Monday, October 18, 2021

પ્રશ્નો તમારા – જવાબ અમારા

પ્રશ્નો તમારા જવાબ અમારા

 હ્યુમેનીસ્ટ અકેડેમીમાં અભ્યાસ કરતા વિધ્યાર્થિઓ તરફથી કેટકાલ પ્રશ્નો આવ્યા છે. પ્રશ્નો સાથે તેના જવાબ પણ અત્રે આપવામાં આવેલ છે.

() જ્યારે મારાથી પ્રશ્ન ન ઉકેલાય ત્યારે હું ભગવાનને ભરોસે શ્રધ્ધા રાખી વાતને છોડી દઉ છું.આ દલીલના ટેકામાં મહાભારતના એક પાત્ર દ્રોપદીનો પ્રસંગ અને બીજા અન્ય દાખલાઓ રજુ કરવામાં અઅવ્યા છે. સવાલ રજુ કરનાર.જાગૃતીબેન ઠક્કર. અમદાવાદ.

જવાબઇશ્વ્રરનો ખ્યાલ જ માનવીની પ્રશ્નો ઉકેલવાની માનવીય ગ્નાનની મર્યાદાઓમાંથી પેદા થયેલ છે. કેટલા રેશનાલીસ્ટ મિત્રોની એક દલીલ છે કે ઇશ્વરનો ખ્યાલ જ ઘરની દિવાલ પર લગાવેલા ખીલા જેવો છે. જેમ બહારથી આવીને આપણાં કોટ વિ. પેલા ખીંલા પર લટકાવી દઇએ છીએ એવું જ માનવીના પ્રશ્નો ઉકેલવા ઇશ્વરને ભરોસે છોડી દેવા જેવું છે. પરંતુ આજ માનવી જેમ જેમ ગ્નાનવિગ્નાન અને ટેકનોલોજીની મદદથી પોતાની અસલામતીઓ કે અચોક્કસતા પર કાબુ મેળવતો જાય છે તેમ તેમ ઇશ્વરને ભરોસે છોડી દેવાની સમસ્યાઓનું લીસ્ટ ક્રમશ ઘટતું જાય છે. માનવકેન્દ્રી વિચારસરણી જે માનવીના આત્મવિશ્વાસ પર તમામ સમસ્યાઆોના ઉકેલ માટે તેને કટીબધ્ધ બનાવે છે તે બધાને પેલા સમસ્યાળઓ લટકાવાના ખીલાની જરૂર પડતી નથી.  

()  નિયતી,ભાગ્યવિધાતા, વિધિના લખ્યા લેખ, જન્માક્ષરની કુંડળી, અને પ્રારબ્ધ આધારીત નિર્ણયો શું ઇરેશનલ અને બિલકુલ અસત્યો છે. વિક્રમભાઇ વઝિર. પાલનપુર.

 જવાબ. હા. કારણકે માનવી પોતેજ પોતાના ભાગ્યનો વિધાતા છે. તેનું ભાવિ જન્મસાથે પુર્વનિર્ણીત બિલકુલ હોઈ શકે જ નહી. જો તેનું ભાવિ કે નિયતી પુર્વનિર્ણિત હોત તો તે  એપ કે ગોરીલામાંથી હોમોસેપિયન્સ બન્યો જ ન હોત.શિકારયુગથી માહિતીયુગ સુધી પહોંચવાનો માનવીનો સંઘર્ષ તે તેના ગ્નાન આધારીત સંકલ્પબળનું જ (ડીટરમીનેશન ઓફ હીઝ વીલ) પરિણામ છે. માનવીનું દ્ર્ઢસંકલ્પ બળ જ તેની નિયતિ કે ભાગ્ય ઘડનાર છે. તે માનવ સંસ્કૃતીનું ચાલકબળ છે.

() પરંપરાઓ અને રૂઢી રિવાજોમાં શું તફાવત છે? બંને એક જ છે કે જુદા? દિપક શાહ.

જવાબ. મારા મત પ્રમાણે તે બંને ખ્યાલો જુદા નથી.માનવ જરૂરીયાતોમાંથી તે બધાને સ્વીકૃતી પ્રાપ્ત થઇ છે. પણ તે બધાનો ઐતીહાસીક ઉપયોગીતા ભાર રૂપ બની જાય તો તે ભુલાતી પણ જાય છે. એ પરંપરા હતી કે કોઇપણ જમણવારના પ્રસંગમાં બધા જમીન પર પાટલાપર બેસીને જમવા બેસતા હતા. તે પ્રમાણે પિરસવામાં આવતું હતું. હવે બુફે નો રિવાજે કેટલી શાંતીથી, સરળતાથી પેલી નીચે બેસવાની પ્રથાને મૃતપાય બનાવી દીધી.

() નોંધ. માનવવાદ અને માનવતા બંને વિચારો અંગે આપણા અભ્યાસક્રમનો એક સ્વતંત્ર વિષય રાખ્યો છે. આ વિષય પર રજુઆત ચોક્ક્સ  યોગ્ય સમયે  થશે. પ્રશ્ન નં ૪શું માનવવાદના મુળમાં માનવતા છુપાઇે ખરી? રૂસ્તાગ બોરીસા.

જવાબમાનવતામાં એક મદદ કરનાર હોય છે જેની પાસે છે. તે જેની પાસે નથી તેને મદદ કરે છે. જ્યારે માનવવાદમાં માનવીઓ એકબીજા સાથે સહકાર કેળવી. કામ કે શ્રમની વહેંચણી કરીને કુદરતી કે અન્ય જૈવીક સંઘર્ષ સામે પોતાનું જીવન ટકાવી રાખે છે, વિકાસાવે છે. આ પાયાનો તફાવત બે વચ્ચે છે. માનવતામાંથી લાંબે ગાળે ધર્મઆધારીત જીવન પધ્ધતિ અસ્તિત્વમાં ઉદ્ભવે છે કે સર્જન પામે છે. જ્યારે માનવવાદ માનવીને લાંબેગાળે પોતાના આત્મવિશ્વાસથી જુની સંસ્કૃતીમાંથી બહેતર સંસ્કૃતી તરફ પ્રયાણ કરવા  તેના પોતાના ભાગ્યનો જ માલિક બનાવે છે. માનવીને દરેક નવી આગેકુચ કે ક્રાંતિનો વાહક બનાવે છે


--

Tuesday, October 12, 2021

Questions from H Acedemy Students.


 મિત્રો, હ્યુમેનીસ્ટ એકેડેમી સંચાલિત અભ્યાસ ક્રમમાં ચોથા લેકચેર જે ૧૦મી ઓક્ટોબરે પુરુ થયુ છે.

તેમાં ત્રણેક પ્રશ્નો આવ્યા છે.પ્રશ્નો પુછનારા અને ચર્ચા કરનારાઓમાં ભાઇ દિપક શાહ, જાગૃતીબેન ઠક્કર અને ભાઇ રૂતસ્તાંગ બોરા હતા. જેના જવાબ નીચે મુજબ છે.

() ધર્મનિરપેક્ષ અને બિનસાંપ્રદાયિકતા એટલે શું? બન્ને વચ્ચે શું તફાવત છે? ધર્મનિરપેક્ષ એટલે ધર્મના આધાર સિવાયનું દા; ત આપણા દેશનું બંધારણ ધર્મનિરપેક્ષ છે. જ્યારે પાકિસ્તાનનું બંધારણ ઇસ્લામ ધર્મ પર  આધારીત છે.

() બિનસાંપ્રદાયિકતા એટલે શું? બિન એટલે નહી. ધર્મ કે સંપ્રદાયના આધાર સિવાયનું. બંને શબ્દોના અર્થ જુદા નથી.

()  સંસ્કૃતી અને પરંપરા વચ્ચે શું તફાવત છે? સંસ્કૃતી શબ્દનું અંગ્રેજી છે. CIVILIZATION. 
A civilization is a complex human society, usually made up of different cities, with certain characteristics of cultural and technological development. જ્યારે લોકો ભટકતું, જંગલી, કે શિકારી જીવનને બદલે સમુહમાં જીવવાનું શરૂ કરે છે, નગર રાજ્યોમાં જીવવાનું શરૂ કરે છે ત્યારે સંસ્કૃતી શરૂ થાય છે. જે સંસ્કૃતીમાં પ્રજા વિગ્નાન અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરે છે તે પ્રજા આવા સાધનોના ઓછા ઉપયોગ કરતી સંસ્કૃત( !) પ્રજા કરતાં જૈવીક સંઘર્ષના પ્રશ્નો દા;ત રોટી કપડાં ઓર મકાન સરળતા ઉકેલી ને આગળ વધેલી સુસ્કૃંત પ્રજા તરીકે આોળખાય છે. કુદરતના ભરોસે જીવનારી પ્રજાને સંસ્કૃત પ્રજા કહેવાય નહી. જંગલી ન્યાય વ્યવસ્થામાં રાચનારી , તેના ગુણગાન ગાનારી, તેવી ન્યાયવ્યવસ્થાને ધર્મપુસ્તકોનો ટેકો લઇને આલીંગન કરનારી પ્રજાને સંસ્કૃત પ્રજાને બદલે  Barbarious society & Barbarious Culture કહેવાય. તેમના જીવનને ક્યારેય સંસ્કૃત જીવન કહેવાય નહી.

ભારત એક દેશ તરીકે વૈશ્વીક સંસ્કૃતીક સમાજમાં ક્યાં હતો, તાજેતરમાં ક્યાં આવી ગયો છે અને કઇ દીશામાં ઉચ્ચ હિમાલયના શિખરો આંબવા તરફ કે પછી અરબી સમુદ્રના ઉંડાણનાં ગરકાવમાંથી પાછા ન નીકળાય તેવી સંસ્કૃતી (!) તરફ Point of No Return પુરા જોષ સાથે ધસી રહ્યો છે. સ્વત્તંત્રતા, સમાનતા અને બંધુત્વ આધારીત દેશની સંસ્કૃતી વિકસે તેને બદલે આપણા સત્તાના સુત્રધારોને સામંતશાહી, ધર્મશાહી,અને રાજાશાહી આધારીત અમાનવીય સમાજ તરફ જવામાં આજે તો ગૌરવ દેખાય છે. દેશના બહુમતી નાગરીકોને આવી સંસ્કૃતીના સંરક્ષણમાં વિશ્વ ગૌરવ દેખાય છે......... 

--

Tuesday, October 5, 2021

સંકલ્પ શક્તિ એટલે શું?


ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસોતરફથી તાબીજી ઓકટોબરથી માનવવાદી અભ્યાસક્રમ શરૂ કરવામાં આવેલ છે. જેની જાણ ફેસબુક દ્રારા પણ કરવામાં આવેલ છે. તા બીજી ઓકટોબરના રોજ માનવવાદ એટલે શું? અને ત્રીજી તારીખના રોજ વૈશ્વિક સ્તર પર માનવવાદનો ઇતિહાસ. એમ બે વિષયો રજુ કરવામાં આવેલા હતા. આજે  આ અંગે અમારા હ્યુમેનીસ્ટ એકેડેમી ગ્રુપના ભાઇ દિપક શાહે બે ત્રણ નીચે મુજબના સવાલો પુછયા હતા.

( 1) માનવીની નિયતિ કોઇ દેવી કે ઇશ્વ્રરી ઇચ્છાથી નહી પણ કુદરતી પરીબળોથી નક્કી થાય છે. એમાં સૌથી મહત્વનુંપરિબળ હોય તો તે માનવીની સંકલ્પ શક્તિનું બળ છે. કુદરતી પરીબળોને જાણવા ઓળખવા કેવી રીતે? કુદરતી પરીબળોને આધારે જીવન જીવવું કેવી રીતે?

(2) શું નૈતીક્તા કુદરતી પરીબળોને આધિન છે?

(3)  માનવીની સંકલ્પ શક્તિ અને કુદરતી પરબળોને શું સંબંધ છે? માનવીની સંકલ્પ શક્તિ એટલે શું? આ સંકલ્પ શક્તિને કેવી રીતે કેળવી શકાય?

 

દીપકભાઇ શાહના પ્રશ્નનો જવાબ.

   કુદરતી નિયમબધ્ધતા એટલે શું?  How the universe is law governed?

કુદરત એટલે ઇશ્વ્રર કે દૈવી પરિબળ નહી. પણ કુદરતી પરીબળો એટલે  બ્રહ્માંડથી માંડીને સુર્ય, સુર્યમંડળના તમામ ગ્રહો, અને પૃથ્વી પરના તમામ ભૌતીક પરિબળો, સુર્યપ્રકાશ, ગરમી, ઠંડી, વરસાદ, ધરતીકંપ, મોસમી પવનો અને તોફાનો નદી, સમુદ્ર પર્વત, જમીન,પાણી, વિગેરે વિગેરે.

આ બધા કુદરતી પરિબળો નિયમબધ્ધ છે. તેનો અર્થ એ છે કે તેનું સંચાલન ઇશ્વર કે કોઇ અલૌકીક પરિબળ બહારથી કરતું નથી. બીજુ સદર કુદરતી નિયમોને સમજીને માનવીએ તેના જેવા અન્ય માનવીઓના સહકારથી પોતાનું અસ્તીત્વ ટકાવી રાખ્યું છે અને વિકસાવ્યું છે.

કુદરતી નિયમબધ્ધતાસુર્ય્ સવારે ઉગે છે, સાંજે આથમે છે. પાણી ઉંચાઇ પરથી નીચે તળેટી તરફ વહે છે. પાણી ૧૦૦ડીગ્રી સેન્ટીગ્રેડે ઉકળે છે અને શુન્યથી નીચેના તાપમાને તે જ પાણીનો બરફ થઇ જાય છે. આ બધી કુદરતી નિયમબધ્ધતામાં કોઇ જ બાહ્ય પરિબળની દખલગીરી બિલકુલ હોતી નથી.

માનવી કુદરતનો એક ભાગ છે. માટે તેના દરેક અંગો અને તે બધા જ અંગોની નિર્ણય શક્તી પણ નિયમબધ્ધ જ હોય છે. કુદરતપરિબળો અને માનવીના સંચાલનનો નિયમો માનવી પોતાની તર્કવિવેકબુધ્ધીથી પોતે સમજી શકે છે અને અન્યને સમજાવી પણ શકે છે. દરેકનું કારણ (REASON) હોય છે. કારણ સિવાય કશું બનતું નથી. શુન્યમાંથી શુન્યનું જ સર્જન થાય.

   કુદરતી નિયમબધ્ધતા સમજીને માનવી રેશનલ અથવા તર્કબધ્ધ નિર્ણય કરતો થાય છે. આ સતત વિકસતી જતી રેશનાલીટીએ માનવીને તેના જૈવીક સંઘર્ષમાં અન્ય પ્રાણીઓ કરતાં ચઢીયાતો બનાવીને નૈતીક બનાવ્યો છે. માનવસંસ્કૃતી માનવીના નૈતીક સહકારનું જ પરિણામ છે.

 માનવીની સંકલ્પશક્તી એટલે કુદરતી નિયમબધ્ધતાને સમજીને પોતાનું જીવન ટકાવવું અને વિકસાવવુ. માનવીએ પોતાની સંકલ્પશક્તીને આધારે નીજી અને સમાજ જીવનમાં સતત પરિવર્તનો લાવ્યા કર્યા છે.  સંકલ્પશક્તી એટલે માનવીનો વર્તમાન પરિસ્થિતિ ભલે પછી તે નીજી હોય કે સામાજીક,રાજકીય કે આર્થીક હોય તેનો અભ્યાસ કરીને તેને વધુ બહેતર બનાવવા અન્ય માનવીઓના સહકારથી રેશનલ કે વૈગ્નાનીક અભિગમની મદદથી તેમાં ફેરફાર કરવા મથ્યા જ કરવું. સંકલ્પશક્તી આધારીત પરિવર્તનની કોઇ સીમા નથી. તમામ માનવીય ક્રાંતી માનવીની સંકલ્પશક્તીના જ પરિણામો છે. આ સંકલ્પશક્તિને આપણે માનવીની જન્મઆધારીત પ્રારબ્ધ, નિયતી, લખ્યા લેખ મિથ્યા ન થાય, (Predestination) તેવા ચોકઠામાં બંધ ન બેસાડીએ.

--

Saturday, September 25, 2021

ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસોસીયેશન– ગુજરાત–આયોજીત “ માનવવાદ” HUMANISM અંગે ત્રીમાસીક અભ્યાસક્રમ

ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસોસીયેશનગુજરાતઆયોજીત

 " માનવવાદ" HUMANISM અંગે ત્રીમાસીક અભ્યાસક્રમ.

સુચીત વિષયોની યાદીમાનવવાદ શું છે?

()માનવવાદી વિચારસરણીનો વૈશ્વીક અને ભારતીય ઇતિહાસ, માનવજાતનું મુળ માનવ છે., તે માનવકેન્દ્રી વિચારસરણી છે. માનવ સ્વયંમ જ પોતે જ પોતાના માટે સારુ છું કે ખોટું શું નક્કી કરનારો છે. ( The man is the measure of everything.)

() કુદરત નિયમબધ્ધ છે, માનવી કુદરતનો ભાગ છે માટે તેનું સંચાલન નિયમબધ્ધ છે. અન્ય સજીવોની માફક માનવ જૈવીક ઉત્કાંતીનું સર્જન છે. માનવીય મુલ્યોનું સર્જન અન્ય પ્રાણીઓની માફક જીજીવિષા ટકાવી રાખવાના સંઘર્ષમાંથી પેદા થયેલું છે્

() સ્વતંત્રતા, તર્કવિવેકબુધ્ધી અને ધર્મનિરપેક્ષ નૈતીકતા, ત્રણ પાયાના માનવ મુલ્યો છે.

() આ ઉપરાંત, બીજા તમામ સામાજીક, આર્થીક, રાજકીય વિ સમસ્યાઓ  પ્રવાહોનું માનવવાદી વિચારસરણી આધારીત મુલ્યાંકન,

() માનવવાદી ક્રાંતિનું બીજી અન્ય ક્રાંતિઓ જેવી કે ધર્મ આધારીત ક્રાંતિ, લશ્કરી ક્રાંતિ, સામ્યવાદી ક્રાંતિ અને ગાંધીવાદી ક્રાંતિની સરખામણીએ મુલ્યાંકન.

() - માનવવાદ એ તર્ક અને મૂલ્યોઆધારિત વિચારપદ્ધતિ છેજડ, આચારકેન્દ્રી, કોઈ વ્યક્તિ કે પુસ્તકના શબ્દોને આખરી સત્ય ગણતી વિચારધારા નથી.- માનવવાદી વલણ અપનાવવા સામેના પડકારો- ભૂતકાળમાં અને વર્તમાનના સંદર્ભમાં - માનવવાદી હોવું એટલે શું (લક્ષણોની યાદી) અને શું નહીં (લક્ષણોની યાદી).

સુચીત વિષય નિષણાતોની યાદીબીપીન શ્રોફ ભુતપુર્વ પ્રમુખ, (ગુ મુ રે અ).અશ્વીન કારીઆ નિવૃત આચાર્ય લો કોલેજ પાલનપુર, ડૉ.પ્રો.મિહીર દવે (કોમર્સ કોલેજ પાલનપુર,) ડૉ ઉર્વીશ કોઠારી,જાણીતા પત્રકાર,મનિષી જાની લેખક,તથા ફિલ્મ પ્રોડયુસર, અને બીજા.

રજીસ્ટે્શન તથા અન્ય જરૂરી વિગતો

અભ્યાસક્રમની શરૂઆતતા ૨૧૦૨૧ શનિવારગાંધી જન્મજયંતિ.

અભ્યાસક્રમની સમય મર્યાદાપ્રતિ શનિવાર અને રવીવાર નિયમિત સાંજના ૫-૦૦થી ૬૦૦ ઓન લાઇન વેબીનાર કુલ ૨૪ કલાસ ત્રણ માસ.

સદર કોર્સમાં પ્રવેશમાં મેળવવાની અનિવાર્ય લાયકાતો

() શૈક્ષણીક લાયકાત સ્નાતક કે ગ્રેજયુએટ કોઇપણ વિધ્યાશાખાના.

() ઉંમર વર્ષ ૪૦ થી (ફરજીયાત નહી) ઉપર  નહી..

() અભ્યાસ ક્રમને અંતે નિયમ પ્રમાણે કોર્સ પુરો કરનારને સંસ્થા વતી પ્રમાણપત્ર આપવામાં આવશે.

  ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસોશીયેસન વતી

 ડૉ સુજાત વલી પ્રમુખ (ગોધરા)(99794 22129).

 પિયુષભાઇ જાદુગર એડવોકેટ) ચાંદખેડા અમદાવાદ. (94260 48351 ).

સંપર્ક વ્યક્તીઓડૉ પ્રો. મિહિર દવે (94283 69261) પાલનપુર.

  ડૉ નરેન્દ્ર શાસ્રી 98980 75677 (અમદાવાદ) 

  ડૉ અનીલ પટેલ ( 93278 35215)(ગાંધીનગર).

અને અરૂણ ગાંધી વિધ્યાપીઠ ( 94282 14260) ગાંધીનગર.

 સિધ્ધાર્થ દેગામી, પ્રમુખ. સત્ય શોધક સભા, સુરત

 (94268 06446).

વિધ્યાર્થીઓ તથા અભ્યાસક્રમમાં જોડાવા માટેનો ફોર્મનો નમુનો

 *ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસોશિએશન* *આયોજીત માનવવાદી  ONLINE અભ્યાસક્રમનું પ્રવેશ ફોર્મ :*

 

 

(1)વિધ્યાર્થીનું નામ :

 

[English મા  આધાર કાર્ડ મુજબ નામ લખવું]

:

 

 

(2)કાયમી સરનામું :

 

 

 

(3)જન્મ તારીખ :

      

 

(4)વર્તમાન/પૂર્ણ કરેલ કૉલેજના અભ્યાસક્રમનું નામ :

 

(5)કૉલેજ અને સંલગ્ન યુનીવર્સીટીનું નામ :

 

(6)મોબાઇલ નંબર :

 

WhatsApp Number :

 

 

(7)Email  :

 

 

8) વિદ્યાર્થીનો વ્યવસાય/પ્રવૃત્તિ/કાર્યક્ષેત્ર અંગે ટૂંક માં માહિતી  : ( ફરજીયાત નથી)

 

 

 

 

ફોર્મ ભર્યા તારીખ :

 

વિદ્યાર્થીની સહી :

 


--

Thursday, September 2, 2021

“ जिस जगह पैदा हुए, उस जगह निकले दम “

 કાબુલીવાલા ફીલ્મના ગીતની વચ્ચેથી લીધેલી લીટીઓ છે.

जिस जगह पैदा हुए, उस जगह निकले दम "

 માનવી તરીકે મારૂ ઘર કયું? મારૂ રહેઠાણ કયું? મારુ ગામ, રાજ્ય, દેશ, મારો સમાજ, મારી ખાસ સંસ્કૃતી, ધર્મ, વિ શું છે? આ બધી વળગણો શા માટે? આ બધી જંજીરો, બેડીઓ જે માનવ સર્જીત છે તે ૨૧ સદીમાં તો મને ચોક્કસ લાગે છે કે મને હવે તારવાને બદલે ડુબાડવા માટેનું કામ કરે છે.

 હજારો વર્ષો પહેલાં શિકાર યુગમાં અસ્તિત્વ ટકાવી રાખવા બનાવેલી ટોળીઓ કે ટોળાશાહી માનસિકતામાંથી મારી મુક્તિ ક્યારે?

મારી પંજાબી પ્રિય લેખીકા અમૃતા પ્રિતમની એક કવિતા

        " મેરા પતા

આજે મેં મારા ઘરનો નંબર ભુસી નાંખ્યો છે.

અને ગલીને નાકે લગાડેલું ગલીનું નામ દૂર કર્યું છે.

અને દરેક સડકની દિશાનું નામ ભુંસી નાંખ્યું છે.

 પણ જો તમારે મને મળવું જ હોય તો,

દરેક દેશના, દરેક શહેરની, દરેક ગલીનું દરેક બારણું ખખડાવો,

આ એક શાપ છે, એક વરદાન છે.

અને જ્યાં એક સ્વતંત્ર આત્માની ઝલક દેખાય,

 સમજી જજો તે એ મારુ ઘર છે.

(સૌ. પાનુ ૨૦૮, પુસ્તકનું નામરેવન્યુ સ્ટેમ્પ, જીવન કથાઅમૃતા પ્રિતમ)   


--

Serum Vaccinatioon Achievments

સીરમ ઇન્સ્ટી્ટયુટ પૂના( ઇંડીયા)એ વેક્સીન ક્ષેત્રે ઇતીહાસ બનાવી દીધો છે.

આપણા દેશને "કોવીશીલ્ડવેકસીનનો જથ્થો પુરતા પ્રમાણમાં નિયમીત પુરો પાડીને દેશના નાગરીકોને મોતના મુખમાંથી બચાવી લીધા છે. દેશના નાગરકો, સરકાર અને વિશ્વ માટે ગંભીર ચીંતાનો વિષય હતો કે આશરે ૧૩૫થી ૧૪૦ કરોડની વસ્તીવાળો દેશ કોવીડ૧૯ના હુમલા સામે  કેટલી ઝડપથી આટલી મોટી વસ્તીને આ વાયરસની પકડમાંથી જીવતદાન આપી શકશે?

જેમ એક જમાનામાં ફ્રાંસના નેતા નેપોલીયન બોનાપાર્ટ માટે કહેવત હતી કે તેના શબ્દકોષમાં અશક્ય(Imposssible)શબ્દજ ન હતો. " Everything is possible ". તેવું આપણા દેશમાં વેક્સીનના ક્ષેત્રે ' સીરમે' વૈશ્વીક કક્ષા એ સાબિત કરી બતાવ્યું કે આ કુંપનીમાં તકલીફોને તકોમાં બદલવાની પુરેપુરી ક્ષમતા છે."

સદર કુંપનીના પરાણે આશરે ૪૦ વર્ષની ઉંમરના ચીફ એક્ઝીક્યુટીવ શ્રી આદર પુનાવાલાએ વેક્સીનના ક્ષેત્રે બહુ મોટા આર્ષદ્રષટા (A Great Visionary) છે તે પુરવાર કરી દીધું.  કેવી રીતે?

ભારત સરકારને જાન્યુઆરી૨૦૨૧થી ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં પુરા પાડેલા વેકસીન ડોઝીઝ પરથી સમજવાની કોશીશ કરીએ.

ભારત સરકારે ગઈકાલે જાહેર કર્યુ છે કે ઑગસ્ટના અંત સુધીમાં કુલ ૬૫ કરોડ વેક્સીન ડોઝ નાગરીકોને આપ્યા છે, તેમાંથી ૬૦ કરોડ ડોઝ ફક્ત સીરમ ઇન્સ્ટીટયુટ પુના એ પુરા પાડયા હતા.

*January 2 crore 10 lakh*

February 2 crore 50 lakh

March 4 crore 73 lakh

April 6 crore 25 lakh

May 5 crore 96 lakh

June 9 crore 68 lakh

July 12 crore 37 lakh

*August 16 crore 92 lakh* So far provided to Govt.of India.

સપ્ટેમ્બર માસમાં સરકારને ૨૦ કરોડ વેકસીનના ડોઝ પુરા પાડવાની ક્ષમતા કુંપની ધરાવે છે.

વિશ્વ વ્યાપી વાયરસમાંથી દેશની પ્રજાને મુક્તિનો માર્ગ પુરો પાડનારનું મુલ્ય આપણી સરકાર અને દેશના નાગરીકો કેવી રીતે સમજશે અને બીજાને સમજાવશે.

 


--