ભાગ–૨ સાવરકરે પોતાનો ઇતિહાસ બનાવ્યો!
સાવરકરે પોતાનો સ્વરચિત ઇતિહાસ કેવો બનાવ્યો હતો તેની કવિ અટલ બિહારી બાજપાઇની કાવ્યાત્મક ભાષામાં પોતે તૈયાર કરી હતી. બાજપાઇજીએ સાવરકરની સ્મૃતિમાં યોજાયેલ સમારંભમાં આ સદર કવિતા સાવરકરના મહાન સાહસને બિરદાવવા ગાઇ હતી. સાવરકરને જ્યારે ઇગ્લેંડમાંથી ધરપકડ કરીને ભારત એસ.એસ. મોરૂયા ( S. S. Morea) નામની સ્ટીમરમાં કેદી તરીકે લાવવામાં આવતા હતા. ત્યારે મધ્યદરિયે સ્ટીમરના મોટા બખોલામાંથી (Pothole) કુદકો મારીને તોફાનીસમુદ્ર્માં તરતા તરતા ફ્રાન્સના કિનારે પહોંચ્યા અને પછી ફ્રાન્સની સરકારે ઇગ્લેંડને પોતાના કેદી તરીકે પરત સોંપ્યા.આ વાર્તારુપી સાહસ સાવરકરે પોતેજ તૈયાર કરીને લખેલુ છે.
આ સદર્ભમાં બાજપાઇજીની કવિતામાં જે વર્ણન છે તેનો ટુંકમાં ભાવાનુવાદ નીચે પ્રમાણે છે.
" સાવરકર એક તેજ છે, એક સ્વયં સત્તા છે, દેશના સ્વાતંત્ર સંગ્રામનો ચમકતો સિતારો છે.તેનામાં ત્યાગ છે, તપશ્ચર્યા છે, સત્ય અને તર્કવિવેક શકતી(રેશનાલીટીને રિઝનીંગ પાવર)છે, તેમની યુવાની હૈયુ, હાથ અને મસ્તકનો ઉપયોગ કરવા સતત તાલાવેલી ધરાવે છે, તેનો માંહ્યલો સતત બેચેન અવસ્થામાં જીવી રહ્યો હતો. તેનું વ્યક્તિત્વ બહુમુખી સદ્ગુણોથી ઉભરાતું હતું."
જો કવિને વાહ વાહ કરવાનું બિનશરતિ લાયસન્સ આપી દેવામાં આવે તો!
" વો જિસ તરાહ જહાજ સે સાગરમાં તુટ પડે, સ્વતંત્રતા કે લિયે છલંગ લગાદી, ઉત્ત્તલ સાગરકિ તરંગે,(સમુદ્રના તોફાની મોજાં)અનંત જલરાશી (સીમાહિન અખુટ પાણીના જથ્થામાં)કહાં કિનારા હૈ, કોન સા ઠિકાના મિલેગા, ઇસકા ક્યા ભરોસા,( ક્યાં છે કિનારો, હું ક્યાં પગ મુકીશ, હું આ સંજોગોમાં કઇ આશા સાથે પેલા તોફાની મોજા સાથે સતત ઝીંક જીલી રહયો છું.મેં મારી દ્રઢ સંકલ્પ શક્તિને સોંગદપુર્વક કહી દિધું છે કે " હું જીવતે જીવ ક્યારેય ગુલામી નહી સ્વિકારું." ઐસા સંકલ્પ,ઐસા પરાક્રમ,ઐસા પુરુષાર્થ, સાગર કે દો દો હાથ કરનેકા ફેંસલા,ઔર ફિર ઇનહિ સાગર કે કિનારે કાલે પાની કિ સજા મિલી." બાજપાઇજી જેવા કવિના લાયસન્સને આધારે સાવરકરની કવિતાને સમજવામાં આવે તો એમ સાબિત થાય કે સાવરકર તોફાની સમુદ્ર્માં કેટલા માઇલ તર્યા હશે ત્યારે તેમને સ્વતંત્રતા મલી હશે.
હકીકત શુ હતી?
મહારાષ્ટ્રમાંઆવેલ નાસિક શહેરના મેજિસ્ટ્રેટ જેકસન( ગૌરા અંગ્રેજ) જે કાયદા સાથે સંસ્કૃત ભાષા, દેશની સંસ્કૃતિ ને ઇતીહાસનો વિષય નિષ્ણાત હતો. નાસિકની પ્રજા તેને "પંડિત જેકશન" તરીકે બહુમાન કરતી હતી તેની પોંઇટ બ્લેન્ક ગોળી મારીને હત્યા કરી નાંખી. આવી આશરે ૨૦ પિસ્તોલ ઇંગ્લેંડમાંથીં ચોરીછુપીથી ભારતમાં મોકલવાનું કાવતરુ ઇગ્લેંડમાં બેરીસ્ટર થવા ગયેલા સાવરકરે કર્યું હતું. તેમાં તેમની ધરપકડ કરીને બે ભારતીય અને બે ઇગ્લેંડના સૈનીકોની દેખરેખ નીચે એમ. એસ એસ સ્ટીમરમાં ગુનો ભારતમાં બનેલો હોવાથી નાસીક લાવવામાં આવતા હતા.
૧લી જુલાઇ ૧૯૧૦ ઇંગ્લેંડના રોજ તિલબુરી બંદરેથી નીકળી ૭મી જુલાઇના રોજ ફ્રાંસના બંદર મરસેલીન પર કોલસો ભરવા ડેક પર રોકાઇ હતી. સવારે આશરે ૬–૧૫ મીનીટે સાવરકરે 'ટોઇલેટ'માં લઇ જવા વિનંતી કરી. ટોઇલેટના 'પોટહોલ' માંથી કુદકો મારીને સમુદ્રમાં પડયા. બહાર નિકળતાં જોયું કે સ્ટીમર અને ડેક વચ્ચેનું અંતર ફક્ત દસ ફુટ જ હતું. તે કિનારા પર આવીને દોડવા માંડયા. સ્ટિમરમાંથી 'પકડો પકડો' કરીને બુમો પડતાં ફ્રાંસની પોલીસે સ્ટીમરમાંથી કોઇ ચોર ચોરી કરીને નાસતો હશે એમ સમજીને પાછળ પડી પકડી લીધો. કિનારા પર ઝપાઝપી ૨૦૦ મીટરમાં પતી ગઇ.
ઉપરની તમામ હકીક્તો ઇગ્લેંડની સરકારે નહી પણ ' બોમ્બે ગવર્મંન્ટ રેકોર્ડસ " A History of the Freedom Movement in india from 1885 to 1920 volume ii -govt- central press Bombay. સાવરકરે પોતાના પુસ્તક " My Transportation for life " Page no 515.લખી હતી.
અલીપુર જેલમાં મને એક સિપાઇએ પુછયું હતું કે તમે કેટલા દિવસો ને રાત્રી સમુદ્ર્માં તરતા રહ્યા હતા? મેરસેલીન બંદરને કિનારે પહોંચતાં કેટલા દિવસો ને રાત્રી તમને થયા હતા? મને તે બંદરના કિનારે સ્ટીમરમાંથી કુદકો માર્યા પછી પહોંચતાં આશરે ૧૦ મિનિટ થઇ હશે!
તો આવી બનાવટી ( ફેબ્રિકેટેડ સ્ટોરી) વાર્તા કોણે ઉપજાવી કાઢી? ચંદ્રગુપ્તના પ્રછન્ન નામે વિનાયક સાવરકરે પોતે " લાઇફ ઓફ બેરીસ્ટર સાવરકર" ની અંગ્રેજીમાં સને ૧૯૨૬માં ચોપડી લખી. જેમાં સાવરકરે પોતે નીચે મુજબના "મોતીના ચોક" તે પુસ્તકમાં પુર્યા હતા. સદર પુસ્તકની બીજી આવૃતિ સને ૧૯૮૭માં બહાર પાડવાં આવી હતી.તેમાં પાન નંબર ૯૫ થી ૧૧૨માં પોતે પોતાની જાતને હીરો કેવી રીતે બનાવ્યો તેની વિગતો ખુબજ ટુંકમાં નીચે મુજબ છે.
(૧) સાવરકરના બંદોબસ્ત માટે સ્ટીમરમાં બે દેશી ને બે ગોરાને બદલે ૧૦ લશ્કરી સજજ્ અધિકારીઓ હતા.અને સેંકડો યુરોપીયન મુસાફરો પણ તેની આજુબાજુ ચોકી ભરતા હતા.( ten picked and armed officers and men and hundreds of European passengers guarded him")
—-------------------------------------------------------------------------------------------
ભાગ–૩ આવતા અંકમાં– સાવરકરને ઘરે મુંબઇમાં સુભાષ બોઝ મળવા આવ્યા હતા. બોઝને બીજા વિશ્વયુધ્ધમાં ઇન્ડીયન નેશનલ આર્મી (ina) એ શું કરવું તેનો પ્લાન સમજાવ્યો હતો. આ ઉપરાંત બીજી આપણા શેખચલ્લીની ઘણી વાતો અરુણ શૌરી સાહેબની કલમે! હિટલરે પોતાની જીવન કથામાં ( mein kampf) બ્રીટન સામે હિંસા દ્રારા યુરોપમાં રહીને ક્રાંતિ કરવા નિકળેલા ભારતીય ક્રાંતિકારીઓ વિષે જે તારણો કાઢયા છે તે પણ સમજવા જેવા છે.
થોડી રાહ તો જોવી પડશે.