Friday, July 26, 2024

મોહનભાગવતજી , અમે “યુદ્ધ વિરામ” આપણા બંનેના હિતમાં ( મોદી સરકાર અને આર એસ એસ) જાહેર કરીએ છીએ કે,


મોહનભાગવતજી , 

અમે "યુદ્ધ વિરામ" આપણા બંનેના હિતમાં ( મોદી સરકાર અને આર એસ એસ) જાહેર કરીએ છીએ કે,( The ties between the BJP and the RSS, was being seen as the party's  "positive gesture" to "call a truce"યુદ્ધ વિરામ  with its ideological parent ) . 

  1. અમારા પક્ષ પ્રમુખ જે.પી. નડ્ડાએ તાજેતરની લોકસભાની ચૂંટણીમાં"મોવડી મંડળ "ની સૂચનાથી જાહેર કરેલું કે અમે અમારા જૈવિક મા-બાપ (આરએસએસ)ની મદદ વિના ચૂંટણી લડવા પુરેપુરા સક્ષમ છે. સત્તાના કેફમાં કે કોઈ દૈવી કારણોસર  વડીલોની સામે માથું ઉંચકવાની કોશિશ કરતાં " ગુજરાત લેવા નીકળ્યા હતા પણ હવેલી ભીખ માંગીને  બચાવી છે." ભાઈ ! ગુજરાતી કહેવત છે ને છોરું કછોરું થાય પણ …..

  2. અમારી(બીજેપી પક્ષના સત્તાધીશોની) "હનુમાન કે બજરંગબલીની  ભક્તિ "ની હવે ચકાસણી ન કરશો.અમારા હ્ર્દય પરિવર્તનની નિશાની તરીકે તારીખ 9મી જુલાઈએ મોદી સરકારે જાહેર કર્યું છે કે કેન્દ્ર સરકારના તમામ કર્મચારીને પોતાના આત્માના અવાજ મુજબ ! વહેલી સવારે શાખામાં હાજરી આપવામાં વાંધો નથી.જો કે વફાદારીના પુરાવા આવકાર્ય છે.(The BJP and the RSS welcomed the government's decision, with the Sangh calling it appropriate.)

  3.   આર એસ એસ ઉપરનો પ્રતિબન્ધ સ્ને 1966,1970અને 1980થી ચાલુ હતો. દેશમાં બિનકૉંગ્રેસ્સી સરકારો મોરારજી દેસાઈ,ચૌધરી ચરણસિંગ, દેવગૌડા, ચંદ્ર શેખર અને અટલબિહારી બાજપાઈજી જેવા તમામ વડાપ્રધાનો ની સરકારો ના સમયમાં પણ આ નિયમ ચાલુ હતો. સને 2014થી 2024 સુધી તો મોદીજી હતા ને?

  4. 01-12-2014 ના રોજ સરસંચાલક ભાગવતજી ને પૂછવામાં આવ્યું કે તમે મોદી સરકારને તમારી સંસ્થા પરનો પ્રતિબંધ ઉઠાવી લેવા જણાવશો? "અમે સરકાર પાસે આ મુદ્દે કોઈ માંગ કરવાના નથી. અમે અમારું કામ કર્યા કરીશું. અમારું કામ આવા કોઈ અવરોધથી રોકાવાનું નથી!(We are not going to demand anything from the government. We are doing our work. Our work is not affected by such restrictions)."

  5. દેશ અને દુનિયા, સને 30મી જાન્યુઆરી 1948થી( મહાત્મા ગાંધીજી શહીદ દિવસથી )આર એસ એસ અને તેની માતૃ -પિતૃ અને કહેવાતી પિત્રાઈ ( પણ લોહીની સગાઈવાળી)સંસ્થાઓ અને તેમની સામાજિક અને સાંસ્કૃતિક દ્રશ્ય અને અદ્રશ્ય પ્રવૃતિઓથી કોણ અજાણ છે?

  6. મોદીકાળના રાજકીય સત્તા દશકામાં આર એસ એસનું પ્રભાવ ક્ષેત્ર દેશના ન્યાયતંત્ર થી શરૂ કરીને શિક્ષણ સુધી પહોંચતા પહેલા કેટલી યાદીઓ તૈયાર કરવી પડે?

  7. સને 1964ના નિયમ 5માં  એવી જોગવાઈ છે કે એકવાર કોઈપણ કર્મચારીએ કેન્દ્ર સરકારની નોકરી સ્વીકારે  તે રાજકારણ કે ચૂંટણીમાં  ભાગ ન લઈ શકે!"આટલી મોટી આરએસએસની સંસ્થા આપણા દેશના કોઈપણ સંસ્થાના કાયદા મુજબ નોંધણી કરતી સંસ્થા નીચે નંધાયેલી સંસ્થા જ નથી. માટે તેના સભ્ય પદ પ્રાપ્ત કરવાના કોઈ નીતિ નિયમો જ નથી.તેવું જ તેની આવક-જાવકના હિસાબોમાં  છે.( However, since the RSS does not have a system of formal membership, it is difficult to establish an individual's association with it.)

        સૌ ઇન્ડિયન એક્સપ્રેસ.23-07-24. ટૂંકાવીને કરેલો ભાવાનુવાદ.


--