Saturday, September 23, 2023

મોદીજી,વીશ્વમાં સત્ય–લાગણી,ભક્તિ,વ્યક્તિ પુજા,ગોદી મિડિયાના પ્રચાર–પ્રસારથી

મોદીજી,

વીશ્વમાં સત્ય– લાગણી,ભક્તિ,વ્યક્તિ પુજા,ગોદી મિડિયાના પ્રચાર–પ્રસારથી અને દંડાના જોરે નક્કી થતું નથી.રાષ્ટ્રપ્રેમ,રાષ્ટ્રવાદ, ભારત માતા કી જય તેવા સુત્રો કે દલીલોથી પણ તે સત્ય નક્કી થતું નથી.

Canadian Prime Minister Justin Trudeau on Thursday yet again levelled "ALLEGATIONS" that agents of the Indian government were involved in the killing of Khalistani terrorist Hardeep Singh Nijjar's killing in Surrey..... The Canadian PM said "..I had a direct and frank conversation with the Prime Minister (Modi), in which I shared my concerns in no uncertain terms...We call upon the government of India to take this matter seriously and to work with us to shed full transparency and ensure accountability and justice in this matter.

    ઉપરના શબ્દો વડાપ્રધાન ટ્રુડોએ ફરીથી ગઇકાલે ગુરૂવારે ફરી પ્રેસ કોફરન્સમાં તા.૨૧મીએ રજુ કર્યા છે. જેનો વિડીયો ભારતીય દૈનીક ટાઇમ્સ ઓફ ઇંડીયા ઇ પેપરે રજુકર્યા પછી તેનું શબ્દ:સ અંગ્રેજી પણ મુકેલ છે.

(૧) કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ પોતાની સંસદમાં એવી હકીકત રજુ કરી છે કે કેનેડાના વાનકુંવર પાસેના 'સરે' ટાઉનમાં જે નાગરીકની હત્યા કરવામાં આવી છે તેમાં મોદીજી, તમારી સરકારી એજન્સીઓનો હાથ છે. કેનેડાના વડાપ્રધાને જે શબ્દ વાપર્યો છે તે શબ્દ આક્ષેપ(Allegation)છે,પણ પુરાવો શબ્દ(Evidence) વાપર્યો નથી. ભારત સરકારને વિનંતી કરી છે કે તે સદર તપાસમાં મદદ કરે!

(૨) કેનેડા સહિત જે પાંચ દેશોએ પોતાને મળેલ આવી માહિતિ એકબીજા સાથે આદાનપ્રદાન કરવાની જોગવાઇ છે તેમાં અમેરીકા,ઇંગ્લેંડ, ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેંડ છે. Five Eyes Alliance (an intelligence-sharing mechanism between US, UK, Australia, New Zealand and Canada). ટ્રડોએ બાઇડન અને યુકેના વડાપ્રધાન રૂષિ સુનક પુરાવા મોકલી આપ્યા છે. કેનેડાના વિદેશ મંત્રી આ મુદ્દે પુરાવા સાથે પોતે જાતે અમેરીકન પ્રમુખ બાયડને મલ્યા છે.

 (૩) અમેરીકન પ્રમુખ બાયડન અને ઇગ્લેંડના વડાપ્રધાન રૂષિ સુનકે મોદી સરકારને લેખિત જણાવ્યું છે કે તમે 'એક સાર્વભૌમ દેશની ભુમીમાં જઇને બીજા દેશની સરકારી એજન્સી 'Extra-Judicial killing'નું કાયદો હાથમાં લઇને ત્યાંના નાગરીકને મારી નાંખે' તે પારદર્શક તપાસમાં સહકાર આપો!

(૪)અમેરીકન નેશનલ સીક્યોરીટી કાઉન્સીલના કોર્ડીનેટર ફોર સ્ટ્રેટીજીક પ્લાનીંગના વડા જોન કિર્બાયે દેશની CBS News એજન્સીને ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે 'We urge India to cooperate in that investigation as well.'આ અમારા પડોશી દેશની કટોકટીમાં અમે સંપુર્ણ રીતે તેમની સાથે છીએ અને તપાસને કોઇપણ જાતની ઘાલમેલ વિના તેમાં ઉભરી આવતી હકીકતોને તેના તાર્કીક પરિણામો સુધી લઇ જવામાં મારા દેશ અમેરીકાનો સહકાર હશે!

(૫)ઓસ્ટ્રેલીયાના વિદેશમંત્રી પેની વોન્ગ(Penny Wong) જે હાલ અમેરીકાની મુલાકતે આવેલા છે. તેઓનો પ્રતિભાવ– કેનેડાના નાગરીકને પોતાના દેશમાં કાયદો હાથમાં લઇને બીજા દેશની સરકારી એજન્સી મારી નાંખે તે બીના ખુબજ ચીંતાજનક છે અમે તેમાં ગંભીરતાથી નિસ્બત ધરાવીએ છીએ We have; Australia has raised these issues with our Indian counterparts, as you would expect us to do."

(૬) અમેરીકના ભારતમાંના રાજદુત એરીક ગારકેટ્ટી(US Ambassador to India Eric Garcetti) સદર બનાવ અંગે ભારતની રાજધાની ન્યુદિલ્હીમાં આવેલ અનંતા સેન્ટરમાં હાજર રહેલ નાગરીકો સમક્ષ જણાવ્યું હતું કે કેનેડાના વડાપ્રધાન ટ્રુડોના આક્ષેપો વૈશ્વીક શાંતિમાં ખલેલ પહોંચાડનારા છે. વિશ્વમાં ખરેખર તમામ સાર્વભૌમ દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદાકાનુન, રાષ્ટ્રીય સંપ્રભુતા અને બિનદખલગીરીના સિધ્ધાંતો પ્રમાણે અરસપરસના વ્યવહારો કેળવવા જોઇએ. આપણે આશા રાખીએ કે આવું કૃત્ય કરનારાને ન્યાયીક પ્રક્રીયાને હવાલે લાવવામાં આવશે!.

આની સામે ભારત દેશની સરકારના પ્રતિભાવો–

() બંને દેશોએ એક બીજાના રાજદુતોને પરત બોલાવી લીધા છે. આપણા દેશના વિદેશ મંત્રાલયે કેનેડાને આતંકવાદીઓ, અંતીમવાદીઓ અને સંગઠિત ગુના કરવા માટેના 'સહીસલામત સ્વર્ગ' તરીકે ઓળખાવ્યો છે. (The Ministry of External Affairs described Canada as a "safe haven" for "terrorists, extremists and organized crime") ઉપર જણાવેલા વિશેષણો વૈશ્વીક જગતમાં ખાસ કરીને પાકિસ્તાન અને અફઘાનીસ્તાન જેવા દેશો માટે વાપરવામાં આવે છે તેવા વિશેષણો કેનેડા માટે વાપર્યા છે. ભારત સરકારે સદર બનાવને સહેજપણ મહત્વ આપવાને બદલે ' ખાલીસ્તાન'ના મુદ્દાના આગળ ચલાવીને વિશ્વ પ્રજા મતને ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કરેલ છે.

() અમેરીકાએ ભારતને લેખીત જણાવ્યું છે કે કેનેડા તરફ સંચાલિત તપાસમાં સહકાર આપે. ભારતે તેના જવાબમાં જણાવ્યું છે કે કેનેડાનીસરકાર અમને ખાસ માહિતી આપશે તો અમે જે હાલ સહકાર આપવાની બારી બંધ કરી છે તે ખોલીશું. (But it opened a window for cooperation, saying if they provide any specific information, New Delhi will be willing to look into it.)

().ભારતના ગોદી મિડીયના પ્રત્યાઘાતો– भारतने घुस के मारा। केनेडा को युनोमें टेररीसट कंट्री घोषित करो।

(ड) કેનેડીયન સરકારના ભારત સામેના આક્ષેપો વાહિયાત,અસંગત ને મનઘડંત છે.Rejecting the allegations as "absurd" and "motivated",

આવતી કાલે મોદી સરકારના કેનેડા સાથેના સંબંધોની ખાસ કરીને ગુજરાતના મધ્યમવર્ગના મા–બાપો, જેઓના દિકરા–દિકરીઓ જેઓ અભ્યાસ માટે દેવું કરીને મોકલ્યા છે તથા જે ગુજરાતી કુટુંબો જે વર્ષોથી કેનેડીયન સીટીઝન બન્યા છે, પંજાબના સામાજીક જીવન પર અસરો અને ભારતના અર્થતંત્ર પર સંભવિત પરિણામોની વાસ્તવિક હકિકતોને આધારે વિગતે ચર્ચા કરીશું.

 

  

    

 


--