Monday, March 27, 2023

ભારતના ધર્મના ટેકાવાળાફાસીવાદના મુળભુત લક્ષણો–


                 ભારતના ધર્મના ટેકાવાળા ફાસીવાદના મુળભુત લક્ષણો–

 ફાસીવાદ અથવા નાઝીવાદનું વિશ્વ સમક્ષ સંગઠિત સ્વરૂપ જર્મનીના હિટલર ને ઇટાલીના મુસોલીનીના રાષ્ટ્રમાં જોવા મલ્યું. ફાસીવાદી વિચારસરણી લોકશાહી અને સામ્યવાદી બંને વિચારસરણોની વિરૂધ્ધમાં છે. ફાસીવાદને મજબુત ટેકો આપનાર સંગઠિત ધર્મ અને મુડીવાદ બંને હોય છે.બીજા વિશ્વ યુધ્ધના અંતપછી જગત સમક્ષ  હજારો દસ્તાવેજી પુરાવા મળ્યા છે જેમાં વેટીકન રોમન કેથોલીક ધર્મના વડા પોપે હીટલર ને મુસોલીની સાથે યહુદીઓના નિકંદન માટે કેવા કેવા પ્રકારનો સહકાર આપ્યો હતો

              ફાસીવાદના મુખ્ય કે પાયાના લક્ષણો–

(૧) એકવ્યક્તીની, એકહથ્થુ અને વ્યક્તીપુજાથી લદબદ સત્તા.

(૨) એક જ પક્ષની સત્તા,

(૩) પોતાના રાજ્ય શાસનમાં યેન કેન પ્રકારે ભય ફેલાવી સત્તાની ધુરા પ્રાપ્ત કરવી ને ટકાવી રાખવી.

(૪) તમામ પ્રકારના પ્રચાર– પ્રસારના સાધનો પર સીધો અને જડબેસલાક કાબુ અથવા નિયંત્રણ,

(૫) સરકારી તમામ સાધનો, સંપત્તી અને કર્મચારી અને લશ્કરનો વ્યક્તી પુજાના પ્રચાર– પ્રસાર માટે એક તરફી બેફામ અને બેરોકટોક ઉપયોગ.

(૬) રાજ્યની ટીકા કે સત્તા સામે વિરોધના અવાજને તમામ ઉપલબ્ધ સાધનોથી રીતસર કચડી નાંખવા કાયમ માટે જાગૃત રહેવું.

(૭) લશ્કરી તંત્રનો વ્યક્તિ પુજા આધારીત નેતૃત્વને સંગઠિત કરવામાં ઉપયોગ.

(૮)  ખાનગી જાસુસી તંત્રનો ( પેગાસસ સ્પાયવેર) પોતાની આંતરિક વફાદાર ટોળકી અને રાજકીય અન્ય હરીફો સામે ઉપયોગ.

(૯) કોઇ એક ખાસ ધર્મની વસ્તી કે વિશેષ સામાજીક સમુહનો મોટા પાયે નરસંહારના( Genocide) પુર્વઆયોજીત કાવતરું કરવું.

(૧૦) પોતાની વિચારધારા પ્રમાણે સમાજના નવઘડતર માટે દેશના નાગરીકોના તમામ ક્ષેત્રોને આવરી લેતી પોતાના પક્ષની સત્તાને એકકેન્દ્રી (Centralize) રાષ્ટ્રીય સર્વસત્તાધીશ પક્ષમાં રૂપાંતર કરવું.

(૧૧) એક હથ્થુ કે એક વ્યક્તીની સરમુખત્યારશાહીમાં રાજકીય સત્તા એક વ્યક્તીમાં કેન્દ્રીત થયેલી હોય છે. તે પોતાના દેશના નાગરીકોના તમામ ખાનગી જીવન પર અબાધિત નિયંત્રણ ધરાવે છે. તમામ ફાસીવાદી રાજ્ય સત્તાઓ ખરેખરતો સર્વસત્તાવાદી જ રાજ્યસત્તા હોય છે.

(૧૨) એક નેતા, એક પક્ષ એક રાષ્ટ્રમાં સંપુર્ણ સત્તાના કેન્દ્રીકરણ માટે ધર્મ સત્તા અને કોર્પોરેટ જગતનો બિનશરતી હિતોનું સક્રીય ગઠબંધન હોય છે.

ખાસ નોંધ– ઉપરના ફાસીવાદી નેતા, પક્ષ ને સરકારના લક્ષણો સંપર્ણ ને આખરી નથી.વાંચક મિત્રોને વિનંતી કે આપ સૌના નિરિક્ષણોને આધારે તેમાં ઉમેરો આવકાર્ય છે.

--