Tuesday, December 19, 2023

ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ “ની રાજ્યના સંચાલનમાં તમામ વહીવટી હકુમત નાબૂદ કરો “

" ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ "ની રાજ્યના સંચાલનમાં તમામ વહીવટી હકુમત  નાબૂદ કરો "
ઇંગ્લેન્ડની પાર્લિયામેન્ટમાં દેશના " ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ"ની રાજ્યના સંચાલનમાં તમામ વહીવટી હકુમત  નાબૂદ કરવા " હાઉસ ઑફ  લોર્ડ્ઝ" (ભારતની રાજ્ય સભા) એક સભ્યે બિલ દાખલ  કર્યું  છે.ઇંગ્લેડ ની નેશનલ સેક્યુલર સોસાયટીએ(દેશની ધર્મનિરપેક્ષ સંસ્થા)તેને ટેકો આપ્યો છે. સદર બિલ હાઉસ ઓફ લોર્ડઝ માં એક ઉદારમતવાદી સભ્ય પોલ શ્રીવેનને તારીખ 6ડિસેંબરે દાખલ કર્યું છે.બિલમાં રજૂ કરેલ મુદ્દા નીચે  મુજબના છે.
ઈંગ્લેંડ લોકશાહી  દેશ હોવા  છતાં તેને  ટેક્નિકલી એક ધાર્મિક રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. કારણકે ઈંગ્લેન્ડના રાજાને " ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ"નો સર્વોચ્ચ સંચાલક અને ખ્રિસ્તી શ્રદ્ધા ના સંરક્ષક નો ઈલ્કાબ આપવામાં આવ્યો છે.રાજાના રાજ્યાભિષેક સમયે રાજાને  ચર્ચના સંરક્ષક તરીકેના પણ સૌગંધ બાઇબલની સાક્ષીએ લેવડાવવામાં આવે છે. ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ તરફથી  હાઉસ ઑફ લોર્ડ્સમાં 26 સભ્યોની તમામ હક્ક સાથે માનદ નિમણુંક કરવામાં  આવે છે.આ હકીકત અને શિરશ્તો 21મી સદીમાં તો બિલકુલ નીચે જણાવેલ કારણોસર અસ્વીકાર્ય  છે .
દેશના જાહેર જીવનમાંથી ચર્ચનું મહત્વ નહિવત જ રહી ગયું છે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ની મોટાભાગની વસ્તી ખ્રિસ્તી ધર્મ પાળતી  જ નથી. જયારે  સ્કોટલેન્ડમાં કોઈ  દેશ વ્યાપી ધર્મ  જ નથી. સને  2019ના ઘી બ્રિટિશ સોસીઅલ ઍટિટ્યુડ્સ સર્વે  મુજબ 18 થી 24 વર્ષના  ફક્ત 1ટકા(એક ટકા) યુવાનો જણાવે છે કે તે "ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ" ના અનુયાઇ  છે.સદર ચર્ચનો  પોતાનો આંકડાકીય સર્વે  કબૂલ કરે છે કે 1 ટકા થી પણ ઓછી  દેશની વસ્તી  રવિવારે ચર્ચ માં જાય છે.  
બ્રિટનની સંસદમાં આવેલ  સજાતીય લગ્નોને  કાયદેસર  જાહેર કરવાનો વિરોધ કર્યો હતો. સદર ચર્ચની હકુમત સ્ત્રી ઓ ને પાદરી દરજ્જો આપવા તૈયાર નથી.ચર્ચનું સંચાલન"પુરુષ પ્રધાન"            છે. દેશના રાજકારણમાં ચર્ચના બિશપોની દખલગીરી  બંધ કરવા સમંત નથી. દેશના ચર્ચો ની તમામ દેશ વ્યાપી  શાખાઓમાં મોટાપાયા પર થતા બાળકોના જાતીય શોષણને અટકાવવા કોઈ પગલાં લેતા નથી. દેખાવ કરવા લેવામાં આવેલાં તમામ પગલાં નિષ્ફ્ળ નીવડ્યાં છે.  
   Lord Scriven: "We need to reflect Britain as it is today, not what it was back in the 1500s.". અમારે કાલગ્રસ્ત  થઈ ગયેલ બ્રિટનની  જરૂર બિલકુલ નથી. ચર્ચ ઓફ  ઇંગ્લેન્ડ  તરફથી આપવામાં આપતા પેલા 26 લોર્ડઝના સભ્ય પદથી માંડીને તમામ  હક્કો નેસ્તનાબૂદ કરી નાખો. આ બધા વિશિષ્ટ અધિકારો અમને અસ્વીકાર્ય છે.
લોર્ડ શ્રીવનના બિલના ટેકામાં ઇંગ્લેન્ડની " નેશનલ સેક્યુલર સોસાયટીના વડા સ્ટિફેન ઇવાન્સ  જણાવે છે કે અમારો દેશ તો વિવિધ ધર્મો  સાથે  21મી સદીમાં તમામ નાગરિકોનો વિકાસ કરતો  ધર્મનિરપેક્ષ અથવા "સેક્યુલર" લોકશાહી મૂલ્યોને સમર્પિત દેશ છે. જેમાં  ચર્ચ ઓફ ઇંગ્લેન્ડનું સ્થાન જ  નથી.અમારા દેશના તમામ નાગરિકો સમાન છે. તેથી  કોઈ બે નાગરિકો વચ્ચે અસમાનતા કાયદેસર રીતે વર્જ્ય છે.  
ભારત દેશના અમારા સાહેબ જે " રામ મંદિરના ઉદ્ઘાટન " નો મોટો મુગટ પહેરીને પોતાની સને  2024ની ઝોળી  ભરવા  હાલી નીકળવાના છે  તેનો કોઈ તો સમજાવો કે  આ 2023-24ની સાલ ચાલે છે! રામાયણનો  યુગ તો તુલસીદાસે આશરે  પાંચ હજાર વર્ષ પહેલાં પૂરો કરી દીધી હતો.
તા.ક , એક ફોટો ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ અને બીજો ફોટો હાઉસ ઓફ લોર્ડ્સનો લાઈવ બિલ રજૂ કરતા સમયનો છે.






.


--