Wednesday, June 14, 2023

સીલીકોનવેલીના યુવા ઉધ્યોગપતીઓ


સીલીકોનવેલીના યુવા ઉધ્યોગપતીઓ અનેપ્રબુધ્ધ આઇ ટી વિચારકો સાથે રાહુલજીની વૈચારિક ગોષ્ટી.

પ્રશ્ન– રાહુલજી, ભારતમાં જે રીતે સત્તાપક્ષ સામેના નેતાઓ અને ઘણા બધા જાહેર જીવનના ઉગ્રહિંદુત્વ વિરોધી બોધ્ધીકોના(Public Intellectuals)મોબાઇલ ફોનનંબરોની જાસુસી થાય છે.તે અંગે કૃત્રિમ બુધ્ધીના(A I- Artificial Intelligence)સતત વિકસી રહેલા ઉપયોગ અંગે કેવા નિયંત્રણો જરૂરી છે?

જ–( રાહુલ ગાંધી). ખુબજ હળવાશથી સભા સમક્ષ પોતાનો ફોન આ કાર્યક્રમ દરમ્યાન પણ "મારા મો. ફોનની જાસુસી થઇ રહી છે" તે બતાવવા હેલો! મોદીજી,( I can probably say hello to Mr. Modi right now if you want. Hello!) કરીને ચેટ કરે છે.દેશના સત્તાધીશો સત્તા તરફથી નાગરિકોના અંગત જીવન પર કરવામાં આવતી આવી લજ્જાસ્પદ જાસુસી સામે મેં સંઘર્ષ કરવાનું જ છોડી દિધું છે. (That is a battle I have given up on.) હું ખુબજ ગંભીરતાપુર્વક માનું છું કે જે રીતે પેગાસસ સ્પાયવેર (https://www.theguardian.com/news/2021/jul/18/what-is-pegasus-spyware-and-how-does-it-hack-phones)જેવા જાસુસી સાધનો,નાગરિકોના અંગત જીવનની સામગ્રીનો સંગ્રહ એકત્ર કરે છે તેની સામે વ્યક્રિગત ધોરણે નાગરીકોને તથા દેશના લોકોને સંપુર્ણ સંરક્ષણ મળે તેવા કાયદાઓની તાતી જરૂર છે.

પ્રશ્ન–ઇન્ટરનેટ,કમ્યુટર અને A I(આ શબ્દ હવે લેખમાં– Artificial Intelligence–ને વિકલ્પે ઉપયોગ કરેલ છે.)ના ઉપયોગથી જુના દેશના ઉધ્યોગો અને તેમાં રોકાયેલા કામદારો બેકાર બનશે તે અંગે તમારે શું કહેવું છે?કારણકે આ બધા સાધનો સ્વયંસંચાલિત અને માનવશ્રમના ઉપયોગનો પુરો વિક્લપ પુરો પાડે છે.

જ–હું એ લોકોમાંનો એક નથી કે જેની એવી માન્યતા હોય કે A I ઉધ્યોગ મોટા પાયે અર્થતંત્રમાં બેકારી ઉત્પન્ન કરશે.(I am not one of them; I do not buy that argument.) હા! એ હકીકત બને છે કે અર્થતંત્રમાં નવા યંત્રો અને ટેકનલોજીનો ઉપયોગ જ્યારે મોટા પાયે શરૂ થાય છે ત્યારે કેટલાક કામદારો બેકાર બને છે.પણ નવા ઔધ્યોગીક પરિવર્તનોથી નવી નોકરીઓનું પણ મોટાપાયે જુદા જુદા ક્ષેત્રોમાં સર્જન થતું હોય છે. આવા ફેરફારો જ્યારે ઇગ્લેંડમાં સ્ટીમ એન્જીનની શોધના સમયે થયા હતા ત્યારે સમગ્ર અર્થતંત્રમાં શ્રમની નવી માંગો કેટલી બધી વધી ગઇ હતી તેં અગે મેં અધીકૃત રીતે અભ્યાસ કરેલો છે.જ્યારે પેટ્રોલ,ડીઝલ જેવા ખનીજતેલનો ઉપયોગ મોટા પાયે શરૂ થયો ત્યારે પણ આ જ દલીલ કરવામાં આવતી હતી.નવા યંત્રો અને ટેકનોલોજી પોતાને અનુકુળ માનવશ્રમની નવીફાળવણી અને નવીવહેંચણી(reallocated and redistributed) કરે છે. નવા યાંત્રિક ફેરફારોથી મોટાપાયે બેરોજગારી પેદા થશે તેવું હું વિચારતો નથી. કદાચ હું આ મુદ્દે ખોટું હોઉ તેમ છતાં હું તો તે જ પ્રમાણે વિચારુ છું.

રાહુલજી, આ જ મુદ્દાપર સ્ટેજ રહેલા બે સીલીકોનવેલીના ઉધ્યોગપતિઓને તેઓનો મત જણાવવા વિનંતી કરે છે. અરે! ભાઇ તમારે ત્યાં તો દરરોજ નવું startsup શોધાય છે! A I ને શોધાયે તો હવે ત્રીસ વર્ષો થઇ ગયા.મારી ચર્ચા તો નવા startsup Chat GPT અંગે છે.

જ– રાહુલજી,સને ૧૯૪૫ પછી અણુશસ્રોના વિનાશક ઉપયોગ ને બદલે સમગ્ર ઉધ્યોગ જગતમાં શાંતિમય માર્ગે અણુશક્તિની મદદથી વીજળી ઉત્પાદનમાં  કરવામાં આવે છે. તે અંગે નકારાત્મકને બદલે હકારાત્મક સંમતિ સાધવામાં આવેલી છે. તેવું જ સ્ટેમ સેલ રીસર્ચ બાબતે પણ છે.

રા–ગાંધી , સેમ પિત્રોડાજીનું સુચન A I,  startsup Chat GPT નાનૈતીક દુરઉપયોગ અને નાગરિકજીવનની અંગત સ્વાયતત્તા બાબતે વ્યક્તિગત કે રાષ્ટ્રીય કક્ષાને બદલે વૈશ્વીકકક્ષાએ સંમતી માટે ગંભીર પ્રયત્નો થવા જોઇએ તેવું સુચન મને યોગ્ય લાગે છે. પણ તેના સામુહિક ઉપયોગ પર નિયંત્રણો બિલકુલ ન જોઇએ. કારણકે હંમેશાં નવા સંશોધનથી માનવ સમૃધ્ધિ અને સુખાકારી સતત વધતી રહી છે.(૧) વધુમાં મારા મત મુજબ A I ને પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિધ્યાર્થીના અભ્યાસક્રમનો એક અનિવાર્ય ભાગ બનાવી દેવો જોઇએ.(૨) એન્જીનયરીંગ અને ટેકનિકલ શિક્ષણમાં આપણા વિધ્યાર્થીઓની કુશળતા વૈશ્વીકસ્તરની છે. ત્યાંપણ તેનો ઉપયોગ મોટાપાયે થવો જોઇએ.(૩) A I ઉધ્યોગથી દેશમાં આધુનીક જીવનના તમામ ક્ષેત્રોની માહિતીના આંકડા ઉપલબ્ધ થવાના છે. તે પોતે જ એક રાષ્ટ્રીય અને વૈશ્વીક સ્તરની મુડી બની જશે. જેના આધારે નવા અમાપ અને અસીમ ઓધ્યોગીક અને રોજગારીની તકો પેદા થવાની સંભાવના છે. તે તકનો દેશ તરીકે કેવી રીતે ઉપયોગ કરીશું તેના પર આધાર રાખશે.  

  આવતા લેખમાં–ખાસ માહિતી – નેશનલ પ્રેસ કલ્બ વોશીંગ્ટન ડીસી– એક કલાકની પ્રશ્નોત્તરી–જેના જવાબો રાહુલજી તરફથી.

--