Friday, June 9, 2023

સેમ પિત્રોડાનું આવકાર પ્રવચન

સેમ પિત્રોડાનું સાન્ટા કેલિફોર્નિયામાં ભાષણ.

રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે અહીં સિલિકોન વેલીમાં આવવું એ એક વિશેષાધિકાર અને સન્માનની વાત છે. 6 દિવસના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને અમારી સાથે ગાળવા બદલ રાહુલ ગાંધીનો આભાર. રાહુલજી સવારે 7 વાગ્યે આવ્યા હતા અને હાલ 12-00 વાગ્યે તો અમારી સાથે છે. તેઓ આવતીકાલે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એક મુખ્ય કાર્યક્રમ કરશે. પછી અમે વોશિંગ્ટન ડીસી જઈએ છીએ- જ્યાં અમે પ્રેસ, નિર્ણાયક નેતાઓ, થિંક ટેન્કના લોકો, એનજીઓ અને બિઝનેસ લીડર્સ સાથે ગંભીર વાર્તાલાપ કરીએ છીએ, પછી અમે ન્યુયોર્ક જઈએ છીએ, જ્યાં અમે બૌદ્ધિકોના જૂથ સાથે બપોરનું ભોજન કરીશું. કલાકારીગરો, સર્જનાત્મક લોકો અને સાંસ્કૃતિક લોકોનું જૂથ. પછી અમે ભારતીય ડાયસ્પોરા સાથે એક મેગા ઇવેન્ટનું આયોજન કરેલ છે.

  અહીં ભેગા થવાનો મને આનંદ છે. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ મધ્ય પૂર્વના ખાડી દેશો, યુએસએ અને કેનેડા ઉપરાંત 32 દેશોમાં છે. અમેરિકાના જુદા જુદા ભાગોમાં રાહુલ ગાંધી સાથે જાહેર પ્રવચનો ગોઠવવાનું અમારા માટે સરળ કામ નથી. અમે જ્યારે પણ રાહુલ ગાંધી માટે સભાનું આયોજન કરીએ છીએ ત્યારે સેંકડો અને સેંકડો વિનંતીઓ તેમને વ્યક્તિગત રૂપે મલવા, તેમની સાથે ફોટા લેવા વગેરે માટે આવે છે. કમનસીબે સમયના અભાવને કારણે અમે બધી વિનંતીઓનું મનોરંજન કરી શકતા નથી.

પરંતુ મારે કહેવું જ જોઇએ કે આ સૂચિત મુલાકાતો દરમિયાનનો ઉત્સાહ મેં પહેલાં જોયો છે તેના કરતાં ઘણો વધારે છે. તે અંશતઃ કર્ણાટક રાજ્યની તાજેતરની વિધાનસભાનીચૂંટણીને જીતને કારણે છે.બીજું મુખ્યત્વે રાહુલજીના 4000 KM, 13 ભારતીય રાજ્યોમાં 150 દિવસ - ભારત જોડો યાત્રાને કારણે છે. આ યાત્રા દરમિયાન તેઓ હજારો અને હજારો લોકોને મળ્યા હતા. મેં તેની સાથે ચાલતા 50,000 લોકોની છબીઓ જોઈ, જે એકદમ આશ્ચર્યજનક છે. હું માનું છું કે આ માત્ર અમારી પાર્ટી માટે જ નહીં પરંતુ ભારતના ભવિષ્ય માટે ટર્નિંગ પોઈન્ટ છે.

અમે અહીં છીએ અને અમે ટૂંક સમયમાં જ વિવિધ દેશોમાં ભારતીય ડાયસ્પોરાની મુલાકાત લઈશું. કારણ કે અમારું માનવું છે કે ભારતીય લોકશાહી એ વિશાળ જનહિત છે. અમારી પાસે 1.4 અબજ લોકો છે. તેથી આપણી લોકશાહી જીવંત હોવી જોઈએ. હું અમારી વિવિધ જાહેરસ્વાયત્ત સંસ્થાઓની હાલની સ્થિતિ વિશે ખૂબ જ ચિંતિત છું. તેઓનું રાજકીય પક્ષીય હિતો માટે મોટાપાયે ઉપયોગ કરવામાં આવે છે. આપણા નાગરિક સમાજનેપોતાના કાર્યો માટે  યેનપ્રકારે કામ કરવા દેવામાં આવતા નથી અને તેમને સત્તા સામેના ચોકીદાર તરીકે જોવામાં આવે છે. અમે,તે બધા સાથે તર્કસંગત વાતચીત ગુમાવી દીધી છે. તમે ભારતીય ટેલિવિઝન પર જુઓ કે તેમાં શું બતાવવામાં આવી રહ્યું છે અને તેના પરથી તમે તારણ કાઢી શકશો કે ભારતીયોની આગામી યુવા પેઢીનું શું થશે? જ્યારે તેઓ કૌશલ્ય– કાર્યબળ તરીકે તેમના જીવનની શરૂઆત કરે છે, ત્યારે ભારતના ભવિષ્યમાં તેમનું જીવન કેવું હશે!

  ભારતમાં શું ચાલી રહ્યું છે તેની મને ઘણી ચિંતા છે. મને ખાતરી છે કે તમારામાંથી ઘણાને એવું જ લાગશે. અમે વિદેશમાં રહેતા લોકો સાથે મોટી વાતચીત કરવા માંગીએ છીએ. કારણ કે ભારતીય લોકશાહી કેટલીક ગંભીર તાણમાંથી પસાર થઈ રહી છે. વિશ્વના ઘણા ભાગોમાં આવી જ સ્થિતિ છે. અમે છેલ્લા 4 વર્ષથી યુ.એસ.માં લોકશાહીની કામગીરીને લઈને ઘણી મૂંઝવણો અનુભવીએ છીએ. અમે હજુ પણ તે સાથે પૂર્ણ નથી. મેક્સિકો, તુર્કી અને અન્ય રાષ્ટ્રો જેવા કેટલાક દેશોમાં પણ લોકશાહી અંગે સમાન પરિસ્થિતિ પ્રવર્તે છે. સમગ્ર વિશ્વમાં લોકશાહી તેના અસ્તિત્વ માટે ગંભીર પડકારોમાંથી પસાર થઈ રહી છે.

આજે ભારતમાં નોકરીઓ એક મોટી કટોકટી છે. અમે અમારા યુવાનો માટે ખાસ કરીને તેમના કૌશલ્ય અનુસાર પૂરતી નોકરીઓનું સર્જન કરી રહ્યાં નથી. અમે AI (કૃત્રિમ બુદ્ધિમત્તા) પર ચર્ચા કરવાનું આયોજન કર્યું છે. એક તરફ આપણે જાણીએ છીએ કે નવી ટેકનોલોજી ઘણા ક્ષેત્રોમાં યુવાનોને વધુ બેરોજગાર બનાવશે. બીજી તરફ આપણને ઘણી વધુ નોકરીઓની જરૂર છે. આપણા દેશના પડકારો ખૂબ જ ખાસ છે.

  આપણને રાહુલ જેવા યુવા દિમાગની જરૂર છે જે દેશનું નેતૃત્વ કરી શકે. આપણને ખુલ્લું મન ધરાવતી વ્યક્તિની જરૂર છે, જેની પાસે વ્યાપક સંપર્ક હોય, વૈશ્વિક અનુભવ હોય તે જ કારણ છે કે આપણે બધા અહીં મોટી સંખ્યામાં રાહુલજી સાથે વાતચીત કરવા એકત્ર થયા છે.

  હું જાણું છું કે આગળનો રસ્તો ખૂબ જટિલ છે, તે એટલો સરળ નથી. કારણ કે આપણા ભારતના લોકોના મનમાં કંઈક એવું છે જેનાથી છૂટકારો મેળવવો મુશ્કેલ છે. "ભારત માત્ર હિન્દુઓનું છે."

અમારો ભારતનો વિચાર ઘણો અલગ છે. જેની સામે ભારતના વર્તમાન શાસકોએ ખતરાની ઘંટી વગાડી દીધી છે. ભારતના આપણા મૂળ વિચારો વિવિધતાના છે, સમાવેશક(Inclusive), સત્ય અને પ્રેમના છે. જેને મોટાપાયા પર પડકારવામાં આવ્યા છે. આ મને દુઃખ આપે છે. મારી ઉંમરે, મારા પર વિશ્વાસ કરો, તે મને ખૂબ જ ભાવનાત્મક રીતે નુકસાન પહોંચાડે છે. મારી વૃદ્ધાવસ્થામાં, મને અસહ્ય દુ;ખ પહોંચાડે છે કે ભવિષ્યમાં હું મારા પૌત્રોને કેવું ભારત આપીશ.(In my old age, I will fill that what type of India I will give to my grandchildren in future.)

 

આપણે એક દેશ તરિકે છેલ્લા 75 વર્ષમાં ઘણી પ્રગતિ કરી છે. હકીકતમાં અમે અહીં એટલા માટે છીએ કારણ કે ભારતે અમને ખૂબ જ ઓછા ખર્ચે શિક્ષણ આપ્યું હતું. આનો શ્રેય આપણા સ્થાપક પિતા પંડિત નેહરુ અને અન્ય તેમના સાથીદાર લોકોને જાય છે જેમણે આઈઆઈટી, આઈઆઈએમ, પ્રયોગશાળાઓ, સ્પેસ પ્રોગ્રામ્ડ, એટોમિક એનર્જી અને રાજીવ ગાંધીએ આઈટી અને ટેલિકોમને આગળ ધપાવવાનું વિઝન આપ્યું હતું.

     મને રાજીવજી સાથે પણ કામ કરવાનો મોકો મળ્યો હતો. તેને હું ક્યારેય ભૂલીશ નહીં કે કારણકે તેણે મારા જીવનને અર્થ આપ્યો. એન્જિનિયર સિવાય મારા જીવનનો કોઈ અર્થ નહોતો. રાજીવ ગાંધીએ ફક્ત માત્ર મારા જીવનને જ નહીં, પરંતુ આપણા જેવા લાખો અને લાખો લોકો માટે રોજગારીનું સર્જન કરવાની તેઓની અદ્મય રાજકીય ઇચ્છાશક્તિ હતી.

   જ્યારે વર્તમાન પીએમ મોદી કહે છે કે ભારતમાં છેલ્લા 70 વર્ષોમાં કંઈ થયું નથી, તેનાથી મને દુઃખ થાય છે, પરંતુ તે ઠીક છે, કારણ કે મને જૂઠ સાંભળવાની આદત પડી ગઇ છે. તેથી મારે કોઇ વ્યક્તિ વિશેષ વિરુદ્ધ કંઈ કહેવાનું નથી. ભારત સાથેની મારી સમસ્યા એ છે કે હું જે વિચાર અને વર્તન સાથે પુખ્ત થયો છું, તેવા મારા દેશ ભારતના વિચારને પડકારવામાં આવ્યો છે.( My problem with India is that the idea of India with I am grownup has been challenged.)

આ સાથે હું ભારતના મહાન સપૂતને આમંત્રણ આપું છું, હું એક યુવા નેતાને આમંત્રિત કરવા માંગુ છું કે તેઓ અમને તેમની 4000KMની સફર વિશે થોડું જણાવે. હું ઈચ્છું છું કે તમે, મારા સહિત શીખો કે તેઓએ આ સંઘર્ષ કેવી રીતે કરી શકયા છે. ભારત અને વિશ્વને આગળ લઈ જવા માટે તેમનો શું મત છે? આભાર.

વધુ વિગતો રાહુલ ગાંધીના વિચારો અંગે ક્રમશ:

 

  


--