યોગી આદીત્યનાથની યુપી સરકારે દેશની લોકશાહીની કરોડરજ્જુ કાયમ માટે તોડી નાંખી છે.–
માનેકા ગુરૂસ્વામી ( સિનીયર એડવોકેટ સુપ્રીમ કોર્ટ ઓફ ઇંડીયા.)
ચાલો! આપણે તેનું નામ ભારતી ( ઇંડીયા) રાખીશું.કારણકે હજુ સુધી તેણીનું નામ આપણને મલ્યું નથી. તા. ૧૪મી સપ્ટેમ્બરના રોજ સવારે પોતાના ઘરની પાસે આવેલા ઠાકુરના ખેતરમાં મજુરી કરવા જાય છે.તેણીનું ગામ હથરસ પશ્રીમ ઉત્તરપ્રદેશના જીલ્લામાં આવેલું છે.તેની માતાએ આપેલા રીપોર્ટ પ્રમાણે પેલા પડોશી ઠાકુરના ખેતરમાં ભારતીનું શરીર નગ્ન અવસ્થામાં પડયું હતું. તેણીના મોઢાંમાંથી જીભ બહાર નીકળી ગઇ હતી. તેણીના આંખોના ડોળા બહાર નીકળીને સુજી ગયા હતા. તેણીના મોંઢામાંથી લોહી નીકળીને ગરદન, આંખો અને મોઢાપર ફેલાઇ ગયેલું હતું. તેણીની યોનીના ભાગમાંથી પણ લોહી નીકળું હતું. તેણીનું નગ્ન શરીર મારી સાડીના પાલવથી ઢાંકી દીધું. પછી ખુબજ મોટે મોટેથી મેં ચીસો પાડવા માંડી.
મારા મત પ્રમાણે ઉપરની સ્થીતીમાં પોલીસે એફ આઇ આર દાખલ કરી, ઇજા પામેલાની સ્થીતી ગંભીર જોતાં તેણીને હોસ્પીટલમાં મોકલી આપવી જોઇએ, મેજીસ્ટ્રેટને દર્દીનું સ્ટેટમેંટ રેકોર્ડ કરવા બોલાવી લેવા જોઇએ. બળાત્કારનો ભોગ બનેલ સ્રી ગુજરી જાયતો તેણીનું પોસ્ટમોર્ટમ કરી, તેણીની લાશ તેના કુટુંબીજન ને બોલાવીને અંતીમ સંસ્કાર માટે સોંપી દેવી જોઇએ.
યોગી આદીત્યનાથની પોલીસે શું કર્યું તે જોઇએ.
(૧) ભારતી ઉપર થયેલા બળાત્કાર પછી ઘણા દિવસો બાદ તેની યોનીના પ્રવાહીના નમુના લેવામાં આવ્યા. જેથી હવે રાજ્યના પોલિસ વડા ઉંચે અવાજે ગોરવ સાથે જાહેર કરે છે કે તેણીના પર બળાત્કાર થયો નથી. માટે હવે એફ આઇ આરમાં કઇ કલમો આવશે તે આપણે વિચારી લેવાનું ! પણ ખોટું કરનારાને એ ખબર નથી કે સુપ્રીમ કોર્ટે બળાત્કારના કેસમાં યોનીમાં બળજબરી થી પ્રવેશ ( Penetration)ને જ ગેરકાયદેસર કૃત્ય ગણેલું છે.
(૨) તા. ૩–૧૦– ૨૦ના ઇ. એકસપ્રેસના તંત્રી લેખમાં લખ્યુ છે કે " The crime in Hathras was Heinous." " હથરસમાં કરવામાં આવેલું ગુનાહિત કૃત્ય ભયાનક અને ઘૃણાસ્પદ હતું."
(૩) યુપીની અલ્હાબાદ હાઇકોર્ટે જાતે સદર ગુનાની ગંભીરતા લઇને , પોતે ફરીયાદી બની ( Suo Motu Conisance) જાહેર કર્યું કે દેશના દરેક નાગરીકને ગૌરવભેર અને સભ્યસમાજના સભ્ય તરીકે જીવવાનો મુળભુત અધિકાર છે. મૃતવ્યક્તીના કુટુંબીજનને પણ તેમના રીતીરીવાજો પ્રમાણે અંતીમવીધી કરવાનો અબાધીત અધિકાર છે. તો આ યોગી સરકારનું પોલીસતંત્ર આ કેસમાં રાત્રે બે વાગ્યે જાણે કોઇ કચરો કે ગારબેજ સળગાવતું હોય તેવી રીતે મૃત્ય દેહને કેવી રીતે કાયદો હાથમાં લઇને સળગાવી શકે ? કોર્ટે સરકારને જવાબ આપવા ૧૨મી ઓકટોબરની તારીખ રાખી છે.
(૪) દેશમાં કાયદાનું શાસન છે. યુપી એક રાજ્ય તરીકે કોઇના બાપની જાગીર નથી. અને યોગી ની નહી જ. તો પછી વિરોધ પક્ષના નેતાઓને ખાસ કરીને રાહુલ ગાંધી અને પ્રિયંકા વાઢરાને કઇ રીતે ભારતીના મા–બાપને મળવા જતા રોકવામાં આવે? શરદ પવાર, એન સી પી. મહારાષ્ટ્ર.
(૫) ભારતમાં યોગી આદીત્યનાથનું યુપી સિવાય બીજુ કોઇ રાજ્ય નથી જ્યાં સૌથી વધારે નાગરીકો પોલીસ એનકાઉન્ટરમાં ( EXTRA JUDICIAL KILLING) મારી નાંખવામાં આવ્યા છે. –માનેકા ગુરૂસ્વામી, એડવોકેટ સુપ્રીમ કોર્ટ.
--