Saturday, September 9, 2023

સનાતન ધર્મના સંચાલકો અનેવડતાલ સ્વામીનારાણ પંથના વહીવટ કર્તાઓના હિતોના સંર્ઘષને સમજીએ.

સનાતન ધર્મના સંચાલકો અને વડતાલ સ્વામીનારાણ પંથના વહીવટ કર્તાઓના હિતોના સંર્ઘષને સમજીએ.–એક માનવવાદી–રેશનાલીસ્ટની દ્રષ્ટિએ.

(૧) સૌ પ્રથમ આપણે આ બંનેના હિતો સમજી લઇએ. બંને સંસ્થાઓની નેતાગીરી હિંદુઓના ધાર્મીક અને આધ્યાત્મિક હિતોના પ્રચાર, પ્રસાર અને સંરક્ષણની છે તેવો દાવો કરે છે. આ મુદ્દે બંનેને વર્તમાન ગુજરાતની સરકાર અને દેશની રાજ્ય સત્તા સાથે ઘનિષ્ઠ સંબંધો છે. ગુજરાતમાં આશરે છેલ્લા ૨૫વર્ષોથી અને દેશમાં છેલ્લા  દસ વર્ષોથી હિંદુત્વવાદી ધાર્મીક પરિબળોને રાજકીય સત્તા સાથે ઘનીષ્ઠ સામાજિક, આર્થીક અને રાજકીય સંબંધો છે. બંનેની મીલીભગતથી દેશમાં બહુમતી હિંદુત્વવાદી પરિબળોના રાજકીય ધ્રુવીકરણે ખાસ કરીને દલિત, આદીવાસી, બહુજન સમાજ અને લઘુમતી સમાજના નાગરીકો માટે સામાન્ય જીવનનું જીવવું એક દોજખ સમાન કરી દીધું છે.જે નિર્વિવાદ હકીકત છે.

(૨) સૌ પ્રથમ સંઘર્ષની શરૂઆત ગુજરાતના સૌરાષ્ટ્ર વિભાગના બોટાદ જીલ્લામાં આવેલ સાળંગપુરના શ્રી કષ્ટભંજકદેવ હનુમાનજીના મંદિરની દિવાલ પરના ચિત્ર ઉપરથી થઇ. ચિત્રના પેઇન્ટરે શ્રી હનુમાનજીનું ચિત્ર એવી રીતે પેઇન્ટ કર્યું હતું કે તે સ્વામીનારાણ સંપ્રદાયના સ્થાપક સ્વામી સહજાનંદની મુર્તી નીચે જાણે શ્રી રામના ચરણોમાં સેવા કરતા હોય તે પ્રમાણે સહજાનંદ સ્વામીના ચરણોમાં સેવા કરતા હોય! સદર ચિત્રની અનાવરણ વિધિ દેશની મોદી સરકારના ગૃહમંત્રી અમિત શાહે એપ્રીલ માસમાં કરી હતી. (Union Home Minister Amit Shah inaugurated the Hanuman statue in the temple in April. Lord Hanuman sitting at the feet of Lord Swaminarayan on the walls of the pedestal of a giant statue of Hanuman at Shree Kashtabhanjandev(કષ્ટભંજક દેવ) Hanumanji Mandir in Botad district's Salangpur.સૌ. ઇન્ડયન એક્સપ્રેસ ન્યુઝ તા. ૦૩–૦૯–૨૩.)

(૩)  ત્રણ માણસોએ પ્રથમ તે ચિત્ર ઉપર કાળી શાહી લગાવી દિધી. પછી કુહાડી લઇને તેના ટુકડા કરવા પ્રયત્ન કર્યા. વિ. પોલીસે તેમને રૂપીયા પચાસના નાણાંકીય નુકશાન(!) માટે, ઉપરાંત ધાર્મીક લાગણી દુભાવવા,અન્ય ધાર્મીક જુથો પ્રત્યે ધિક્કારઅને દુષ્ટ લાગણી ફેલાવવાના બદઇરાદા  વી. ગુનાહિત કૃત્યો એફ આઇ આર દાખલ કરીને ધરપકડ કરી. સદર કૃત્ય કરતી સમયે મુખ્ય આરોપી ' સનાતન ધર્મની જય'ના સુત્રો પોકારતો હતો.ત્રણેય જણને આવું ધાર્મીક કૃત્ય(!) કરવા જામીન મલી ગયા છે.

(૪) સનાતન ધર્મના સંતો તથા રામયણના કથાકાર મોરારીબાપુ એ સંયુક્ત રીતે મીટીંગ ભરીને બે દિવસમાં પેલા ભિંત ચીત્રને દુર કરવાની માંગણી કરી ઉપરાંત વડતાલ સ્વામીનારાયણ પંથના સંચાલકો સામે(બોટાદના સાળંગપુરનું સદર સ્વામીનારાયણ મંદિર તેમના સંચાલિત છે.)૧૧મુદ્દાનું આરોપનામું તૈયાર કરી જવાબ રજુ કરવાની ફરજ પાડી. સનાતન ધર્મની મીટિંગના સંચાલક મહામંડલેશ્વર ભારતી બાપુ હતા, તેમાં ૩૦૦ સંતો ટેકેદાર તરીકે હાજર રહ્યા હતા. મીટીંગ અમદાવાદ મુકામે રવિવારે ભરાઇ હતી.

(૫) હવે આપણે ધર્મ સત્તા અને રાજ્ય સત્તાની મીલી ભગતનો અભ્યાસ કરીએ. પેલા ૧૧ ઠરાવોનો મુખ્ય હાર્દ–મહામંડલેશ્વર ભારતી બાબુએ(ક) ગુજરાત સરકાર ને કેન્દ્રની મોદીસરકારને વડતાલ સ્વામીનારાયણ પંથને ગુજરાતમાંથી આખા દેશમાં ફેલાતો તાત્કાલીક બંધ કરી દો.(to see that this religious movement does not spread from Gujarat to the whole of India".) (ખ) સનાતન ધર્મોના તમામ મંદિરોમાં સ્વામીનારાયણના વડતાલ પંથને આમંત્રણ આપવાનું બંધ કરી દો અને તે પંથની કોઇ ધાર્મીક પ્રવૃત્તિને ટેકો આપવો નહી.!(ગ) કોઇ કારણસર, કોઇ પ્રસંગે તેમની સાથે એકમંચ પર ભેગા થવાનું થાય તો સનાતન ધર્મની માતાજી અને સાધ્વીઓએ મંચ પરથી નીચે ઉતરવું જ નહી. સદર પંથના પુરૂષ સંતો માટે સ્રીનું મુખ જોવું વર્જ્ય છે! (મારા ફેસબુક લેખના વાંચકોને આવા પંથના દંભી વલણ માટે પોતાના વિચારો અબાધિત રીતે વ્યક્ત કરશે તો યોગ્ય ગણાશે.) (ડ) સનાતન ધર્મ સંસ્થાઓમાંથી સદર પંથના સંતોને તાત્કાલીક તમામ હોદ્દાઓ પરથી 'ડિસમીસ' કરી દેવા. અને સનાતની ધર્મીએ સદર પંથના તમામ હોદ્દાઓ પરથી મરજીયાત રાજીનામા આપી દેવા.આ બધા કાર્યોની દેશની સરકારને લેખિત જાણ કરવી! કેમ?(ઇ) સનાતન ધર્મની આ મીટિંગમાં દેશને સરકારને એવો કાયદો સંસદમાં પસાર કરવા ઠરાવ અનુરોધ કર્યો છે કે " સહજાનંદ સ્વામીને હિંદુ ધર્મના 'ઇષ્ટદેવ' જાહેર કરતું તમામ પ્રચાર સાહિત્ય પર પ્રતિબંધ મુકાય! ઉપરાંત સનાતન ધર્મના દેવ દેવીઓની મુર્તીઓનો સદર પંથના મંદિરોમાં ઉપયોગ કરવા કાયદાકીય પ્રતિબંધ મુકો. (ફ) સનાતન ધર્મના દેવ –દેવીઓના નામો, મુલ્યો, પ્રસંગો,કથાઓ, પુસ્તકોનો જેવાકે રામચરિતમાનસ, શ્રીમદ ભાગવત મહાપુરાણ, હનુમાન કથા, વિ,નો ઉપયોગ કોઇપણ ઠેકાણે કરે કરાવી શકે નહી! સદર પંથે પોતાના સાહિત્યમાં સનાતન ધર્મના દેવ–દેવીઓને હલકા પાડતા અને સહજાનંદ સ્વામીની સામે નૈતીક અધપતન દર્શાવતી વાર્તોઓ પ્રસંગો તાત્કાલીક રદબાતલ કરે.

     પોતાના મતભેદોથી ખદબદતા ઘરને બચાવવા માટે 'ડેમેજ કંટ્રોલ' પગલાંનો અભ્યાસ કરો!. તારીખ ૫મી સપ્ટેમ્બરની સવારના સુર્યોદય પહલાં સદર ભીંત ચિત્રનું નામો નિશાન સ્થળ પર રહેશે નહી. વિશ્વહિંદુ પરિષદના નેજા નીચે,વડતાલ પંથ સિવાયના અન્ય હિંદુ સંતો અને વડતાલવાળા સંયુક્ત રીતે 'શીવાનંદ આશ્રમ' ભેગા મળીને ઉપરનો નિર્ણય કર્યો.

વડતાલ પંથના સંતો ગાંધીનગર મુખ્યમંત્રીના નિવાસ સ્થાને, ગૃહમંત્રી સંઘવી અને શિક્ષણ મંત્રી હાજરીમાં મળ્યા હતા. સદર મીટિંગ બોલાવવામાં ગુજરાત સરકારનું સંયુક્ત સાહસ હતું.(Speaking with The Indian Express, Sanghavi said that the meeting was mutually initiated by the state government and the leaders of the Swaminarayan sect). આ ઉપરાંત દ્રારકાના શારદાપીઠના શંકારાચાર્ય, અને ચૈતન્ય શંભુ મહારાજે પણ સદર ' સંકટ મોચક નિવારણ' પોતાનો યથાર્થ ફાળો અઅપ્યો હતો.

આપણાથી એવા બૌધ્ધીક તારણ પર અવાય કે જો દેશના ગૃહમંત્રી અમીત શાહ સાહેબે પોતાની વિવેકબુધ્ધીનો ઉપયોગ કરીને વડતાલ સ્વામીનારાયણ પંથના આવા દુ;સાહસને ટેકો આપીને ઉદ્ઘાટન ન કર્યું હોત તો? પણ સદર સાહેબ માટે બીજુ કામ તામિલનાડુના રાજ્યમંત્રી ઉદયનીધી સ્ટાલીને આપી દીધુ! શું? કયું કામ? સાહેબે સત્તાની રૂએ જાહેર કરી દીધું કે ' દેશમાં ઉદયનીધી સ્ટાલીન સનાતન ધર્મને મેલેરીયા,ડેન્ગુ અને કોવીડની માફક નેસ્તનાબુદ કરવાનું કહે છે. બોલો! સનાતન ( હિંદુધર્મ) ખતરમાં છે કે નહી?! માટે ૮૦ ટકા હિંદુઓ ખતરામાં છે! પેલા વડતાલવાળા હિંદુધર્મીની જડો ઉખાડવા સાહેબના વરદ હસ્તે વાજતે ગાજતે શુભઆરંભ કરાવી દીધું છે તેનું શું?

 "संत तुलसीदास कह गये कि- समरथ को नही दोष गोंसाइ।".

( સૌ. ઇન્ડીયન એકપ્રેસના સમાચારોનો ભાવાનુવાદ.)

 

 

 

 


 

 


--