Thursday, August 18, 2022

લોકશાહી અંધારામાં ડુબી જાય છે.”



--લોકશાહી અંધારામાં ડુબી જાય છે." Democracy dies in Darkness"

૧૫મી ઓગસ્ટે જ્યારે વડાપ્રધાન મોદી આઝાદીનો અમૃતમહોત્સવ સાથે ધ્વજવંદન કરતા હતા ત્યારે લેખકો, કવીઓ, નવલકથાકારો અને સાહીત્યકારોની વૈશ્વીક સંસ્થા " PEN International"  ભારતમાં ' અભિવ્યક્તીની સ્વતંત્રતા' જોખમમાં છે તે અંગે ગંભીર ચીંતા વ્યક્ત કરે છે. જુદા જુદા દેશોના આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવનારા ૧૦૨ લેખકો, કલાકારો વીગેરેની સહીથી 'પેન' સંસ્થા ભારત દેશના માનનીય રાષ્ટ્રપતી દ્રોપદી મુર્મુને એક પત્ર લખે છે. જેમાં બે મુદ્દાઓ મુખ્ય છે. એક દેશમાં સતત મોદી સરકારની સત્તામાં ક્રમશ અભીવ્યક્તીની સ્વતંત્રતાનો વ્યાપ ક્રમશ ઘટતો જાય છે. બીજુ આ સરકારમાં જે લેખકો. સત્તા સામે વીરોધી સુર રજુ કરનારા તથા સરકારની નીતીઓનું તાર્કીક મુલ્યાંકન કરનારાઓને જેલમાં પુરી દેવામાં આવ્યા છે; તે બધાને તાત્કાલીક મુક્ત કરો.

 (NEW YORK—As India marks 75 years of independence today, 102 notable U.S. and international writers and creative artists, including Marina Abramovic, Paul Auster, J.M. Coetzee, Jennifer Egan, Jonathan Franzen, Azar Nafisi, and Orhan Pamuk, joined PEN America and PEN International in signing a letter to Indian President Droupadi Murmu, raising concern over the deterioration of free expression and calling for the release of imprisoned writers and dissident and critical voices.)

આજે દેશમાં ૭૫ વર્ષની સ્વતંત્રતા બાદ જે અભીવ્યક્તીની આઝાદીની જે સ્થીતી છે તે એટલી બધી ગંભીર અને ચીંતાજનક છે કે તેથી ઉજવવાનું મન કેવી રીતે થાય? આ અઠવાડીયામાં કવી વરાવરા રાઉની મેડીકલ કારણોસર ૮૨ વર્ષની ઉંમરે શરતી જામીન મુક્તી થઇ છે તેનાથી અમો નીચે સહી કરનારાઓને થોડી રાહત થઇ છે. પરંતુ જાહેર જીવનના રાષ્ટ્રીય કક્ષાના બૌધ્ધીકો – લેખકો જેવા કે હનીબાબુ,આનંદ તેલતુમ્બદે ( બાબાસાહેબ આંબેડકરના પૌત્ર) જે છેલ્લા વર્ષોથી જેલમાં છે. ઘણા બધા લેખકો,પત્રકારો, વિ. સતત રાજકીય સત્તાધીશોના સતત ભય, પરેશાની ને પજવણીના રેડાર નીચે જીંદગી પસાર કરે છે. અમે રાષ્ટ્રપતીજીને  વીનંતી કરીએ છીએ કે તમારા દેશના સત્તાધીશો સામેના વિરોધી અવાજોને ડુબાડી ન દેશો.

 અમે માનનીય રાષ્ટ્રપ્રમુખ મર્મુજીને વીનંતી કરીએ છીએ કે આપશ્રી, ભારતીની આઝાદીના સંઘર્ષના જે લોકશાહી મુલ્યો છે, આદર્શો છે તેને મુજબુત બનાવવામાં ટેકો આપો.ભારતનો આ વારસો સમાવેશક, બીનસાંપ્રદાયીક, બહુંવંશીય અને વીવીધ ધાર્મીક જીવન જીવતી લોકશાહી પ્રજાનો છે. " તેમાંય અભીવ્યક્તીની આઝાદી એ તો લોકશાહીના હ્રદયના ધબકારાને જીવતું રાખતું અત્યંત મહત્વનું અંગ છે. તેનો મૃત્યુઘંટની સાથે જે તે દેશની લોકશાહી વ્યવસ્થા જ મૃતપામે છે." (The letter states: "Free expression is the cornerstone of a robust democracy. By weakening this core right, all other rights are at risk and the promises made at India's birth as an independent republic are severely compromised.")

 PEN અમેરીકાના માપદંડ 'વૈશ્વીક સ્વતંત્રતા આંક માં વીશ્વના લોકશાહી દેશમાં ભારત સૌથી તળીયે– નીચે આવી ગયું છે. વીશ્વ વીખ્યાત ખ્યાતી ધરાવતા આશરે ૧૦ બૌધ્ધીકોને જેલમાં પુરી, અન્ય સેંકડો લેખકોને ટવીટર વિ. પર ટ્રોલ કરી, શારીરીક હુમલા કરીને, જુદા જુદા કાયદાકીય કેસો દાખલ કરીને ઉપરાંત શક્ય તેવા તમામ સત્તાકીય સાધનોનો ઉપયોગ કરીને તે બધાના અવાજને રૂધવાના જે કાર્યો કરી રહી છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ. આજે પણ સમગ્ર કાશ્મીર ખીણપ્રદેશમાં ઇન્ટરનેટ સેવાઓ પર નિયંત્રણ છે. તેવું જ થોડાક સમય પહેલાં કીસાન આંદોલનના સમયે પણ અભીવ્યક્તીના અધીકાર પર નિયંત્રણ મુકવામાં આવેલું હતું. સમગ્ર પત્રમાં જે મુખ્યમુદ્દાઓ છે તેને મેં ટુંકમાં રજુ કરવાનો પ્રયત્ન કરેલ છે.

(1)     સદર પત્રમાં ગાંધીજીના કોમી એકતા રાષ્ટ્રીય એકતાની પુર્વશરત તથા અન્યના મત સામે સહનશીલતા (અસહીષ્ણુતા નહી) જેવા મુલ્યો, પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના સને ૧૯૪૭ના પંદરમી ઓગસ્ટના વીધાતા સામે નો પડકાર 'tryst with destiny,' અને નોબેલ વિજેતા કવી રવીબાબુની પેલી વીશ્વપ્રચલીત કવીતાની પંક્તીઓ મારા દેશનું સ્વપ્ન – જ્યાં મન બીલકુલ ભયમુક્ત હોય, જ્યાં સ્વતંત્રતાનું સ્વર્ગ હોય, તેવો જાગૃત થયેલો મારો દેશ હોય! "Where the mind is without fear, into that heaven of freedom, let my country awake." વી. સદર પત્રમાં આમેજ કરેલ છે.

(2)      માનનીય પ્રમુખ સાહેબ, ભારત તો વીશ્વભરમાં અન્ય દેશો માટે લોકશાહીની દીવાદાંડી સમાન હતો.( India has for decades been seen as the world's most populous democracy, a beacon and model for other countries to emulate.)

(3)       ભારતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તાપર આવ્યા પછી,અભીવ્યક્તીની સ્વતંત્રતા સહીતના તમામ બંધારણીય મુલ્યો પર વારંવાર તવાઇ આવી ગઇ છે. તે બધા માનવ મુલ્યો, સતત લોકજીવનમાંથી જાણે હોંશીયામાં કાયમી ધકેલાઇ ગયા છે.

(4)     ઘણાબધા જાહેર જીવનના બૌધ્ધીકોને પોતાની પ્રવૃત્તીઓના સંદર્ભમાં અને એક લોકશાહી અધીકાર તરીકે વિદેશ યાત્રા પર પ્રતીબંધ મુકવામાં આવેલ છે.

(5)     પ્રખ્યાત પત્રકારો, વીચારકો, લેખકો અને રેશનાલીસ્ટના જેવા કે ગોવિંદ પાનસરે, પ્રો એમ એમ કલબુર્ગી, ગૌરી લંકેશ અને નરેન્દ્ર દાભોલકરના ખુનીઓ સામે ગુનાઓની કાર્યવાહી સંપુર્ણ ક્યારે પુરી થશે એ કોને ખબર છે?

(6)      સને ૨૦૧૮માં ભીમા–કોરેગાંવ કેસમાં અટકાયતમાં રખાયેલા આઠ લેખકોને યુએપીએ કલમો હેઠળ બીનજામીનપાત્ર ગુનામાંથી કેસ ચલાવી ક્યારે મુક્તી મળશે કે નહી તે ચીંતા અમો સહી કરનારાઓની છે. જે પુરાવા લઇને તમે આ બધાને જેલમાં ગોંધી રાખ્યા છે તેની વીશ્વાસપાત્રતા અને પ્રમાણભૂતતા સાથે અમને શંકા છે.  હનીબાબુ, અરૂણ ફેરારા, વેરનોન જી, ગૌતમ નવલખા, આનંદ તેલતુમ્બદે વી જેલમાં છે. તે બધાની શારીરીક તબીયત અંગે સુવીધાઓનો અભાવ છે. તે બધાના જેલમાં આવતા પત્રો – જેલમાંથી મોકલવામાં આવતા પત્રો અને વાંચવાની સામગ્રી પર પણ સખત સેન્સરશીપ લાદવા આવેલ છે.

(7)      આ કેસો ઉપરાંત અમને માહીતી છે કે  તમે મહંમદ ઝુબેર, સીદ્દીકી કપ્પાન, તીસ્તા સેતલવાડ,અવીનાશ દાસ, ફાહદ શાહ, ઉપરાંત, જે લોકો તમારી સત્તાનો વીરોધ  કરનારા કોલમનીસ્ટ, તંત્રીઓ, જર્નાલીસ્ટસ અને કલાકારોને પણ ટ્રોલીંગ કરવામાં,સતાવવામાં, પરેશાન કરવામાંઅને પજવવામાં બાકી રાખતા નથી. તેના બે પુરાવાતો આંખે ઉડીને વળગે તેવા છે. એક તો રાના ઐયુબ અને બીજો આતીષ તાસીર નો છે. તાસીરનો કેસ એવો છે કે વડાપ્રધાન મોદી વીરૂધ તાર્કીક મુલ્યાંકન કરતો લેખ લખેલો જેને કારણે તેનું OCI Status ((Overseas Citizen of India) કેન્સલ કરલું છે. આ તો રાજ્યસત્તા પોતાના વિરોધ સામે કેટલી અસહીષ્ણુ બની ગઇ છે તેની સાબીતીઓ છે.       

(8)     આ પત્રથી માનનીય રાષ્ટ્રપ્રમુખજી, આપશ્રી ભારતમાં લોકશાહીના તમામ મુલ્યોનું સંપુર્ણ પુન;સ્થાપના થાય તે માટે યથાયોગ્ય કરવા અમો સૌ સહી કરનારાની આપશ્રી ને અરજ છે.

 એજ લી. આપના વીશ્વાસુ,

૧૦૫ લેખકો, વી, ની સહીઓ છે.

તા.ક. આ ઉપરાંત ભારત અને વીશ્વના જુદા જુદા દેશોના વીશ્વધ્યાલયોમાં કામ કરતા ૧૧૩ ભારતીય બૌધ્ધીકોએ ૨૦૦ શબ્દોમાં દેશમાં અભીવ્યક્તીની સ્થીતી ઉપર ' પેન અમેરીકા' સંસ્થાની વીનંતીને માન આપીને જે વીચારો રજુ કર્યા છે તેમાંથી મેં પસંદ કરેલા લેખો હવે પછીની પોસ્ટમાં મુકીશ.