.

·         અમેરીકાની ફ્રીડમ ફ્રોમ રીલીજીયસ સંસ્થાએ સને ૨૦૦૨માં ફ્રી થોટ હિરોઇન એવોર્ડ આપ્યો હતો.

·         સને ૨૦૦૩માં હાર્વર્ડ યુની. એ તેણીને જોન એફ. કેનેડી સ્કુલ ઓફ ગર્વમેંટ તરફથી ફેલોશીપ આપી હતી.

·          સને ૨૦૦૪માં યુનેસ્કો તરફથી તેણીની સહિષ્ણુતા અને અહિંસક પ્રવૃત્તીઓના પ્રસાર માટે પ્રાઇઝ માટે આપ્યું હતું.

·         અમેરીકન યુની.ઓફ પેરીસે તેને ઓનરરી ડૉકરેટટ ડીગ્રી આપી હતી.

·         લક્ષેમબર્ગ, ફ્રાંસ, બેલજીયમ,જેવા અનેક યુરોપીયન દેશોએ માનદ નાગરીકત્વ તસલીમાને આપેલ છે.

થોડુંક અંગત– પાલનપુરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના અંગ્રેજીના પ્રો. મિહિર દવેએ પોતાની પી એચ ડી તસલીમા નસરીન પર સંશોધનત્મક નિબંધ લખીને કરી છે. તે વિષયનું સુચન અમારા સાથી માજી. પ્રી. અશ્વીન કારીઆએ કર્યું હતું. ઉપરાંત તેમાં જરૂરી માર્ગદર્શન બીપીન શ્રોફે આપ્યું હતું. સદર તૈયાર થતા પુસ્તકનું અર્પણ પ્રો. મિહિર દવે એ અશ્વીન કારીઆ અને ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસો ને કરેલ છે.

લેખના લંબાણ માટે ક્ષમા કરજો. તસલીમા નસરીનજીના સંઘર્ષને ન્યાય આપવાની ફરજ સમજીને લખાણ તૈયાર કરેલ છે.


--