બ્રીટીશ સરકાર સામે આઝાદીના જંગમાં ગુનો કર્યા પછી ગાંધીજી, શહીદે આઝામ ભગતસીંગ, સાવરકર અને નથ્થુરામ ગોડસે, ચારેયનું વ્યક્તીત્વ.
(૧) ગાંધીજીએ સને ૧૯૧૬થી ૧૯૨૦ સુધીમાં પોતાના માસિક 'યંગ ઇન્ડીયામાં' બ્રીટીશ સરકાર સામે સખત ટીકા કરતા લેખો લખ્યા હતા. તમામ લેખોનો સાર હતો કે ' આ સરકાર હિંદની પ્રજાનું શોષણ કરનાર છે.' ભારતીય પ્રજાના અસંતોષને ડામવા માટે રાજ સરકારે સને ૧૯૧૯માં " રોયલ એક્ટ"નો ઉપયોગ કરવામાં આવ્યો. જેમાં એવી જોગવાઇ કરવામાં આવી હતી કે કોર્ટમાં કોઇપણ જાતની સુનવણી કર્યા વિના આરોપીને અટકાયતમાં અને જેલમાં અનિશ્ચીત કે અચોક્ક્સ સમય સુધી રાખી શકાય છે. ( વર્તમાન મોદી–શાહ સરકારના દેશમાં યુએપીએ –૨૦૧૯( in the form of the Unlawful Activities (Prevention) Amendment Act–2019.)ના કાયદા હેઠળ ગુગલ સર્ચ પ્રમાણે વીકીપીડીયાના ઉલ્લેખ પ્રમાણે, આશરે ૨૪૦૦૦ લોકોને વર્ષોથી સદર કાયદા હેઠળ તેમની સામે કેસ ચલાયા વિના જેલમાં ગોંધી રાખ્યા છે.કુલ કેસોમાંથી ૨.૫(અઢી ટકા) સામે ગુનો સાબિત કરી શક્યા છે.
(૨)ગાંધીજી સને ૧૯૨૦માં બ્રીટીશ સરકાર સામે અસહકારની(of Non-Cooperation)ચળવળ શરુ કરી.વિદેશી તમામ વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે પ્રજામત જાગૃત કરવા માંડયો. વિદેશી માલ સામાનની જાહેરમાં હોળી કરવી એ દેશ પ્રેમની નિશાની બની ગઇ. સરકાર સંચાલિત સ્કુલ,કોલેજો, કોર્ટસ, પોલીસ અને લશ્કરમાં ભરતી કરવા વિ. સામુહિક બહિષ્કારની દેશ વ્યાપી ચળવળ શરુ કરી.
(૩) ગાંધીજી દેશના લોકોને બ્રીટીશ સરકાર સામે નફરત,ધિક્કાર, ઉશ્કેરણી,રાજકીય અસંતોષ અને રાજદ્રોહ કરવાનું કામ પોતાના વાણી,વર્તન અને લખાણોથી કરે છે.માટે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૨૪–એ મુજબ ગાંધીજીએ રાજદ્રોહનો ગુનો કરેલ છે. માટે તે કલમ મુજબ કાર્યવાહી કરવી જોઇએ. સૌ પ્રથમ રાષ્ટ્ર વિરુધ્ધનું કામ કરતા રોકવા માટે તેમની તાત્કાલીક ધરપકડ કરવી જોઇએ.
(Gandhi was charged with sedition under Section 124 A of the Indian Penal Code for exciting hatred and disaffection towards the government.)
(૪) ગાંધીજીની ધરપકડ માટે બ્રીટીશ સરકારની પુર્વ તૈયારી.
· ૧૦મી માર્ચ સને ૧૯૨૨ના રોજ સાંજના અમદાવાદના સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ ડેનીયલ હેલી સાબરમતી આશ્રમ પર આવે છે. ગાંધીજી અને તેની સાથે શંકરલાલ બેંકર 'યંગ ઇન્ડીયા માસિકના પ્રકાશક તરીકે બંનેની ધરપકડના વોંરટ મુજબ પકડીને લઇ જાય છે.
· બીજે દિવસે ગાંધીજી અને બેંકર મેજીસ્ટ્રેટને કહે છે કે 'અમારી સામે જે તહોમતો–ફરીયાદો કરી છે તે ગુનો અમે કબુલ કરીએ છીએ. તમારા કાયદા મુજબ સખતમાં સખત સજા અમને કરો. ૧૮મી માર્ચે તેમનો કેસ શરુ થાય છે.
· સરકારે ગાંધીજીની ધરપકડ કરીને પોતાની ઉંઘ હરામ કરી દિધી હતી. દિલ્હી અને ઇગ્લેંડ બંને સરકારોને ભય હતો કે હજારોના ટોળા કોર્ટમાં ધસી આવશે. કાયદો અને વ્યવસ્થાનો સવાલ પેદા થઇ જશે. અમદાવાદની જીલ્લા કોર્ટમાં કેસ ચલાવવાને બદલે સાવચેતી રુપે શાહીબાગના સર્કીટ હાઉસમાં કેસ ચલાવવાનું નક્કી કર્યું.તેમ છતાં એક લશ્કરની આખી ઇનફ્નટ્રી બટાલીયન શાહીબાગમાં ખડકી દીધી હતી.
· સામે પક્ષે ગાંધીજીએ અન્ય સાથીઓ,પાર્ટીના સભ્યો અને સામાન્ય પ્રજાજનોને ચેતવણી આપી દીધી હતી કે તમારે તમારા ઘરમાંથી બહાર જ નીકળવાનું નથી. તે પ્રમાણે બધાએ શિસ્તનું પાલન કર્યુ.
મીસ્ટર ગાંધી– તમારો ધંધો શું છે?
ગાંધીજી– હું ખેડુત અને વણકર છું. મારા આશ્રમમાં હું, ખેતી, પશુપાલન અને કપડાં વણવાનું કામ કરું છું.
· મુંબઇથી આવેલા સરકારી વકીલને ગાંધીજીએ કહી દિધુ કે અમે કોઇ કાયદા કે શબ્દોના અર્થઘટનના સુક્ષ્મ પીંજણોમાં પડવાના નથી. અમે તો પહેલે થી જ કહી દિધું છે કે અમને ગુનો કબુલ છે.સરકારી વકીલ ગાંધીજીની ટીકા કરતાં કહે છે કે મીસ્ટર ગાંધી! તમે અહિંસાઅને શાંતિનો ઉપદેશ આપો છો અને બીજી બાજુએ રાજ્યની સામે લોકો બળવો કરે, રાજદ્રોહ કરે તેમ કામ કરો છો.
· તેના જવાબમાં ગાંધીજીએ સરકારી વકીલની વાત સ્વીકારતાં કહ્યું કે તમારી વાત સાચી છે.' હું આગ સાથે રમત રમું છું. હું ભવીષ્યમાં પણ વિદેશી સરકારની દેશનું સંચાલન કરવાની રીતરસમોમાં બદલાવ નહી થાત તો હું મારુ આગ સાથે રમવાનું કામ પણ ચાલુ રાખીશ. કારણકે તેવી રીતે જ કામ કરવું તેમાં જ મારી લોક ફરજ સમાયેલી છે.તેવી દેશની સ્થિતમાં જીવવું જ અસહ્ય બની ગયું હોય ત્યારે અહિંસક પ્રવૃત્તીઓ કરીને પણ ભારતવાસીઓને વિદેશી શાસનનો બહિષ્કાર કરવા સંગઠીત તો હું કરતો જ રહીશ. અહીંસા મારા જીવનનો પ્રથમ અને અંતિમ વિશ્વાસ અને વિચારસરણી છે. છે. "Non-violence is the first article of my faith. It is also the last article of my creed. But I had to make a choice."
· મારો અહિંસક સાધનો દ્વારા બ્રીટીશરો સામે પ્રજામાં જાગૃતા પેદા કરવી તેમાં લેશમાત્ર રાજકીય નામર્દતા નથી.(" He decried that it is not the political emasculation of his people".)
· દેશ પ્રત્યેની વફાદારી કોઇ ફેકટરી કે કારખાનામાં પેદા થતી ઔધ્યોગીક ચીજ વસ્તુ નથી. જેનું નિયમન કાયદા દ્વારા થઇ શકે! મારો દેશ તમારા જેવી વિદેશી સરકાર દ્વ્રારા રાજકીય, આર્થીક અને કાયદાકીય રીતે અમાનુષી રીતે દંડો ચલાવીને સંચાલિત હોય તો તેના પ્રત્યે વફાદારી કેવી રીતે હોય? શા માટે હોય? હા તે વ્યક્ત કરવાનું સાધન અહિંસક હોવું જોઇએ. તેવા કાયદાઓનો ભંગ કરવા જેલની સજા થાય તો ગભરાવાનું હોયજ નહી.( Affection cannot be manufactured or regulated by law)
· તમે મારા દેશના ગામડાઓમાં જઇને જુઓ જ્યાં ગોરી સરકારની આર્થીક નીતિઓને કારણે હરતા ફરતા માણસો નહી પણ તેમના હાડપિંજરો રસ્તા પર ફરતા દેખાશે. આ તો ઇતિહાસમાં ક્યારેય નોંધવામાં ન આવ્યો હોય તેવો માનવજાત પરનો અમાનુષી જુલ્મ છે. જેના માટે એક દિવસ તમારે જો ઉપર ભગવાન હશે તો( If there is a GOD ABOVE) રાજ્યકર્તાઓએ જવાબ આપવો પડશે.
· ચુકાદો આપનાર ન્યાયાધીશ બ્રુમફિલ્ડે પોતાના ચુકાદામાં લખ્યું હતું કે મને સમજણ પડી ગઇ હતી કે ગાંધીજી કોઇ ક્રીમીનલ કોર્ટનો સામાન્ય ગુનેગાર નથી. તે આ દેશનો મહાન દેશપ્રેમી રાષ્ટ્ર નેતા છે.તેના આદર્શો મહાન છે.તેનું જીવન એક સંત જેવું છે. In delivering his judgment, Broomfield recognised that many regarded Gandhi as a " great patriot and a leader" and even Gandhi's political opponents saw him " as a man of high ideals and of noble and even saintly life."
હું ગાંધીને 18-03-1922 ના રોજ છ વર્ષની જેલની સજા ફરમાવું છું. પણ સરકારને યોગ્ય લાગે તો તે સજા ઘટાડી શકે છે. દેશની પ્રજાને સમજાઇ ગયું હતું કે આ ચુકાદો ગાંધી વિરુધ્ધ ન હતો પણ તે બ્રીટીશ સરકાર વિરુધ્ધ હતો.
There was no doubt in anyone's mind that it was the British rule of India that was on trial that day.