Thursday, March 27, 2025

ભાગ–૩ સાવરકર, બોઝ અને તેમની આઇ એન એ.(INA) ઇન્ડીયન નેશનલ આર્મી.


ભાગ–૩ સાવરકર, બોઝ અને તેમની આઇ એન એ.(INA) ઇન્ડીયન નેશનલ આર્મી.

ભારતને આઝાદી મળી ગઇ છે. ગાંધીજીનું ખુન પણ થઇ ગયું છે. તે ખુનના ગુનામાં સાવરકર સંડોવાયા હતા તેમ છતાં તે નિર્દોષ  સાબિત થયા છે.હવે સાવરકરે હિંસાના માધ્યમ દ્રારા ક્રાંતિ કરવા બનાવેલી સંસ્થા 'અભિનવ ભારત' ને સમેટી લેવાનું નક્કી કર્યું છે. કારણકે હવે દેશમાં પોતાની ચુંટાયેલી સરકાર છે. તેથી મે માસ ૧૯૫૨માં પુના મુકામે સદર સંસ્થાના વિસર્જન માટે બોલાવેલી સભામાં સાવરકરે નીચે મુજબ પોતાના નેતૃત્વ નીચે હિંસા દ્રારા બ્રીટીશ સરકારને દેશમાંથી કાઢી મુકવા જે કામ ભુગર્ભમાં રહીને કર્યા હતા તેનો અહેવાલ ચાર દિવસ ચાલેલી સભામાં આપ્યો હતો.

(૧) પ્લાન–બીજા વિશ્વ યુધ્ધ દરમ્યાન હજારોની સંખ્યામાં(આર એસ એસ) બ્રીટિશ લશ્કરમાં પોતાની વિચારસરણીવાળા કે તેના પ્રત્યે સહાનુભુતિ રાખનારાને ભરતી કરાવી દેવા.અને યોગ્ય તક ઉભી થાય ત્યારે તે જ લશ્કર બ્રીટીશ સરકાર સામે આંતરિક બળવો કરે!

(૨) મારી સુચના પર અજીત સિંગ ઇટલીમાં, સુભાષ બોઝના ભાઇ રાસબિહારી બોઝ જપાનમાં અને સુભાષબાબુ પોતે દેશમાંથી ભાગી જઇ જર્મની ને ત્યાર બાદ ૬૦,૦૦૦ જુવાન ભારતીયોની આઝાદ હીંદની ભરતી કરીને ચલો દિલ્હી, ચલો દિલ્હીના નારા સાથે બર્માના શહેર સિંગાપુરમાં ભેગા થાય.

(૩) ત્રીજા દિવસના પ્રવચનમાં એકાએક સુભાષબાબુનો ઉલ્લેખ આવી ગયો. ૨૨મી જુલાઇ ૧૯૪૦ના રોજ બાબુ 'સાવરકર ભવનમાં' મને મળવા મહંમદઅલી ઝીણા( જીન્હા)ની સુચનાથી આવી ગયા. કારણકે મારી અને ઝીણાની વિચારસરણી ગાંધીજીના અહિંસક આંદોલન દ્રારા આઝાદી પ્રાપ્ત થશે તેમાં વિશ્વાસ ન હતો. ઝીણા જેમ મુસ્લીમ પ્રજાનું હિત ધરાવતા હતા, તેવી રીતે હિંદુ મહાસભાના નેજા નીચે હું હિન્દુ પ્રજાનું હિત ધરાવું છું.અને બોઝ કોંગ્રેસમાંથી છુટા થઇને " ફોરવર્ડ બ્લોક"નું પ્રતિનિધિત્વ કરતા હતા. મારી માફક બોઝ પણ શસ્ર બળવા દ્રારા બ્રિટન સામે આઝાદીનો જંગ ખેલવા માંગતા હતા.

(૪)હિન્દુમહાસભાએ મારા નેતૃત્વ નીચે દેશમાં ફક્ત હિન્દુ યુવાનોને બ્રીટીશ હિન્દના લશ્કરમાં હજારોની સંખ્યામાં ભરતી કરાવવા માંડી છે. આ મારી હિન્દુ ક્રાંતિકારી આર્મી છે પણ ઇરાદાપુર્વક બ્રીટીશ લશ્કરમાં ભરતી થયેલ છે. આજ કામ મેં સને ૧૯૧૪માં પહેલા વિશ્વયુધ્ધના સમયે પણ કર્યું હતું પછી તે હિન્દુ યુવા લશ્કર જપાન અને જર્મનીના હાથમાં આવી ગયું હતું. ખરેખર સને ૧૯૧૧થી સાવરકર પેલા કેસનીસજામાં આંદામાનમાં જન્મટીપનો કારાવાસ ભોગવતા હતા. વધુમાં સાવરકરે પોતે આંદામાનની (અલાયદો ચારેય બાજુથી દરિયો હોય તેવો ટાપુ આંદામાન હતો અને આજે પણ છે.) જેલના  જે લેખીત પુરાવા આપ્યા છે તેમાં સદર કેદીઓને કોઇ એવી સવલત ન હતી કે કોઇ કાળે તેઓ ભારત દેશ સાથે એવો સંપર્ક શરુ કરવા શક્તિમાન હોય! જેમાં તે હજારોની સંખ્યામાં હિન્દુ આર્મી બ્રીટનના લશ્કરમાં ભરતી કરાવી શકે. ધારો  કે તે તંત્રમાં હિન્દુ યુવાનોને ભરતી કરાવી શક્યા હોય તો આ સાહેબ( સાવરકર) તો સન૧૯૧૧માં જેલમાં  હતા. તો તે કામ કરનાર સાવરકર સિવાય બીજા જે હોય તે પણ તે તો નહિજ.

·       આ મિટિંગમાં સાવરકરે નીચે મુજબનો પ્લાન બોઝને ક્રમશ: શું કરવાનો તે સમજાવ્યો!

·       બને તેટલી ઝડપથી બોઝ તમે દેશમાંથી પલાયન થઇ જાવ.

·       પહેલાં વિશ્ચયુધ્ધ પછી જે ભારતીય લશ્કરે જર્મની અને જપાન પાસે શરણાગતી સ્વીકારી છે તેમાં મોટાભાગના હિન્દુ છે તેનું હિન્દ આઝાદ સેનામાં રુપાંતર કરી નાંખો!

·       બ્રીટનને મારા પ્લાનની સમજણ પડે તે પહેલાં તેની પાસે દેશ છોડવા સિવાયનો બીજો વિક્લ્પ જ બાકી રહેશે નહી.

હકીકત– પહેલા વિશ્વયુધ્ધમાં જપાન, બ્રીટન, ફ્રાંસ, અમેરીકા અને રશીયા મિત્ર રાજ્યો હતા. તે બધા સંયુક્ત રીતે જર્મની સામે લડ્યા હતા. બ્રીટનની કોઇ ગોરી કે ભારતીય બટાલીયન જપાન સામે યુધ્ધમાં સંડોવાયેલી હતી જ નહી. જપાને પોતાને અનુકુળ ચીનનો કેટલોક ભાગ જીતી લીધો. જેમાં બ્રીટનનો પરોક્ષ ટેકો હતો. તો પછી જપાન કયા કારણોસર ભારતીય સૈનીકોને  યુધ્ધના કેદી (Prisoners of War POW) કે યુધ્ધબંધક બનાવે?

બીજી બાજુ જર્મની પ્રથમ વીશ્વયુધ્ધમાં ભયંકર રીતે હારીને બરબાદ થઇ ગયું હતું. વરસાઇલ કરાર કે ટ્રીટીમાં જીતેલા દેશોએ જર્મનીને એવા તમામ દિશામાંથી કાંડા કાપી લીધેલા હતા. હારેલા દેશ પાસે જીતેલા દેશના સૈનીક યુધ્ધક બંધક હોય ખરા?  કે પછી હારેલા દેશના કેદીઓ જિતેલા દેશના યુધ્ધબંધક હોય! સને ૧૯૭૧માં બંગલા દેશ અને ભારતે સંયુક્ત રીતે પાકિસ્તાનના લશ્કરને બંગલા દેશની ભુમી પર હરાવી આશરે ૯૦,૦૦૦ તેના દેશના સૈનીકોએ શરણાગતી સ્વીકારી હતી.ભારતે યુધ્ધબંધક તરીકે તેમને વર્ષો સુધી પાલ્યા–પોષ્યા હતા.

મેં AI, Crock, Jemini & Deep seek  ચારેયમાં તપાસ કરી તો એક જ જવાબ મલે છે કે પહેલા વિશ્વયુધ્ધ્માં જપાન કે જર્મની પાસે ભારતના કે બ્રીટિશ લશ્કરના કોઇ યુધ્ધબંધક સૈનીક હતા જ નહી.કારણકે જર્મનીએ  પ્રથમ કે બીજા વિશ્વયુધ્ધમાં ભારત પર લશ્કરી હુમલો કર્યો હોય તેવા લેશ માત્ર પુરાવા ઇતિહાસમાં નથી! સિવાય કે સાવરકરના મહાન ગપગોળા!

સાવરકર બોઝને સલાહ આપતા હતા કે તમે હિટલરનો સહકાર અને સાથ મેળવવા પ્રયત્ન કરો.

હિટલરે પોતાની જીવન કથા "Mein Kampf" યુરોપમાં છાતી કાઢીને બહાદુરીથી ફરતા બ્રીટન સામે હિંસક સત્તા પલ્ટો કરવાના સ્વપ્નાં સેવતાં ભારતીય ક્રાતિકારીઓ માટે નીચે મુજબનો અભિપ્રાય લખ્યો છે.

" હિટલરે લખ્યું છે કે આ બધા પુર્વ દેશોના કહેવાતા ક્રાંતિકારીઓને કોઇ અનુભવ નથી. તે બધા ભપકાદાર ફુલાવેલા ફુગ્ગાથી સહેજ પણ વધારે નથી. અમારે ત્યાં ઘણા જર્મન રાષ્ટ્રવાદીઓ ભારતીય ઠોઠ નિશાળીયાની વાતોમાંથી અંજાઇ જાય છે. ભરમાઇ જાય છે. તે મુર્ખાઓને પુછવામાં આવે કે તમને તમારા દેશમાંથી જર્મની સાથે કરાર કરવાની કોઇ સત્તા આપી છે? અને તે આપનારની તમારા દેશમાં કાયદાકીય કોઇ વજુદ છે ખરી? મારા મત મુજબ તેમની સાથે વાતચીત કરીને એક મિનિટ પણ બગાડવી તે જ મુદ્દાહિન અને નુકશાન કરનારી છે." વધુમાં હિટલર લખે છે કે

તે લોકોને ખબર નથી કે બ્રીટન એક જ એવો દેશ છે " British World Power" છે. શું તે તમારા દિવાસ્વપ્નોથી ભાંગીને ભુકકો થઇ જશે.! " Indian rebels will never ever successfully conquer her. We as Germans (From first world war experience) know from experience how difficult it is to conquer England. Apart form this, I, as a member of the German race, would prefer to see India under English rule than under the control of any other nation….

તો શું હિટલર બોઝના હાથે ઇગ્લેંડનો પરાજય કરવામાં મદદ કરે!

હિટલર કહે છે કે હું ઇગ્લેંડના નાગરિકોને સારી રીતે ઓળખું છું, તે દેશનો એકલો રહી ગયેલો તેનો છેલ્લામાં છેલ્લો નાગરીક પણ પોતાના દેશનું અસ્તીત્વ ટકાવવા પોતાના શરીરના છેલ્લા લોહીના બુંદ સુધી ઝઝુમશે. તમારા દેશના હિંસક ક્રાંતિ કરવા નીકળી પડેલા ને પુછો તો ખરા તમે તમારા પગથી જો ડગલા માંડવા સક્ષમ ન હોય અને બીજાઓની કાઠની ઘોડીઓની મદદથી તમે દોડવા નીકળ્યા છો?

સાવરકરે બોઝને એવું ગુલાબી ચિત્ર જર્મનીનું બતાવ્યું હતું કે જાણે હિટલર અને સત્તાધીશ ટોળકી બોઝ માટે " જાણે લાલ જાજમ પાથરીને સ્વાગત કરવા તૈયાર હોય! બોઝ જર્મની પહોંચ્યા પછી.....It took Bose one year of waiting to even get a meeting with Hitler. Hitler operational advice, his decision was to pack BOSE off in a German U -Boat to Japan. And ask Bose to raise army there.

છેલ્લું ઐતીહાસીક સત્ય– બોઝની હિંદીરાષ્ટ્રફોજ (આઇએનએ) બ્રીટિશ ભારતીય(સાવરકરવાળી હિંદુફોજ) લશ્કર સામે યુધ્ધમાં સિંગાપુર–કોહીમામાં સામ સામી આવી ગઇ ત્યારે ભારતીય બ્રીટિશ લશ્કરે બોઝની ફોજનો સંપુર્ણ ભુકકો બોલાવી દીધો હતો. બોઝની ફોજને જીવલેણ શિકસ્ત ખાવી પડી હતી. પેલા સાવરકરની કંઠી બાંધીને ગોરા લશ્કરમાં જોડાયેલ કોઇની ભાળ બોઝના આઇએનએના લશ્કરી અધિકારીઓન  મળી જ નહી.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––

ભાગ–૪ તૈયાર કરુ કે નહી તે મારા ફેસબુકના વાંચકોના અભિપ્રાય પર મુલતવી રાખું છું. મને ખબર નથી કે આ લેખમાળાના હજુ કેટલા ભાગ થશે.

 



--