ભાગ–૨.
अब तो ये वतन, साथीओ, गौतम अदाणी हवाले – में तो झोला ले कर बस चला।
નવા સંશોધનો પ્રમાણે ગૌતમ અદાણીના મોટાભાઇ વિનોદઅદાણી અદાણીગ્રુપના શેરોની લેવદેવડ કરનાર મુખ્ય અને ચાવીરૂપ વ્યક્તિ છે.હાલમાં તે અગાઉના કરતાં પાંચ ઘણા વધુ પૈસાદાર થઇ ગયા છે. તેઓની પાસે ભારતનો સને ૨૦૨૬ સુધી ચાલે તેવો પાસપોર્ટ છે.અને તે પ્રમાણે ભારતીય નાગરીક છે. સેબીની તપાસમાં તેઓએ જણાવ્યું છે, કે તેઓએ ભારતીય નાગરીકતા છોડી દિધી છે. તેઓ સાપ્રસનો નાગરીક બની ગયા છે. માટે તેઓને કોઇ ભારતીય કાનુન લાગુ પડતો નથી. વર્તમાન ભારત સરકારનું આ મુદ્દે મૌન છે.
(A) હવે દેશના ગૌતમ અડાણી ગ્રુપના શેરોની લેવડદેવડ, કેવી રીતે વિદેશી વીનોદ અદાણી સંચાલિત કુંપનીઓ દ્રારા કેવી રીતે થતી હતી તેનો અભ્યાસ કરીએ. કોઇપણ શેર બજારમાં લીસ્ટેડ કુંપની પોતાની કુંપની ચલાવવા બે રીતે નાણાં ઉભા કરે છે. એક શેર બજારમાં શેર વેચીને અને બીજું પોતાના ઉધ્યોગની મિલકતો બેંકમાં ગિરો મુકીને બેંક ધિરાણ લઇને.આજને તબક્કે દેશની બેંકોએ અદાણીની જુદી જુદી કુંપનીઓને કુલ બે લાખ વીસ હજાર કરોડ રૂપીયા ધીરેલા છે.
(B) સ્થાપક કુંપનીએ પોતાની પાસે કુલ શેરની સંખ્યામાંથી ૭૫% ટકા પ્રયોજક (પ્રમોટર) મુડી તરીકે પોતાની પાસે રાખવાના હોય છે. અને ૨૫ટકા શેરો શેર બજારમાં મુડી રોકાણ કરનાર જાહેર પ્રજા માટે મુકવાના હોય છે. સદર ૨૫ ટકા શેરો ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ કાબુ પેલી શેર કુંપનીના પ્રયોજકનો હોઇ શકે નહી. ગૌતમ અદાણીના મોટાભાઇ વિનોદ અદાણીએ દુબઇ (યુએઆઇ)માં પોતાનું ભવ્ય મહેલાતો ઉભી કરીને કઇ રીતે પેલા ૨૫ ટકા જાહેર પ્રજાના શેરો પર મુડીરોકાણ કરીને, ખરીદીને, કૃત્રીમ માંગ ઉભી કરીને ફક્ત પોતાના કૌટુંબીક અદાણી ગ્રુપના શેરોના ભાવોની લે વેચ કરીને કેવી રીતે કરોડો રૂપિયા તે પણ ડોલરમાં એકત્ર કર્યા તે સમજીએ.
(C) સૌ પ્રથમ અદાણી પાવરની સ્થાપના ના સમયથી 'ડબલ ઇનવોઇસ' પધ્ધતિનો ઉપયોગ કરીને લાખો ડોલર્સ કેવી રીતે એકત્ર કર્યા તે આપણે આ લેખ સીરીઝના પહેલા ભાગમાં જોયું.. તે જ નાણાંને જુદી જુદી ઓફશોર( દરિયાપાર) કુંપનીઓમાં વહેંચી નાંખીને ફોરેન પોર્ટફોલીયો ઇન્વેસ્ટર(FPI) તરીકે ભારત દેશની કોઇપણ ઔધ્યોગીક કુંપનીઓમાં એક પેનીનું મુડી રોકાણ કર્યા વિના અદાણી ગ્રુપ કુંપનીના શેરોના ભાવોની પોતાની ઇચ્છા મુજબ ચઢ–ઉતાર કરી– કરાવીને કરોડો ડોલર્સ કમાવી લીધા. એટલે કે પેલા પબ્લીકના ૨૫ ટકા શેર જથ્થા પર પોતાનું નિયંત્રણ પેદા કરીને તેના ભાવો નીચે ઉપર લઇ ગયા. તે ખરીદનારા તે બધી અદાણી કુંપનીઓના પ્રમોટરો જ હતા. તેથી શેરબજારના નિયમોનો કાયદાકીય અને ફોજદારી ગુનો કર્યો. —
(D) વિનોદ અદાણી જે ૧૯૯૪થી દુબઇમાં રહે છે. તેની પાસે દુબઇમાં અબજો ડોલર્સની સ્થાવર મિલકતો છે. જેવી કે ૨૭૦૦ચો. ફુટનો બુર્જ ખલીફા વિલા છે જે વિશ્વનો સૌથી ઉંચો ટાવર છે.આ ઉપરાંત ૩૭ બીઝનેસ હાઉસીસ અને રહેવાના મકાનો છે. જે માહિતી દુબઇની સીટી સર્વે ઓફીસમાંથી પ્રાપ્ત થયેલી છે.જેની અંદાજી કિંમત આશરે ૧૭ મીલીયન યુએસ ડોલર્સથી વધારે છે.(એક મીલીયન એટલે ૧૦ લાખ યુએસ ડોલર્સ.)
(E) આવા ધંધા કરવા માટે બ્રીટીશ વર્જીન આઇલેંડમાં બે દિવસમાંજ રજીસ્ટર્ડ કુંપની કરવાની સગવડ છે. બધાજ ડોક્યુમેન્ટસ રેડીમેડ પ્રાપ્ત થઇ શકે છે. અદાણી ગ્રુપની કુંપનીઓમાં શેરોની 'લીયા–દીયા' કરવા માટે સદર ટાપુમાં ત્રણ કુંપનીઓ રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે. વિનોદ અદાણીના નામે 'Trident Trust', નાસર અલી શબાનઆહીલ (દુબઇનો નાગરિક)' Gulf Asia Trade' અને ચંગ ચુંગ–લીંગ(તાઇવાનનો નાગરીક) 'Lingo Investment Limited'. આ ત્રણેય કુંપની જે દિવસે બ્રીટીશ વર્જીન આઇલેંડમાં રજીસ્ટર થઇ તે જ દિવસે ભારતમાં અદાણી ઉધ્યોગ ઘરાના બહુ નજીકના બે ઓફીસરોના નામે પેલા ત્રણેયે 'પાવર ઓફ એર્ટની' કરી આપ્યો હતો. જેથી મુંબઇ શેર બજારમાં બિનદાસ રીતે જે 'લીયા– દીયા' સીધું જ પેલા કુંપની કર્મચારીઓથી થઇ જાય. બીજી મઝાની હકીકત એ છે કે બ્રીટીશ વર્જીન આઇલેંડમાં ત્રણેય કુંપનીના માલિકોના રહેઠાણ અને ધંધાના સરનામા એક જ લખવામાં આવ્યા છે.
(F) નાસીરઅલી અને ચંગ ચુંગ–લીંગ સને ૨૦૦૩થી ગૌતમ અદાણીની ચાર કુપનીઓમાં સાથે શેરોની લેવડદેવડ કરવાના સુંવાળા સંબંધો હતા. આ બંને મહાનુભાવો ઘણા સમય સુધી અદાણી ગ્રુપની કુંપનોમાં ફક્ત સામાન્ય શેરહોલડર્સ જ નહી પણ કુંપનીઓમાં ડીરેક્ટર રહી ચુક્યા છે તેવો રીપોર્ટ ઇનવેસ્ટીગેટીંવ જર્નાલીસ્ટ સંસ્થાનો 'Organized Crime and Corruption Reporting Project (OCCRP)છે. જેને આધારે વિદેશી દૈનીક ફીનાનશીઅલ ટાઇમ્સ અને ગાર્ડીયને પોતાના લેખો તૈયાર કર્યા હતા.( "The two men… have long time business ties to the family and have also served as directors and shareholders in Adani Group companies).
(G) સેબીએ સને એપ્રીલ૨૦૨૧ ડીસેમ્બર ૨૦૨૨ સુધીમાં ૧૩ફોરેન પોર્ટફોલીયો ઇન્વેસ્ટરે(પેલી ત્રણ ઓફશોર કુંપનીઓ દ્રારા)અદાણી એન્ટરપ્રાઇઝ લીમીટેડના આઠ કરોડ સાઇઠ લાખ શેરો શેર દીઠ રૂ.૧૦૦૦થી ૪૦૦૦ની કિંમતે વેચ્યા છે.જેમાંથી ચાર કરોડ એંસી લાખ શેરો સદર કિંમતોએ લાઇફ ઇન્શયોરન્સ કોર્પો ખરીદ્યા છે.જેનો વહીવટ મોદી સરકારનું નાણાંખાતુ કરે છે.
(H) સને ૨૦૧૧– ૨૦૧૭ સુધી 'સેબી' ના ચેરમેન તરીકે યુ કે સીંગ હતા. જેઓની જવાબદારી હતી કે તેમની મળતી માહિતી મુજબ અદાણી કુંપનીની લેવડદેવડો પર નિયંત્રણ રાખે. નિવૃતી પછી સદર સાહેબને અદાણી ગ્રુપે તાજેતરમાં ખરીદેલી એનડીટીવી ની કુંપનીમાં( જે એક સમયે તે કુંપની પ્રણવ રોયની હતી અને જેમાં દરરોજ સાંજના નવ વાગે में रविशकुमार बोलताहुं।નો અવાજ સંભળાતો હતો.) તેમાં'નોન–એકઝીક્યુટીવ ચેરમેન બનાવી દીધા છે.
(I) ગૌતમ અદાણીએ તેની સામે દલીલ કરી છે કે ડીઆઆરે તો આ બધી તપાસ કરી લીધી છે.અમારી સામે કેસોની ફાઇલો બંધ કરી દિધી છે. દેશની સર્વોચ્ચ અદાલતે પણ અમારી તરફેણમાં ચુકાદો આપી દીધો છે. હવે તમારે વધારામાં શું જાણવાનું બાકી છે?
(J) મોદી સરકારનું તંત્ર અદાણીના સામાજ્યને વિકસાવા માટેની લાલ જાજમ પાથરે છે. દા.ત મુંબઇના હવાઇમથકની હરાજીના અદાણીના હરીફ ને એનફોર્સમેંટનો પરચો બતાવીને હરીફાઇમાંથી બાકાત રહેવા મજબુરી કરી દિધી. શ્રી સીમેન્ટ કુંપની અદાણી સીમેન્ટની મોનોપોલી સામે કબાબની હડ્ડી બનતી હતી. ઇડી, આઇ ટીની લાલ આંખે શ્રી સીમેન્ટ કુંપનીને અદાણી સીમેંટના પેટમાં જ ઓહીયા કરવા મજબુર કરી લીધી.
(K) મોદી–અદાણીની સંયુક્ત તાકાતે એકને રાજકીય સત્તાના નવાનવા શિખરો સર કરવા સાધન સંપત્તીની રેલમછેલ બીછાવી આપી છે જ્યારે બીજાએ બરાબર સમજી લીધું છે કે લક્ષ્મીદેવીની આરાધના જ દીલ્હીની ખુરશીને સલામત રાખી શકે તેમ છે. આતો બંને ખેલાડીઓ માટે 'વીન–વીન'ના જ દાવ રમવાના છે. પણ કોના ભોગે?
(L) રાહુલ ગાંધીએ સંસદમાં ' જોઇન્ટ પાર્લામેન્ટ ઇન્કાવાયરી કમીટી' ની માંગણી કરી, તો તેઓની રજુઆત ને જ સ્પીકરે સંસદીય રેકર્ડ માંથી કાયમ માટે ભુંસી નાંખી.વધારામાં રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ તથા મકાન પણ વિધ્યુત વેગથી લઇ લેવા માટે સત્તાપક્ષે જાળ બીછાવી દીધી.
(M) સને ૨૦૧૯થી ૨૦૨૩ સુધીમાં ગૌતમ અદાણી વીશ્વના સૌથી ધનાઢય લોકોના લીસ્ટમાં મોખરે આવી ગયા છે.તે કોની મહેરબાનીથી અને છત્રછાયા નીચે?
–––––––––––––––––––––––––The End-----------------------------------------------------------