Saturday, September 23, 2023

મોદીજી,વીશ્વમાં સત્ય–લાગણી,ભક્તિ,વ્યક્તિ પુજા,ગોદી મિડિયાના પ્રચાર–પ્રસારથી

મોદીજી,

વીશ્વમાં સત્ય– લાગણી,ભક્તિ,વ્યક્તિ પુજા,ગોદી મિડિયાના પ્રચાર–પ્રસારથી અને દંડાના જોરે નક્કી થતું નથી.રાષ્ટ્રપ્રેમ,રાષ્ટ્રવાદ, ભારત માતા કી જય તેવા સુત્રો કે દલીલોથી પણ તે સત્ય નક્કી થતું નથી.

Canadian Prime Minister Justin Trudeau on Thursday yet again levelled "ALLEGATIONS" that agents of the Indian government were involved in the killing of Khalistani terrorist Hardeep Singh Nijjar's killing in Surrey..... The Canadian PM said "..I had a direct and frank conversation with the Prime Minister (Modi), in which I shared my concerns in no uncertain terms...We call upon the government of India to take this matter seriously and to work with us to shed full transparency and ensure accountability and justice in this matter.

    ઉપરના શબ્દો વડાપ્રધાન ટ્રુડોએ ફરીથી ગઇકાલે ગુરૂવારે ફરી પ્રેસ કોફરન્સમાં તા.૨૧મીએ રજુ કર્યા છે. જેનો વિડીયો ભારતીય દૈનીક ટાઇમ્સ ઓફ ઇંડીયા ઇ પેપરે રજુકર્યા પછી તેનું શબ્દ:સ અંગ્રેજી પણ મુકેલ છે.

(૧) કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ પોતાની સંસદમાં એવી હકીકત રજુ કરી છે કે કેનેડાના વાનકુંવર પાસેના 'સરે' ટાઉનમાં જે નાગરીકની હત્યા કરવામાં આવી છે તેમાં મોદીજી, તમારી સરકારી એજન્સીઓનો હાથ છે. કેનેડાના વડાપ્રધાને જે શબ્દ વાપર્યો છે તે શબ્દ આક્ષેપ(Allegation)છે,પણ પુરાવો શબ્દ(Evidence) વાપર્યો નથી. ભારત સરકારને વિનંતી કરી છે કે તે સદર તપાસમાં મદદ કરે!

(૨) કેનેડા સહિત જે પાંચ દેશોએ પોતાને મળેલ આવી માહિતિ એકબીજા સાથે આદાનપ્રદાન કરવાની જોગવાઇ છે તેમાં અમેરીકા,ઇંગ્લેંડ, ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેંડ છે. Five Eyes Alliance (an intelligence-sharing mechanism between US, UK, Australia, New Zealand and Canada). ટ્રડોએ બાઇડન અને યુકેના વડાપ્રધાન રૂષિ સુનક પુરાવા મોકલી આપ્યા છે. કેનેડાના વિદેશ મંત્રી આ મુદ્દે પુરાવા સાથે પોતે જાતે અમેરીકન પ્રમુખ બાયડને મલ્યા છે.

 (૩) અમેરીકન પ્રમુખ બાયડન અને ઇગ્લેંડના વડાપ્રધાન રૂષિ સુનકે મોદી સરકારને લેખિત જણાવ્યું છે કે તમે 'એક સાર્વભૌમ દેશની ભુમીમાં જઇને બીજા દેશની સરકારી એજન્સી 'Extra-Judicial killing'નું કાયદો હાથમાં લઇને ત્યાંના નાગરીકને મારી નાંખે' તે પારદર્શક તપાસમાં સહકાર આપો!

(૪)અમેરીકન નેશનલ સીક્યોરીટી કાઉન્સીલના કોર્ડીનેટર ફોર સ્ટ્રેટીજીક પ્લાનીંગના વડા જોન કિર્બાયે દેશની CBS News એજન્સીને ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે 'We urge India to cooperate in that investigation as well.'આ અમારા પડોશી દેશની કટોકટીમાં અમે સંપુર્ણ રીતે તેમની સાથે છીએ અને તપાસને કોઇપણ જાતની ઘાલમેલ વિના તેમાં ઉભરી આવતી હકીકતોને તેના તાર્કીક પરિણામો સુધી લઇ જવામાં મારા દેશ અમેરીકાનો સહકાર હશે!

(૫)ઓસ્ટ્રેલીયાના વિદેશમંત્રી પેની વોન્ગ(Penny Wong) જે હાલ અમેરીકાની મુલાકતે આવેલા છે. તેઓનો પ્રતિભાવ– કેનેડાના નાગરીકને પોતાના દેશમાં કાયદો હાથમાં લઇને બીજા દેશની સરકારી એજન્સી મારી નાંખે તે બીના ખુબજ ચીંતાજનક છે અમે તેમાં ગંભીરતાથી નિસ્બત ધરાવીએ છીએ We have; Australia has raised these issues with our Indian counterparts, as you would expect us to do."

(૬) અમેરીકના ભારતમાંના રાજદુત એરીક ગારકેટ્ટી(US Ambassador to India Eric Garcetti) સદર બનાવ અંગે ભારતની રાજધાની ન્યુદિલ્હીમાં આવેલ અનંતા સેન્ટરમાં હાજર રહેલ નાગરીકો સમક્ષ જણાવ્યું હતું કે કેનેડાના વડાપ્રધાન ટ્રુડોના આક્ષેપો વૈશ્વીક શાંતિમાં ખલેલ પહોંચાડનારા છે. વિશ્વમાં ખરેખર તમામ સાર્વભૌમ દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદાકાનુન, રાષ્ટ્રીય સંપ્રભુતા અને બિનદખલગીરીના સિધ્ધાંતો પ્રમાણે અરસપરસના વ્યવહારો કેળવવા જોઇએ. આપણે આશા રાખીએ કે આવું કૃત્ય કરનારાને ન્યાયીક પ્રક્રીયાને હવાલે લાવવામાં આવશે!.

આની સામે ભારત દેશની સરકારના પ્રતિભાવો–

(अ) બંને દેશોએ એક બીજાના રાજદુતોને પરત બોલાવી લીધા છે. આપણા દેશના વિદેશ મંત્રાલયે કેનેડાને આતંકવાદીઓ, અંતીમવાદીઓ અને સંગઠિત ગુના કરવા માટેના 'સહીસલામત સ્વર્ગ' તરીકે ઓળખાવ્યો છે. (The Ministry of External Affairs described Canada as a "safe haven" for "terrorists, extremists and organized crime") ઉપર જણાવેલા વિશેષણો વૈશ્વીક જગતમાં ખાસ કરીને પાકિસ્તાન અને અફઘાનીસ્તાન જેવા દેશો માટે વાપરવામાં આવે છે તેવા વિશેષણો કેનેડા માટે વાપર્યા છે. ભારત સરકારે સદર બનાવને સહેજપણ મહત્વ આપવાને બદલે ' ખાલીસ્તાન'ના મુદ્દાના આગળ ચલાવીને વિશ્વ પ્રજા મતને ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કરેલ છે.

(ब) અમેરીકાએ ભારતને લેખીત જણાવ્યું છે કે કેનેડા તરફ સંચાલિત તપાસમાં સહકાર આપે. ભારતે તેના જવાબમાં જણાવ્યું છે કે કેનેડાનીસરકાર અમને ખાસ માહિતી આપશે તો અમે જે હાલ સહકાર આપવાની બારી બંધ કરી છે તે ખોલીશું. (But it opened a window for cooperation, saying if they provide any specific information, New Delhi will be willing to look into it.)

(क).ભારતના ગોદી મિડીયના પ્રત્યાઘાતો– भारतने घुस के मारा। केनेडा को युनोमें टेररीसट कंट्री घोषित करो।

(ड) કેનેડીયન સરકારના ભારત સામેના આક્ષેપો વાહિયાત,અસંગત ને મનઘડંત છે.Rejecting the allegations as "absurd" and "motivated",

આવતી કાલે મોદી સરકારના કેનેડા સાથેના સંબંધોની ખાસ કરીને ગુજરાતના મધ્યમવર્ગના મા–બાપો, જેઓના દિકરા–દિકરીઓ જેઓ અભ્યાસ માટે દેવું કરીને મોકલ્યા છે તથા જે ગુજરાતી કુટુંબો જે વર્ષોથી કેનેડીયન સીટીઝન બન્યા છે, પંજાબના સામાજીક જીવન પર અસરો અને ભારતના અર્થતંત્ર પર સંભવિત પરિણામોની વાસ્તવિક હકિકતોને આધારે વિગતે ચર્ચા કરીશું.

 

  

    

 


--

Thursday, September 21, 2023

   સિધ્ધાંત સાત–

સ્વાતંત્રયના નૂતન જગતનું નિર્માણ કરવા સારુ ક્રાંતિએ સમાજની આર્થીક પુનર્રચનાથી આગળ વધવું જોઇએ. દલિત અને શોષીત વર્ગોના નામે રાજ્યસત્તા કબજે કરવાથી અને ઉત્પાદનના સાધનોમાંથી ખાનગી માલિકી નાબુદ કરવાથી આપોઆપ સ્વતંત્રતા સ્થાપાઇ જશે એમ માનવું બરાબર નથી.

 અર્થઘટન–

માનવી વ્યક્તિગત અને સામુહિક રીતે પ્રવર્તમાન રાજકીય,આર્થીક, સામાજીક, લશ્કરી કે ધાર્મીક સરમુખત્યારશાહી સત્તા નીચે ગુલામીમાં સબડતો હોય છે. પરતંત્ર હોય છે. માર્કસવાદ આધારીત સામ્યવાદી પ્રથા મુજબ રશિયા, ચીન સહિત અન્ય દેશોમાં ખાનગી મિલકત નાબુદ કરીને, પક્ષીય સરમુખત્યારશાહીની એડીનીચે જડબેસલાક રાજ્યમુડીવાદી વ્યવસ્થા અમલમાં મુકીને સમાજમાં આર્થીક પુનર્રચના કરવાથી લોકોમાં આપોઆપ સ્વતંત્રતાના મુલ્યો આધારીત જીવન પધ્ધતિ વિકસી જશે તે એક દિવાસ્વપ્નથી બની ગયું છે.ખરેખર તે પ્રથામાં તેના નાગરીકો સ્વતંત્રતા અને મિલકત બંને ગુમાવે છે. સિધ્ધાંત –આઠમાં વિગતે આ મુદ્દો સમજાવેલ છે. મારા મત મુજબ તેમાં મારા અર્થઘટન પણ જરૂરી નથી.

 સિધ્ધાંત આઠ–

સામ્યવાદ અથવા સમાજવાદને સ્વાતંત્રયનું સિધ્ધ કરવાનું એક સાધન માનવામાં આવે એ બનવા જોગ છે, પણ કેવી રીતે તે એ ધ્યેય હાંસલ કરી શકશે,તેનું મુલ્યાંકન તો અનુભવને આધારે જ કરવું જોઇએ. હાડચામના બનેલ મનુષ્ય વર્ગ અથવા રાષ્ટ્ર દ્રારા અભિવ્યક્ત થતા સામુહિક અહંને આધીન બનાવી મુકનાર રાજકીય પ્રથા અને આર્થીક પ્રયોગ, સ્વાતંત્રયનું ધ્યેય હાંસલ કરવાનાં ઉચિત સાધનો સંભવત: બની શકે નહી. સ્વાતંત્રયનો ઇન્કાર સ્વાતંત્રય ભણી લઇ જશે એ દલીલ સાવ વાહિયાત છે.. બીજી બાજુ, કાલ્પનિક સામુહિક અહંની વેદી પર વ્યક્તિનો ભોગ આપવો, એને કોઇ રીતે સ્વાતંત્રય કહેવાય નહી. જે કોઇ સામાજીક તત્વજ્ઞાન અથવા સામાજીક નવનિર્માણની યોજના વ્યક્તિની સર્વોચ્ચતાનો અસ્વીકાર કરતી હોય ને સ્વાતંત્ર્યના આદર્શને ખાલી પોકળતા ગણતી હોય, તે તત્વજ્ઞાન અથવા યોજનાનું પ્રગતિશીલતા કે ક્રાંતિની દ્રષ્ટીએ ઝાઝું મહત્વ રહેતું નથી.

(તા.ક નીચેના બે મહાનુભાવોને સાચા રંગે ઓળખવામાં ભુલ કરીએ તો?)

 

 

http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com

Monday, September 18, 2023

શું ચાર્લસ ડાર્વિન અને કાર્લ માર્કસના વૈચારિક તારણો આમને સામને હતા?


સિધ્ધાંત–પાંચ.
             શું ચાર્લસ ડાર્વિન અને કાર્લ માર્કસના વૈચારિક તારણો આમને સામને હતા?
ઇતિહાસનું આર્થીક અર્થઘટન ભૌતીકવાદના ખોટા અર્થઘટનમાંથી તારવવામાં આવેલ છે. આ અર્થઘટનમાં દ્રૈતવાદ અભિપ્રેત છે.જ્યારે ભૌતિકવાદ એ અદ્રૈતવાદી તત્વજ્ઞાન છે.ઇતિહાસ એ કાર્યકારણના સિધ્ધાંતને આધીન નિયત પ્રક્રીયા છે. પણ તેમાં એક કરતાં વધારે કારણો ભાગ ભજવે છે. મનુષ્યની સંકલ્પશક્તિ આવું એક કારણ છે કે ને તે હંમેશાં કોઇને કોઇ આર્થિક પ્રોત્સાહનથી જ પ્રેરિત થાય છે, એમ ઘટાવી શકાય નહી.
–અર્થઘટન–
સામ્યવાદના પ્રણેતા કાર્લ માર્કસનું એક ખુબજ પ્રચલિત સુત્ર છે."History of the mankind is the history of Class Struggle."(Haves & Haves not.) 'માનવજાતનો ઇતિહાસએ (આર્થીક)વર્ગસંગ્રહનો ઇતિહાસ છે'. એક તત્વજ્ઞાની તરીકે કાર્લ માર્કસની વાત સાચી છે કે આ વિશ્વ બ્રહ્માંડ સહિત ભૌતીક છે.તે નિયમબધ્ધ છે.માનવજાત પણ વિશ્વનોએક ભાગ હોવાથી તે પણ ભૌતીક છે. તેમાં કશું આધિભૌતિક, અલૌકીક કે દેવી સર્જનનથી. પરંતુ માનવજાતનો ઇતિહાસએ કુદરતી પરિબળો સામેના જૈવીક સંઘર્ષની સાથે સાથે માનવીય સ્તરપરએ ભૌતીક સંઘર્ષ છે.સદર ભૌતીક સંઘર્ષ ફક્ત આર્થીક હિતોનો સંઘર્ષ એટલા માટે નથી કે તે સંઘર્ષમાં ફક્ત વર્ગીય આર્થીક હિતો ઉપરાંત બીજા ઘણાબધા હિતો જેવા કે સ્વતંત્રતા,સદ્વિવેક બુધ્ધી(કુદરતી પરિબળોઅને નિયમબધ્ધતા ને સમજીને નિર્ણય કરવાની શક્તિ)અને પોતાની સંભવિત શક્તિઓના વિકાસ માટે ધર્મનિરપેક્ષ નૈતીક વ્યવહાર જેવા મુલ્યો અને પરિબળો તે દુન્યવી સંઘર્ષમાં અંતર્ગત રીતે સમાયેલા છે. આસંઘર્ષમાંથી માર્ગ કાઢવાની સંકલ્પશક્તિ, દ્રઢઇચ્છાશક્તિ તે પેલા આર્થીક હિતોના સંઘર્ષનું પરિણામ નથી.(વધુ સ્પષ્ટતા સિધ્ધાંત નંબર ૬માં કરેલ છે.)

૬ઠ્ઠો સિધ્ધાંત ગુજરાતીમાં
વિચાર અથવા ચિંતનપ્રક્રીયા એ પર્યાવરણોની સભનાતામાંથી પરિણમતી શરીરશાસ્રીય પ્રક્રિયા છે. પણ એક વાર વિચારો અથવા ચિંતન પ્રગટે છે,પછી તેઓ પોતાના નિયમોને આધીન પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે.વિચારો પોતાની આગવી ગતી ધરાવે છે. અને તેમની આ ગત્યાત્મકતા સામાજીક ઉત્ક્રાંતિની પ્રક્રીયા સાથે સાથે ચાલે છે. તેઓ બંને અરસપરસ એકબીજાને પ્રભાવિત કરે છે.પણ મનુષ્ય– ઉત્ક્રાંતિની આ સમગ્ર પ્રક્રિયાના કોઇ ચોક્કસ તબક્કે ઐતિહાસિક બનાવો અને વિચારોની હલચલ વચ્ચે સીધો કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાતો નથી.(અહીં વિચાર શબ્દનો ઉપયોગ તત્વજ્ઞાનમાં સામાન્ય રીતે વપરાય છે તે વિચારધારા અથવા વિચારપ્રથાના અર્થમાં કર્યો છે.) સાંસ્કૃતિક ભાતો અને નૈતિક મુલ્યો એ સ્થાપિત આર્થીક સંબંધો પર આધારિત માત્ર ઉર્ધ્વતંત્રો જ છે, એમ માનવું બરાબર નથી. આ ભાતો અને મુલ્યો પણ ઐતીહાસિક રીતે નિયત થયેલાં છે.–વિચારોના ઇતિહાસના તર્ક દ્રારા.
–અર્થઘટન–
(અ) વિચાર અથવા ચિંતનપ્રક્રીયા એ પર્યાવરણોની સભનાતામાંથી પરિણમતી શરીરશાસ્રીય પ્રક્રિયા છે. આ વાક્યના બે અર્થ થાય છે. એક,કોઇપણ વસ્તુ,પરિસ્થિતિ અંગે વિચાર આવવો કે પેદા થવો એ ભૌતીક ઘટના,બીના, કે હકીકત છે. વિચાર ફ્કત તમામ સજીવ એકમોને જ આવી શકે! તે એક અદ્વૈત છે. તેમાં કશું દ્વૈત નથી. વિચાર એક ભૌતીક ઘટના છે.તેથી તે શરીરનો એક ભાગ છે. આત્મા,પરમાત્મા, આધ્યાત્મ વિ. તમામ વાયુમંડળો ભૌતીક નથી, અશરીરી છે. માટે તે બધાના અસ્ત્તિત્વ આધારીત ધર્મો અને તેના ઇશ્વરી એજંટો દ્રારા પેદા કરવામાં આવેલા પિરામીડો તે ફક્ત અને ફક્ત પત્તાના મહેલો છે.
(બ) વિચારો એકવાર રજુ થયા પછી તેનું અસ્ત્તિત્વ અને આયુષ્ય તેમાં આમેજ ભૌતીક તારણો, હકીકતો વિ. પર આધારીત હોય છે. તેનું નિષ્પક્ષ જ્ઞાન–વિજ્ઞાન આધારીત મુલ્યાંકન સત્ય નક્કી કરે છે, જે વ્યક્તિ અને સત્તાના મુલ્યાંકનથી નિરપેક્ષ હોય છે. બીજું સમાજમાં પ્રવર્તમાન સંબંધો, મુલ્યો અને નૈતીક વ્યવહારો તે ફક્ત આર્થીક વર્ગીય હિતોમાંથી પેદા થયેલ ઉર્ધ્વતંત્રો( Super Structures) જ છે, એમ માનવું બરાબર નથી.
(ક) ઐતીહાસિક સાંસ્કૃતિક પ્રવાહો અને નૈતીક મુલ્યોનું સાતત્ય કુદરતી અને દુન્યવી સંઘર્ષોમાંથી સર્જન પામેલ છે. પેલા માર્કસવાદી તારણ ' આર્થીક હિતોના સ્વબચાવમાં પેદા થયેલ રાજકીય, સામાજીક વિ. વ્યવસ્થાઓ હરગીજ નથી.'

 

--

Sunday, September 17, 2023

માનવવાદી–સિધ્ધાંત ત્રણ.

          માનવવાદી–સિધ્ધાંત ત્રણ.

વૈયક્તિક તેમજ સામૂહિક, બૌધ્ધીક મનુષ્ય પુરુષાર્થનો હેતુ ઉત્તરોત્તર વધુ ને વધુ સ્વાતંત્ર્ય મેળવવાનો છે.સમાજયંત્રના ચક્કરના દાંતા તરીકે નહીં,પણ મનુષ્યો તરીકે વ્યક્તિઓમાં જે સંભાવ્ય ક્ષમતાઓ રહેલી છે, તેના વિકાસની આડેના તમામ અવરોધો ધીરે ધીરે અદ્રશ્ય થતા જાય તેનું નામ સ્વાતંત્ર્ય. કોઇપણ સામુહિક પુરુષાર્થ અથવા સામાજીક સંગઠન કેટલા પ્રમાણમાં પ્રગતીશીલ છે,અને કેટલા પ્રમાણમાં મુક્તિદાયક છે, તેનું માપ તેમાં વ્યક્તિનું કેવું સ્થાન છે, તેને આધારે કાઢી શકાય. કોઇ પણ સામૂહિક પુરુષાર્થની સફળતાની કસોટી તેના ભાગરૂપ વ્યક્તિને ખરેખર કેટલો લાભ થયો, તેને આધારે નક્કી કરવી જોઇએ.

                            – અર્થઘટન–

 માનવી તરીકે જીવવું એટલે કુદરતી અને માનવ સર્જિત વિઘાતક પરિબળોમાંથી મુક્ત થવા વ્યક્તિગત અને સામુહિક પ્રયત્ન કરવો.તે જ સ્વાતંત્ર્યની સાચી વિભાવના છે. આ ત્રણ નંબરના સિધ્ધાંતમાં એક ખુબજ મહત્વના વાક્યનો ઉપયોગ કર્યો છે.માનવીનો ઉપયોગ "સમાજયંત્રના ચક્કરના દાંતા તરીકે થવા માટે સર્જન થયેલ  નથી." માનવી કોઇપણ સામુહિક એકમોના હિતો સાધવાનું સાધન બિલકુલ નથી. એટલું જ નહી,પણ માનવીએ કોઇ યાંત્રિક એકમ નથી જે 'હુકમ કરો અને તાબે થાય'." Command & Obey". તમામ સામાજીક પ્રયત્નો અને સંગઠનોની સફળતાનો માપદંડ તે બધા માનવ મુક્તિદાતા છે કે માનવીને તેમના ચરખાના શોષણના સાધન તરીકે ઉપયોગ કરે છે તે નક્કી કરવામાં રહેલો છે.

                                                       સિધ્ધાંત ચાર.

     નિયમ–નિયંત્રિત ભૌતીક પ્રકૃતિની પશ્ચાદભુમિકામાંથી મનુષ્યનો આવિર્ભાવ થયો હોવાથી મનુષ્ય પણ તત્વત: બૌધ્ધીક જ છે. બુધ્ધિ એ જૈવીક ગુણધર્મ હોવાથી તે મનુષ્યની સંકલ્પશક્તિથી વિપરિત હોઇ શકે નહી. બુધ્ધિમતા અને ભાવના એક જ જીવશાસ્રીય ઉદ્ગગમસ્થાન ધરાવે છે,એમ ઘટાવી શકાય. આથી ઐતિહાસીક નિયતિવાદ(નિયમશાસિત) મનુષ્યની મુક્ત સંકલ્પશક્તિને બાકાત કરતો નથી. હકીકતમાં તો, મનુષ્યની સંકલ્પશક્તિ એ (ઇતિહાસનું સર્જન કરવામાં) સૌથી નિર્ણાયક પરિબળ છે. જો એમ ન હોય તો ઇતિહાસની (માનવ) બુધ્ધિનિર્મિત યોજનામાં ક્રાંતિઓ માટે કશો જ અવકાશ ન રહે. નિયતિવાદના બૌધ્ધિક અને વૈજ્ઞાનિક ખ્યાલ સાથે અંતિમ હેતુવાદી અથવા પૂર્વર્નિશ્ચિતવાદી ધાર્મિક સિધ્ધાંતને ન ગુંચવવો જોઇએ.

અર્થઘટન– માનવવાદના ૨૨ સિધ્ધાંતોમાં સિધ્ધાંત નંબર ૨ અને ૪ 'नीव कि इंट है। તે તત્વજ્ઞાનના આધાર પર માનવવાદનો પરિમીડનો પાયો ઉભો છે. માનવી કુદરતનો એક ભાગ છે. પણ કુદરત નિયમબધ્ધ છે. કુદરતી પરિબળો તમામ નિયમબધ્ધ છે. માટે માનવી કુદરતનો એક ભાગ હોવાથી તેની તમામ વૃત્તી–પ્રવૃત્તીઓ પણ નિયમબધ્ધ જ હોવાની!. તેનો સાદો સીધો અર્થ એ થાય છે કે કુદરતી પરિબળોનું સંચાલન– નિયમન ઇશ્વરીકે દૈવી નથી. કુદરતી પરિબળોના નિયમો નિયમબધ્ધ હોવાથી માનવી અન્ય સજીવોની માફક જ પોતાની તર્કબુધ્ધિથી તે નિયમોનો સમજીને પોતાનો જીવવાનો માર્ગ પસંદ કરે છે. આ બધા નિયમોને સમજવામાં ભુલોનું પરિણામ ઘાતક હોય છે. માનવી અને તેના સર્જીત સમાજનો ભૌતીક અને બૌધ્ધીક વિકાસ (રેશનાલીટી) કુદરતી નિયમબધ્ધતાની સમજ પર આધારીત છે.

લાગણી અને વિવેકબુધ્ધી બંને માનવીય જીજીવિષાનો ભાગ છે. જુદા નથી. તેમના બંનેના ઉદ્રગમસ્થાન જુદા નથી.એક જ છે. તેમાંથી વિકસેલી સંકલ્પશક્તિ માનવીને વર્તમાન સ્થિતિમાં ફેરફાર કરવા, પરિવર્તન લાવવાનું ચાલક કે પ્રેરકબળ બની જાય છે. સંકલ્પશક્તિ ઇશ્વરી સર્જન કે પુર્વનિર્ણીત (Predestined) હોઇ શકે નહી.


--

Saturday, September 16, 2023

વિશ્વના કોઇપણ ખુણે નિવાસ કરતા વિશ્વ નાગરિક માટે,

     

વિશ્વના કોઇપણ ખુણે નિવાસ કરતા વિશ્વ નાગરિક માટે, માનવ કેન્દ્રી,સર્વાંગી વિકાસ માટેની વિચારસરણી કેવી હોઇ શકે? જે વિચારસરણીનો આધાર કોઇ ધર્મ ન હોય,કોઇ ઝનુની રાષ્ટ્ર કે તેના નેતા પ્રત્યેની પુજા,ભક્તિ ન હોય;એવી લોકશાહી રાજ્ય,અર્થ, સમાજ અને બંધારણીય પ્રણાલી ન હોય જેને જાતભાતની રેવડીઓ કે પ્રલોભનો આપીને હાઇજેક કરી શકાય!.એવી વિચારસરણી જે ભૌતીકવાદી કે વાસ્તવાદી હોય, પૃથ્વી પર વ્યક્તિગત માનવ કલ્યાણ માટે કુદરતી સંશાધનોના ઉપયોગની તરફેણ કરતી હોય, ન કે મૃત્યુ પછીના કલ્યાણ માટે. માનવ સમસ્યાઓનો ઉકેલ નિરંતર વિકસતા જ્ઞાન–વિજ્ઞાન આધારિત હોય.

 ઉપર પ્રકારના ચિંતનને વિશ્વ માનવવાદી પણ સ્વતંત્ર, રેશનલ અને સેક્યુલર નૈતીકવાદી મુલ્યો આધારીત ચિંતન તરીકે ઓળખે છે,સમજે છે. સને ૧૯૩૩, ૨૦૦૩ વિ. વર્ષોમાં વિશ્વભરના ઉપરની વિચારસરણી અનને ચિંતનને લક્ષમાં રાખીને માનવવાદીઓ, જુદાજુદા ક્ષેત્રોમાં નોબેલ પુરસ્કાર મેળવેલ મહાનુભવો વિ, ભેગા મલીને " માનવવાદી ઢંઢેરા Humanist Manifesto " બહાર પાડયા છે. જે ગુગલ સર્ચમાં સહેલાઇથી અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. મેં તેનો ભાવાનુવાદ કરીને ગુજરાતીના મારા પુસ્તક " ૨૧મી સદી ની વિચારસરણી વૈશ્વીક માનવવાદ" નામના પુસ્તકમાં પ્રકાશિત પણ કરેલ છે.

     પરંતુ તે બધા કરતાં પણ અતિ ઉત્તમ પ્રયત્ન મહાન માનવવાદી ચિંતક એમ. એન. રોયે સને ૧૯૪૮માં તેમના સાથીઓ સાથે બહાર પાડયો છે. જે ૨૨ માનવવાદી સિધ્ધાંતો તરીકે ઓળખાય છે તેના અંગ્રેજીનો ગુજરાતીમાં ભાવાનુવાદ એ સમયના અમારા સાથી દિવંગત પ્રો. દિનેશભાઇ શુક્લે કર્યો છે. મારો પ્રયત્ન એ રહેશે કે હું દરરોજ બે સીધ્ધાંતો પ્રથમ મુળ સ્વરૂપે ગુજરાતીમાં રજુ કરીશ. સાથે સાથે તે બે સિધ્ધાંતોનું બની શકે તેટલું મર્યાદિત શબ્દોમાં સમજાવવાની કોશીષ કરીશ.

ફેસબુક તથા વોટ્ટસઅપ મિત્રો સદર સિધ્ધાંતો ઉપર પોતાના વૈચારીક તારણો રજુ કરશે, તે બધું બૌધ્ધીક સાહિત્ય અમે પ્રકાશન કરવાનું પણ આયોજન કરેલ છે. તે અંગે સાથી મિત્રોની એક પસંદગી સમિતિનું પણ આયોજન કરી, તે બધા સાથે પરામર્શ કરીને પુસ્તક બહાર પાડીશું. આપ સૌના સહકારની અપેક્ષાએ. ગુજરાતી સાથે અંગ્રેજીમાં તમામ ૨૨ સિધ્ધાંતો ઉપલબ્ધ છે.મોટી સંખ્યામાં ફેસબુક મિત્રોને અભ્યાસની દ્રષ્ટીએ અંગ્રેજીમાં પણ તે સિધ્ધાંતોમાં રસ હશે તો હવે પછી બંને ભાષામાં નિયમિત રજુ કરીશું.

 

 

                      સિધ્ધાંત એક

 મનુષ્ય સમાજનો આદર્શ છે, સહકારપુર્ણ સામાજીક સંબંધો વ્યક્તિની સંભાવ્ય ક્ષમતાઓના વિકાસમાં ફાળો આપે છે.પણ વ્યક્તિનો વિકાસ એજ સામાજીક પ્રગતિનું માપ છે. સામુહિકતામાં વ્યક્તિઓનું અસ્તિત્વ અભીપ્રેત છે. વ્યક્તિઓ જેનો ખરેખર અનુભવ કરે છે તે સ્વાતંત્ર્ય અને કલ્યાણના રાશિ સિવાય 'સામાજીક મુક્તિ' અને 'સામાજીક પ્રગતિ' એ એવા કાલ્પનિક આદર્શો બની રહે, જે કદાપી સિધ્ધ થતા નથી. ખરેખરું કલ્યાણ અથવા સુખ તો માત્ર વ્યક્તિ જ ભોગવી શકે. મનુષ્ય સમુદાયના કોઇ પણ સ્વરૂપ (રાષ્ટ્ર, વર્ગ વગેરે)માં સામૂહિક અહંનું આરોપણ કરવું એ સર્વથા અનુચિત છે, કારણકે એનો અર્થ વ્યક્તિનો ભોગ આપવો એવો જ થાય. સામુહિક કલ્યાણ એ વ્યક્તિઓના કલ્યાણનું જ પરિણામ છે.

અર્થઘટન– તમામ સામુહિક એકમો કુટુંબથી શરૂ કરીને રાષ્ટ્ર સુધીના બધાજ વ્યક્તિગત માનવ સુખાકારી માટે જ છે. માનવી તે તમામ સામુહિક એકમોના કલ્યાણનું સાધન બિલકુલ નથી જ. જ્યારે કોઇપણ સામાજીક સમુહ, ધર્મ, રાષ્ટ્ર, વિચારસરણી, રાજકીય પક્ષ, વ્યક્તિના આત્મસમર્પણ, બલિદાન, શહીદ બનવા– બનાવવાના ઉપદેશ આપે ત્યારે તે બધાની ચુંગલમાં ફસાવું ન જોઇએ. માનવી સદીઓથી તે બધા સમુહો સામે મુક્તિ મેળવવા તો સંઘર્ષ કરતો આવ્યો છે. બીજું માનવી એ સામુહિક એકમોની રચના તેના સંરક્ષણ અને વિકાસ માટે કરેલ છે. સુખ વ્યક્તિગત માનવી જ ભોગવી શકે. ટોળું કે સમુહ, બેકાબુ બનીને મારૂ તમારૂ સુખ છીનવી ચોક્કસ શકે! માનવવાદનો પ્રથમ સિધ્ધાંત– હે! માનવી! તારી વફાદારી કોઇપણ સમુહ અને તેના સંચાલકની બુધ્ધિમાં ગીરે મુકતા બે વાર વિચાર કરજે.

                                 સિધ્ધાંત બે.

સ્વાતંત્ર્યની ઝંખના અને સત્ય માટેની ખોજ એ મનુષ્યની–પ્રગતિ પાછળની મુળભુત પ્રેરણાઓ છે.સ્વાતંત્ર્યની ઝંખના એ ઉચ્ચ સ્તરે– બુધ્ધિ અને ભાવના સ્તરે–ખેલાતી અસ્તિત્વ માટેની જૈવીક લડત છે.સત્ય માટેની ખોજ પણ તેની જ આનુષંગિકતા છે.પ્રકૃતિ સંબંધે વધતું જતું જ્ઞાન, મનુષ્યને પ્રાકૃતિક ઘટના તેમજ ભૌતિક અને સામાજીક વાતાવરણના જકડી રાખતા સકંજામાંથી ઉત્તરોત્તર મુક્તિ બક્ષે છે.જ્ઞાનનું વિષયવસ્તુ જ સત્ય છે. 

અર્થઘટન–માનવીય સ્વાતંત્ર્યની ઝંખના કોઇ ઇશ્વરી,ધર્મ,રાજ્ય, કુટુંબના વડીલ કે જ્ઞાતી–વર્ગની મહેરબાનીની ભેટ સોંગાદ નથી. માનવી એક જૈવીક એકમ તરીકે અન્ય સજીવોની માફક ભૌતીક સંઘર્ષ(કુદરતી પરિબળો સામે)માંથી સ્વતંત્રતા પ્રાપ્ત કરતો આવ્યો છે. કુદરતી પરિબળો સામેના ભૌતીક સંઘર્ષમાંથી મુક્તિ મેળવવા અન્ય માનવીઓનો સહકાર જે અન્યોન્ય હતો તેમાંથી સામુહિક સંસ્થાઓનું સર્જન– વિસર્જન કરતો આવ્યો છે. માનવી જેનો સર્જક છે તેનો ગુલામ કેવી રીતે બની શકે? બીજું માનવી પોતાનું અસ્તિત્વ ટકાવવા તે સત્ય શોધતો આવ્યો છે. જ્ઞાન મેળવતો આવ્યો છે. કુદરતી પરિબળોના નિયમોને સમજવામાં( નહીકે તે પરિબળોની ભક્તિ,પુજાઅર્ચના અને પ્રાર્થના, કાકલુદી કરવાથી) માનવીયે પોતાની વિવેકબુધ્ધીનો ઉપયોગ કરીને જે જ્ઞાન મેળવ્યું, તે જ સત્ય. જેણે પેલા વિનાશકારી પરિબળોમાંથી મુક્ત બનાવ્યો, સ્વતંત્ર બનાવ્યો. દેશ અને દુનિયાની તમામ ધાર્મીક સંસ્થાઓ, તેમાં બિરાજમાન તમામ મુર્તીઓ અને તેના સંચાલન કર્તાઓનો પરોક્ષ અને પ્રત્યક્ષ ધંધો માનવીને ગુલામીમાં પકડી રાખવાની ચકચકિત બેડીઓ–જંજીરો પેદા કરવાનો છે. તેનાથી વિશેષ કાંઇ નથી.                         


--

Tuesday, September 12, 2023

ભાગ–૨.

अब तो ये वतन, साथीओ, गौतम अदाणी हवाले –  में तो झोला ले कर बस चला।

નવા સંશોધનો પ્રમાણે ગૌતમ અદાણીના મોટાભાઇ વિનોદઅદાણી અદાણીગ્રુપના શેરોની લેવદેવડ કરનાર મુખ્ય અને ચાવીરૂપ વ્યક્તિ છે.હાલમાં તે અગાઉના કરતાં પાંચ ઘણા વધુ પૈસાદાર થઇ ગયા છે. તેઓની પાસે ભારતનો સને ૨૦૨૬ સુધી ચાલે તેવો પાસપોર્ટ છે.અને તે પ્રમાણે ભારતીય નાગરીક છે. સેબીની તપાસમાં તેઓએ જણાવ્યું છે, કે તેઓએ ભારતીય નાગરીકતા છોડી દિધી છે. તેઓ સાપ્રસનો નાગરીક બની ગયા છે. માટે તેઓને કોઇ ભારતીય કાનુન લાગુ પડતો નથી. વર્તમાન ભારત સરકારનું આ મુદ્દે મૌન છે.

(A)   હવે દેશના ગૌતમ અડાણી ગ્રુપના શેરોની લેવડદેવડ, કેવી રીતે વિદેશી વીનોદ અદાણી સંચાલિત કુંપનીઓ દ્રારા કેવી રીતે થતી હતી તેનો અભ્યાસ કરીએ. કોઇપણ શેર બજારમાં લીસ્ટેડ કુંપની પોતાની કુંપની ચલાવવા બે રીતે નાણાં ઉભા કરે છે. એક શેર બજારમાં શેર વેચીને અને બીજું પોતાના ઉધ્યોગની મિલકતો બેંકમાં ગિરો મુકીને બેંક ધિરાણ લઇને.આજને તબક્કે દેશની બેંકોએ અદાણીની જુદી જુદી કુંપનીઓને કુલ બે લાખ વીસ હજાર કરોડ રૂપીયા ધીરેલા છે.

(B)   સ્થાપક કુંપનીએ પોતાની પાસે કુલ શેરની સંખ્યામાંથી ૭૫% ટકા પ્રયોજક (પ્રમોટર) મુડી તરીકે પોતાની પાસે રાખવાના હોય છે. અને ૨૫ટકા શેરો શેર બજારમાં મુડી રોકાણ કરનાર જાહેર પ્રજા માટે મુકવાના હોય છે. સદર ૨૫ ટકા શેરો ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ કાબુ પેલી શેર કુંપનીના પ્રયોજકનો હોઇ શકે નહી. ગૌતમ અદાણીના મોટાભાઇ વિનોદ અદાણીએ દુબઇ (યુએઆઇ)માં પોતાનું ભવ્ય મહેલાતો ઉભી કરીને કઇ રીતે પેલા ૨૫ ટકા જાહેર પ્રજાના શેરો પર મુડીરોકાણ કરીને, ખરીદીને, કૃત્રીમ માંગ ઉભી કરીને ફક્ત પોતાના કૌટુંબીક અદાણી ગ્રુપના શેરોના ભાવોની લે વેચ કરીને કેવી રીતે કરોડો રૂપિયા તે પણ ડોલરમાં એકત્ર કર્યા તે સમજીએ.

(C)   સૌ પ્રથમ અદાણી પાવરની સ્થાપના ના સમયથી 'ડબલ ઇનવોઇસ' પધ્ધતિનો ઉપયોગ કરીને લાખો ડોલર્સ કેવી રીતે એકત્ર કર્યા તે આપણે આ લેખ સીરીઝના પહેલા ભાગમાં જોયું.. તે જ નાણાંને જુદી જુદી ઓફશોર( દરિયાપાર) કુંપનીઓમાં વહેંચી નાંખીને ફોરેન પોર્ટફોલીયો ઇન્વેસ્ટર(FPI) તરીકે   ભારત દેશની કોઇપણ ઔધ્યોગીક કુંપનીઓમાં એક પેનીનું મુડી રોકાણ કર્યા વિના અદાણી ગ્રુપ કુંપનીના શેરોના ભાવોની પોતાની ઇચ્છા મુજબ ચઢ–ઉતાર કરી– કરાવીને કરોડો ડોલર્સ કમાવી લીધા. એટલે કે પેલા પબ્લીકના ૨૫ ટકા શેર જથ્થા પર પોતાનું નિયંત્રણ પેદા કરીને તેના ભાવો નીચે ઉપર લઇ ગયા. તે ખરીદનારા તે બધી અદાણી કુંપનીઓના પ્રમોટરો જ હતા. તેથી શેરબજારના નિયમોનો કાયદાકીય અને ફોજદારી ગુનો કર્યો. —

(D)     વિનોદ અદાણી જે ૧૯૯૪થી દુબઇમાં રહે છે. તેની પાસે દુબઇમાં અબજો ડોલર્સની સ્થાવર મિલકતો છે. જેવી કે ૨૭૦૦ચો. ફુટનો બુર્જ ખલીફા વિલા છે જે વિશ્વનો સૌથી ઉંચો ટાવર છે.આ ઉપરાંત ૩૭ બીઝનેસ હાઉસીસ અને રહેવાના મકાનો છે. જે માહિતી દુબઇની સીટી સર્વે ઓફીસમાંથી પ્રાપ્ત થયેલી છે.જેની અંદાજી કિંમત આશરે ૧૭ મીલીયન યુએસ ડોલર્સથી વધારે છે.(એક મીલીયન એટલે ૧૦ લાખ યુએસ ડોલર્સ.)

(E)    આવા ધંધા કરવા માટે બ્રીટીશ વર્જીન આઇલેંડમાં બે દિવસમાંજ રજીસ્ટર્ડ કુંપની કરવાની સગવડ છે. બધાજ ડોક્યુમેન્ટસ રેડીમેડ પ્રાપ્ત થઇ શકે છે. અદાણી ગ્રુપની કુંપનીઓમાં શેરોની 'લીયા–દીયા' કરવા માટે સદર ટાપુમાં ત્રણ કુંપનીઓ રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે. વિનોદ અદાણીના નામે 'Trident Trust', નાસર અલી શબાનઆહીલ (દુબઇનો નાગરિક)' Gulf Asia Trade' અને ચંગ ચુંગ–લીંગ(તાઇવાનનો નાગરીક) 'Lingo Investment Limited'. આ ત્રણેય કુંપની જે દિવસે બ્રીટીશ વર્જીન આઇલેંડમાં રજીસ્ટર થઇ તે જ દિવસે ભારતમાં અદાણી ઉધ્યોગ ઘરાના બહુ નજીકના બે ઓફીસરોના નામે પેલા ત્રણેયે 'પાવર ઓફ એર્ટની' કરી આપ્યો હતો. જેથી મુંબઇ શેર બજારમાં બિનદાસ રીતે જે 'લીયા– દીયા' સીધું જ પેલા કુંપની કર્મચારીઓથી થઇ જાય. બીજી મઝાની હકીકત એ છે કે બ્રીટીશ વર્જીન આઇલેંડમાં ત્રણેય કુંપનીના માલિકોના રહેઠાણ અને ધંધાના સરનામા એક જ લખવામાં આવ્યા છે.

(F)      નાસીરઅલી અને ચંગ ચુંગ–લીંગ સને ૨૦૦૩થી ગૌતમ અદાણીની ચાર કુપનીઓમાં સાથે શેરોની લેવડદેવડ કરવાના સુંવાળા સંબંધો હતા. આ બંને મહાનુભાવો ઘણા સમય સુધી અદાણી ગ્રુપની કુંપનોમાં ફક્ત સામાન્ય શેરહોલડર્સ જ નહી પણ કુંપનીઓમાં ડીરેક્ટર રહી ચુક્યા છે તેવો રીપોર્ટ ઇનવેસ્ટીગેટીંવ જર્નાલીસ્ટ સંસ્થાનો 'Organized Crime and Corruption Reporting Project (OCCRP)છે. જેને આધારે વિદેશી દૈનીક ફીનાનશીઅલ ટાઇમ્સ અને ગાર્ડીયને પોતાના લેખો તૈયાર કર્યા હતા.( "The two men… have long time business ties to the family and have also served as directors and shareholders in Adani Group companies).

(G)  સેબીએ સને એપ્રીલ૨૦૨૧ ડીસેમ્બર ૨૦૨૨ સુધીમાં ૧૩ફોરેન પોર્ટફોલીયો ઇન્વેસ્ટરે(પેલી ત્રણ ઓફશોર કુંપનીઓ દ્રારા)અદાણી એન્ટરપ્રાઇઝ લીમીટેડના આઠ કરોડ સાઇઠ લાખ શેરો શેર દીઠ રૂ.૧૦૦૦થી ૪૦૦૦ની કિંમતે વેચ્યા છે.જેમાંથી ચાર કરોડ એંસી લાખ શેરો સદર કિંમતોએ લાઇફ ઇન્શયોરન્સ કોર્પો ખરીદ્યા છે.જેનો વહીવટ મોદી સરકારનું નાણાંખાતુ કરે છે.

(H)   સને ૨૦૧૧– ૨૦૧૭ સુધી 'સેબી' ના ચેરમેન તરીકે યુ કે સીંગ હતા. જેઓની જવાબદારી હતી કે તેમની મળતી માહિતી મુજબ અદાણી કુંપનીની લેવડદેવડો પર  નિયંત્રણ રાખે. નિવૃતી પછી સદર સાહેબને અદાણી ગ્રુપે તાજેતરમાં ખરીદેલી એનડીટીવી ની કુંપનીમાં( જે એક સમયે તે કુંપની પ્રણવ રોયની હતી અને જેમાં દરરોજ સાંજના નવ વાગે  में रविशकुमार बोलताहुं।નો અવાજ સંભળાતો હતો.) તેમાં'નોન–એકઝીક્યુટીવ ચેરમેન બનાવી દીધા છે.

(I)     ગૌતમ અદાણીએ તેની સામે દલીલ કરી છે કે  ડીઆઆરે તો આ બધી તપાસ કરી લીધી છે.અમારી સામે કેસોની ફાઇલો બંધ કરી દિધી છે. દેશની સર્વોચ્ચ અદાલતે પણ અમારી તરફેણમાં ચુકાદો આપી દીધો છે. હવે તમારે વધારામાં શું જાણવાનું બાકી છે?

(J)     મોદી સરકારનું તંત્ર અદાણીના સામાજ્યને વિકસાવા માટેની લાલ જાજમ પાથરે છે. દા.ત મુંબઇના હવાઇમથકની હરાજીના અદાણીના હરીફ ને એનફોર્સમેંટનો પરચો બતાવીને હરીફાઇમાંથી બાકાત રહેવા મજબુરી કરી દિધી. શ્રી સીમેન્ટ કુંપની અદાણી સીમેન્ટની મોનોપોલી સામે કબાબની હડ્ડી બનતી હતી. ઇડી, આઇ ટીની લાલ આંખે શ્રી સીમેન્ટ કુંપનીને અદાણી સીમેંટના પેટમાં જ ઓહીયા કરવા મજબુર કરી લીધી.

(K)   મોદી–અદાણીની સંયુક્ત તાકાતે એકને રાજકીય સત્તાના નવાનવા શિખરો સર કરવા સાધન સંપત્તીની રેલમછેલ બીછાવી આપી છે જ્યારે બીજાએ બરાબર સમજી લીધું છે કે લક્ષ્મીદેવીની આરાધના જ દીલ્હીની ખુરશીને સલામત રાખી શકે તેમ છે. આતો બંને ખેલાડીઓ માટે 'વીન–વીન'ના જ દાવ રમવાના છે. પણ કોના ભોગે?

(L)        રાહુલ ગાંધીએ સંસદમાં ' જોઇન્ટ પાર્લામેન્ટ ઇન્કાવાયરી કમીટી' ની માંગણી કરી, તો તેઓની રજુઆત ને જ સ્પીકરે સંસદીય રેકર્ડ માંથી કાયમ માટે ભુંસી નાંખી.વધારામાં રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ તથા મકાન પણ વિધ્યુત વેગથી લઇ લેવા માટે સત્તાપક્ષે જાળ બીછાવી દીધી.

(M) સને ૨૦૧૯થી ૨૦૨૩ સુધીમાં ગૌતમ અદાણી વીશ્વના સૌથી ધનાઢય લોકોના લીસ્ટમાં મોખરે આવી ગયા છે.તે કોની મહેરબાનીથી અને છત્રછાયા નીચે?

–––––––––––––––––––––––––The End-----------------------------------------------------------

--

जो बात कहते डरतेहैं सब, तू वह बात लिख

ફેસબુકના મિત્રો જોગ,

આજે મેં ગૌતમ અદાણીના ઔધ્યોગીક સામ્રાજ્ય અંગે ભાગ–૧ એક લખ્યો છે.કાલે તે અંગેનો ભાગ–૨ મુકીશ. એક વાંચક મિત્રે મારો  લેખ વાંચીને કોમેન્ટ કરી કે ગોદી મીડીયા કે સરકારી મીડીયામાં આવી હકીકતોને કેમ છુપાવવામાં આવે છે? મારી ફરજ કે પ્રતિબધ્ધતા આ મુદ્દે શું છે તેનો જવાબ તો મેં તે મિત્રને આપ્યો છે.પણ સાથે સાથે ગઝલકાર જાવેદ અખ્તર સાહેબની એક નજમ મને ખુબ ગમે છે તે તેના ટેકામાં મુકી છે. મને આશા છે કે આપ સૌ ને તે નજમ ગમશે. શુભેચ્છા સાથે...

जो बात कहते डरते हैं सब, तू वह बात लिख
इतनी अंधेरी थी न कभी पहले रात लिख
जिनसे क़सीदे लिखे थे, वह फेंक दे क़लम
फिर खून-ए-दिल से सच्चे क़लम की सिफ़ात लिख

जो रोज़नामों( દૈનીક પેપર)में कहीं पाती नहीं जगह
जो रोज़ हर जगह की है, वह वारदात लिख
जितने भी तंग दायरे हैं सारे तोड़ दे
अब आ खुली फ़िज़ाओं में अब कायनात लिख
जो वाक़ियात हो गए उनका तो ज़िक्र है
लेकिन जो होने चाहिए वह वाक़ियात लिख

इस बाग़ में जो देखनी है तुझ को फिर बहार
तू डाल-डाल से सदा, तू पात-पात लिख– जावेद अखत्र


--

ચલો! ગૌતમ અદાણીના ઔધ્યોગીક સામ્રાજ્યમાં એક ડોકિયું(ચૂપકીથી જોઇએ) કરીએ. ભાગ–૧.

 
Shared with Public
Public
ચલો! ગૌતમ અદાણીના ઔધ્યોગીક સામ્રાજ્યમાં એક ડોકિયું(ચૂપકીથી જોઇએ) કરીએ. ભાગ–૧.
(जब तक मोदीजी रहेगें तब तक अदानी रहेंगा।)–રાજીવ રંજન–Investigating Journalist.
(1) ગુગલ–વિકી પિડિયાની માહિતી મુજબ ગૌતમભાઇએ અમદાવાદની આંબાવાડીમાં આવેલી સી.એન, વિધ્યાલયમાં મેટ્રીક સુધીનો અભ્યાસ કરેલો છે.અમદાવાદની કોઇ કોલેજમાં બી.કોમ.અભ્યાસ શરૂ કરેલ પણ અધવચ્ચેજ અભ્યાસને 'બાય બાય' કરી ' ડીગ્રી સર્ટીફીકેટ' લેવાની રાહ જોઇ નહી(!).એ ભૂલ હતી કે આશીર્વાદ એ નક્કી કોણ કરી શકે?
(2) હિરા–ઉધ્યોગના ઉત્પાદનને બદલે નિકાસ ( લીયા– દિયા)માં ઝંપલાવ્યું. ફ્કત મેટ્રીક પાસ થયેલા યુવાનને બરાબર સમજણ પડી ગઇ કે પૈસાદાર થવા માટે 'લીયા–દીયા' દલાલીનો બીઝનેસ ઉધ્યોગોના ઉત્પાદન કરતાં આગળ પડશે! ૧૯૮૮માં અદાણી એક્ષપોર્ટ લી. એક હીરા દલાલી કુંપનીની સ્થાપના કરી.તેમાંથી અદાણી એન્ટરપ્રાઇઝ લી, હોલ્ડીંગ કું અને હવે ગૌતમભાઇ 'અદાણી ગ્રુપ' ઔધ્યોગીક સામ્રાજ્યના ચેરમેન બની ગયા.
(3) મહારાષ્ટ્રના તિરોડા થર્મલપાવર સ્ટેશન અને રાજસ્થાનના કવાઇ થર્મલ પાવર સ્ટેશન બંનેની સ્થાપનામાં પેલી દલાલ તરીકેની 'લીયા દીયા'કાબેલીયત ગૌતમભાઇને કામમાં લાગી ગઇ. કેવી રીતે? વીજળી ઉત્પાદન કરવાની લાખો ડોલર્સની મશીનરી ચીન,દક્ષિણ કોરીઆ ખરીદી. આ બંને સ્થળોએ નિયમ મુજબ આયાત કરવાની(એક રૂપિયો આયાત ડયુટી કાયદેસર રીતે ભરવાની નહી– વિજળી ઉત્પાદન મશીનરી ભારત સરકારે આયાત મુક્તિના લીસ્ટમાં મુકી છે.) પણ તે આયાતી મશીનરીનું બીલ સીધું દેશમાં આવવાને બદલે' ઇન વોઇસ' પોતાની જ આ હેતુ માટે ઉભી કરેલી ડમી ' દુબઇ'ની કુપનીમાં જાય અને તે દુબઇની કુંપની નવી 'ઇનવોઇસ'માં એકના ડબલ લખીને અદાણી પાવરને ઇંડીયામાં મોકલી દે. તે પ્રમાણે ડોલરમાં નાણાં ચુકવે!
(4)દા.ત.ચીન– દક્ષિણ કોરીયાથી સાહેબે!વીજ– ઉત્પન્ન કરવાનું મશીન 100$ અમેરીકન ડોલરમાં ખરીદયું અને પેલી કુંપનીઓએ તે મશીન ભારતમાં મોકલ્યું પણ તે 'ઇનવોઇસ' દુબઇની કુંપની ને મોકલે છે.કારણ કે તાઇવાનની કુંપનીને મશીન ખરીદવાનો ઓડર તો દુબઇની કુંપનીએ આપેલો. સાહેબની દુબઇ સ્થિત ડમી કુંપની એ દેશની 'અદાણી પાવર' કુંપનીને તે મશીનની 'ઇનવોઇસ' 220$ અમેરીકન ડોલરની બનાવી મોકલી દીધી. અદાણી પાવરના ચેરમેન સાહેબે 220$ ડોલર્સ દુબઇની પોતાની જ ડમી કુંપનીને ટ્રાન્સફર કરી દીધા. આયાત ડયુટી ભર્યા સિવાય સાહેબે કેટલા ડોલર્સ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં વીજ પાવરની મશીનરી ખરીદવા મોકલી દીધા હશે?આશરે દસ કરોડરૂપીયા(Approximately 1.20 million$) દુબાઇ(યુએઇ)મોકલી દીધા. દુબઇની કુંપનીએ તે નાણાં મોરીશીયસ બીજી ડમી કુપનીમાં મોકલી દીધા. સાહેબે આવા ચાર નાના દરિયાઇ ટાપુવાળા દેશો શોધી કાઢયા છે જે વીશ્વના આવી કાબેલીયત ધરાવતા ઉધ્યોગપતીઓ માટે "Tax heaven" તરીકે ઓળખાય છે. સાહેબના મોટાભાઇ વિનોદ અદાણીએ આવા એક ટાપુ પર– દેશની સિટીઝનશીપ' મેરા દેશ મહાન'ની સિટીઝનશીપને 'બાય બાય' કરી ને ૨૦૧૭માં લીધી છે. કેમ? વિગતે હવે પછી.
(૫)સને ૨૦૧૦થી ૨૦૧૪ સુધીમાં બંને રાજ્યોમાં વિજ –ઉત્પાદન કરવા જે પરદેશથી મશીનરી આયાત કરી તેની 'ઇનવોઇસ'ની ભારત સરકારના ડીરેક્ટર ઓફ રેવન્યુ ઇનવેસ્ટીગેશન(ડીઆઇઆર)ને'ઓરીજનલ સીડી' ઉપરાંત અન્ય વિગતો પ્રાપ્ત થઇ. બંને પ્રોજેક્ટની કુલ ફીક્ષ કેપીટલ જેના પર દરેક લાખો ગ્રાહકો પાસેથી કાયમી દર લેવામાં આવે છે તે ફીક્ષ કેપીટલ ચાર કે પાંચ કરોડમાંથી દસ કરોડ ઉપર બતાવાઇ હતી. તે બધું પેલી સીડીના અભ્યાસ પરથી ડીઆઇ આરને જાણ થઇ. એક 'ઇનવોઇસ' ડબલ બતાવવી અને તેને આધારે ફિક્ષ કોસ્ટ ડબલ બતાવી કેવી રીતે સરકાર, વીજ ગ્રાહકો વિ(Tariff calculated according to end users consumers)પાસેથી નાણાંકીય નગ્ન લુંટ કેવી રીતે લેવાય છે તેના કાયદેસરના પુરાવા મલ્યા.(DRI found out Dubai's company is a dummy company of G Adani-Its a paper company- created for havala business (to create Inflated invoices & collect money in US Dollars term-China & Korea sends equipment to India directly but send invoices to Dubai's company-)
(6) સને ૨૦૧૪માં લોકસભાની ચુંટણી થઇ. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારે દેશમાં ચુંટણી પ્રવાસો કોના વિમાનો અને હેલીકોપ્ટરોમાં કર્યો હતા તેની કોને ખબર નથી? તે સમયે રાજકીય પક્ષોને ચુંટણી ખર્ચ માટે જુની સંસદે ' ચુંટણી બોન્ડ'નો કાયદો પસાર કરી સદર ખર્ચ કરવાની સગવડ ઉભી ન કરી હતી તે માહિતી છે.
(7) ડીઆરઆઇના વડા કે.વી સીંગ સાહેબે ૧૪મી મે ૨૦૧૪ ના રોજ અદાણી ગ્રુપની કુંપનીઓને તથા વિનોદ અદાણી, તાઇવાનના ચીંગ ચેન્ગ અને યુએઆઇના નાસીર અલીને વિગતે ચાર્જસીટ મોકલી આપ્યું. બીજે દિવસે લોકસભાની ૧૫મી મેના દિવસે નરેન્દ્રભાઇ મોદીના નેજા હેઠળ ભારતીય જનતા પાર્ટી બહુમતી પક્ષ ચુંટણી જીતી તે જાહેર થયું.અને ૨૬મી મે ના દિવસે મોદીજીએ દેશના વડાપ્રધાન તરીકે બંધારણીય વફાદારી જાહેર કરીને શપથ લીધા. થોડા સમય પછી ડીઆરઆઇ શ્રી કે. વી. સીંગ સાહેબે જાહેર કરી દીધું કે અદાણી સામ્રાજ્યમાં કોઇપણ પ્રકારની ગેરરીતીઓ થઇ જ નથી. વધુ માહિતી ભાગ–૨માં.

--

Saturday, September 9, 2023

સનાતન ધર્મના સંચાલકો અનેવડતાલ સ્વામીનારાણ પંથના વહીવટ કર્તાઓના હિતોના સંર્ઘષને સમજીએ.

સનાતન ધર્મના સંચાલકો અને વડતાલ સ્વામીનારાણ પંથના વહીવટ કર્તાઓના હિતોના સંર્ઘષને સમજીએ.–એક માનવવાદી–રેશનાલીસ્ટની દ્રષ્ટિએ.

(૧) સૌ પ્રથમ આપણે આ બંનેના હિતો સમજી લઇએ. બંને સંસ્થાઓની નેતાગીરી હિંદુઓના ધાર્મીક અને આધ્યાત્મિક હિતોના પ્રચાર, પ્રસાર અને સંરક્ષણની છે તેવો દાવો કરે છે. આ મુદ્દે બંનેને વર્તમાન ગુજરાતની સરકાર અને દેશની રાજ્ય સત્તા સાથે ઘનિષ્ઠ સંબંધો છે. ગુજરાતમાં આશરે છેલ્લા ૨૫વર્ષોથી અને દેશમાં છેલ્લા  દસ વર્ષોથી હિંદુત્વવાદી ધાર્મીક પરિબળોને રાજકીય સત્તા સાથે ઘનીષ્ઠ સામાજિક, આર્થીક અને રાજકીય સંબંધો છે. બંનેની મીલીભગતથી દેશમાં બહુમતી હિંદુત્વવાદી પરિબળોના રાજકીય ધ્રુવીકરણે ખાસ કરીને દલિત, આદીવાસી, બહુજન સમાજ અને લઘુમતી સમાજના નાગરીકો માટે સામાન્ય જીવનનું જીવવું એક દોજખ સમાન કરી દીધું છે.જે નિર્વિવાદ હકીકત છે.

(૨) સૌ પ્રથમ સંઘર્ષની શરૂઆત ગુજરાતના સૌરાષ્ટ્ર વિભાગના બોટાદ જીલ્લામાં આવેલ સાળંગપુરના શ્રી કષ્ટભંજકદેવ હનુમાનજીના મંદિરની દિવાલ પરના ચિત્ર ઉપરથી થઇ. ચિત્રના પેઇન્ટરે શ્રી હનુમાનજીનું ચિત્ર એવી રીતે પેઇન્ટ કર્યું હતું કે તે સ્વામીનારાણ સંપ્રદાયના સ્થાપક સ્વામી સહજાનંદની મુર્તી નીચે જાણે શ્રી રામના ચરણોમાં સેવા કરતા હોય તે પ્રમાણે સહજાનંદ સ્વામીના ચરણોમાં સેવા કરતા હોય! સદર ચિત્રની અનાવરણ વિધિ દેશની મોદી સરકારના ગૃહમંત્રી અમિત શાહે એપ્રીલ માસમાં કરી હતી. (Union Home Minister Amit Shah inaugurated the Hanuman statue in the temple in April. Lord Hanuman sitting at the feet of Lord Swaminarayan on the walls of the pedestal of a giant statue of Hanuman at Shree Kashtabhanjandev(કષ્ટભંજક દેવ) Hanumanji Mandir in Botad district's Salangpur.સૌ. ઇન્ડયન એક્સપ્રેસ ન્યુઝ તા. ૦૩–૦૯–૨૩.)

(૩)  ત્રણ માણસોએ પ્રથમ તે ચિત્ર ઉપર કાળી શાહી લગાવી દિધી. પછી કુહાડી લઇને તેના ટુકડા કરવા પ્રયત્ન કર્યા. વિ. પોલીસે તેમને રૂપીયા પચાસના નાણાંકીય નુકશાન(!) માટે, ઉપરાંત ધાર્મીક લાગણી દુભાવવા,અન્ય ધાર્મીક જુથો પ્રત્યે ધિક્કારઅને દુષ્ટ લાગણી ફેલાવવાના બદઇરાદા  વી. ગુનાહિત કૃત્યો એફ આઇ આર દાખલ કરીને ધરપકડ કરી. સદર કૃત્ય કરતી સમયે મુખ્ય આરોપી ' સનાતન ધર્મની જય'ના સુત્રો પોકારતો હતો.ત્રણેય જણને આવું ધાર્મીક કૃત્ય(!) કરવા જામીન મલી ગયા છે.

(૪) સનાતન ધર્મના સંતો તથા રામયણના કથાકાર મોરારીબાપુ એ સંયુક્ત રીતે મીટીંગ ભરીને બે દિવસમાં પેલા ભિંત ચીત્રને દુર કરવાની માંગણી કરી ઉપરાંત વડતાલ સ્વામીનારાયણ પંથના સંચાલકો સામે(બોટાદના સાળંગપુરનું સદર સ્વામીનારાયણ મંદિર તેમના સંચાલિત છે.)૧૧મુદ્દાનું આરોપનામું તૈયાર કરી જવાબ રજુ કરવાની ફરજ પાડી. સનાતન ધર્મની મીટિંગના સંચાલક મહામંડલેશ્વર ભારતી બાપુ હતા, તેમાં ૩૦૦ સંતો ટેકેદાર તરીકે હાજર રહ્યા હતા. મીટીંગ અમદાવાદ મુકામે રવિવારે ભરાઇ હતી.

(૫) હવે આપણે ધર્મ સત્તા અને રાજ્ય સત્તાની મીલી ભગતનો અભ્યાસ કરીએ. પેલા ૧૧ ઠરાવોનો મુખ્ય હાર્દ–મહામંડલેશ્વર ભારતી બાબુએ(ક) ગુજરાત સરકાર ને કેન્દ્રની મોદીસરકારને વડતાલ સ્વામીનારાયણ પંથને ગુજરાતમાંથી આખા દેશમાં ફેલાતો તાત્કાલીક બંધ કરી દો.(to see that this religious movement does not spread from Gujarat to the whole of India".) (ખ) સનાતન ધર્મોના તમામ મંદિરોમાં સ્વામીનારાયણના વડતાલ પંથને આમંત્રણ આપવાનું બંધ કરી દો અને તે પંથની કોઇ ધાર્મીક પ્રવૃત્તિને ટેકો આપવો નહી.!(ગ) કોઇ કારણસર, કોઇ પ્રસંગે તેમની સાથે એકમંચ પર ભેગા થવાનું થાય તો સનાતન ધર્મની માતાજી અને સાધ્વીઓએ મંચ પરથી નીચે ઉતરવું જ નહી. સદર પંથના પુરૂષ સંતો માટે સ્રીનું મુખ જોવું વર્જ્ય છે! (મારા ફેસબુક લેખના વાંચકોને આવા પંથના દંભી વલણ માટે પોતાના વિચારો અબાધિત રીતે વ્યક્ત કરશે તો યોગ્ય ગણાશે.) (ડ) સનાતન ધર્મ સંસ્થાઓમાંથી સદર પંથના સંતોને તાત્કાલીક તમામ હોદ્દાઓ પરથી 'ડિસમીસ' કરી દેવા. અને સનાતની ધર્મીએ સદર પંથના તમામ હોદ્દાઓ પરથી મરજીયાત રાજીનામા આપી દેવા.આ બધા કાર્યોની દેશની સરકારને લેખિત જાણ કરવી! કેમ?(ઇ) સનાતન ધર્મની આ મીટિંગમાં દેશને સરકારને એવો કાયદો સંસદમાં પસાર કરવા ઠરાવ અનુરોધ કર્યો છે કે " સહજાનંદ સ્વામીને હિંદુ ધર્મના 'ઇષ્ટદેવ' જાહેર કરતું તમામ પ્રચાર સાહિત્ય પર પ્રતિબંધ મુકાય! ઉપરાંત સનાતન ધર્મના દેવ દેવીઓની મુર્તીઓનો સદર પંથના મંદિરોમાં ઉપયોગ કરવા કાયદાકીય પ્રતિબંધ મુકો. (ફ) સનાતન ધર્મના દેવ –દેવીઓના નામો, મુલ્યો, પ્રસંગો,કથાઓ, પુસ્તકોનો જેવાકે રામચરિતમાનસ, શ્રીમદ ભાગવત મહાપુરાણ, હનુમાન કથા, વિ,નો ઉપયોગ કોઇપણ ઠેકાણે કરે કરાવી શકે નહી! સદર પંથે પોતાના સાહિત્યમાં સનાતન ધર્મના દેવ–દેવીઓને હલકા પાડતા અને સહજાનંદ સ્વામીની સામે નૈતીક અધપતન દર્શાવતી વાર્તોઓ પ્રસંગો તાત્કાલીક રદબાતલ કરે.

     પોતાના મતભેદોથી ખદબદતા ઘરને બચાવવા માટે 'ડેમેજ કંટ્રોલ' પગલાંનો અભ્યાસ કરો!. તારીખ ૫મી સપ્ટેમ્બરની સવારના સુર્યોદય પહલાં સદર ભીંત ચિત્રનું નામો નિશાન સ્થળ પર રહેશે નહી. વિશ્વહિંદુ પરિષદના નેજા નીચે,વડતાલ પંથ સિવાયના અન્ય હિંદુ સંતો અને વડતાલવાળા સંયુક્ત રીતે 'શીવાનંદ આશ્રમ' ભેગા મળીને ઉપરનો નિર્ણય કર્યો.

વડતાલ પંથના સંતો ગાંધીનગર મુખ્યમંત્રીના નિવાસ સ્થાને, ગૃહમંત્રી સંઘવી અને શિક્ષણ મંત્રી હાજરીમાં મળ્યા હતા. સદર મીટિંગ બોલાવવામાં ગુજરાત સરકારનું સંયુક્ત સાહસ હતું.(Speaking with The Indian Express, Sanghavi said that the meeting was mutually initiated by the state government and the leaders of the Swaminarayan sect). આ ઉપરાંત દ્રારકાના શારદાપીઠના શંકારાચાર્ય, અને ચૈતન્ય શંભુ મહારાજે પણ સદર ' સંકટ મોચક નિવારણ' પોતાનો યથાર્થ ફાળો અઅપ્યો હતો.

આપણાથી એવા બૌધ્ધીક તારણ પર અવાય કે જો દેશના ગૃહમંત્રી અમીત શાહ સાહેબે પોતાની વિવેકબુધ્ધીનો ઉપયોગ કરીને વડતાલ સ્વામીનારાયણ પંથના આવા દુ;સાહસને ટેકો આપીને ઉદ્ઘાટન ન કર્યું હોત તો? પણ સદર સાહેબ માટે બીજુ કામ તામિલનાડુના રાજ્યમંત્રી ઉદયનીધી સ્ટાલીને આપી દીધુ! શું? કયું કામ? સાહેબે સત્તાની રૂએ જાહેર કરી દીધું કે ' દેશમાં ઉદયનીધી સ્ટાલીન સનાતન ધર્મને મેલેરીયા,ડેન્ગુ અને કોવીડની માફક નેસ્તનાબુદ કરવાનું કહે છે. બોલો! સનાતન ( હિંદુધર્મ) ખતરમાં છે કે નહી?! માટે ૮૦ ટકા હિંદુઓ ખતરામાં છે! પેલા વડતાલવાળા હિંદુધર્મીની જડો ઉખાડવા સાહેબના વરદ હસ્તે વાજતે ગાજતે શુભઆરંભ કરાવી દીધું છે તેનું શું?

 "संत तुलसीदास कह गये कि- समरथ को नही दोष गोंसाइ।".

( સૌ. ઇન્ડીયન એકપ્રેસના સમાચારોનો ભાવાનુવાદ.)

 

 

 

 


 

 


--

Wednesday, September 6, 2023

સનાતન ધર્મ એટલે શું

સનાતન ધર્મ એટલે શું? તેના કોઇ સ્થાપક ખરા? હિંદુ ધર્મ અને સનાતન ધર્મ એક કે જુદા? સ્વામી દયાનંદ સરસ્વતીના આર્યસમાજના ઉપદેશો અને તેઓના પુસ્તક' સત્યાર્થ પ્રકાશ'માં જણાવેલ મુર્તિપુજા, કર્મકાંડ અને જ્ઞાતિપ્રથા નિષેધને સનાતન ધર્મનો એક ભાગ ગણી શું કે હિંદુધર્મનો એક ભાગ? હિંદુધર્મની ચાર વર્ણવ્યવસ્થા અને તેનું જ્ઞાતિ–પેટા જ્ઞાતીઓમાં વહેંચણી તે શું સનાતન ધર્મની નીપજ છે? સનાતન ધર્મમાં માનવ માનવ વચ્ચે સમાનતા અને સામાજીક ન્યાય જેવા માનવ મુલ્યોનું સ્થાન ખરૂ? હિંદુધર્મના સામાજીક ઉંચનીચના વર્ણો અને જ્ઞાતિ આધારીત વ્યવહારો તે શું સનાતન ધર્મની દેન છે?તે બધા સામાજીક દુષણોના સર્વનાશમાં બની બેઠેલા સનાતનના ઠેકેદારો કે કોઇ પ્રતિબધ્ધતાનો લેશ માત્ર અંશ છે ખરો?

 જે રીતે સનાતન ધર્મના નામે હિંદુધર્મમાં છૂઆ–છુત,સામાજીક અસમાન–અન્યાયી વ્યવહારો અને કર્મના સિધ્ધાંતના નામે સામાજીક અન્યાયને સ્વીકૃતિ આપવામાં આવે છે તેની સામે આક્રોશ વ્યક્ત કરતાં તામિલનાડુના મુખ્યપ્રધાન સ્ટાલીનના દિકરા ઉદયનનીધીએ જાહેરમાં 'સનાતન ધર્મ'ને જ ડેન્ગુ, મેલેરીયા અને કોવીડ જેવા ચેપી રોગ ગણીને તેને મુળમાંથી નાશ કરવાની સ્પષ્ટ તરફેણ કરી છે.

    સને ૧૯૨૫માં દેશમાં,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના બસો વર્ષ પહેલાં,સમગ્ર દક્ષિણભારતમાં સનાતન ધર્મ હિંદુ વર્ણવ્યવસ્થા અને છૂઆછુત વ્યવસ્થાનો એક ભાગ ગણીને તેની સામે ઘણી સામાજીક વિદ્રોહી ચળવળો અસ્તિત્વમાં હતી. કેરલાના રેશનાલીસ્ટ નારાયણ ગુરૂ, તામિલનાડુના વેલર(Vallalar),વિ. બૌધ્ધીકોએ સનાતન ધર્મના નેજા નીચે બ્રાહ્મણવાદે રાજાઓ અને જમીનદારો પાસેથી દાન, દક્ષીણામાં હજારો એકર જમીનોની ખેરાતમાં મેળવી લીધી હતી.તેમના સંચાલિત મંદિરોમાં 'દેવદાસી પ્રથા–વેશ્યાવૃત્તિ' વિ. સામે ખુલ્લો વિદ્રોહ કર્યો હતો.હિંદુ ધર્મમાં પ્રવર્તમાન બિભત્સતાઓ પર પુસ્તકો લખ્યા હતા. ૧૯મી સદીમાં મદ્રાસમાં ' મદ્રાસ સેકયુલર સોસાયટી' ની સ્થાપના થઇ હતી. સને ૧૮૯૨માં તિરૂવંથાપુર મુકામે જ્યારે તમિલ તત્વજ્ઞાની અને સ્કોલર એમ વી પીલ્લાઇ સાથે સ્વામી વિવેકાનંદને, પંથો અને ટોળીઓના ધર્મ પરિવર્તન પર સંવાદ ચાલતો હતો ત્યારે વિવેકાનંદે શ્રી પીલ્લાઇને પુછયું કે તમારૂ 'ગોત્ર' કયું છે? તરત જ ગૌત્રનું અસ્તીત્વ જ્ઞાતિ આધારીત હોવાથી,અને જ્ઞાતિપ્રથા બ્રાહ્મણવાદનું માનવ સર્જીત સર્જન હોવાથી પિલ્લાઇએ ગુસ્સે થઇને વિવેકાનંદ સામે ખુબજ આક્રોશ વ્યક્ત કર્યો હતો.(Swami Vivekananda was once rebuffed(ધુતકારવુ,કઠોર અસ્વીકાર કરવો) by Tamil scholar-philosopher Manonmaniam Sundaram Pillai over a question on his gotra, linked to caste identity.) પેરીયરે સને ૧૯૨૨માં ઇન્ડીયન રેશનાલીસ્ટ સોસાયટીની સ્થાપના કરી હતી અને તે તેના પહેલા પ્રમુખ હતા.પેરીયરે ગાંધીજી સામે આઝાદીની ચળવળમાં વિદ્રોહ કરીને કોગ્રેંસમાંથી નીકળી જવાના કારણમાં જણાવ્યું હતું કે જ્યાંસુધી તમે સૌ પ્રથમ હિંદુધર્મ અને જ્ઞાતિપ્રથાના સર્વનાશની ચળવળ નહી ચલાવો ત્યાંસુધી તે ધર્મમાંથી દલિતો, સ્રીઓ અને વંચિતોના સામાજીક શોષણના 'ચરખા' બંધ થવાના નથી. તે તમારી આઝાદી પછી પણ ચાલુ રહેવાના છે.

વર્તમાન તામિલનાડુના મુખ્યપ્રધાન સ્ટાલિનને તેઓનું નામ સ્ટાલિન પાડનાર પિતા કરૂણાનીધી, અન્નાદુરાઇ, પેરીયર વિ ના ડીએનએમાંથી ઉદયનનીધી સ્ટાલીનનું સર્જન થયેલું છે જે કદાચ દિલ્હી દરબારને ખબર નહિ હોય!

             

    

 


--