સુપ્રસિધ્ધ અખબારી કોલમનીસ્ટ, અટલબિહારી બાજપાઇ સરકારના મંત્રી શ્રી અરુણ શૌરીએ પોતાની કાળજીપુર્વક અને બારીકાઇ ભરેલી જીવનકવન વૈચારીક શૈલીને આધારે " વિનાયક દામોદર સાવરકર" ની જીવન કથા હકીકતોને આધારે તૈયાર કરી છે. સાવરકરના જુઠઠાણાને હકકીતો અને ઐતીહાસીક બ્રીટીશ ગેઝેટોની મદદ લઇને પર્દફાર્શ કર્યા છે. આશરે ૪૫૦ પાનાના દળદાર પુસ્તકમાં ૬૦૦ ઉપરાંત તો સંદર્ભ નોંધો છે. આ ઉપરાંત સાવરકરના પોતાના લખાણોના પુરાવા અને પુસ્તકોનો તો ઉપયોગ છે જ. મારો પ્રયત્ન એ રહેશે જ કે નીચે જણાવેલ પ્રશ્નોને
આધારે ક્રમશ બને તેટલા સંક્ષીપ્તમાં પણ તેનું હાર્દ જળવાઇ રહે તે રીતે ભાવાનુવાદ કરીને ગુજરાતી ફેસબુક–વોટસઅપના મારા વાંચકો માટે રજુ કરતા રહેવું.
The New Icon- Savarkar And Facts.
શું સાવરકરે માર્સેલ્સમાં પોતાના સુપ્રસિદ્ધ ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે તોફાની સમુદ્રનો સામનો કર્યો હતો?
શું ગાંધીજી અને તેઓ લંડનમાં "મિત્રો" તરીકે સાથે રહ્યા હતા, એવો દાવો ગાંધીજીની હત્યાના કેસ દરમિયાન સાવરકરે કર્યો હતો?
(C) શું તેઓ આંદામાનમાં જેલરોની ક્રૂરતાને કારણે મુસ્લિમોનો વિરોધ કરતા હતા? અંગ્રેજોને કરેલી દયા અરજીઓ વિશે શું કહેવું?
(D) શું તેમણે અંગ્રેજો માટે "રાજકીય રીતે ઉપયોગી" બનવાનું વચન આપ્યું હતું અને પોતાની મુક્તિ માટે એવી શરતો સ્વીકારી હતી જે અંગ્રેજોએ પણ માંગી ન હતી?
(E) ભારત છોડો ચળવળ( Quit India Movement-1942) દરમિયાન, શું સાવરકરે અંગ્રેજોને સંપૂર્ણ "હૃદયપૂર્વક સહકાર" આપવાનું વચન આપ્યું હતું? તેમણે અંગ્રેજો પાસેથી શું માંગ્યું હતું?
(F) શું સાવરકરે સુભાષ બોઝને નેતાજીએ જે માર્ગ અપનાવ્યો હતો તે માર્ગ બતાવ્યો હતો?
(G) હિન્દુ ધર્મ, આપણી માન્યતાઓ અને "પવિત્ર ગાયો" વિશે, સાવરકરે ઉંડી શોધખોળ કરીને શું વિચાર્યું? શું આપણા લોકો સાવરકરે જાળવી રાખેલા હિન્દુત્વથી ભરેલા છે?
(H) સાવરકરે કેવા પ્રકારના રાજ્યની કલ્પના કરી હતી? શું આજે સાવરકરને એક મોટી અસુવિધા - ગાંધીજી - ને ભૂંસી નાખવા માટે પુનર્જીવિત કરવામાં આવી રહ્યા છે?
ન્યૂ આઇકોનમાં, અરુણ શૌરી આ અને અન્ય પ્રશ્નોના જવાબ આપવા માટે સાવરકરના પુસ્તકો, નિબંધો, ભાષણો અને નિવેદનોમાં ઊંડા ઉતરે છે. તેઓ બ્રિટિશ સરકારના આર્કાઇવ્સ ખોદે છે. તેઓ આપણને સમકાલીન રેકોર્ડ્સમાંથી પસાર કરે છે. અને એવા તથ્યો શોધી કાઢે છે જે આશ્ચર્યચકિત કરી દેશે.
ભાગ–૧.
વિનાયક દામોદર સાવરકરના ગાય અંગેના તાર્કીક- રેશનલ મુલ્યાંકનો.
Critical- Rational Thoughts of Vinayk Damodar Savarkar on Cow.
ગાય એક બીજા અન્ય ભેંસ, ઘોડો, ગધેડુ અને કુતરો જેવા પ્રાણીઓની માફક ઉપયોગી પ્રાણી છે. તેથી તે હિંદુઓની માતા બની જતી નથી. ગાયમાં કોઇ દેવતાનો વાસ નથી. તે દેવતા તો ચોક્ક્સ નથી. ગાય ઉપયોગી છે. માટે આપણા હિત માટે તેની દેખરેખ રાખવી જરુરી છે. પણ દરેક ઉપયોગી વસ્તુને પુજા ન થાય! " ગૌપાલન આવકાર્ય છે. પુજન બિલકુલ નહી." જે દિવસથી ગાયની ઉપયોગીતા પુરી થઇ જાય પછી તેની સાર– સંભાળ રાખવાની બંધ કરી દેવી જોઇએ.
સાવરકરે આગળ લખ્યું છે કે " ગૌ ભક્તિએ પાગલપન, વાહિયાતપણું, મુર્ખતા અને શુધ્ધ્ મુર્ખતા છે. ગાયને ભક્તિ–પવિત્ર ભાવથી તેની સાથે વ્યવહાર કરવો તે રાષ્ટ્રની બૌધ્ધીકતાની સરેયામ હત્યા છે.માટે પાપ છે.( The venerating the cow has become the sin of killing the intelligence of the whole nation.) સૌ. Samagra Savarkar Vangmaya.Volume-2 page-678.
હિંદુઓ ગાયને પોતાની જન્મદાતા માતા કરતાં પણ વધારે પવિત્ર સ્થાને બેસાડે છે. આપણે બધા આપણી માતા અને ગાય બંનેનું દૂધ પી ને મોટા થયા છીએ. ઘણા બધા માને છે કે ગાયમુત્ર પવિત્ર છે. તેનાથી ઘણા રોગ મટી શકે છે. માણસના મુત્ર અને ગાયના મુત્ર વચ્ચે શું તફાવત છે? આપણી લોહી, પેશાબ –ઝાડો (માનવ–મળ) તપાસવાની લેબોરેટરીમાં ટેસ્ટ કરાવીએ તો? ગાયના છાણ–પેશાબની માફક કેમ આપણે ઘોડી– ગધેડીઅને મરઘી–કુકડીની વિષ્ટાનો ઉપયોગ ન કરી શકીએ. ગાય– ભેંસનું વાસીદુ કુદરતી ખાતર છે જેનો ઉપયોગ ખેતીની જમીનમાં સદીઓથી ખેડુત કરતો આવ્યો છે. ગૌમુત્ર પિવાથી રોગ મટે કે કઇ રીતે પુન્ય મળે? આપણે હિંદુ ધર્મને તેના ઉચ્ચ આધ્યાત્મીક સ્થાને લઇ જવો હશે તો આવા મુર્ખતા ભરેલા કહેવાતા ધાર્મીક સંસ્કારોમાંથી વહેલામાં વહેલા બહાર નીક્ળવું પડશે! સૌ. વોલ્યુમ ૮–પાનુ ૩૫૬ થી ૩૬૭.
ગાયને આપણે તેની ગમાણમાં રાખીએ છીએ. જ્યાં તે છાણ– પેશાબ કરે છે. નાંખેલો ચારો, ઘાસ, પુળા વિ ખાય છે. તેના પર બેસે છે. તેનું પુછડું ચારે બાજુ તેના શરીર અને વિ બાજુ ફેરેવે છે. ગામની અંદર ફરતી ગાયો ભેગા થયેલા કચરાના ઢગલામાંજ જોવા મલે છે. સ્વચ્છ કપડાં પહેરીને બ્રાહ્યણ ચાંદીના વાસણમાં જેટલું જરુરી હોય તેટલું ગૌમુત્ર અનેે છાણ ભેગુ કરે છે. મારા લખાણો પર પ્રતિબંધ મુકવાને બદલે મારા સનાતન ધર્મી ભાઇઓએ પોતાના મુર્ખતા ભરેલા કાર્યો બંધ કરવા જોઇએ.
સાવરકરની દલીલ છે કે ગૌ પુજાની પાછળની મારી ટીકાઓને તોડમરોડ કરીને ન મુકશો. આપણે લોકોએ વૈજ્ઞાનીક અભિગમ, પુરાવા આધારીત વર્તન શીખવાની જરુર છે. મારા મત મુજબ મેં એક નવી દેવી શોધી કાઢી છે. તેનું નામ છે દેવી તર્કવિવેક– The Goddess of Reason. સદીઓથી સનાતન ધર્મના નામે ચિલાચાલુ રુઢી–રિવાજોને વી.ને વૈજ્ઞાનિક અભિગમ અને પેલી નવી દેવી તર્કવિવેકની એરણે તપાસી અને પછી તે ટેસ્ટ પર સાચા નિકળે તો અમલમાં મુકો નહી તો કાયમી બાય બાય–ટાટા કરી દો.
( 6) ગાયમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે. તેની એકલાની જ નહી પણ સમગ્ર ગૌ વંશની સેવા કરનાર અને તે પણ પેઢી દર પેઢી કરનાર ખેડુત કુટુંબના ઘરે જઇને જોયું છે ખરુ કે તે બધાની કેવી સ્થિતિ છે? તો આ ૩૩ કરોડ હિદું દેવ–દેવીઓને ધારણ કરનાર ગાય માતા ાને તેના વંશને પોષનાર ને પુછો તો ખરા કે ભાઇ! કોઇ દિવસ આગૌ મૈયાના દેવોએ તને કાંઇ મદદ કરી ખરી? તેને વધુમાં પુછો કે ભાઇ ! તેં અંબાણી– અદાણી–ઇલોન મસ્ક– અને ચેટ–જીટીપી જેવા નામો સાંભળ્યા છે ખરા?
ભાગ–૨ હવે પછી