Sunday, October 4, 2020

યોગી આદીત્યનાથની યુપી સરકારે દેશની લોકશાહીની કરોડરજ્જુ કાયમમાટે તોડીનાંખી છે.


 

યોગી આદીત્યનાથની યુપી સરકારે દેશની લોકશાહીની કરોડરજ્જુ કાયમ માટે તોડી નાંખી છે.–

 માનેકા ગુરૂસ્વામી ( સિનીયર એડવોકેટ સુપ્રીમ કોર્ટ ઓફ ઇંડીયા.)

ચાલો! આપણે તેનું નામ  ઇંડીયા રાખીશું.કારણકે હજુ સુધી તેણીનું નામ આપણને મલ્યું નથી. તા. ૧૪મી સપ્ટેમ્બરના રોજ સવારે પોતાના ઘરની પાસે આવેલા ઠાકુરના ખેતરમાં મજુરી કરવા જાય છે.તેણીનું ગામ હથરસ પશ્રીમ ઉત્તરપ્રદેશના જીલ્લામાં આવેલું છે.તેની માતાએ આપેલા રીપોર્ટ પ્રમાણે  પેલા પડોશી ઠાકુરના ખેતરમાં ઇંડીયાનું શરીર નગ્ન અવસ્થામાં પડયું હતું. તેણીના મોઢાંમાંથી જીભ બહાર નીકળી ગઇ હતી. તેણીના આંખોના ડોળા બહાર નીકળીને સુજી ગયા હતા. તેણીના મોંઢામાંથી લોહી નીકળીને ગરદન, આંખો અને મોઢાપર ફેલાઇ ગયેલું હતું. તેણીની યોનીના ભાગમાંથી પણ લોહી નીકળતું હતું. તેણીનું નગ્ન શરીર મારી સાડીના પાલવથી ઢાંકી દીધું. પછી ખુબજ મોટે મોટેથી મેં ચીસો પાડવા માંડી.

મારા મત પ્રમાણે ઉપરની સ્થીતીમાં પોલીસે એફ આઇ આર દાખલ કરી, ઇજા પામેલાની સ્થીતી ગંભીર જોતાં તેણીને હોસ્પીટલમાં મોકલી આપવી જોઇએ, મેજીસ્ટ્રેટને દર્દીનું સ્ટેટમેંટ રેકોર્ડ કરવા બોલાવી લેવા જોઇએ. બળાત્કારનો ભોગ બનેલ સ્રી ગુજરી જાયતો તેણીનું પોસ્ટમોર્ટમ કરી, તેણીની લાશ તેના કુટુંબીજનને બોલાવીને અંતીમ સંસ્કાર માટે સોંપી દેવી જોઇએ. ( સૌ. ઇ એક્ષપ્રેસ ૦૩ ઓકટોબર)

યોગી આદીત્યનાથની પોલીસે શું કર્યું તે જોઇએ.

(૧) ઇંડીયા ઉપર થયેલા બળાત્કાર પછી ઘણા દિવસો બાદ તેની યોનીના  પ્રવાહીના નમુના લેવામાં આવ્યા. જેથી હવે રાજ્યના પોલીસ વડા ઉંચે અવાજે ગૌરવ સાથે જાહેર કરે છે કે તેણીના પર બળાત્કાર થયો નથી. માટે હવે એફ આઇ આરમાં કઇ કલમો આવશે તે આપણે વિચારી લેવાનું ! પણ ખોટું કરનારાને એ ખબર નથી કે સુપ્રીમ કોર્ટે બળાત્કારના કેસમાં યોનીમાં બળજબરી થી પ્રવેશ ( Penetration)ને જ ગેરકાયદેસર અને તેથી સજા માન્ય કૃત્ય ગણેલું છે.

(૨) તા. ૩–૧૦– ૨૦ના ઇ. એકસપ્રેસના તંત્રી લેખમાં લખ્યુ છે કે "The crime in Hathras was Heinous."  " હથરસમાં કરવામાં આવેલું ગુનાહિત કૃત્ય ભયાનક અને ઘૃણાસ્પદ હતું."

(૩) યુપીની અલ્હાબાદ હાઇકોર્ટે જાતે સદર ગુનાની ગંભીરતા લઇને , પોતે ફરીયાદી બની ( Suo Motu Conisance) જાહેર કર્યું કે દેશના દરેક નાગરીકને ગૌરવભેર અને સભ્યસમાજના સભ્ય તરીકે જીવવાનો મુળભુત અધીકાર છે. મૃતવ્યક્તીના કુટુંબીજનને પણ તેમના રીતરીવાજો પ્રમાણે અંતીમવીધી કરવાનો અબાધીત અધિકાર છે. તો આ યોગી સરકારનું પોલીસતંત્ર આ કેસમાં રાત્રે બે વાગ્યે જાણે કોઇ કચરો કે ગારબેજ સળગાવતું હોય તેવી રીતે મૃત્ય દેહને કેવી રીતે કાયદો હાથમાં લઇને  સળગાવી શકે ? કોર્ટે સરકારને જવાબ આપવા ૧૨મી ઓકટોબરની તારીખ આપી છે.

(૪) દેશમાં કાયદાનું શાસન છે. યુપી એક રાજ્ય તરીકે કોઇના બાપની જાગીર નથી. અને યોગી ની  તો નહી જ. તો પછી વિરોધ પક્ષના નેતાઓને  ખાસ કરીને રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડરાને કઇ રીતે ઇંડીયાના મા–બાપને મળવા જતા રોકવામાં આવે? શરદ પવાર, એન સી પી. મહારાષ્ટ્ર.

(૫) ભારતમાં યોગી આદીત્યનાથનું યુપી સિવાય બીજુ કોઇ રાજ્ય નથી જ્યાં  સૌથી વધારે નાગરીકો પોલીસ એનકાઉન્ટરમાં ( EXTRA JUDICIAL KILLING) મારી નાંખવામાં આવ્યા છે. –માનેકા ગુરૂસ્વામી, એડવોકેટ સુપ્રીમ કોર્ટ.

 

(૬) સ્ટોપ પ્રેસ ન્યુઝ –આજે રાહુલ ગાંધી , પ્રિયંકા  વાડરા અને બીજા  ત્રણ  તેમના સાથીઓને હથરત ગામની પીડીતાના મા–બાપને  મલવાની સગવડ કરી આપી.

(૭) ટાઇમ્સ ઓફ ઇંડીયાએ તેના ૦૩–૦૯–૨૦ના તંત્રી લેખમાં યોગી સરકારને ચેતવણી આપતાં જણાવ્યું છે કે દીલ્હીના નીર્ભયા કાંડને કારણે જ યુપીએ–૨ની કોંગ્રસ સરકાર અને શીલા દીક્ષીતની રાજકીય કારકીર્દીનો અંત આવ્યો હતો. મોદીજી, ૧૯ વર્ષની સ્રી પર પશુથી પણ બદતર રીતે ત્રાસ ગુજારીને મારી નાંખવામાં આવી છે તેને વીશ્વનો કોઇ નાગરીક સમાજ ચલાવી લે જ નહી. યોગી સરકાર સૌ પ્રથમ તેના પોલીસતંત્રને  રાજ્યની પ્રજા માટે અને પોતાની સરકારના હીતમાં સરખું કરે!

(૮) (અ) ઉમા ભારતી એક સમયના ભાજપના અગ્રણી નેતા જણાવે છે કે  હથરત કાંડથી યોગીજી સમજી લે કે તમારી સરકારની આબરૂ ખાસ તળીયે આવી ગઇ છે. વધુ બગાડતી અટકાવવી હોય તો  વીરોધ પક્ષના નેતાઓ તથા પત્રકારો, મીડીયા પર્સનને તેણીના માબાપોને મળવા દો.

(બ) અડધી રાત્રે જ્યારે સમગ્ર દુનીયા નીંદ્રામાં પોઢી ગઇ હતી ત્યારે  ઇંડીયાના અંતીમ ક્રીયા કરી નાંખવામાં આવી હતી. ( સૌ. ટા ઓફ ઇંડીયા તા.૦૨ ઓકટોબર.

 (ક)  We eat by ourselves,  talk among ourselves, live by ourselves, they have nothing to do us. We do not have anything to say about upper caste families.  They do not acknowledge us as if we don't exist, ઇડીંયાના ભાઇનું નિવેદન " અમે અમારી જાતે એકલા ખાઇએ છે,વાતો પણ અમે એકલા કરીએ છે,  જાણે અમને બધાને એક સંપુર્ણ અલાયદા કરી નાંખવામાં આવ્યા છે. અમારે  પેલી ઉંચી કોમના કુટુંબો સામે કાંઇ કહેવાનું નથી. તે લોકો અમે માણસ છીએ અને જીવીએ છીએ તેની નોંધ લેવા જ તૈયાર નથી.–( ઉપરના ત્રણેય ફકરા માટે સૌ. ટા ઇ ઓફ ઇં પાનુ–૬ તા ૦૨જી ઓકટોબર.)

(૯) યુપીના બલરામપુર જીલ્લામાં ૨૨વર્ષની  દલીત સ્રીને ગેંગરેપમાં મારી નાંખવામાં અઅવી છે. જેમાં બે ની ધરપકડ કરવામાં આવી છે.

(૧૦) રાષ્ટીય વીમેન કમીશને ( NCW)એ યોગી સરકાર અને તેના પોલીસતંત્રને લેખીત મોકલ્યું છે કે અમને સમજાવો કે કયા કારણોસર પોલીસને અડધી રાત્રે અને  ગુનાનો ભોગ બનનારના કુટુંબની ગરેહાજરીમાં તેણીની લાશને સળગાવી દેવામાં આવી છે.( ટા ઇ ઇંડીયા પાનું ૬ તા. ૦૨ઓકટોબર)

(૧૧) મધ્યપ્રદેશના ભાજપના મુખ્યમંત્રી શીવરાજ સીંગ ચૌહાણે તાજરતેમાં ગેંગરેપનો ભોગ બનેલ દલીત સ્રીના આપઘાત માટે  જવાબદાર બે પોલીસ અધીકારીને સસપેંડ કરીને કાયદેસરના પગલાં લેવાનું નક્કી કર્યું છે. પોતાની સાથે થયેલ ગેંગરેપની ફરીયાદ કરવા ગયેલા દલીત પતી–પત્નીને તેમની એફ આઇ આર નોંધવાને બદલે પોલીસચોકીમાંથી બહાર નીકળવાના પોલિસે ૫૦૦૦/ રૂપીયા માંગ્યા હતા. ગેંગરેપનો ભોગ બનેલ દલીત સ્રી દલીત સમાજ માટે અલગ બનાવવામાં આવેલ કુવા પર પાણી ભરવા ગઇ ત્યારે અન્ય સ્રીઓએ તેણીના પર  ચારીત્ર્ય હીન ટીકા કરતાં તેણીને આપઘાત કરવા મજબુર કરી. ( સૌ. ઇ. એકસપ્રેસ તા. ૦૩ ઓકટોબર.)

(૧૨) આપણા દેશમાં છેલ્લા આઠવર્ષોમાં દુષ્કર્મોના બે લાખ છાસઠ હજાર કેસો પોલીસના દફતરે નોંધાયેલા છે. તેમાંથી ફક્ત ૨૭ ટકા કેસોમાં આરોપીઓને સજા થઇ છે. સૌ. દી ભાસ્કર ૦૪ ઓકટોબર.

આપણા દેશનો કોઇપણ ખુણો, દલીતો,સ્રીઓ, વંચીતો, આદીવાસીઓ, ધાર્મીક લઘુમતીઓ અને સરકાર સામે વૈચારીક મતભેદ ધરાવનારા બૌધ્ધીકો માટે શાંતીથી જીવવા માટે બાકી રાખ્યો છે ખરો?

Top of Form

Bottom of Form


--