Monday, September 12, 2022

DADA, Your nation does not need cosmetic surgery of Colonial Past


Dada,

Your nation does not need cosmetic surgery of Colonial Past but Dissection of Hindu mode of thought which was more than a thousand years old past legacy.

દાદા, તારા દેશને, તમામ પ્રકારના માનવીય માપદંડોથી તપાસતા સાબીત થાય છે કે તેને' રાજપથમાંથી કર્તવ્યપથ તરફના નામ ફેરફારની પ્લાસ્ટીક સર્જરીની માનસીકતાથી કોઇ ફેરફાર પડાવાનો નથી. ખરેખર તો તારા દેશને પેલી હીંદુ ધાર્મીક વિચારસરણી આધારીત જીવન પધ્ધતીના શરીરનું ચીરફાડ( Dissection) કરવાની જરૂર છે. જેમ મેડીકલ સાયન્સમાં અમે પહેલા વર્ષે Human Anatomy Subjectના અભ્યાસમાં મૃતશરીરના એક એક ભાગને તેના મુળજોડાણોમાંથી વાઢકાપ કરી, કાપી નાંખી, ઝીણવટ ભરી જરૂરત પડે તો સુક્ષ્મદર્શક યંત્રની મદદથી (Microscope) અભ્યાસ કરતા હતા તેમ કરવાની જરૂર છે.

દાદા– બેટા ! પો, (અમેરીકન લોકોની જીભ આપણી પ્રજા અને નેતાઓની માફક બહુ પહોળી થતી નથી એટલે આપણા દેશી નામોમાં એબીસીડીના ૨૬ મુળાક્ષરોમાંથી નામની આગળનો એક અક્ષર પકડી અને તે નામે પછી બોલાવે છે.!) આ તારૂ પ્લાસ્ટીક સર્જરી, પેલું શરીરના ચીરફાડ વાળુ કંઇ સમજણ પડતી નથી.

પો– દાદા, તું એટલું તો તારી બુધ્ધીથી વીચારે છે ને(અહીંયા, તો તારા દેશના દેસીઓ તો તારા દેશથી જે બુધ્ધી લઇને આવ્યા છે તેની ચાવી જ દેશમાં ભુલીને આવ્યા છે. બાકીનું તુ સમજી લે જે.) ખોટું ન લગાડતો! ધારો કે દાદા! તું આશરે એકસો વર્ષે મરી જઉ. પછી મારો ડેડી, તારા ડેડ બોડીને તેના ઘરમાં ઓછો રાખી મુકવાનો છે?

દાદા– તારી વાત હજુ ના સમજાઇ.

પો– કેમ? વૈજ્ઞાનીક નીયમ પ્રમાણે તે ડેડ બોડી ગંધાવા માંડે, સડવા માંડે, તેમાં ઇનસ્ક્ટસ આવી જાય. We have to dispose it as early as possible. Is not it the fact? મારો ડેડી, તું જીવતો હતો ત્યારે તને કેટલો 'લવ' કરતો હતો. તારી દરેક જરૂરીયાત 'ઇમીજ્યેટલી સેટીસ ફાય' કરતો હતો.પણ તે ચોક્કસ તારા ડેડબોડીને 'એઝ સુન એઝ' પોસીબલ નીકાલ કરવા જ પ્રયત્ન કરશે. તું મારા ડેડીને કહેતો જ જે  કે તું મને બહુ જ લવ કરે છે ને તો મારા ડેડબોડીને તું તારા ઘરમાં એક મહીનો રાખી મુકજે. તારે આ માટે ડેડીના જવાબની જરૂર છે?

દાદા– ડીયર, પો, તને ખબર છે અમારા દેશનો પાસ્ટ( ભુતકાળ) ખુબજ ભવ્ય હતો. તે પાસ્ટની આરતી ઉતારવાથી, પ્રે કરવાથી, તેને દાઢી, ચોટલી, ટીલા ટપકામાં રૂપાંતર કરવાથી(Convert)થી તો કેટલાક વર્તમાનમાં સત્તાધીશ થયા છે. ભવ્ય ભુતકાળના ધાર્મીક પ્રતીકોના વ્યાપારી ઉપયોગથી તો અમારા દેશમાં સદીઓથી એક પરોપજીવી( Parasite) લાખોની સંખ્યામાં દેશમાં હરતી ફરતી જમાત પેદા થઇ છે.

પો– દાદા! તને ખબર છે, પશ્ચીમી જગતમાં, જે ભુતકાળના સત્યોને તપાસી તપાસીને બોદાં સાબીત થતાં ,  પંદરમી સદીથી તે બધાને શોધીને,તેનું ચીરફાડ કરીને તેને બૌધ્ધીક જગતમાંથી એવા દુર દાટી દીધા કે ફરી તે બહાર જ નીકળી ન શકે. પણ દાદા! તું મને સમજાવને કે પેલા તારા દેશનો ભુતકાળ, જે કહોવાઇ ગયેલો છે, ભુતકાળ છે માટે જીવતો નથી તો પછી તેના મંજીરા વગાડનારા લાખો લોકોને 'સ્ટુપીડ પરેસાઇટસ'ને શા માટે તમારા દેશની સંપત્તીનો ઉપયોગ તેમની બેલી– ટમી ભરવા આપો છો?" You know Dada, here there is no free meal."  આ બધા તો તારા દેશની જીવતી જાગતી ઉધઇ છે. જે તમારી સંપત્તી અને લાખો લેબરર્સની લેબર અનપ્રોડકીવ યુઝમાં ઇનવેસ્ટ કરી દેશને ગરીબમાં ગરીબ જ રાખે છે.

પો– દાદા, સોરી, તારી ઇમોશન હર્ટ થાય તો ભલે ! પણ તારો પેલો બીયર્ડ પીએમ( પો, ને દાઢી શબ્દ ન આવડયો) છે ને તે જ તારા દેશના મૃતપાય થઇ ગયેલા પાસ્ટને પુનઉત્થાન( Revive)કરવાનું મીશન લઇને બેઠો છે. તેને બ્રીટીશરોની બસો વર્ષોની ગુલામી માનસીકતા દેખાય છે. તેની પ્લાસ્ટીક સર્જરી કરવી છે. પણ પેલા હીંદુ ધાર્મીક સંસ્કૃતીવાળા પાસ્ટનું ડીસેક્શન કરવું નથી. Why? It is because a holy cow which gives milk for 365 days.

પો– દાદા! તારા દેશના ૨૦મી સદીના અંતમા જન્મેલા કે ૨૧નીસદીની શરૂઆતમાં જન્મેલા યુવાનો ને કોઇ પુછો તો ખરા કે તારા દેશની દાઢી ચોટીની ભવ્યતાના ગુણગાતા સડી ગયેલા હજારો વર્ષના ભુતકાળના વારસા અને રાજપથનું નામ બદલવાથી ' ગુલામ માનસીકતા' બદલવાનું મિશન લઇને નીકળેલી નેતાગીરી વચ્ચે શું પસંદ કરશો? ભુત કે પલિત બે માંથી જુદા કોણ હોય છે?

પો– દાદા, તું,તારા દેશના યુવાનોને પ્લીઝ, પુછી જો જે કે તમારે શું પસંદ કરવું જોઇએ? કૃત્રીમ બુધ્ધી( Artificial Intelligence), Computer Savvy જગત પેદા કરનારા બીલગેટસ, માર્ક ઝુકરબર્ગ, સ્ટીફન્સ હોકીંગ, અને તેમનાથી પેદા થયેલ 'સિલીકન વેલી સંસ્કૃતી'વાળી માનસીકતા કે પછી ગંગા– જમના વચ્ચે પેદા થયેલી અયોધ્યા– કાશી– મથુરાવાળી દાઢી ચોટીનો ઉપયોગ પેદા કરીને જીવનારી પરોપજીવી સંસ્કૃતી?

પો– દાદા! સોરી હું તમને બોલવા દેતો નથી. પણ મારી બસ લાસ્ટ મેટર– ઐતીહાસીક પરીબળો ખુબજ નીષ્ઠુર હોય છે, લાગણી વીહીન હોય છે. તેમાંથી બોધપાઠ લઇને જે સુધરાતા નથી તેની દશા બહુ જ ટુંકા સમયમાં રશીયાના પ્રમુખ પુટીન જેવી જ થતી હોય છે. સોરી! દાદા! તારો બીયર્ડ પીએમ પુટીનનો ટેકેદાર છે. મારા તર્ક મુજબ આવા લોકોનું ભવીષ્યપણ જુદુ હોઇ શકે નહી તે (Objective Truth) છે.

 હવે ડીનર પહેલાં દાદા! Have Cheers with one pack of Johnnie Walker whisky.

--