Saturday, July 13, 2024

બ્રિટન(યુકે)વિશ્વનો જે તે દેશની કુલ વસ્તીની ટકાવારીની દૃષ્ટિએ સૌથી ઓછામાં ઓછો ધાર્મિક દેશ છે.


બ્રિટન(યુકે)વિશ્વનો જે તે દેશની કુલ વસ્તીની  ટકાવારીની દૃષ્ટિએ સૌથી ઓછામાં ઓછો ધાર્મિક દેશ છે.53% નાગરિકો ને કોઈ ધર્મ કે ઈશ્વરમાં શ્રદ્ધા નથી. હમણાં પુરી થયેલી તેની સંસદીય  ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોમાંથી 40 % સંસદોએ  ભગવાનના નામે સોગંદ લીધા નથી.આ સંસદમાં સૌ પ્રથમ નિરીશ્વરવાદી સોગંદ " I solemnly affirm that I will speak & support only truth but nothing else than truth." લેનાર મજુરીપક્ષના વડા નેતા તેના નવા વડાપ્રધાન  કેઇર સ્ટરમેર હતા( Sir Keir Starmer). તેમના પ્રધાન મંડળના 50% કરતા વધારે સાંસદોએ નિરીશ્વરવાદી સોગંદ લીધા હતા. (These include the Prime Minister Sir Keir Starmer and 50% of the Cabinet.) We've known for a while that the UK is one of the least religious countries in the world. We now have one of the least religious national parliaments in the world, too.)

   

અમારા દેશના બહુમતી નાગરિકોતો નિરીશ્વરવાદી હતા. પણ હવે અમારી પાર્લિયામેન્ટના બહુમતી નિરીશ્વરવાદી સાંસદોને મતદારોએ ચૂંટીને મોકલ્યા છે. 

કુલ  650સંસદોમાંથી મજુર પક્ષના આશરે 200 અને રૂઢિચુસ્ત પક્ષના 60સાંસદોએ નિરીશ્વરવાદી સોગંદ લીધા હતા.કુલ સાંસદોમાં પુરુષ 387(59%) અને સ્ત્રીઓ 263(41%) ચૂંટાઈને આવ્યા છે. 6% સાંસદોએ પોતાના અનુક્રમે મુસ્લિમ, હિન્દૂ, શિખ  કે ઈસાઈ ધર્મના નામે સોગંદ લીધા હતા. ઇંગ્લેન્ડમાં લોકશાહી સંસદીય રાજ્યપ્રથા સને 1236 થી શરૂ થયેલી છે. જયારે બ્રિટન(યુકે)એટલે ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને આયરલૅન્ડ (વેલ્સ) સદર પ્રથા 1707થી શરૂ થયેલી  છે.

નવા વડાપ્રધાન  કેઇર સ્ટરમેર યુકેના સાતમા વડાપ્રધાન છે જેમણે નિરીશ્વરવાદી તરીકે સોગંદ લીધા હોય! આજથી બરાબર 100 વર્ષ સને 1924માં  પહેલા વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ  હતા જેણે નિરીશ્વરવાદી  તરીકે સોગંદ લીધા હતા. 


વડાપ્રધાન  કેઇર સ્ટરમેરની જીવનકથા લખનાર ટોમ બાલ્ડવીન ને પોતાના જીવનનું તત્વજ્ઞાન સમજાવતાં  જણાવ્યું હતું કે " તમે કોણ છો, તમે ક્યાંથી આવો છો અને તમારા સંજોગો કેવા છો તે ધ્યાનમાં લીધા વિના, માનવ હોવાનો સાર એ ગૌરવ છે. તેનો અર્થ એ છે કે તમામ લોકો પાસે અધિકારો છે જે છીનવી શકાતા નથી. અવિભાજ્ય માનવ ગૌરવનો વિચાર એક પ્રકારનો લોડ સ્ટાર બની ગયો જેણે મને ત્યારથી માર્ગદર્શન આપ્યું છે; તેણે મને એક પદ્ધતિ, કે માળખું આપ્યું જેના દ્વારા હું દરખાસ્તોનું પરીક્ષણ કરી શકું. અને તે મારા માટે રાજકારણને કાયદામાં લાવી."

બ્રિટિશ માનવવાદી સંસ્થાના વડા એન્ડ્રુ કોપ્સન (Humanists UK Chief Executive Andrew Copson) જણાવે છે કે લોર્ડ એટલી અને વિસ્ટન ચર્ચિલ બંને વડાપ્રધાને નિરીશ્વરવાદી તરીકે સોગંદ લીધા હતા. 







--