શહીદે આઝમ– ભગતસીંગ (૧૯૦૭– ૧૯૩૧)
( લાહોર કાવતરા કેસ– ભગતસીંગ, રાજગુરુ, ચંદ્ર્શેખર આઝાદ અને બટુદત્ત બધાજ ને સરકારે લાહોર જેલમાં લાવી દીધા. બટુકદત્તને જીંદગીભર કાળાપાણીની સજા 'આંદામાન ટાપુ પરની કરી. બાકીના ત્રણને ૨૩મી માર્ચ ૧૯૩૧ના રોજ ફાંસીની સજા કરી. બરાબર ત્રણ દિવસ પછી ૨૩મી માર્ચ ૨૦૨૫ના રોજ 'શહીદ દિન' આવશે. જ્યારે તે ગોઝારી ઘટનાને બને ૯૪ વર્ષ પુરા થશે.)
ભગતસીંગનો જન્મ ૨૭મી સપ્ટેમ્બર ૧૯૦૭માં પંજાબ પ્રાંતના બંગા ગામમાં શીખ કુટુંબમાં થયો હતો. તેના પિતા અને કાકા ગદ્દ્રર પાર્ટીના સક્રિય સભ્ય હતા. લાહોરમાં તે દયાનંદ એન્ગો વેદિક સ્કુલમાં મેટ્રીક સુધીનું શિક્ષણ લીધું હતું. ત્યારબાદ લાલા લજપતરાય સંચાલિત 'નેશનલ કોલેજમાં ઉચ્ચ અભ્યાસ માટે દાખલ થયા હતા.
તેઓ યુવાન વયથી જ ક્રાંતિકારી પ્રવૃત્તીઓમાં રસ ધરાવતા હતા. તેમની દ્ર્ઢ માન્યતા હતી કે બ્રીટીશ રાજ્યને હિંસક સાધનો દ્રારા જ દેશમાંથી હટાવી શકાય! સને ૧૯૨૬માં તેમણે " નવજુવાન ભારત સભા" ની સ્થાપના કરી હતી. એક વિચારસરણી તરીકે શસ્ર બળવા દ્રારા દેશને આઝાદી પ્રાપ્ત કરવી શકાય તેવી સંસ્થા " હિન્દુસ્તાન સોશીયાલીસ્ટ રિપબ્લીક એસોસિએશન" ના સક્રીય કાર્યકર બની ગયા. ભગતસીંગે આઝાદીના સંઘર્ષમાં એક સુત્રનું સર્જન કર્યું હતું અને જે ખુબજ લોક માનસમાં પ્રચલિત થઇ ગયું હતું આજે પણ છે તે " ઇન્કિલાબ ઝિદાબાદ" હતું.
દેશમાં બંધારણીય સુધારા કરવા માટે સને ૧૯૧૯માં વચન આપ્યું હતું કે દસ વર્ષ બાદ સને ૧૯૨૮માં એક કમીશનની રચના કરીશું. ખરેખર તે કમીશનમાં કોઇ દેશનો પ્રતિનિધિ ન હતો. બધાજ બ્રિટન નિવાસી સભ્યો હતા. જેનો દેશભરમાં સખ્ત વિરોધ થયો. તા.૩૦મી ઓકટોબર ના રોજ લાલા લજપતરાયે લાહોર રેલ્વે સ્ટેશન પર મોટા ટોળાના સહકારથી ' સાયમન કમીશન ગો બેક' નો વીરોધ કરતા હતા. ગોરા પોલીસ અધિકારી (એસ.પી) જે.એ. સ્કોટે પોતે અને અન્ય પોલીસોની મદદથી લાલા લજપતરાયને માથામાં લાઠીઓ મારીને ઘાયલ કરીને ત્યાંજ સ્થળ પર મારી નાંખ્યા. ગોરી સરકારના આ જંગલીયાત ભરેલા કૃત્યથી આખો દેશ અવાક બની ગયો. ભગતસીંગતો પોતાના મન સાથે સમાધાન કરી શકતા જ ન હતા કે ઇગ્લેંડ દેશની લોકશાહી શાસન સંચાલિત સરકાર અમારા દેશમાં ટોચના રાષ્ટ્રીયકક્ષાના નેતાને એક ગોરા પોલીસ અધિકારીને લાકડીઓથી માથું ફોડાવી નાંખીને હત્યા કરી નાંખે તેને કેવી રીતે સાંખી લેવાય! ભગતસીંગની સંસ્થા " હિન્દુસ્તાન સોસિયાલીસ્ટ રીપબ્લ્કન આર્મીએ નક્કી કર્યુ કે આપણે બદલો લેવો જ જોઇએ. આશરે દોઢ માસ પછી ૧૭મી ડીસેમ્બરે ભગતસીંગ, રાજગુરુસુખદેવ અને ચંદ્ર્શેખર આઝાદે ભુલથી પોલીસ અધિકારી જે.પી. સ્કોટને બદલે સૌન્ડર્સ( Saunders)પર એકી સાથે પ્રથમ ત્રાટકી પડયા અને પછી ગોળી ચલાવીને મારી નાંખ્યો.
બીજુ ભગતસીંગની સંસ્થાએ નક્કી કર્યું કે દિલ્હીની સેન્ટ્રલ વિધાનસભા ચાલુ હોય ત્યારે દમનકારી બે બીલ અનુક્રમે પબ્લીક સેફટી બીલ ને બીજુ ટ્રેડ ડીસપ્યુટ બીલ ચર્ચા પર આવે ત્યારે બોમ્બ ફેંકવો પણ એવી જગ્યાએ એસમ્બલી હોલમાં ફેંકવો કે કોઇની જાનહાની ન થાય! આ કામ ભગતસીંગ અને બટુકેશ્વર દત્તે ભેગા મળીને કરવું. બોમ્બ ફેક્યા પછી નાસી જવાને બદલે સીધી ધરપકડ જ થવા દેવી! જેને કારણે કેસની સુનવણી દરમ્યાન અમારી ક્રાંતિકારી વિચારસરણીનો પ્રચાર થાય અને તેની તરફેણમાં પ્રજાનો આઝાદીની લડતમાં સહકાર મળી રહે.
લાહોર કાવતરા કેસ–
ભગતસીંગ, રાજગુરુ, ચંદ્ર્શેખર આઝાદ અને બટુદત્ત બધાજ ને સરકારે લાહોર જેલમાં લાવી દીધા. બટુકદત્તને જીંદગીભર કાળાપાણીની સજા 'આંદામાન ટાપુ પરની કરી. બાકીના ત્રણને ૨૩મી માર્ચ ૧૯૩૧ના રોજ ફાંસીની સજા કરી. બરાબર ત્રણ દિવસ પછી ૨૩મી માર્ચ ૨૦૨૫ના રોજ 'શહીદ દિન' આવશે. જ્યારે તે ગોઝારી ઘટનાને બને ૯૪ વર્ષ પુરા થશે.
ભગતસીંગ,નહેરુ, સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી વિ.ના પ્રત્યાઘાતો અને બરાબર ૭ દિવસ પછી કરાંચીમાં ભરાયેલ કોંગ્રેસ અધિવેશનની માનસિકતા–
સૌ પ્રથમ લાહોર જેલમાં ભગતસીંગ અને બટુકદત્તે કેદીઓની ખોરાકથી માંડીને અન્ય સગવડોનો અભાવ અને હલકી ગુણવત્તાને કારણે આ મરણાંત ઉપવાસ શરુ કર્યા.જે ૧૧૬ દવસ ચાલ્યા હતા. જેલની વહીવટી કમીટી ઉપવાસ છોડી દેવા વિનંતી કરી. પણ બંનેએ ના પડી. દેશનો તે બધાની તબિયત અંગે પ્રજામત સતત ચિંતાશીલ હતો. જવાહરલાલ નહેરુ આ મુદ્દે ભગતસીંગને મળવા જેલમાં આવે છે. નહેરુએ પોતાની જીવનકથામાં લખ્યું છે કે " હું જીંદગીમાં પહેલીવાર ભગતસીંગને મળ્યો. તેમની સાથે જેલમાં જતીનદાસ વિ પણ હતા. તે બધાજ શારીરિક રીતે ખુબજ નબળા પડી ગયા હતા, પથારીવશ હતા. તે બધાની સાથે વાતો કરવી શક્ય જ નહતી.પરંતુ ભગતસીંગનો ચહેરો આકર્ષક, બૌધ્ધીક,અસામાન્ય રીતે શાંત, ગંભીર હતો. તેના ચહેરા પર ગુસ્સો ન હતો.પણ નમ્રતા કે સૌમ્યતા હતી."
ભગતસીંગના પિતા કિસનસિંગ જેલમાં કોગ્રેસ અધિવેશનનો ઠરાવ લઇને આવે છે કે તમે બધા ઉપવાસ છોડી દો.તે બધા જ ક્રાંતિકારીઓને વિશ્વાસ હતો કે આ પાર્ટી દેશની આઝાદી માટે નિષ્ઠાપુર્વક લડે છે.માટે તેમના ઠરાવને માન આપીને ઉપવાસ છોડી દે છે. " તે બધા જ ગાંધીજીને દેશના મહાન આર્ષદ્ર્ષ્ટા તરીકે સ્વીકારે છે જેણે દેશની પ્રજામાં જબ્બ્રરજસ્ત આઝાદી માટે સંઘર્ષ કરવા જાગ્રતતા કેળવી હતી . ગાંધીજીને તેમના મિશન માટે સલામ કરે છે.
સમગ્ર દેશના એક એક ખુણેથી બ્રીટીશ વાઇસરોયને આ ત્રણ નરબંકાઓને ફાંસીની સજા મોકુફ કરવા હજારો વિનંતી પત્રો આવે છે.ગાંધીજી રુબરુમાં મળીને ૧૯મી માર્ચે લોર્ડ ઇરવીન જે વાઇસરોય હતા તેમને ભગતસીંગ સહિત તમામ સાથીદારોને મોતની સજાને બદલે હળવી સજા કરવા ખુબજ વિનંતી કરે છે.પોતાના માસિક " યંગ ઇન્ડીયા"માં તેમની તરફેણમાં લેખ પણ લખે છે.
૨૩મી માર્ચ ૧૯૩૧ના રોજ લાહોરની જેલમાં ભગતસીંગ, રાજગુરુઅને સુખદેવને મૃત્યુ ન પામે ત્યાં સુધી ફાંસીને માંચડે લટકાવી દીધા. આખા દેશમાં વિધ્યુત વેગે સમાચાર ફેલાઇ ગયા. ઘણા લોકોએ આ શહીદોની યાદમાં ઉપવાસ કર્યા, કાળા બિલ્લા લગાવ્યા,વેપાર ધંધાબંધ કર્યા.
૨૯મી માર્ચના રોજ કરાંચી કોગ્રેંસ અધિવેશન પર જાણે શોકમય વાદળ છવાઇ ગયું હતું. નિયમ પ્રમાણે કોંગ્રેસના ચુંટાયેલા નવા પ્રમુખ સરદાર વલ્લભભાઇ પટેલુનું બહુમાન સરઘસ કરીને કરવાનું હતું તેને મોકુફ રાખ્યું. જ. નહેરુએ એક પ્રસ્તાવ ભગતસીંગ અને તેના બે સાથીદારોની ફાંસી અંગે તૈયાર કર્યો હતો જેને પંડિત મદન મોહન માલવિયાજીએ ટેકો આપ્યો. પ્રસ્તાવ નીચે પ્રમાણે હતો. " અમે કોંગ્રેસ પક્ષ તરીકે રાજકીય હિંસાને આઝાદી પ્રાપ્ત કરવાના સાધન તરીકે ક્યારેય સ્વીકારતા નથી. તેનાથી અમારી જાતને અલિપ્ત રાખીએ છીએ તેમ છતાં સરદાર ભગતસીંગ અને તેમના સાથીદારો સુખદેવ અને રાજગુરુ એ જે બહાદુરીબતાવી ને બલિદાન દેશ માટે આપ્યું છે તેને આ સભા સર્વાનુમતે બિરદાવે છે. ત્રણેના કુટુંબીજનોના આ શોકમાં ભાગીદાર બને છે. અને તેમને દિલસોજી પણ પાઠવે છે.ગોરી સરકારે ત્રણેય શહીદોને ફાંસીએ લટકાવીને દેશની પ્રજાની તેમની સજાને ઘટાડવાની લાગણીને ઠુકરાવીને ઇરાદાપુર્વક આપખુદ પ્રતિહીંસા કરી છે તેને વખોડી નાંખે છે.
અધિવેશનમાં ચૌ–તરફ ફેલાયેલા શોકમગ્ન વાતાવરણમાં ભગતસીંગના પિતા કીસનસિંગે ભગતસીંગની મૃત્યુ પછીની અંતિમ ઇચ્છા કહી સંભળાવી જેથી શોકમગ્ન વાતાવરણમાં થોડી હળવાશ પેદા થઇ. " અધિવેશનમાં હાજર રહેલ સૌ કોંગ્રેસ ડેલીગેટને વિનંતી કરી છે કે તમે બધા તમારા સેનાપતિ "ગાંધીજી" અબાધિત ને બિનશરતી ટેકો આઝાદીની લડત માટે આપજો. તો જ આપણે સ્વતંત્ર્તા મેળવી શકીશું."
ભગતસિંગે પોતાની જેલ ડાયરીમાં લખ્યું હતું કે " દેશના યુવાનોએ સામાન્ય લોકો માટે આઝાદી સમાજવાદી વિચારસરણીને આધારે મેળવવા તૈયાર કરવાના છે.તે માટે ક્રાંતિકારી સાધન પધ્ધતીઓ વિકસાવવી પડશે. પંજાબના યુવાનોને સંબોધીને લખ્યું છે કે 'દેશના સ્વતંત્ર્તાના સંઘર્ષમાં તમારે નહેરુ અને સુભાષચંદ્ર્ બોઝને રોલમોડેલ તરીકે સ્વીકારવાના છે. પોતાના નાના ભાઇને સંબોધીને જેલ ડાયરીમાં ઉર્દુમાં લખ્યું હતું.
" ખુશ રહો અહલે વતન હમ તો સફર કરતે હૈ."
હવે પછી ભગતસીંગે પોતાના ૨૩ વર્ષના ખુબજ ટુંકા જીવનકાળમાં જે વાંચ્યુ અને વિચાર્યું છે તેની ખાસ જુદી નોંધ બનાવીને સ્વતંત્ર લેખમાં આની સાથે જ તૈયાર કર્યું છે.
––––––––––––––––––––––––––––––––––––––––––––––––