Wednesday, January 3, 2024

અમૃતા પ્રીતમ(1919-2005)અને ઇમરોઝ( 1926-2023) ને શ્રદ્ધાંજલિ

અમૃતા પ્રીતમ(1919-2005)અને ઇમરોઝ( 1926-2023) ને શ્રદ્ધાંજલિ -બન્ને ગતિશીલ રેશનલ વ્યક્તિત્વનો અદ્ભૂત  નમૂનો.

      ઇમરોઝનું ડિસેમ્બર 2023ના ગયા અઠવાડિયામાં 97 વર્ષની ઉંમરે  અવસાન થયું.દેશના અગ્રેસર ઈંગ્લીશ દૈનિક પેપરોએ ફરીથી ઇમરોઝ સાથે અમૃતાની જીવન ઝરમર ને પુન; યાદ ક્રી તંત્રી લેખો તથા કોલમ્નીસ્ટોએ પોતાની યાદોને  તાજી કરી લેખ લખ્યા.

મારી કલમે સંકલન.

અમે બંને પતિપત્ની અમૃતાજી અને ઇમરોઝના જીવન અને સાહિત્યના કાયમી આશિક.તેમના પુસ્તકો "રેવન્યુ સ્ટેમ્પ, પિંજર અને કાગઝ કે કેનવાસ,વિ " દાયકાઓથી અમારી પહેલી પસંદ. અમૃતાજીનો આત્મકથા પુસ્તક પરના ટાઇટલનો  ફોટો જે ઇમરોઝ બનાવેલો "હાથમાં સિગરેટ"સાથેનો તે ખાસ ગમે !  

      પંજાબી કવિયત્રી અમૃતા પ્રીતમને તેનો દીકરો નવરોજ પૂછે છે કે " મમ્મી હું કોનો દીકરો સાહિલ અંકલનો કે પપ્પા ઇમરોઝનો? નિરીશ્વરવાદી રેશનલ મમ્મી પોતાના રેશનલ પુત્રને એકસો ટકા સચ જવાબ આપે છે. લેખને અંતે મળશે. પણ તમે આ લેખ તેના અંત સુધી વાંચો તો!    

સ્ત્રી -પુરુષ વચ્ચેના માનવીય સંબંધો કેવા હોઈ શકે?હું માનવીય સંબંધોની વાત કરૂ છું. પતિ-પત્ની તરીકે નહીં. સપ્તપદી કે નિકાહથી ગોઠવાયેલા નહીં, પવિત્ર કુટુંબના સભ્યો તરીકે પણ નહીં. જ્ઞાતિ-જાતિ -ધર્મ- રાષ્ટ્ર કે દેશાભિમાન આધારિત પણ નહીં. ફક્ત રેશનલ જ્ઞાન આધારિત પણ વ્યક્તિગત માનવ કેન્દ્રિત સંભવિત વ્યક્તિત્વ શક્તિઓના બન્ને યુગલના સર્વાંગી વિકાસ  માટે.

     પણ અમેરિકાની ન્યુયર ઇવ્સની સાંજે પણ સંપૂર્ણ 110 % ની બિનકેફે હાલતમાં પણ મારા પ્રિય ગઝલકાર જગજિતસિંગની ગઝલ "होठो से छू लो तूम "-ની આ પંક્તિઓ સાથે- न उम्र कि सिमा हो , न जन्म का कोई बंधन ,जब प्यार करे कोई  तो देखे केवल मन | नई रित  चलाकर तुम , ये रित अमर कर  दो। જે મિત્રોને ગઝલ સાંભળીને મઝા માણવી હોય તે  માટે. (https://www.youtube.com/watch?v=X0gB9jcgXxg&t=5s

અમૃતાજીના જીવનમાં તો ઇમરોઝ સાથેનો સંબંધ જગજિતસિંગની ગઝલથી પણ ચાર ચાંદ ચઢે તેમ હતો.

અમૃતાજી(1919- 2005)નો જન્મ લાહોરમાં( બ્રિટિશ ઇન્ડિયા) એક રૂઢિચુસ્ત, ધાર્મિક શીખ કુટુંબ માં થયો હતો.11 વર્ષની  ઉંમરે  માતાની છત્રછાયા કાયમ માટે ગુમાવી. 16(1935)વર્ષની ઉંમરે લાહોરના એક હોઝયરી દુકાનના માલિકના  દીકરા પ્રીતમ સિંહ સાથે  લગ્ન થયા.  તે જ વર્ષે તેઓનો કવિતા સંગ્રહ પ્રકાશિત  થયો. 

પોતાની જીવન કથા " રેવન્યુ સ્ટેમ્પ " માં લખ્યું છે  કે પોતાના પિતાને ત્યાં સાહિર લુધ્યાન્વી  નિયમિત ચર્ચા  માટે આવતા હતા. સાહિરની એક ટેવ હતી.પોતાની અડધી પિધેલી  સિગરેટ એશટ્રેમાં  બુઝાવીને પછી  જતા. અમૃતાજી નિયમિત સાહિરના ગયા  પછી  પેલી સિગરેટ ફરીથી સળગાવી  હોઠોથી કસ  લઈને સાહિરના  હોઠો સાથે લાગણી સભર તાદાત્મ્ય અનુભવી આનંદ માણતા હતા.તેઓનો સાહિર સાથેનો એક તરફી (Platonic love)પ્રેમ શરૂ થઈ ગયો. સામે પક્ષે સાહિર નિસ્પ્રુહ,અલિપ્ત કે અનાસક્ત જિંદગીભર  રહ્યા હતા.

સને  1943માં અમૃતાજી  લાહોરમાં  " Progressive writers' movement"સંસ્થાના સભ્ય  બની ગયા.જે કાર્લ માર્ક્સની ડાબેરી વિચારસરણીને સમર્પિત હતી. 

ભારતના ધર્મ આધારિત ભાગલા પહેલાં તેઓએ  લાહોર આકાશવાણીમાં રેડિયો એનાઉન્સર તરીકે કામ કર્યું હતું. ભારતમાં આવીને ઓલ  ઇન્ડિયા રેડિયો દિલ્હીમાં 1961 સુધી પંજાબી ભાષાના પ્રવક્તા તરીકે સર્વિસ કરી હતી.

      તે વર્ષે પ્રીતમ સિંગથી ડિવોર્સએ લઈને ઇમરોઝ સાથે "લિવ ઈન રિલેશન"માં જિંદગી બિન્દાસ પણ રચનાત્મક ક્રાંતિકારી જિંદગી જીવી જાણી. ઇમરોઝ ખુબજ મોટા ગજના પેઈન્ટર તથા કવિ પણ હતા. પોતાન ઘરમાં પોતાન પેઇન્ટિંગ  ઉપરાંત  સાહિરનો ફોટો પણ હતો. દીકરા- દીકરી બન્નેને વડોદરાની એમ એસ યુ માં  ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસ માં માસ્ટર કરાવ્યું હતું. ઇમરોઝ નિયમિત રીતે દિલ્હીના ઓલ  ઇન્ડિયા રેડિયો સ્ટૅશન પર લેવા મુકવા  સ્કૂટર પર જતા હતા. અમૃતાજી સ્કૂટર પાછળ  પાછલી સીટ પર બેસીને  ઇમરોઝના બરડામાં આંગળીથી "સાહિર સાહિર" લખતા હતા. વિચાર કરતા હતા કે ઇમરોઝ મારા પાગલપનનો કેટલો ભારે બોજ  ઉપાડે છે. ઇમરોઝ અમૃતાજીને કાયમ માટે "મેડમ"કહી ને જ  સંબોધતા હતા. ઇમરોઝ કરતાં અમૃતાજી સાત વર્ષ ઉંમરમાં મોટા હતા. મોડી રાત સુધી  પોતાના લખાણમાં વ્યસ્ત અમૃતાજીને ખલેલ ન પહોંચે તે રીતે  તેઓના ટેબલ પર ઇમરોઝ ચા બનાવી બિસ્કીટ સાથે  મૂકી દેતા હતા. એક વાર ઇમરોઝથી 15000 રૂપિયાનું  કેનવાસ  કાપડ ડિઝાઇન પેઇન્ટ કરતા નકામું થી ગયું. અમૃતાજીએ આર્થિક મજબૂરી ઘણીજ હતાં  તેમ છતાં ઈમો! ને પ્રેમ સંબોધી કહ્યું  કે " તેના આપણે ઘરના પડદા  બનાવી દઈશું."     

   

સાહિત્યના ક્ષેત્રે અમૃતાજીએ 100 ઉપરાંત કવિતાઓ, નિબંધ, જીવન કથાઓ  પંજાબી ગીતો પ્રકાશિત કર્યા  છે. નીચે  મુજબ તેમનું બહુમાન પણ થયું છે.  સૂફી સંત  વારિસ શાહને સંબોધીને લખેલી દેશના ભાગલા ના માનવ સંહાર ની વિગતો જણાવતી કવિતા જગ જાહેર થઈ  છે.

क़ब्रें टपकने लगीं, और प्रीत की शहज़ादियां , मज़ारों में रोने लगीं.

 आज सभी 'कैदो' बन गये -हुस्न और इश्क़ के चोर,मैं कहां से ढ़ूंढ़ कर लाऊं

वारिस शाह! मैं तुमसे कहती हूं, अपनी क़ब्र से बोलो,

और इश्क़ की किताब का, कई नया वर्क़ खोलो! 

साभार - अमृता प्रीतम.

દેશ અને દુનિયાના  સાહિત્ય અને શિક્ષણ જગતે અમૃતાજીનું  નીચે મુજબ બહુમાન કરેલ છે. સને 1956માં પંજાબ સાહિત્ય એકેડેમી પંજાબી સાહિત્ય માટે એવોર્ડ આપ્યો.સને 1969માં પધ્મશ્રી અને સને 1982માં તેમની સાહિત્ય કૃતિ 'કાગઝ કે કેનવાસ' માટે  દેશનો સર્વોચ્ચ સાહિત્ય એવોર્ડ "જ્ઞાનપીઠ"થી તેમનું બહુમાન કર્યું.સને 2004માં પદ્મ વિભૂષણ તથા દેશનો સર્વોત્તમ સાહિત્ય ફૅલોશિપનો એવોર્ડ મળ્યો.

દિલ્હી, જબલપુર,અને રવિબાબુની વિશ્વ ભારતી  યુનિવર્સીટીઓએ 

ઓનરરી ડીલીટ ડિગ્રી આપી. બલ્ગેરિયા અને ફ્રાન્સ સરકારે તેઓનું બહુમાન અનેક એવોર્ડ આપીને કર્યું.સને 1986-92 રાજ્યસભાના  સભ્ય બન્યા. પાકિસ્તનની સાહિત્ય એકેડેમીએ પણ તેઓની જીવન સંધ્યા પુરી થાય તે પહેલાં એવોર્ડથી નવાજ્યા હતા. તે અંગે તેઓએ "મારી માતૃભુમિએ  મને ઘણા  લાંબા સમયબાદ યાદ કરી." તેવો કટાક્ષ પણ માર્યો હતો.  પાકિસ્તાની પંજાબી કવિઓએ વારિસશાહ ,બુલ્લેશાહ,અને સુલતાન બહુ ના મકબરા પરથી ચડ્ડાર મોકલી. સુપ્રસિદ્ધ ગીતકાર ગુલઝાર સાહેબે  સને 2007માં અમૃતાજીની કવિતાઓનું પોતે ગયેલું ઓડિયો આલ્મબ બહાર પાડયું છે..100 મી જન્મ તિથિએ  ગૂગલે કુંપનીએ ખાસ " ગુગલ ડૂડલ" સ્મૃતિમાં   પસંદ કરેલ કૃતિઓમાંથી સાહિત્ય બહાર પાડયું .

 ખાસ નોંધ- અમૃતાજીના  દીકરા અને દીકરીના પિતા તેમના પતિ પ્રીતમ સિંઘ   હતા. જે બંનેને  ઇમરોઝ અને અમૃતાજીએ પ્રેમ અને હૂંફ આપીંને મોટા કર્યા. ઇંગ્લેન્ડના દૈનિક "Guardian" 3જી ઓગસ્ટ 2005ના રોજ શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું  હતું' કે અમૃતાજી નો સાહિર સાથેનો પ્રેમ એક તરફી Platonic Love હતો. 

સામે પક્ષે સાહિર અમૃતાજી તરફ નિસ્પ્રુહ,અલિપ્ત કે અનાસક્ત જિંદગીભર  રહ્યા હતા. સાહિરને  પ્લેબેક સિંગર સુધા મલહોત્રા સાથે  સંબંધ છે  તેની માહિતી મળતાં  અમૃતાજીએ પોતાના જીવનમાંથી સાહિરની સ્મૃતિ  કાયમ માટે ભૂંસી નાંખી હતી. વિશ્વ રેશનાલિસ્ટ ડૉ રિચાર્ડ ડોકિન્સ એવોર્ડ વિજેતા જાવેદ અખ્તરના ખાસ નિજી દોસ્ત સાહિર હતા. તેમના નિરીક્ષણ પ્રમાણે સાહિર દરેક નિજી બાબતમાં પોતાની માતાને  પૂછ્યા વિના  નિર્યણ  કરી શકતા ન હતા. તેથી સાહિરની ઘણી સ્ત્રી મિત્રો  તેમને બાય બાય કરી  જતી રહી. અને આપણને અમૃતાજી ચોક્ક્સ  મળ્યા. પંજાબનો  શીખ સમાજ અમૃતાજીને શીખ ધર્મની ગણતા નહતા. કારણકે તેઓ બોયકટ હેર રાખતા હતા, દારૂ-સિગરેટ પીતાં હતા અને તેઓના ઘણા યુવા મિત્રો મુસ્લિમ હતા. 

અને નખશીખ નિરીશ્વરવાદી હતા. 

—--------------------------------------------------------------------------------- 







--