Monday, March 20, 2023

અમેરીકાની સેનેટે તો હદ કરીનાંખી–


અમેરીકાની સેનેટે તો હદ કરી નાંખી–

 ભારતના આંતરિક રાજકારણના સંદર્ભમાં, અમેરીકા જેવા લોકશાહી દેશની સર્વસત્તાધીશ પ્રતિનિધી સંસ્થા સેનેટમાં રજુકરવામાં આવેલા ઠરાવને દખલગીરી નહી તો બીજું શું કહીશું? અમેરીકન સેનેટમાં થોડાક સમય પહેલાં એક ઠરાવ રજુ કરવામાં આવ્યો છે. તે દેશના ઓરગોન, ટેનેસી, ટેક્ષાસ, રાજ્યાના સેનેટરો તરફથી એક ઠરાવ' ફોરેન રીલેશન કમીટી'ને ઉદ્દેશીને દાખલ કરવામાં આવ્યો છે. તે ઠરાવમાં બે મુદ્દા છે.

(1)The US Senate on February16 2023 reaffirming the state of Arunachal Pradesh as Indian Territory and condemning China's provocations in South Asia. એક, અમે ઠરાવીએ છે કે ભારતનું અરૂણાચલ રાજ્ય એ ભારતની રાષ્ટ્રીય સીમાનો(Indian territory)એક અભિન્ન ને અવિભાજ્ય ભાગ છે. આ બાબતમાં ચીનની દખલગીરીનો અમે સખત વિરોધ કરીએ છીએ. સદર ઠરાવમાં વિગતે જણાવ્યું છે કે અરૂણાચલ પ્રદેશની એલઓસી પર જ ચીને પોતાના નવા ગામો વસાવી દીધા છે ચીને ગેરકાયદેસર ૩૮૦૦૦ ચો કીમી ભારતના લડાખ રાજ્યનો વિસ્તાર ગેરકાયદેસર કબજે કરીને પડાવી લીધો છે. ને હાલમાં બિનદાસ ઉપયોગ કરે છે.વધારામાં તાજેતરમાં પાકિસ્તાન સાથે કરાર કરીને ભારત– પાકિસ્તાન વચ્ચેની વિવાદસ્પદ સીમા(Pakistan-Occupied Kashmir (POK)૫૧૮૦ચો કી મી ગેરકાયદેસર કબજો કરીને પચાવી પાડી(has usurped) છે. ઉપરની હકિકતો અમેરીકન સેનેટના ઠરાવમાં નિર્દેષ કરેલ છે.

રાહુલ ગાંધીએ બે અગત્યની વાતો યુકે માં કહી.

(૧) ભારતીય લોકશાહી તેના વર્તમાન સમયમાં ખુબજ દબાણ હેઠળ પસાર થઇ રહી છે. એક, અખબારી મીડીયા અને ન્યાયતંત્ર પર સંપુર્ણ કાબુ અને નિયંત્રણ કરવાના તમામ જાતના પ્રયત્નો– બે,રાજકીય વિરોધીઓ પર જાસુસી, ધાકધમકી અને ઇડી, ઇન્કમટેક્ષ અને સીડી વિ સંસ્થાઓનો સત્તા પક્ષ દ્રારા બે લગામ કિન્નાખોરીપુર્વકનો ઉપયોગ–ત્રણ,આદીવાસી, દલીતો અને લઘુમતીઓ પરના સુઆયોજીત હુમલાઓ– ચાર, સત્તા પક્ષ સામેના તમામ વિરોધી અવાજને કચડી નાખવો.

 (૨) એન્કર–– ભારત ચીનના સંબંધો અંગે તમારો શું અભિપ્રાય છે?

     રાહુલ ગાંધીનો જવાબ–  અમારો ૨૦૦૦ કી મી ના પ્રદેશ ચીને કબજો કરી દીધેલ છે. વડાપ્રધાન વિરોધ પક્ષ સાથેની મીટીંગમાં જાહેર કરે છે ચીને એક તસુય જમીન પર કબજો કરેલ નથી. સદર મિટીંગમાં હું હાજર હતો. પછી ચીને તો જે કબજે કરી લીધું છે તેને પોતાની સરહદનો એક ભાગ ગણીને જ આગળ વધ્યા જ કરવાનું! અમારુ લશ્કર ચીનની આ ઘુસણખોરીની હકીકતથી પુરી વાકેફ છે,અને વડાપ્રધાનના જવાબથી પણ.

(૩) આજના ઇન્ડીયન એકપ્રેસમાં વિદેશમંત્રી(External Affairs Minister) જયશંકરે જણાવ્યું છે, કે લડાખમાં આવેલ સંયુક્ત નિયંત્રણ રેખા પર પરિસ્થિતી ખુબજ નાજુક છે તથા અતિગંભીર છે. LAC situation in eastern Ladakh fragile,નાજુક, dangerous: Jaishankar- NEW DELHI, MARCH 18.

(૪) પશ્ચીમી જગતને સારી રીતે ખબર છે કે રશીયન પ્રમુખ પુટીન ને ભારતના મોદીજી મિત્રો છે. કારણકે ભારત ને રશીયા દસકાઓથી મિત્રો છે. રશિયન મિત્રતાઆપણા માટે ખાસ કરીને પાકિસ્તાન સામે ૧૦૦ ટકા ખરી સાબિત થઇ છે.પશ્ચીમને એ પણ ખબર છે કે ચીન અને રશીયા બંને મિત્રો નથી પણ ભાઇઓ છે. તેમનું સામ્યવાદી ગોત્ર એક છે. આવતી કાલે રશીયાને ભારતની મિત્રતા અને ચીનનું સગોત્ર બંધુત્વ વચ્ચે પસંદ કરવાનું આવે તો રશિયન પ્રમુખ પુટીન કોને લશ્કરી સહકાર આપશે?

 

--