Monday, September 19, 2022

મોદીજી, તમારો તો ધંધો થઇગયો છે, પક્ષ પલ્ટો કરાવવો અને કરવો પણ ખરો!


મોદીજી, તમારો તો ધંધો થઇ ગયો છે, પક્ષ પલ્ટો કરાવવો અને કરવો પણ ખરો!

(1)    ૨૦૧૯માં સહીસલામતભરી બહુમતી લોકસભાની ચુંટણીમાં પ્રાપ્ત કર્યા પછી દેશમાં ૧૧ રાજ્યોમાં વિપક્ષી સરકારોને'ઓપરેશન લોટસ' દ્રારા ગબડાવવાના પ્રયત્નો કર્યા છે. મધ્યપ્રદેશ,પંજાબ–હરીયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા,વિ,માં સફળતા મલી છે.

(2)    કોગ્રેસ મુક્ત ભારત, વિરોધ પક્ષો મુક્ત ભારત, લોકશાહી મુક્ત ભારત, તમામ વિધર્મી મુક્ત ભારત, યુવાનો માટે રોજગારી મુક્ત ભારત, અખબારી સ્વાતંત્રય મુક્ત ભારત, ન્યાય મુક્ત ભારત, સહિષ્ણુતા મુક્ત ભારત, બૌધ્ધીકો મુક્ત ભારત, વૈજ્ઞાનીકો મુક્ત ભારત….. જે બાકી હોય તે વાંચક મીત્રોને ઉમેરવાની પુરી મુક્તી.

(3)    અમે બે અને અમારા બે સંચાલીત ભારત.

(4)    તા.૧૫મી સપ્ટેમ્બરે યુઝબેકીસ્તાનના પાટનગર સમરકંદમાં ' શાંગહાઇ કોઓપરેશન ઓરગેનાઇઝેશન'માં રશીયન પ્રમુખ પુટીન અને ચીનના પ્રમુખ ઝીંગ પીગ( Chinese President Xi Jinping) અને બીજા અન્ય સભ્ય દેશોના વડાઓની રૂબરૂમાંઆપણા વડાપ્રધાને પક્ષપલ્ટો જાહેર કર્યો.

(5)    આપણા સાહેબ ઉવાચ:– " આજનો સમયકાળ એ યુધ્ધનો સમયકાળ નથી.વીશ્વને એકસાથે જોડી રાખનાર હોય તો લોકશાહી, સંવાદ અને આંતરરાષ્ટ્રીય સંબંધો જાળવવાની કુનેહતા છે."(Today's era is not an era of war…. He said democracy, diplomacy and dialogue have kept the world together.) સાહેબને કોઇ પુછી શકે ખરૂ કે સાહેબ! આટલા નાના સનાતન સત્યને સમજતાં આપને ફેબ્રુઆરીમાં યુક્રેનમાં યુધ્ધ શરૂ થયા પછી, તે દેશના લાખો નાગરીકોના મોત અને તમામ જીવન જીવવાની સુવિધાઓને રશીયન લશ્કરે ભસ્મીભુત કરી નાંખ્યા પછી આજે દેખાય છે.

(6)    આવી ડાહી ડાહી વાતો રશીયન લશ્કરી હુમલાથી બરબાદ થઇ ગયેલા યુક્રેનના પાટનગર કીવ(Kyiv)ના નાગરીકો સમક્ષ જઇને કરો!

(7)    સમગ્ર વીશ્વના તમામ લોકશાહી દેશો અને ખાસ કરીને પશ્ચીમના લોકશાહી દેશો ભારતના વડાપ્રધાનને એ રીતે ઓળખી ગયા છે કે " પુટીનના બેલગામ નીર્ણયોને નિયંત્રણમાં રાખવા જે આર્થીક નાકાબંધી રશીયાની કરી હતી. તેની વિરૂધ્ધ પુટીનને ઓકસીજન આપવાનું કામ કર્યુ હોય તો તે વીશ્વગુરૂ બનવા નીકળેલા જગતના સૌથી વધુ વસ્તી ધરાવતા લોકશાહી દેશ ભારતે કર્યુ છે.પ્રતીદીન લાખો બેરેલ રશિયન ક્રુડઓઇલ ખરીદીને."

 

(8)    અંગ્રેજ લેખક ફ્રાન્સીસ બેકનનું શું તે વાક્ય સાચુ છે કે ' જે લોકો પોતે અમલમાં ન મુકી શકે તે બીજાને સલાહ આપે છે!'   " આપણે ત્યાં તે શાણપણ આધારીત દેશ ક્યારે ચાલશે "?

(9)    આ ત્રણ દિવસની કોન્ફરન્સમાં જે કેટલાક અગત્યના ફોટાઓ ન્યુયોર્ક ટાઇમ્સે પ્રકાશીત કર્યા છે. તે બધા ફોટાઓ Between the Lines જે સમજાવે છે કોન્ફરન્સના ઠરાવો વાંચવા વીના ઘણુબધું સમજાવી જાય છે. 

--