ભાગ–૩ આપણામાંથી ગાંધીને મારશે કોણ? તા. ૨૧મી જાન્યુઅઅરીથી ૩૦ જાન્યુઆરી– બાપુની છેલ્લી અને આખરી વિદાય સુધી હવે પછી.
(1) ૨૦મી જાન્યુઆરી ના રોજ ગાંધીજીનું ખુન કરવાના નિષ્ફળ પ્રયાસ પછી,૨૩મી જાન્યુઆરી ૧૯૪૮ ના રોજ નારાયણ આપ્ટે અને નથ્થુરામ ગોડસે મુંબઇ આવી જાય છે.ગોડસે નક્કી કરે છે કે હવે હું જ ગાંધીનું ખુન કરીશ. આપ્ટે અને કરકરે આ નવા પ્લાનમાં મદદરુપ થશે.
(2) પાહવાએ પોલીસ તપાસમાં બધુ જણાવી દીધું.તેથી ગોડસે,આપ્ટે અને કરકરે ભુગર્ભમાં જઇને પોતાના નવા પ્લાન મુજબ આગળ વધવાનું શરુ કરી દીધુ. ગોડસેએ સમજી લીધું કે અહેમદનગરવાળા શસ્રોના વેપારી બરગે ની રિવોલ્વર કામમાં નહી લાગે. ગ્વાલીયરમાં જઇને પરચુરેએ ઓટોમેટીક ફુલ્લી લોડેડ બેરેટા રિવોલવર મળે તેવી વ્યવસ્થા કરી રાખી હતી.
(3) ૨૫મી જાન્યુઆરીના રોજ ફરી ગોડસે,આપ્ટે ને વિષ્ણુ કરકરે દિલ્હી આવીને એલફીસ્ટન હોટેલમાં ઉતરે છે. કરકરે સાંજે ગાંધીજીની પાર્થના સભાની સુરક્ષાની વ્યવસ્થાનું બારકાઇથી નિરિક્ષણ કરીને આવે છે.૩૦મી જાન્યુઆરીના રોજ બધા બિરલા હાઉસમાં પાંચ વાગે હાજર થઇ જાય છે. સાંજના બરાબર પાંચવાગે ગાંધીજીની પ્રાર્થના સભા ચાલુ થવાની હતી. તેની દસ મિનિટ પહેલાં ગોડસે ત્યાં પહોંચી ગયો.
(4) પ્રાર્થના પહેલાં ગાંધીજી સાથે સાડા ચાર વાગે સરદાર પટેલની મીટિંગ હતી.તે મીટીંગ પાંચ વાગીને દસ મિનિટે પુરી થઇ.તે સમયે કાઠીયાવાડથી બે માણસો ગાંધીજીને મળવા આવ્યા હતા. ગાંધીજીએ પૌત્રી મનુ સાથે કહેવાડાયું કે ' જો હું જીવતો હોઇશ પ્રાર્થના પછી હું ચાલવા જઉ છું ત્યારે ચાલતા ચાલતા મારી સાથે વાત થઇ શકશે."
(5) જેવા તે બિરલા હાઉસમાંથી પ્રાર્થના સભામાં આવવા નીકળ્યા ત્યારે ગાંધીજી પોતાની બે પૌત્રીઓના ખભા ઉપર હાથ મુકીને ચાલતા ચાલતા આવતા હતા. નથ્થુરામ ગોડસે ટોળામાંથી નીકળીને મનુ પાસે પહોંચી જાય છે. મનુ કાંઇપણ તેને રોકાવા કહે તે પહેલાં ગાંધીજીને પગે લાવવા નીચો પડે છે. અને ત્યાર બાદ ઉભો થઇને ધડાધડ એક પછી એક ત્રણ ગોળીઓ ગાંધીજીની છાતીમાં લગાવી દે છે. ગાંધીજી " હે! રામ બોલી" અને ઢળી પડે છે. તરતજ પોલિસે ગોડસેને પકડી લઇને પોલીસ કસ્ડીમાં પુરી દીધો. કરકરે અને આપ્ટે ત્યાંથી ભાગી નીકળવામાં સફળ થયા.
(6) ગાંધીજીની હત્યાથી દેશ વ્યાપી એક જબ્બર સન્નાટો છવાઇ ગયો. વડાપ્રધાન નહેરુનો પ્રથમ પ્રત્યાઘાત હતો." The light has gone out of our lives and there is darkness everywhere" જાણે અમારી જિંદગીમાંથી એકાએક પ્રકાશ જ હોલવાઇ ગયો. અને સર્વત્ર અંધકાર ફેલાઇ ગયો છે.
કેટલા માટી પગા હિંદુ મહાસભા અને આર એસએસ વાળા હતા.
(7) જ્યારે દેશમાં ખબર પડી ગઇ કે ગાંધીજીની હત્યા પાછળ હિંદુ મહાસભાને નાથ્થુરામ ગોડસેનો હાથ છે ત્યારે મુંબઇમાં સાવરકર ભવનની સામે હજારો લોકોની ભીડ ભેગી થઇ ગઇ. પોલીસ સભાન થઇને આવી ગઇ નહી તો ટોળાએ તે ભવનને સળગાવી દિધું હોત! નાગપુરમાં આર એસ એસની હેડઓફીસ તથા ગોલવાલકરના મકાન પર પથ્થર મારો કરવામાં આવ્યો. આ સંગઠનના દેશભરમાંના લોકો પોતાની જાન બચવાવા પોતાના રહેણાંકોમાંથી ભાગી છુટયા.
(8) સાવરકર અને ગોડસેએ એવું વિચાર્યુ હતું કે દેશની હિંદુપ્રજા ગાંધીની હત્યા પછી તમને કંકુ, ગુલાલ અને ફુલોથી વધાવશે પણ આતો તેમની કલ્પ્ના બહાર સારા દેશની દુશ્માનવટ તેમની સામે આવીને ઉભી રહી ગઇ.
(9) ગોડસેએ ખરેખર તો ગાંધીની હત્યા કરીને ગાંધીજીને હતા તેના કરતાં વધારે મહાન બનાવી દીધા.સાથે સાથે ગાંધી વિચારધારાને પણ વધુ મજબુત બનાવી દીધી.
(10) ચોવીસ કલાકમાં જ હિંદુમહાસભા અને આર એસ એસ ની ટોચની નેતાગીરીએ પોતાના બચાવના કારણો શોધવા મંડી પડી..બીજે દિવસે ૩૧મી જાન્યુઆરી સને ૧૯૪૮ને દિવસે ગોલવાલકરે એક લેખીત જાહેર નિવેદન કર્યું કે " ગાંધીજી એક મહાત્મા હતા. અને હું તો ગાંધીજીનો ટેકદાર હતો." હિંદુમહાસભા અને આર એસએસ પ્રકાશિત મુખપત્રોમાં ગોલવાલકર તરફથી સતત વ્યક્તિગત અને ગાંધી વિચારસરણી પર વર્ષોથી કાયમ ઝેર જ ઓકવામાં આવતું હતું. આર એસ એસએ તો જાહેર કરી દીધું કે તે તો ગાંધીના આદર્શોમાં માને છે.
(11) હિંદુમહાસભા અને આર એસ એસ બંનેએ જાહેર કરી દિધું કે નથ્થુરામ ગોડસે અમારી સંસ્થાનો કયારેય સભ્ય જ નહતો. અમારી સંસ્થાઓને નથ્થુરામ ગોડસેની પ્રવૃત્તીઓમાં ક્યારેય સીધો કે પરોક્ષ ટેકો ન હતો.
(12) ૫–૦૨–૪૮ ના રોજ સમગ્ર દેશમાં ગૃહપ્રધાન સરદાર પટેલે આર એસ એસ પર પ્રતિબંધ મુકી દીધો. આ સંસ્થાએ એવી બાંહેધરી સરકારને આપી કે તેમની સંસ્થા દેશના બંધારણને વફાદાર રહીને ફક્ત સાંસ્કૃતિક પ્રવૃત્તીઓ જ કરશે.તેથી ૧૧–૦૭–૪૯ ના રોજ પ્રતિબંધ ઉઠાવી લીધો. તેમ છતાં દેશ સને ૧૯૪૭માં આઝાદ થયા પછી પહેલીવાર નાગપુરની કચેરીપર ૨૦૦૨ની સાલમાં ૨૬મી જાન્યુઆરી ના રોજ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. તે પહેલા તેમની હેડઓફીસ પર પંચાવન વર્ષ સુધી પોતાનો ભગવો ઝંડો જ ફરકતો હતો.
(13) મુંબઇના સીઆઇડીઅધિકારી નગરવાલાની ટીમે એક પછી એક બડગે, ગોપાલ ગોડસે,ને પકડીને કસ્ટડીમાં પુરી દીધા. હજુ આપ્ટે અને કરકરે હાથમાં આવ્યા નહતા. પણ નથ્થુરામ ગોડસેએ જેલમાં તપાસ દરમ્યાન મરાઠી સીનેમાએકટર્સ મનોરમાની પુરા સહકારની હકીતત બતાવી દીધી. તેને આધારે વિષ્ણુ કરકરે અને નારાયણ આપ્ટેને પણ પકડી લીધા.આમ ગોડસે. આપ્ટે, કરકરે, બરગે, તેનો નોકર શંકર. ગોપાલ ગોડસે ને પાહવા બધાજ પોલીસ કસ્ટડીમાં આવી ગયા.છેલ્લે સમગ્ર કાવતરાના માસ્ટર માઇન્ડ તરીકે સાવરકરને પણ જેલમાં પુરી દેવામાં આવે છે. દાર્શીનીક પુરાવાના અભાવે કોર્ટ સાવરકરને છોડી મુકે છે.
––––––––––––––––––––––––વધુ માહિતી ભાગ–૪ માટે ઇંતેજાર કરો.–––––––––––––––––––––––––––––