Thursday, October 29, 2020

કોવીડ–૧૯ રસીનું વેકસીનમાં પણ બીજેપીનું રાજકારણ

કોવીડ –૧૯ની વેકસીનમાં પણ બીજેપીનું રાજકારણ–

બિહારની ચુંટણીમાં દેશના નાણાંમંત્રી નિર્મલા સીતારામને જાહેર કર્યું કે ' તમે અમને મત આપો–અમે કોવીડ–૧૯ની રસી તમને મફત આપીશું'

આપણે આ પક્ષના માંધાતઓને પુછી શકીએ ખરા કે સાહેબો ! તમારી પાસે બિહાર રાજ્યનો વહીવટ તો નિતીશકુમાર સાથે ઘણા સમયથી હતો ને? શું કર્યું અત્યાર સુધી  ? નિતીશકુમાર ખુદની પાસે આ રાજ્યનો વહીવટ છેલ્લા ૧૫ વર્ષોથી છે. તમારા બંને પાસે એકની પાસે દેશનું સુકાન અને બીજા પાસે પંદર વર્ષોથી રાજ્યની ધુરી તેમ છતાં રાજ્યના મતદારો પાસે પ્રમાણીક અને લોકશાહી મુલ્યો અધારીત  કોઇ પ્રગતી, વિકાસની વાતોની રજુઆત કરવાની છે જ નહી કે જેથી દેશના નાણાંમંત્રી  મફત કોવીડની રસી સામે મત માંગે છે? આજને તબક્કે તો આ મુદ્દે બિહારની પ્રજાએ નક્કી કરવાનું છે. મારે  તો વાત આ રસીની વહેંચણી બાબતમાં કરવી છે.

મોદી સરકાર અને વડાપ્રધાન પોતે રસીની વહેંચણી એક વ્યક્તીગત પોતાની કોઈ મહાન સિધ્ધી હોય તે રીતે  અત્યારથી આયોજન કરવા માંડશે.  દરેક મતદારના બેંકના ખાતામાં ૧૫ લાખા રૂપીયા વિદેશમાંથી કાળું નાણું લાવીને જમા કરવામાં આવશે, નોટબંધી, જી એસ ટી અને થાલી બજાઉ, દિયા ઔર મશાલ જલાઉ કોરાના ભગાઉ ની માફક   એક મહાન જુમલો કે ' ઇવેટ' તરીકે મસ મોટી રાષ્ટ્રવ્યાપી જાહેરાત કરીને કદાચ રાત્રીનો બાર વાગ્યાનો સમય પસંદ કરીને તેનું પણ આઝાદી પછી કોઇ વડાપ્રધાને ન કર્યું હોય તેવો મહાન કર્મ કાંડ કે ક્રીયા કાંડ કરીને શરૂઆત કરશે.

વેકસીનની વહેંચણીનો સમગ્ર પ્રોજેક્ટ સાહેબ પોતાની પીએમઓ ઓફીસ મુખ્ય  અને કેન્દ્ર સરકાર દ્રારા સંપુર્ણ સંચાલનથી કરશે. આરોગ્ય મંત્રાલયના મંત્રી અને તેઓનું તંત્ર શું કરશે તે પણ સમગ્ર દેશ જોશે!

 ઝેકોસ્લોવેકીયાના એક સમયના પત્રકાર– વીચારક શ્રી ફ્રેન્તીસેક મારકોવીકે એક સરસ વાક્ય લખ્યું છે. "  જ્યારે રાજ્ય તરફથી મળતી મફત સેવા ઓછી પારદર્શક હોય( રાજકીય સત્તા સંચાલીત હોય ) ત્યારે તેનું મુલ્ય ખરેખર મોઘું  તેમજ ઓછું મહત્વનું થઇ જાય છે. કારણકે તે સેવાની  તમામ પ્રકારની ગુણવત્તા ક્રમશ; ઘટતી જતી હોય છે." ( સૌં ટા ઓફ ઇં તા. ૨૪–૧૦–૨૦)

હવે વાસ્તીવક ધરતી પર ઉભા રહીને  કોવીડ રસીના કેટલાક સત્યોને  મેડીકલ જ્ઞાન– વીજ્ઞાન આધારીત  પતાસીએ.

(૧) ભારત દેશની આશરે એક અબજ ને પાંત્રીસ કરોડની વસ્તી, કુલ ત્રીસ કરતાં વધારે રાજ્યો અને કેન્દ્ર્ શાસીત  પ્રદેશોમાં  જે તે રાજ્યોના જીલ્લા, તાલુકા અને ગામડાઓમાં વહેંચાયેલી છે. પચાસ ટકા લેખે ગણીએ તો પણ ૬૦ થી૭૦ કરોડ લોકોને રસી આપાવાનું વિકેન્દ્ર્ત રીતે પેલા ગ્રામ્ય એકમો સુધીનું આયોજન કરવું પડે!

(૨)  કોવીડની રસી કે તમામ વેકસીનો દર્દીને  આપતાં પહેલાંની મેડીકલ વિજ્ઞાનને આધારે અનીવાર્ય પુર્વ શરતો. (અ) વેકસીનને ૨ ડીગ્રી સેન્ટીગ્રેડ થી  ૮ ડીગ્રી સેન્ટીગ્રેડ સુધીના ઠંડા તાપમાનમાં તેના યોગ્ય પરીણામ માટે રાખવી અનીવાર્ય છે. જે વૈજ્ઞાનીક સત્ય છે. વેકસીન બનાવનાર કુંપનીના ગોડાઉનમાંથી નીકળ્યા બાદ દર્દીના શરીરમાં મુકતા સુધી તેને ઉપર જણાવેલ તાપમાનમાં રાખવી અનિવાર્ય છે. આ શરતને નજર અંદાજ કરવાનું પરીણામ શું આવે? ( બ) દરેક વેકસીન લેનાર દર્દીને  વેક્સીન આપનાર મેડીકલ કર્મચારીએ  વેકસીન  પેલા દર્દીને તેના હાથના કે થાપાના મસ્લસમાં નહી પણ તેની હાથની ચામડીની નીચે મુકવાની ( Subcutaneous level )હોય છે. તેનું જ્ઞાન દેશના આરોગ્ય મંત્રી ડૉ  હર્ષવર્ધનજી ને હોય કે નાણાંમંત્રી નિર્મલા સીતારામનજીને?

(3) મોદી સરકારની સંપુર્ણ કેન્દ્ર્ સંચાલીત વેક્સીનની નીતીથી શું દેશની પ્રજાએ લોકડાઉનમાં જે હાલાકી આર્થીક, સામાજીક અને વ્યક્તીગત ભોગવીને પણ જે કાંઈ પ્રાપ્ત કર્યું છે તે બધું હવે નામશેષ થઇ જશે? બિહાર, તામીલનાડુ,  કર્ણાટક, મધ્યપ્રદેશ વી રાજ્યોએ જાણે વેકસીન મેળવવાની બાબતમાં હોડ  કે હરીફાઇ કરવા માંડી હોય તેવું વાતાવરણ પેદા કરવા માંડયું છે. બીજી બાજુ બીજેપીના સોસીઅલ મીડીયાના વડા અમીત માલવીયાએ એવું નિવેદન કર્યું છે કે રાજ્યોને પોતાને અનુકુળ હોય તે પ્રમાણેની વેકસીનને વહેંચાવીની નીતીની રચના કરી શકે છે.

() એક પ્રશ્નઆપણે બધા સ્વીકારવું પડશે કે વેકસીનની વહેંચણી અને મુકવાની બાબતે દેશના તમામ લોકોને પહેલા તબક્કામાં મલવાની શક્યાતા નથી. તો બાકી રહેલા લોકોને ક્યારે, ક્યાં સુધી રાહ જોવાની? વેકસીન મફત મલવાની દેશ વ્યાપી માનસીકતા પેદા કરવાથી તો દેશમાં મોટા પાયે અંધાધુધી, અશાંતી અને જાહેર કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો પેદા ચોક્કસ થઇ જશે.

(૫) રાજ્યો અને કેન્દ્ સરકારોની નાણાંકીય સ્થીતી કેવી છે તે અંગે જેટલું ઓછું બોલીએ તેટલું જ સારુ! વેક્સીન ની વહેંચણી અને મુકવાની કૈન્દ્ર અને રાજ્ય સરકારોની નીતીઓ વચ્ચે સંકલન અને સુમેળ નહી હોય તો તે દેશના સારા ભાવીની નીશાની નથી

( સૌં ટા ઓ ઇ તંત્રી લેખ તા. ૨૪–૧૦–૨૦નો ભાવાનુવાદ)


--