Monday, September 26, 2022

ખ્રીસ્તી ધર્મ આવતા પચાસમાં વર્ષે (૨૦૭૦) અમેરીકામાં બહુમતી ધર્મ તરીકે પોતાનું સ્થાન ગુમાવશે!


ખ્રીસ્તી ધર્મ આવતા પચાસમાં વર્ષે (૨૦૭૦) અમેરીકામાં બહુમતી ધર્મ તરીકે પોતાનું સ્થાન ગુમાવશે!

 PEW RESEARCH CENTER SEPTEMBER 13, 2022

 

MODELING THE FUTURE OF RELIGION IN AMERICA

 

(TELLING NUMBERS Projections: Christians could fall to less than 50%, 'nones' could be more than 50% US 'NONES' WILL APPROACH MAJORITY BY 2070 IF RECENT SWITCHING TRENDS CONTINUE SCENARIOS RISING DISAFFILIATION in US by 2070).

     સને ૨૦૨૧માં અમેરીકાના વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે આ દેશની વસ્તી ૩૩ કરોડ ૧૮લાખ હતી.

      ઉપરોક્ત સંશોધન કરનારી સંસ્થાએ તાજેતરમાં પોતાના તારણના ચોંકવનારા આંકડાઓ ૧૩મી સપ્ટેમ્બરે બહાર પાડયા છે. સાથે સાથે અમેરીકન હ્યુમેનીસ્ટ સંસ્થાઓએ(American Atheist Association & American Humanist Association) આગામી પાંચ દાયકાઓમાં,આશરે ૫૦ ટકા નીરઇશ્વરવાદી નાગરીકોના જીવનને ધર્મ અને ઇશ્વરના આધાર સીવાય પણ માનવીય (ધર્મનીરપેક્ષ નૈતીકતા) નૈતીક ગુણો સુસજ્જ  કેવી રીતે બનાવવું તેની તૈયારી પણ કરવા માંડી છે. અમેરીકન કાયદાની પરિભાષામાં ધર્મનીરપેક્ષ માનવવાદને( Secular Humanist Religion) ધર્મનો દરજ્જો આપવામાં આવ્યો છે.

 સૌ પ્રથમ આપણે પી ઇ ડબલ્યુ સંશોધન સંસ્થાના તારણોને સમજીએ.

(1)     આજના અમેરીકન વસ્તીના આંકડાઓમાં થતા ફેરફારો લગભગ ભવીષ્યમાં બદલાવાની શક્યતા નહીવત છે. કારણકે તે આ દેશની સામાજીક અને કૌટુંબીક જીવન પધ્ધતીની નીપજ છે.હાલમાં ખ્રીસ્તી પ્રજાની ટકાવારી ૬૪ % છે.અને કુલ વસ્તીની ૩૦ ટકા પ્રજાને કોઇ ધર્મ નથી.

(2)     ૨૦ વર્ષની ઉંમરથી ૩૦ વર્ષ સુધીની યુવા–અમેરીકન ખ્રીસ્તીપ્રજા પોતાનો કે પોતાના મા– બાપનો ધર્મ ત્યજીને મારે કોઇ ધર્મ નથી(NONE) તે ગ્રુપનો સભ્ય બની જાય છે.કુલ વસ્તીમાં સદર એજ ગ્રુપની ટકાવારી ૨૦ % છે. તે સંખ્યા કુલ વસ્તીની પાંચમાભાગની આશરે ૬,કરોડ ૬૦ લાખ છે.

(3)    ખ્રીસ્તી ધર્મ ત્યજીને ૩૧ટકા મોટાભાગના નીરઇશ્વરવાદી ,અજ્ઞેયવાદી અને કોઇપણ આસ્થાનહી ધરાવનારા ૩૦ વર્ષની ઉંમરે પહોંચતા સુધીમાં બની જાય છે. (Americans have left Christianity to join the growing ranks of US adults who describe their religious identity as atheist, agnostic or "nothing in particular".) આ જુથની સંખ્યા આશરે ૨ કરોડ ૨૦લાખની બની જાય છે.

(4)    પરંતુ આ વય જુથમાંથી ખ્રીસ્તી સિવાયના પેલા NONE જુથવાળામાંથી ૨૧ ટકા ખ્રીસ્તી ધર્મ સ્વીકારે છે. જે સંખ્યા આશરે ૧ કરોડ ૧૨લાખ થાય છે.

(5)    હાલમાં આ દેશમાં યહુદી, મુસ્લીમ, હીદું અને બુધ્ધધર્મીની કુલ સંયુક્ત વસ્તી ૬ ટકા છે.

(6)    અમેરીકાની ધાર્મીક જીવન પધ્ધતીમાં થતા જમીની કે પાયાના પરીવર્તનોથી ઘણાને આશ્ચર્ય થાય છે કે અમારા દેશમાં નાગરીક જીવનમાં ભવીષ્યમાં ધર્મનું શું સ્થાન બાકી રહ્યુ હશે?

(7)    ઉપર મુજબના નીરઇશ્વરવાદી– માનવવાદી પ્રવાહોની અસરોથી યુરોપના દેશો પણ બાકી રહી ગયા નથી તેવું તારણ સદર સંશોધન કરનાર સંસ્થાનું છે.

લેખનો ભાગ– ૨

આ દેશની ધર્મનીરપેક્ષ માનવવાદી અને નીરઇશ્વરવાદી સંસ્થાઓએ સદર નાગરીક સમાજની ધર્મના આધાર સીવાયની અસ્તીત્વમાં આવતી જરૂરીયાતોને સંતોષવા પોતાના કાર્યો મોટાપાયે શરૂ કરી દીધા છે. દેશના બાવન રાજ્યોમાંથી ઘણા બધા રાજ્યોએ તે કાર્યોને કાયદેસરના કાર્યો ગણીને પ્રમાણપત્રો , સહી સીકકા કરવાની તેમજ તેમના પ્રતીનીધીઓની કાયદેસરની હાજરીને પણ સ્વીકૃતી બક્ષી છે.

(1)    બાળકની નામ પાડવની વીધી, લગ્નની નોંધણી, મૃત્યુ સમયની વીધીઓ તથા સામાજીક સંબંધોમાં ઇશ્વર અને ધર્મના તમામ વીધી– વીધાનોને સંપુર્ણ મુક્તી આપી દીધી છે. આ માટે જરૂરી દેશ વ્યાપી સંસ્થાના કાર્યકરોને માનવવાદી, ધર્મનીરપેક્ષ, તર્કબધ્ધ તાલીમ પુરી પાડવાના ' ઓન લાઇન વર્ગો' ત્રણથી ચાર અઠવાડીયાના વ્યાજબી ફી લઇને શરૂ કરી દીધા છે.

(2)     દેશના સર્વોચ્ચ કક્ષાના ઘણાબધા વિશ્વવીધ્યાલયોમાં ગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ કક્ષાના માનવવાદી સીધ્ધાંતો, ઇતીહાસ, તત્વજ્ઞાનના શૈક્ષણીક અભ્યાસ ક્રમો શરૂ કરી દેવામાં આવ્યા છે.

(3)    પશ્ચીમી જગતની માનવવાદી સંસ્કૃતી કેવી રીતે ખ્રીસ્તી, ઇસ્લામીક સંસ્કૃતીઓ તથા રશીયા, ચીન અને ભારત જેવા 'સ્વીગ કન્ટ્રીઝ' નો બૌધ્ધીક મુકાબલો કરવામાં સક્ષમ છે તે વાત અમેરીકાના માનવવાદી ચિંતક સેમ્યુઅલ પી. હન્ટીગટને( Samuel P. Huntington) પોતાના જગવીખ્યાત પુસ્તક 'ધી ક્લેશ ઓફ સિવીલાઇઝેશન'  "Clash of Civilizations" માં સરસ સમજાવી છે.

 

 

 

    

--