Monday, October 26, 2020

દશેરાના દિવસે શસ્રપુજા – એક અંધશ્રધ્ધા


માનનીય મોહન ભાગવતજી તથા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી રૂપાણીજી,

આપણો ઇતીહાસ સાક્ષી પુરે છે કે એક દેશ તરીકે, શર્સોની પુજા કરનારા આપણે  સદીઓથી નાના મોટા તમામ પરદેશી આક્રમણો સામે બુરી રીતે હારતા આવ્યા છે. કેમ? કોઇ દિવસ આપણે આપણી જાતને પ્રશ્ન પુછયો છે ખરો? થોડો ઇતિહાસ તપાસીએ!

મહાભારતના ખરા પુજનીય હીરો તો પેલા બે જ જણ હતા. એક એકલવ્ય અને બીજો પાંડવોની માતા  કુતીએ એક સમયે, કુંવારી માતા બની અને ત્યજી દિધેલો અને પછી માછી પુત્ર બનેલો દાનવીર ( કોના હિતમાં બનેલો દાનવીર) કર્ણ. આ બંનેને બાણવીધ્યા શીખવાડનાર સરકારી– દરબારી દ્રોણાચાર્ય ન હતા. આ હકીકત તો સુપ્રીધ્ધ છે.આ એકલવ્ય અને કર્ણ બંનેએ ક્યારેય શસ્રોમાં નિપુણતા પંડિતો અને બ્રાહ્મણો પાસેથી શીખી ન હતી. પણ હા, બંને શસ્ર નિષ્ણાતોની નિપુણતાને કાયમ માટે નાશ કરવાનું કામ તો સદીઓથી ચાલુ રહેલી બ્રાહ્મણવાદી  સમાજ(વર્ણવ્યવસ્થા) વ્યવસ્થાના ટેકાવાળી રાજાશાહી કરતી આવી હતી. જેનું પરીણામ આપણે ભોગવી રહ્યા છે. આ વ્યવસ્થાના તત્વજ્ઞાનને એક જ લીટીમાં સમજવું હોય તો આ રીતે  સમજાય. " કુદરતી પરિબળો સર્જીત માનવીય સમસ્યાઓ ભજવાથી , પુજવાથી જ ઉકેલાશે;  નહી  કે  કુદરતના સંચાલનના નિયમો માનવમગજમી મદદથી ( WITH THE HELP OF HUMAN BRAIN ) સમજવાથી."

ભારત દેશમાં દર દશેરાને દિવસે તમારા જેવા રાજ્યની ધુરા સંભાળનારા શસ્રોની પુજા તો સદીઓથી કરતા આવ્યા છે. પણ દુ;ખદ હકીકત એ છે કે જે શસ્રોની પુજા કરો છે તે શસ્રો મોટાભાગના પરદેશથી આયાત કરેલા  જ હોય છે. આપણી પાસે રામાયણ અને મહાભારતના શસ્રોની, યાદીમાં તલવાર, ભાલા ગદા,ચક્ર ,બાણ વિ હતા. બાકી મોગલો તોપ અને દારૂગોળો લાવ્યા, બ્રીટીશરો તમામ આધુનીક ફક્ત શસ્રો જ નહી પણ  આધુનીક જ્ઞાન–વિજ્ઞાનનો ઉપયોગ કરીને આપણા દેશમાંથી આર્થીક લુંટ દાયકાઓ સુધી કેવી  રીતે  સ્થાનીક રાજાઓ, નોકરો અને પ્રજાના સહકારથી થઇ શકે તે રીતે રાજ્ય કરી શક્યા.

 ફ્રાન્સના રાફેલ, રશીયાની ટેન્કો, જર્મન ફાઇટર અને અમીરીકન ડ્રોન વી શસ્રો આયાત કરીને તેની પુજા કરવાથી દુનીયાના કોઇ દેશે પોતાની માત્તુભુમીનું રક્ષણ કર્યું હોય તેવા દાખલા માનવ ઇતીહાસમાં નથી. હા, સને ૧૯૭૧ની બંગાલા દેશમાં પાકીસ્તાની એક લાખના સૈનીકો સાથે અમેરીકન  પેટન્ટ ટેન્કો ત્યજી દઇને શરણાગતી સ્વીકારેલી છે. શસ્રોના પુરવઠાની પુજા કરવાથી યુધ્ધ જીતી શકાશે નહી.

તમારી મોદી સરકારે દિલ્હીમાં સત્તા પર આવીને એક કામ મહાન કર્યું છે! છેલ્લા ૭૦ વર્ષોમાં આધુનીક જ્ઞાન–વિજ્ઞાન આધારીત તમામ આધુનીક સંસ્થઓનો ક્રમશ; ખાત્મો બોલાવી દેવો.. પછી ભજવા– પુજા કરવા સિવાય પ્રજા પાસે બાકી શું રહેશે? હા! પણ હિંદુ રાજ્ય ની સ્થાપના તો મનુસ્મૃતી આધારિત તો થઇ જશે ને!

 

 

 

 

                                                                     

 


--