Saturday, August 13, 2022

પેગાસાસ સ્પાયવેર વીષે હું અને તમે, ભારતીયતરીકે કેટલું જાણીએ છીએ?

પેગાસાસ સ્પાયવેર વીષે હું અને તમે, ભારતીય તરીકે કેટલું જાણીએ છીએ?

ન્યુયોર્ક ટાઇમ્સના મેગેઝીન વિભાગે વર્ષોની મહેનત બાદ આશરે ૨૫ પાનાનો કાળજીપુર્વકની તપાસ કરીને ૩૦–૩૧ જુલાઇના રોજ પેગાસસ સ્પાયવેરના કાળા કરતુતો ઉપર એક વીશ્વભરને ચોંકાવી મુકે તેવો રીપોર્ટ બહાર પાડયો છે. રીપોર્ટ તૈયાર કરનાર બે પત્રકારોના નામો રોનેન બર્ગમેન(Ronen Bergman)અને માર્ક માઝ્ઝેટી ( Mark Mazzetti). લેખનું મથાળુ આપ્યું છે.

 " વીશ્વભરમાં પોતાના કુકર્મો– અપકીર્તી માટે નામચીન બનેલ પેગાસસ સ્પાયવેર"

( Pegasas Spyware maker The world most Notorious maker of spyware.)

1.       આ તપાસ લેખમાં પત્રકારોએ ઇઝરાયેલ સરકારે પોતે, દેશમાં પેગાસાસ જાસુસી સોફ્ટવેર બનાવનાર સંસ્થા એનએસઓ (NSO)નો ઉપયોગ કરીને વીશ્વભરમાં જે તે ખરીદનાર દેશોની મજબુરીઓનો લાભ લઇને જે વૈશ્વીક મુત્સદીગીરી પ્રાપ્ત કરી છે તે અમાપ,લાજવાબ અને અતુલ્ય છે.

2.       પેગાસસ સ્પાયવેરની મારા–તમારા, મોબાઇલ ફોનમાં જાસુસી ચાંચીયાગીરી કરવાની તાકાતને સમજીએ. જે દેશોએ આ સોફ્ટવેર ખરીદયુ હોય તેવા દેશના નાગરીકોના કોઇપણ મોબાઇલ નંબરોની તમામ માહિતી આ જાસુસી સોફ્ટવેર તે નંબરોને ક્લિક કર્યા સિવાય લઇ શકે છે. બેંકના ખાતામાંથી નાણાં ઉપાડી શકે છે. મોબાઇલ– લેપટોપ– ક્મ્પ્યુટર વી. તમામ સોસીઅલ મીડીયાના સાધનોમાં તેના માલીકની સંપુર્ણ જાણબહાર દેશનો સત્તાપક્ષ  ઇચ્છે તેવી તમામ માહીતીઓ બિનદાસ દાખલ કરી શકે છે. ત્યારબાદ જે તે વ્યક્તીના ઘરમાં પોલીસ સર્ચ વોરંટથી માલીક ઘરમાં હોય કે નહી તે સાધન કબજે લઇને બીનજામીનપાત્ર ગુનાઓમાં સંડોવી જેલમાં પુરી શકે છે.

3.      This spyware can consistently and reliably crack the encrypted communications of any iPhone or Android smartphone. This version of Pegasus was "zero click" — unlike more common hacking software, it did not require users to click on a malicious attachment or link Pegasus computers: every email, every photo, every text thread, and every personal contact. They could also see the phone's location and even take control of its camera and microphone.

 

4.        પેગાસસ સોફ્ટવેર ઇઝરાયેલ સરકાર ઇચ્છે તે દેશની લોકશાહી, રાજાશાહી, લશ્કરી સરમુખ્તયારશાહી કે કોઇપણ સરકારોને એનએસઓ કુંપની સદર સોફ્ટવેર વેચી શકે છે. સદર કુંપની કોણપણ દેશની જાહેર કે ખાનગી કુંપની કે નાગરીકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે  આ જાસુસી સોફ્ટવેર વેચી શકતી જ નથી. સને ૨૦૧૭માં સાઉદી એરેબીયાના રાજાને 55million US dollars( એક મીલીયન એટલે ૧૦લાખ ડોલર ગણાય)માં આ સોફ્ટવેર વેચ્યું હતું. ઇઝરાયેલમાં દર ૧૦ મજુરોએ એક મજુર આ જાસુસી સોફ્ટવેર બનાવવાના ઉધ્યોગમાંથી રોજી મેળવે છે.

5.      સને ૨૦૧૧માં સૌ પ્રથમ એનએસઓ ઇઝારેયલ કુંપનીએ મેક્સીકોની સરકારને પેગાસસ સ્પાયવેર પોતાના ઇઝરાયેલ દેશની સરકારની પુર્વમંજુરી સાથે વેચ્યુ હતું. મેક્સીકોની સરકારે એલ ચેપો નામના ડ્રગ લોર્ડને તથા તેના સામ્રાજ્યને નાબુદ કરવા ઉપયોગ કર્યો હતો. યુરોપીયન દેશોની ઇનવેસ્ટીગેટીગ સંસ્થાઓએ આંતકવાદી અડ્ડાઓ, સંગઠીત ગુનાહીત ટોળકીઓ અને વીશ્વીક બાળકોની હેરાફેરી કરતી ગેંગો વી. ને ઝબ્બે કરવાનું કામ પણ કર્યું હતું.

6.       હવે આ સ્પાયવેરના નાગરીક સ્વાતંત્રય અધિકારોના દુરઉપયોગ માટેની ચોંકાવનારી વિગતો જોઇએ.(અ) મેક્સીકોના પ્રમુખે સદર સ્પાયવેરનો ઉપયોગ પોતાના હરીફો ને રાજકીય વિરોધીઓ તથા જર્નાલીસ્ટની જાસુસી કરવામાં કર્યો હતો.(બ) યુનાઇટેડ આરબ અમીરાતની સરકારે દેશની નાગરીક અધિકારોની ચલાવતા કર્મનીષ્ઠોના ફોન પર જાસુસી કીને તે બધાને પછી જેલમાં પુરી દીધા હતા.(ક) જે દેશમાં વીશ્વભરના મુસલમાનો માટે પવિત્ર ધામો આવેલા છે તે સાઉદી એરેબીયાના રાજાએ દેશમાં સ્રીમુક્તિ અધિકારોની ચળવળ ચલાવતી બહેનો સામે આ સ્પાયવેરનો ઉપયોગ કરીને તે બધાને જેલમાં નાંખી દીધી છે. વોશીંગટન પોસ્ટના જર્નાલીસ્ટ જમાલ ખશોગી સામે સોફ્ટવેરનો ઉપયોગ કરીને પોતાના માણસો દ્રારા ઇસ્તનબુલમાં ખુન કરાવીને તેના એક એક અંગોના ટુકડા કરાવી નાંખ્યા હતા

7.      યુનોમાં, પોતાની તરફેણમાં ઠરાવો પસાર કરાવવામાં તથા પોતાની વીરૂધ્ધના ઠરાવો રોકવામાં ઇઝરાયેલ સરકારે આ સ્પાયવેર વીશ્વના પોલેંડ, હેંગેરી, મેકસીકો, પનામા અને ભારત જેવા ધાર્મીક રાષ્ટ્રવાદી સરકારોને એનએસઓને પેગાસસ સ્પાયવેર વેચીને કામ કરાવી લીધું હતું. આ બધા સરકારોનો માનવઅધિકાર પ્રત્યે નકારાત્મક વલણો જે તે દેશમાં હોવા છતાં તેની પુરી જાણકારી સાથે ઇઝરાયેલની સરકારે સદર સ્પાયવેરનો સોદો કરવામાં લીલી ઝંડી દેખાડી હતી.

8.       ઇઝરાયેલ પોતે સારી રીતે સમજી ગયું હતું કે અણુબોંબ કરતા પેગાસસ સ્પાયવેર વૈશ્વીક દેશોમાં ઇચ્છે તે રાષ્ટ્રોને સસ્તામાં, સરળતાથી, મોટા પાયે માનવસંહાર સીવાય સિવાય દેશની અંદર સત્તા ટકાવવા, હરિફ પરિબળોને નામશેષ કરવા, સહેલાઇથી તેનો પુરવઠો પુરો પાડવા સમય જતાં એક જબ્બરજસ્ત હથીયાર બનીને ઉભરી રહેવાનું છે. વીશ્વના અમેરીકા જેવા દેશોને પણ આ સત્ય સરળતાથી ને સમયસર સમજતાં સમય ગયો હતો.

9.       સને ૧૯૪૮માં ઇઝરાયેલ, એક રાષ્ટ્ર– રાજ્ય તરીકેના જન્મ સામેના વિરોધમાં સમગ્ર આરબ જગતના તમામ દેશો પેલેસ્ટાઇનની તરફેણમાં હતા. ઇઝરાયેલનો એક રાષ્ટ્ર તરીકે ક્યારે વીશ્વના નકશા પરથી નામ ભુંસાઇ જશે તેના દિવસો ગણાતા હતા. આજે આરબ દેશોને સાઉદી એરેબીયાના સહકારથી પેગાસસ સ્પાયવેર વેચીને સીયા– સુન્નીમાં વહેંચીને યુનોમાં પોતાની તરફેણમાં મતદાન કરાવે છે.અંદર અંદર સરળતાથી એક બીજા આરબ દેશોને લડાવી શકે છે. "We will be able to exploit them and reap diplomatic profits."

 

(10) આજે ઇઝરાયેલનો આ સાયબર જાસુસી સ્પાયવેરનો ધંધો મલ્ટીબીલીયન ડોલરનો થઇ ગયો છે. માનવજાત માટે તેના ખતરનાક પરિણામો અનિયંત્રીત બની ગયા છે.( 'This issue is not about Israel's security. It's about something that got out of control.')દા;ત મેક્સીકોના વડાપ્રધાનને સત્તાપરથી લોકોએ ફગાવી દીધા પછી ઇઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામીન નીયત્યાહુંને પોતાના દેશમાં કાયમી રાજ્યાશ્રય આપ્યો છે.

(11) ૨૦૧૭ના જુલાઇમાસમાં નરેન્દ્ર મોદી, જે હીંદુરાષ્ટ્રવાદી વિચારસરણીના ખભાપર બેસીને સને ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા હતા. તે ઇઝરાયેલની મુલાકાતે આવ્યા. ભારતદેશ સ્વતંત્ર સને ૧૯૪૭ બન્યો પછી મોદી પહેલા વડાપ્રધાન હતા જેણે ઇઝરાયેલની મુલાકત લીધી.આપણી વીદેશનીતી પેલેસ્ટાઇન–ઇઝરાયેલ–ગાઝાપટ્ટી સંઘર્ષમાં પેલેસ્ટાઇન તરફી હતી. મોદીની ઇઝરાયેલ મુલાકત ખુબજ ઉષ્માભરી, મૈત્રીપુર્ણ પણ આયોજનપુર્વકની નાટયાત્મક હતી. મોદી અને ત્યાંના વડાપ્રધાન નેત્યાનહું ને ખુલ્લાપગે એક સ્થાનીક બીચપર હાથમાંહાથ નાંખીને ચાલતા બતાવાયા હતા. ઇઝરાયેલના વડાપ્રધાન ખુબજ ખુશ એટલા માટે હતા કે મોદીજીએ બે લાખ બીલીયન ડોલરનો(બે કરોડ ડોલર્સ) સોદો પેગાસસ સ્પાયવેર ને મીસાઇલ સિસ્ટીમનો કર્યો હતો.કેટલાક માસ પછી ઇઝરાયેલના વડાપ્રધાને ભારતની મુલાકાત લીધી હતી. મોદી સરકારના યુનોના પ્રતીનીધીએ ઇઝરાયેલના ટેકામાં ને પેલેસ્ટાઇનના માનવઅધિકાર સંસ્થાની વિરૂધ્ધ યુએન ઇકોનીમીક ને સોસીઅલ કાઉન્સીલમાં મતદાન સને ૧૯૪૮ પછી પહેલી વાર કર્યું હતું.(નીચેની અંગ્રેજી મેટરનો ટુંકમાં ઉપરનો ભાવાનુવાદ છે.)

In July 2017, Narendra Modi, who won office on a platform of Hindu nationalism, became the first Indian prime minister to visit Israel. For decades, India had maintained a policy of what it called "commitment to the Palestinian cause," and relations with Israel were frosty. The Modi visit, however, was notably cordial, complete with a carefully staged moment of him and Prime Minister Netanyahu walking together barefoot on a local beach. They had reason for the warm feelings. Their countries had agreed on the sale of a package of sophisticated weapons and intelligence gear worth roughly $2 billion — with Pegasus and a missile system as the centerpieces. Months later, Netanyahu made a rare state visit to India. And in June 2019, India voted in support of Israel at the U.N.'s Economic and Social Council to deny observer status to a Palestinian human rights organization, a first for the nation.

 

(12)  અમેરીકા એક એવો દેશ છે જેણે ઇઝરાયેલની એનએસઓ કુંપનીના પેગાસસ સોફ્ટવેરને બ્લેકલીસ્ટમાં મુકી છે.તેની સાથે કોઇ વ્યવહાર બધી તપાસ કરીને સંપુર્ણ બંધ કરી દીધો છે.એટલું જ નહી પરંતુ અમેરીકાના નાગરીકોના સ્વતંત્ર અધિકારો આ જાસુસી સ્પાયવેરથી સુરક્ષીત રહે તેવી વ્યવસ્થા પણ કરી દીધી છે.

ભારતની સુપ્રીમકોર્ટે ' પેગાસસ સ્પાયવેર'ની મદદથી મોદી સરકારે કરેલા નાગરીક અધીકારોના હનની તપાસ માટે સમીતી બનાવી છે. જોઇએ સદર તપાસમાંથી શું બહાર આવે છે ને તે પણ ક્યારે?


--