Monday, December 11, 2023

સુબાઓ રાજાઓ સામે બળવો કરે તો?

સુબાઓ રાજાઓ સામે બળવો કરે તો?

એક  પાયાનો  પ્રશ્ન . સુબાઓ વિના રાજાનું અસ્તિત્વ ક્યાં સુધી? અને રાજા વિના સુબાગીરી  ક્યાં સુધી ચાલે ? જે દિવસે  સુબાઓને અહેસાસ થાય કે રાજા પોતાની  સત્તા જે રીતે  પાટનગરમાં ચલાવે છે તેવી જ રીત-રસમો અજમાવીને પોતાના અધિકૃત રાજ્ય માં પણ સુબાગીરી  ચલાવી શકાય તો પછી રાજાને સાલિયાણું શું  કરવા આપવાનું? 

અમારો  રાજા એક દિવસ સત્તાના ઉન્માદમાં બોલી ગયો માઉસ થી ક્લિક કરોરાજ્યના વડીલ સુબાને કાળજી પૂર્વક " માર્ગદર્શક મંડળ" માં મૂકી દીધો . પછી તો  તે જ્યાં ગયો ત્યાં " માર્ગદર્શક મંડળ"ની એકાન્તવાસની  કોટડી (જેલ) જોડે લઈને ગયો. અને એક પછી એક પોતાના વડીલો ને જ પેલા "માર્ગદર્શક મંડળ"ના સભ્યો બનાવતો ગયો. ઇતિહાસ પુરુષ કમ યુગપુરુષ બનવા માટે  વિધાતાએ મુકરર કર્યો હોય તો પછી રાહ કેવી રીતે જોવાય ! વડીલ સાથીઓની "ઉપરની ટિકીટ " ક્યારે  આવે ત્યાં સુધી ધીરજ રાખવી એ કઈ બલાનું નામ છે?

અરે! લેખક સાહેબ  તમે  ઉપરનું અગડમબગડમ શું  લખ્યા  કરો છો ? માનસિક અવસ્થાની કઈ સ્થિતિમાં તમે  પહોંચી ગયા છો ? કેમ? અરે ? આપણો દેશ તો લોકશાહી  દેશ છે. તેના આભૂષણો જેવા કે " Mother of Democracy" " વિશ્વગુરુ" ( દુનિયાને દૂરથી દેખાડવા માટેની દીવાદાંડી) " કેટલા ટ્રિલિયન ની  ઈકોનોમી " વિગેરે થી દેશનો દિલ્હી દરબાર સુશોભિત  છે.

 તમને  માહિતી છે કે નહીં, હમણાં અમારા રાજા! સોરી પ્રજા સેવક  પાંચ રાજ્યોના  સૂબાઓના પેટા સૂબાઓ " બહુમતી લોકમતોથી" નક્કી  કરીને " હાશ " લઈને બેઠા છે. તેમને તો  ખુબ જ ઉતાવળ છે  "રામ રાજ્ય " સ્થાપવાની ! તેમની પાછળ "લવ કુશ" નથી . એ પેલા  નવા સુબાઓને  બરાબર ખબર પડી ગઈ છે.

   ત્રીજી ડિસેમ્બરથી આજે બારમી  ડિસેમ્બર થઇ. પેલા રાજ્યો ના વડીલ  સુબાઓએ તો અમારા રામની રામાયણ જ કરી નાંખી  છે! તમને તે બધા નું  કાવતરું " સાજીશ " શું  છે  તે ખબર છે? તે બધા ને "સાહેબ" ને  "પેલા "માર્ગદર્શક" મંડળ ના ચેરમેન બનાવવા નથી  પણ મહાભારતના  યુધિષ્ટિર માફક ઉત્તરાંચલ ની કેદારનાથની ગુફાની આગળ હિમાલયના પ્રવાશે  કાયમ માટે  " No return Ticket" સાથે  મોકલી દેવા છે!

દેશના ઇતિહાસમાં ઔરંઝેબની રાજાશાહી હોય કે પછી દશરથ રાજાની મ્હેલીની ગરબડ હોય કે પછી કૌરવ-પાંડવ ની સત્તાની  સાઠમારી  હોય  કે પછી વર્તમાન ઇતિહાસ પુરુષ  હોય!  ભારત દેશના લોકોના લલાટે શું ફક્ત માલિકોનું જ બદલવાનું લખ્યું છે?        




 



--