Monday, April 25, 2022

 આયન હિરસી અલી–

(જન્મ–૧૯૬૯) દેશ સોમાલીયા.

તેણીએ પહેલાં નેંધરલેંડ( હોલેંડ)અને હાલ અમેરીકામાં કર્મનીષ્ઠ માનવવાદી તરીકે સક્રીય રીતે કામ કરી રહી છે. આયન અલી નારીવાદી, લેખક, અભ્યાસુ વિધ્વાન અને ભુતપુર્વ રાજકારણી છે. તેણીએ ઇસ્લામ ધર્મની અતી વિધ્વાન,બાહોશ અને ઉંડા પણ વાસ્તવિક ટીકાકાર તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતી મેળવેલ છે. તેણી મુસ્લીમ સ્રીઓના પાયાના હક્કો તથા તેમના આત્મ ગૌરવ પ્રાપ્ત કરવાના સંઘર્ષ માટે સક્રીય ચળવળો ચલાવે છે.તેણી ઇસ્લામમાં કુટુંબના વડીલો અને કબીલાના વડા દ્રારા નક્કી થતા લગ્નો,તથા પોતાના કુટુંબના ખાનદાનની આબરૂને બટ્ટો લગાડનાર દીકરીનું અપમૃત્યુ કરવાની પ્રથા સામે(honor killing), બાળ લગ્નપ્રથા,સ્રી– સુન્નત વિ. પરંપરાગત તમામ ઇસ્લામીક રૂઢીઓ સામે છે.( Actively opposing forced marriagehonor killingchild marriage and female genital mutilation.)

આયન હીરસી અલીએ એમ.એસસી. ઇનપોલીટીકલ સાયંસની ડીગ્રી નેંધેરલેંડની યુની.માંથી પ્રાપ્ત કરી હતી. તેણી વીશ્વની છ ભાષાઓ લખી,વાંચી અને ભાષાંતર પણ કરી શકતી હતી.( અંગ્રેજી, સોમાલી. એરેબીક, સ્વાહિલી,ડચ અને અમહારીકAmharic,) આ દેશમાં આવીને તેણીએ પોતાના દેશોમાંથી જાનના જોખમે વિદ્રોહ કરનારઓ માટે રાજ્યાશ્રય મળે તે માટે વ્યવસ્થિત એક સંસ્થા ની રચના કરીને મદદ કરતી હતી. મનોવૈજ્ઞાનીક સિગમંડ ફ્રોઇડના પુસ્તકોનો અભ્યાસ કરીને તેણી તારણ પર આવી કે ધર્મના આધાર સિવાય પણ ચોક્કસ રીતે નૈતીક જીવન જીવી શકાય છે. જે વધુ યોગ્ય હોય છે. આ અભ્યાસને આધારે તે ડચ જીવનના ધર્મનીરપેક્ષ સામાજીક અને વ્યક્તીગત જીવન પધ્ધ્તિને સમજી શકી.

રાજકીય કારકિર્દી– તેણી નેંધરલેંડ દેશની લોકસભાની ચુંટાયેલી સભ્ય બની. ઇસ્લામ ધર્મને કાયમ માટે બાયબાય કરીને તેણી સંપુર્ણ નિરઇશ્વરવાદી બની ગઇ. થીયો વોન ગોઘની સાથે રહીને સંયુક્ત રીતે તેણીએ 'સબમીશન' ( શરણાગતી કે આત્મસમર્પણ') નામની ટુંકી ફીલ્મ બનાવી. તે ફિલ્મનું મુખ્ય વિષય–વસ્તુ ઇસ્લામીક કાયદા નીચે મુસ્લીમ સ્રીઓ પર કેવો જુલ્મ ગુજરવામાં આવે છે તથા શારીરક દમન કરવામાં આવે છે તે હતો. આ ઉપરાંત તે ફીલ્મમાં ઇસ્લામના શરીયત કાયદાની  (માનવ મુલ્યોના સંદર્ભમાં મુલ્યાંકન કરીને) સખ્ત ટીકા કરવામાં આવી હતી.

' સબમીશન' ફીલ્મના પ્રોડયુસર થીયો વોન ગોઘે સદર ફીલ્મની અભિનેત્રીને અર્ધપારદર્શક બુરખો પહેરાવીને કુરાનની જે આયાતોમાં મુસ્લીમ સ્રીઓની માનવ તરીકે અપમાન કરતી છે, તે બધી આયાતોને તેણીના શરીર પર શબ્દો દ્રારા અસરકારક રીતે રજુ કરી છે. મુસ્લીમ ધર્મગુરૂઓ તે બધી આયાતોમાં જણાવેલ હકીકતો મુજબ મુસ્લીમ સ્રીઓની શરણાગતી કે તાબેદારીને રેશનલ કે વ્યાજબી ઠેરવે છે. આ ફીલ્મે ડેનમાર્કના મુસ્લીમ સમાજમાં જબ્બરજસ્ત વિરોધનો વંટોળ પેદા કર્યો હતો.

૨૬ વર્ષના મુસ્લીમ હોફતાદ નામના આતંકવાદી ગ્રુપના(Hofstad Group) સભ્ય મુળ મોરક્કોનો ડચ નાગરીક મોહમંદ બોયુયેરીએ નેંધરલેંડની રાજધાની આમસ્ટટર્ડેમની એક શેરીમાં થીયો વોન ગોઘ ને ધોળે દિવસે હેન્ડગનથી આઠ ગોળીઓ છોડીને મારી નાંખ્યો. પહેલી જ ગોળીએ વોન ગોઘ સખત ઘાયલ થઇને જમીન પર પડી ગયા હતા. પછી ઉપરાછાપરી બીજી સાત ગોળીઓ તેના પર છોડી હતી. ત્યાર પછી હુમલાખોર બોયુયેરીએ મૃત વોન ગોઘનું છરાથી ગરદન કાપી નાંખી અને શિરચ્છેદ કરી દીધો. છેલ્લે  બોયુયેરીએ વોન ગોઘની છાતી પર એક નાની છરી ઘુસાડી જેના હાથા પર ચોંટાડેલી ચીઠ્ઠી પર આયન હિરસી અલીને મારી નાંખવાની ધમકી આપી હતી. (Bouyeri left a letter pinned to Van Gogh's body with a small knife; it was primarily a death threat to Hirsi Ali). ડચ પોલીસે તરતજ બોયુયેરીની ધરપકડ કરી લીધી અને જીંદગીભરની જન્મટીપની સજા ક્યારેય પેરોલ ન મળે તેવી જોગવાઇ સાથે કરી દીધી.(Bouyeri was sentenced to life imprisonment without parole.)

હીરસી અલીએ ઇસ્લામ વિરૂધ્ધ બૌધ્ધીક પ્રતિબધ્ધતા કેળવી લીધી હતી. તેણીને માટે ઇસ્લામ એક એવો ધર્મ છે જેને ધાર્મીક ઉપદેશો ઉપરાંત તે એક રાજકીય– લશ્કરી વિચારસરણી આધારીત વૈશ્વીક દ્રષ્ટિ(વિશ્વગુરૂ બનવાની ક્ષમતા) પણ ધરાવે છે.( નોંધ– યહુદી( ઇઝરાયેલ), ઇસ્લામ(આરબ જગત), બૌધ્ધ( જપાન, ચીન ને સમગ્ર પુર્વના દેશો) હિંદું( અખંડ ભારત) વિ. ધર્મોને પોતાની પ્રજાને વિશ્વગુરૂ બનાવવી છે.) તેના અનુયાઇઓને સામાજીક વ્યવહારો શરીયત મુજબ, ધર્મ પ્રેરીત નૈતીક રિવાજો પ્રમાણે જીવવા ફરજ પાડે છે. જે ડચ દેશના બંધારણ, કાયદો અને જીવન પધ્ધતિથી વિરૂધ્ધ છે.

સને ૨૦૦૫માં હિરસી અલીને " ટાઇમ" મેગેઝીને  વિશ્વની ૧૦૦ સૌથી અસરકારક વ્યક્તિઓમાંની એક ગણીને એવોર્ડ આપીને સન્માનીત કરી હતી. તેણીને ડેનીસ ન્યુઝપેપર Jyllands-Posten

અભિવ્યક્તીની સ્વતંત્રતાના અગ્રેસર તરીકેનો એવોર્ડ આપ્યો હતો. આ ઉપરાંત ' ડેમોક્રેસી પ્રાઇઝ, મોરલ કરેજ એવોર્ડ, વિ થી બહુમાન કરવામાં આવ્યું હતું. સને ૨૦૦૬માં નોર્વેની સંસદે હિરસી અલીને નોબેલ પ્રાઇઝસને લાયક ઉમેદવાર તરીકે નોમીનેટ કરી હતી.હિરસી અલીને નેધરલેંડ દેશની સંસદે બે વર્ષ સુધી રાજ્યની તિજોરીમાંથી ખર્ચ કરીને સંપુર્ણ સલામતી પુરી પાડી હતી. સને ૨૦૧૧માં હિરસી અલીએ બ્રિટીશ ઇતિહાસકાર ન્યાલ ફેરગ્યુસન સાથે લગ્ન કરીને સને ૨૦૧૩માં કાયમ માટે નેધરલેંડ છોડીને અમેરીકન સીટીઝનશીપ સ્વીકારી અમેરીકામાં રહે છે. તેણીને બે બાળકો છે.

અમેરીકામાં પણ હિરસી અલી ભયમુક્ત જીવન જીવી શકતી નથી. સને ૨૦૦૭માં તેણીને પેન્સેવેનીયા રાજ્યમાં આવેલ પીટસબર્ગ યુની.માં પોતાનું પ્રવચન આપવા જવાની હતી ત્યારે પીટસબર્ગના ઇમામે તેણીને મારી નાંખવાની ધમકી આપી હતી. સને ૨૦૧૦માં વીશ્વ વિખ્યાત આતંકવાદી સંસ્થા " અલ–કાયદાએ 'સેતાનીક વર્સીસં ના લેખક સલમાન રશદી, પેરીસના પેપર શાર્લી હેબડોના તંત્રી અને ૧૧ ઇસ્લામીક સુધારાવાદીઓ સામે જે ડેથ વોરંટ ઇસ્યુ કર્યા હતાં તેમાં હિરસી અલીનું પણ નામ હતું.

હિરસીઅલીના પ્રકાશનો–

(૧) કુંવારી પિંજરના પંખી, (

The Caged Virgin (૨) નિરઇશ્વરવાદી (Infidel: My Life (2007 in English) (૩)

એક વિચરતું – ભટકતું વ્યક્તીત્વNomad: From Islam to America. (૪) શા માટે ઇસ્લામમાં સુધારાની ખાસ જરૂર છે. ઇસ્લામનું તાર્કીક મુલ્યાંકન.Criticism.

હાલમાં અમેરીકામાં પણ હિરસી અલીને સતત મળતી 'મૃત્યુ ધમકી' ને કારણે સંપર્ક કરવો લગભગ અશક્ય છે. Photos of Hirshi Ali & Van Gogh.

--