Monday, April 11, 2022

We the people of India.

હે! ભારત માતા ! ભારત માતા એટલે( આર આર એસ, બીજેપી અને હિદુંત્વવાદી સંગઠનો દ્રારા કાલ્પનીક કે સંચાલિત સર્જન કરેલી ભારત માતા નહી) પણ ૧૪૦ કરોડ ભારતના નાગરીકોને સંબોધીને–

હે! ભારતમાતા!

તમારે હજુ કેટલા મહાત્મા જ્યોતી બા અને સાવિત્રી ફુલે, રાજારામ મોહનરાવ, ડૉ બાબા સાહેબ આંબેડકર,નિરઇશ્વરવાદી શહીદે આઝમ ભગતસીંહ, ગૌરી લંકેશ, ડૉ. નરેન્દ્ર દાભોલકર, ગોવંદ પાનસરે, પ્રો, કલબુર્ગી અને તેમના જેવા બીજા નામી અનામી વિદ્રોહી– શહીદોનો ભોગ જોઇએ છીએ? શા માટે?

 મનુવાદી– વર્ણવ્યવસ્થાએ પેદા કરેલી કર્મના સિધ્ધાંતવાદી માનસીકતાને નેસ્ત નાબુદ કરવા માટે?

આજના સન્ડે એકસપ્રેસમાં યુપીની ચુંટણીમાં બહુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખ માયાવતી અંગે રાહુલ ગાંધીએ કરેલા નિરિક્ષણો ઉપરાંત બીજા કેટલા આંખે ઉડીને વળગે તેવા પણ, હિદું માનસીકતા પચાવી ન શકે તેવા રજુ કરેલા સત્યો માટે !

રાહુલ ગાંધી–( અત્રેના લખાણને અનુકુળ માહિતી મુકી છે. તેઓના યુપીની ચુંટણીને લગતી નિરીક્ષણોની માહિતી મુકી નથી. જે મારા આજના લેખને સીધો સંબંધ ધરાવતી ન હતી.)

" હું સને ૨૦૧૬માં  સૌરાષ્ટ્રના ઉના ગામમાં કેટલાક દલિતોને બાંધીને જે માર મારવામાં આવ્યો હતો તે સમગ્ર બનાવના બધાના પીડીત કુટુંબીજનો– વડીલોને મળ્યો. તેમાંથી એકના પિતા જેના દિકરાને પણ બાંધીને મારવામાં આવેલો તેઓએ મને જણાવ્યું કે " ઉનાના બનાવ પછી અમારા દલીત સમાજના કેટલાક યુવાનોએ આપઘાત કરવા પ્રયત્નો તે બનાવની વીડીયો ક્લીપ્સ જોઇને કર્યા હતા. પણ બચી ગયા છે. અને તેમાંથી હાલ કેટલાક દવાખાનામાં છે. હું તેમાંથી એક ને  દવાખાનામાં મળ્યો."

" તે સમગ્ર બનાવને સમજતાં જ એકદમ મારા મનમાં વિધ્યુત વેગે વિચાર આવ્યો કે તેની જગ્યાએ  હું હોત તો હું આપઘાત કરતાં પહેલાં મારા ભાઇને મારનાર પર  મેં કોઇપણ હિસાબે હુમલો કર્યો હોત. અથવા તો કોઇ એ મારી બેનને આવી રીતે કોઇ કુતરાને બાંધીને મારે તે રીતે બાંધીને મારી હોત તો, મેં તે માણસ પર છરી લઇને જીવલેણ હુમલો ( આપઘાત કરતાં પહેલાં) ચોક્કસ કર્યો હોત. ( હું આ વિચારને મારા પિતા રાજીવ ગાંધીના ખુનના પ્રસંગ સાથે જોડતો નથી.) પણ મને આપઘાત કરવાના પ્રયત્નમાંથી બચી ગયેલા યુવાનને જોઇને તે ક્ષણે વિચાર આવ્યો હતો.

("It came to my mind that had I been in his place and decided to take my life, before dying I would have beaten up the person who assaulted my brother… that had somebody tied up my sister and beaten her like a dog… before committing suicide I would have at least stabbed him."...... I thought that had this happened to me… mein maar deta (I would have hit back)".

 

 હવે શું? રાહુલે પોતાના મન ની વાત પેલા આપઘાતમાંથી બચી ગયેલા યુવાનને કહી. રાહુલની વાત સાંભળીને પેલા યુવાનનો ચહેરો સફેદ દુધ જેવો થઇ ગયો! તેના મોંઢા પરથી બિલકુલ નુર જ જાણે ઉડી ગયું. રાહુલજી! તમે શું વાત કરો છો? તમે સમજો છો ખરા! જો મેં પેલા હુમલાખોરને માર્યો હોત તો હું આવતે જન્મે પણ દલીત થઇ ને જ જન્મ તો?

(Haven't you understood, don't you know that if I beat him, I would be born again as a Dalit?.")

 તેની વાત સાંભળ્યા પછી રાહુલ ગાંધીને સમજાયું કે પેલો યુવાન અને આપણો સમાજ હજુ  હજારો અને લાખો પુર્વજન્મોના બોજ વાળી માનસીકતામાંથી બહાર આવ્યો નથી.

Gandhi added: "I then understood. I realised he was carrying the burden of thousands and lakhs of lives on his shoulders." સૌ– સન્ડે એક્સપ્રેસ. મદાવાદ આવૃત્તી તા. ૧૦–૦૨–૨૨ ભાવાનુવાદ તે પણ ટુંકાવીને.

હવે સદર લેખના લેખકના વિચારો–

મને આવી માનસીકતાનો ઉપાય વર્ષો સુધીના કાર્લ માર્કસના દાસ કેપીટલના ત્રણ વોલ્યુમના વિચારો આત્મસાત કર્યા પછી તેમજ ગાંધીજીના સર્વધર્મસમભાવની વિચારસરણીમાંથી મલ્યા નથી. હા! મને કોઇપણ હિંદુ, કે મુસલમાન કે ખ્રિસ્તી કે બીજા કોઇ ધર્મમાંની આસ્થા નેસ્ત નાબુદ કરવા માટે ફક્ત ફક્ત ચાર્લસ ડાર્વીનનો ઉત્ક્રાંતીવાદ અને તેના જ્ઞાન આધારિત તર્કવિવેકબુધ્ધીથી  તારણ રૂપે વિકસેલો ધર્મનીરપેક્ષ માનવવાદી વિચારસરણીમાં દેખાય છે. માનવવાદી વિચારસરણી હિંદુ,મુસલમાન કે ખ્રિસ્તી વિ.ને નાગરિક બનાવે છે. " અમે ભારતના લોકો"  ભારતમાતા ના નહી,

 " We the people of India – Not 80% Hindus- Not 20% Muslim no other religious people.

  Again, We the people of India only".

 

 


--