સિધ્ધાંત–પાંચ.
શું ચાર્લસ ડાર્વિન અને કાર્લ માર્કસના વૈચારિક તારણો આમને સામને હતા?
ઇતિહાસનું આર્થીક અર્થઘટન ભૌતીકવાદના ખોટા અર્થઘટનમાંથી તારવવામાં આવેલ છે. આ અર્થઘટનમાં દ્રૈતવાદ અભિપ્રેત છે.જ્યારે ભૌતિકવાદ એ અદ્રૈતવાદી તત્વજ્ઞાન છે.ઇતિહાસ એ કાર્યકારણના સિધ્ધાંતને આધીન નિયત પ્રક્રીયા છે. પણ તેમાં એક કરતાં વધારે કારણો ભાગ ભજવે છે. મનુષ્યની સંકલ્પશક્તિ આવું એક કારણ છે કે ને તે હંમેશાં કોઇને કોઇ આર્થિક પ્રોત્સાહનથી જ પ્રેરિત થાય છે, એમ ઘટાવી શકાય નહી.
–અર્થઘટન–
સામ્યવાદના પ્રણેતા કાર્લ માર્કસનું એક ખુબજ પ્રચલિત સુત્ર છે."History of the mankind is the history of Class Struggle."(Haves & Haves not.) 'માનવજાતનો ઇતિહાસએ (આર્થીક)વર્ગસંગ્રહનો ઇતિહાસ છે'. એક તત્વજ્ઞાની તરીકે કાર્લ માર્કસની વાત સાચી છે કે આ વિશ્વ બ્રહ્માંડ સહિત ભૌતીક છે.તે નિયમબધ્ધ છે.માનવજાત પણ વિશ્વનોએક ભાગ હોવાથી તે પણ ભૌતીક છે. તેમાં કશું આધિભૌતિક, અલૌકીક કે દેવી સર્જનનથી. પરંતુ માનવજાતનો ઇતિહાસએ કુદરતી પરિબળો સામેના જૈવીક સંઘર્ષની સાથે સાથે માનવીય સ્તરપરએ ભૌતીક સંઘર્ષ છે.સદર ભૌતીક સંઘર્ષ ફક્ત આર્થીક હિતોનો સંઘર્ષ એટલા માટે નથી કે તે સંઘર્ષમાં ફક્ત વર્ગીય આર્થીક હિતો ઉપરાંત બીજા ઘણાબધા હિતો જેવા કે સ્વતંત્રતા,સદ્વિવેક બુધ્ધી(કુદરતી પરિબળોઅને નિયમબધ્ધતા ને સમજીને નિર્ણય કરવાની શક્તિ)અને પોતાની સંભવિત શક્તિઓના વિકાસ માટે ધર્મનિરપેક્ષ નૈતીક વ્યવહાર જેવા મુલ્યો અને પરિબળો તે દુન્યવી સંઘર્ષમાં અંતર્ગત રીતે સમાયેલા છે. આસંઘર્ષમાંથી માર્ગ કાઢવાની સંકલ્પશક્તિ, દ્રઢઇચ્છાશક્તિ તે પેલા આર્થીક હિતોના સંઘર્ષનું પરિણામ નથી.(વધુ સ્પષ્ટતા સિધ્ધાંત નંબર ૬માં કરેલ છે.)
૬ઠ્ઠો સિધ્ધાંત ગુજરાતીમાં
વિચાર અથવા ચિંતનપ્રક્રીયા એ પર્યાવરણોની સભનાતામાંથી પરિણમતી શરીરશાસ્રીય પ્રક્રિયા છે. પણ એક વાર વિચારો અથવા ચિંતન પ્રગટે છે,પછી તેઓ પોતાના નિયમોને આધીન પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે.વિચારો પોતાની આગવી ગતી ધરાવે છે. અને તેમની આ ગત્યાત્મકતા સામાજીક ઉત્ક્રાંતિની પ્રક્રીયા સાથે સાથે ચાલે છે. તેઓ બંને અરસપરસ એકબીજાને પ્રભાવિત કરે છે.પણ મનુષ્ય– ઉત્ક્રાંતિની આ સમગ્ર પ્રક્રિયાના કોઇ ચોક્કસ તબક્કે ઐતિહાસિક બનાવો અને વિચારોની હલચલ વચ્ચે સીધો કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાતો નથી.(અહીં વિચાર શબ્દનો ઉપયોગ તત્વજ્ઞાનમાં સામાન્ય રીતે વપરાય છે તે વિચારધારા અથવા વિચારપ્રથાના અર્થમાં કર્યો છે.) સાંસ્કૃતિક ભાતો અને નૈતિક મુલ્યો એ સ્થાપિત આર્થીક સંબંધો પર આધારિત માત્ર ઉર્ધ્વતંત્રો જ છે, એમ માનવું બરાબર નથી. આ ભાતો અને મુલ્યો પણ ઐતીહાસિક રીતે નિયત થયેલાં છે.–વિચારોના ઇતિહાસના તર્ક દ્રારા.
–અર્થઘટન–
(અ) વિચાર અથવા ચિંતનપ્રક્રીયા એ પર્યાવરણોની સભનાતામાંથી પરિણમતી શરીરશાસ્રીય પ્રક્રિયા છે. આ વાક્યના બે અર્થ થાય છે. એક,કોઇપણ વસ્તુ,પરિસ્થિતિ અંગે વિચાર આવવો કે પેદા થવો એ ભૌતીક ઘટના,બીના, કે હકીકત છે. વિચાર ફ્કત તમામ સજીવ એકમોને જ આવી શકે! તે એક અદ્વૈત છે. તેમાં કશું દ્વૈત નથી. વિચાર એક ભૌતીક ઘટના છે.તેથી તે શરીરનો એક ભાગ છે. આત્મા,પરમાત્મા, આધ્યાત્મ વિ. તમામ વાયુમંડળો ભૌતીક નથી, અશરીરી છે. માટે તે બધાના અસ્ત્તિત્વ આધારીત ધર્મો અને તેના ઇશ્વરી એજંટો દ્રારા પેદા કરવામાં આવેલા પિરામીડો તે ફક્ત અને ફક્ત પત્તાના મહેલો છે.
(બ) વિચારો એકવાર રજુ થયા પછી તેનું અસ્ત્તિત્વ અને આયુષ્ય તેમાં આમેજ ભૌતીક તારણો, હકીકતો વિ. પર આધારીત હોય છે. તેનું નિષ્પક્ષ જ્ઞાન–વિજ્ઞાન આધારીત મુલ્યાંકન સત્ય નક્કી કરે છે, જે વ્યક્તિ અને સત્તાના મુલ્યાંકનથી નિરપેક્ષ હોય છે. બીજું સમાજમાં પ્રવર્તમાન સંબંધો, મુલ્યો અને નૈતીક વ્યવહારો તે ફક્ત આર્થીક વર્ગીય હિતોમાંથી પેદા થયેલ ઉર્ધ્વતંત્રો( Super Structures) જ છે, એમ માનવું બરાબર નથી.
(ક) ઐતીહાસિક સાંસ્કૃતિક પ્રવાહો અને નૈતીક મુલ્યોનું સાતત્ય કુદરતી અને દુન્યવી સંઘર્ષોમાંથી સર્જન પામેલ છે. પેલા માર્કસવાદી તારણ ' આર્થીક હિતોના સ્વબચાવમાં પેદા થયેલ રાજકીય, સામાજીક વિ. વ્યવસ્થાઓ હરગીજ નથી.'