(1) જવહરલાલ નહેરૂ––
તાજેતરમાં રાજસ્થાન શિક્ષણ વીભાગ તરફથી સમાચાર આવ્યા છે કે ત્યાંની બીજેપી સરકારે ઇતીહાસમાંથી દેશનાપ્રથમ વડા જવાહરલાલ નહેરૂનું નામ કાઢી નાંખ્યું છે.
નહેરૂજીના વિચારો અને કાર્યો કેવા હતા જે આર આર એસ અને બીજેપી તેમની આંખમાં પડેલી કાંકરીની માફક ખુંચે છે. નહેરૂજી દેશના ચુંટાયેલા વડાપ્રધાન સને ૧૯૫૧માં બન્યા ત્યારે ગાંધીજી અને સરદાર પટેલ ગુજરી ગયા હતા. નહેરૂજીને પોતાનાવીચારો પ્રમાણેનું " આધુનીક ભારત" બનાવવા માટેનું મોકળુ મેદાન કુદરતી રીતે મળી ગયું હતું. પ્લાનનીંગ કમીશન,પંચવર્ષીય યોજનાઓ, ભારે, ચાવીરૂપ અને માળખાગત સુવીધા ઉભી કરે તેવા ઔધ્યોગોની પસંદગી અને તે બધાની સ્થાપના અને વીકાસ માટે નાણાંકીય અન્ય સુવીધાઓ અને સવલતો રાજય તરફથી મળે તેવું આયોજન નહેરૂજીએ કર્યુ હતું.
આ બધા માટે દેશમાં આધુનીક શૈક્ષણીક સુવીધા પેદા થાય માટે ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલજી અને આધુનીક મેનેજમેંટસનું શીક્ષણ આપતી સંસ્થઓ તેમજ દેશભરમાં ગુરૂકુળો અને આશ્રમોને સ્થાને આધુનીક શીક્ષણ પુરૂ પાડે તેવી ઉચ્ચશીક્ષણની સંસ્થાઓ સ્થપાય તેવી હકારાત્મક રાજકીય અને રાજકોષીય નીતીઓ બનાવી હતી. નહેરૂજી આ બધા આધનીક મોટા ઉધ્યોગો, ભાખરા નંગલ ડેમ, રૂરકેલા અને ભીલાઇના સ્ટીલ પ્લાંટને દેશના આધુનીક મંદીરો( Modern Temples of India) તરીકે ઓળખાવ્યા હતા ને બીરદાવ્યા હતા. તેઓનો ખ્યાલ હતો કે દેશની પ્રજાને આધુનીક બનાવવી હશે તો તેને સદીઓથી ધર્મ અને તેની માળખાગત નાગચુડ પકડમાંથી છોડાવવી પડશે. આધુનીક જ્ઞાન– વીજ્ઞાનનું શીક્ષણ દેશના ખુણે ખુણે પહોંચાડવું પડશે. નહેરૂજીને દ્ર્ઢ પ્રતીતી હતી કે દેશના સર્વપ્રકારના પછાતપણાને પડકારી શકે તો તે આધુનીકતા અને તેમાંથી સર્જતા આધુનીક પરીબળો છે.
દેશ અને દુનિયામાં આધુનીકતા અને તે આધારીત જ્ઞાન હીંદુધર્મ અને તેના જેવા જ બીજા ધર્મોએ ટકાવી રાખેલ રૂઢીચુસ્ત સમાજ વ્યવસ્થાને ક્રાંતીકારી પડકાર આપી શકે તેમ છે. નહેરૂ આર્ષદ્રષ્ટા ( The Great visionary) હતા. તેથી આધુનીકતાના મુળીયા ભારતમાં મજબુત રીતે સ્થાયી થાય, વીકસે તેવું તેઓનું સ્વપ્ન હતું.
આર આર એસ અને બીજેપીનું મીશન ભારતને પાછું રૂઢીચુસ્ત, ધાર્મીક અને બ્રાહ્મણવાદી–વર્ણવ્યવાસ્થાને પંથે લઇ જવું છે.પણ પેલુ નહેરૂજીનું પાળેલુ ' આધુનીકતાનું ભુત' તેમનો પીછો છોડતું નથી. તો લાવો રાજસ્થાનની ઇતીહાસની ચોપડીમાંથી નહેરૂજીનું નામ જ કાઢી નાંખી એટલે આધુનીકતાનું જીન જે બાટલીમાંથી નીકળી ગયું છે તેને પાછું બાટલીમાંબંધ કરી પુરી દેવાશે. દેશનો નજીકનો ઇતીહાસ સાક્ષી આપશે કે ' બોટલમાં આધુનીકતાનું જીન જાય છે કે કંગાળ અને માયકાંગલી થઇ ગયેલી હીદું ધાર્મીક્તા.
Top of Form
LikeShow more reactions
Bottom of Form
(2) સરદાર પટેલ
સરદાર પટેલના વીચારો અને તે આધારીત વ્યક્તીત્વ કેમ આર આર એસ અને ભાજપને પડકાર રૂપ ન હતું આજે પણ નથી?
આ માટે થોડો આઝાદીની ચળવળ અને તે સમયની કોગ્રેસ પાર્ટીનો ઇતીહાસ પર નજર નાંખીએ.
સને ૧૯૩૯માં ત્રીપુરા અખીલ હીંદ કોગ્રેસપક્ષના અધીવેશનમા ગાંધીજીએ જાણ્યું કે સુભાષચંદ્ર બોઝે સ્વયંભુ પક્ષ પ્રમુખ તરીકે પોતાની ઉમેદવારી જાહરે કરી હતી. ત્યારે ગાંધીજીએ બોઝની સામે જ. નહેરૂને પ્રમુખ ઉમેદવાર તરીકે વીનંતી કરી. ગાંધીજીની તે વીનંતીનો નહેરૂએ ઇન્કાર કર્યો. ફરી ગાંધીજીએ મૌલાના આઝાદને વીનંતી કરી જે મૌલાના આઝાદે પણ ઇન્કાર કર્યો. છેવટે ગાંધીજીએ આંધપ્રદેશના ડૉ પી સીતારામમૈયાને ઉભા રાખ્યા જે સુભાષચંદ્ર બોઝ સામે હારી ગયા.
ત્યારબાદ Actually, Gandhi meticulously started planning to destroy Subhash, who was now the most serious challenge to his ideology and superiority. ગાંધીજીએ ડૉ. સીતારામમૈયાની હારને ગાંધીજીએ પોતાની અંગત નેતૃત્વની હાર ગણીને સુભાષચંદ્ર બોઝ પક્ષપ્રમુખ તરીકે કામ ન કરી શકે તેવું અતીચોક્ક્સ આયોજન ( Meticulous Planning) ગાંધીજીએ સરદાર પટેલ જે પક્ષના જનરલ સેક્રેટરી હતા અને જેની પાસે વર્ષો સુધી પક્ષની નાણાં કોથળી (મરતાં સુધી) હતી, તેઓની મારફતે એક સામટા નેશનલ કોગ્રેસ વર્કીંગ કમીટી( તમામ કારોબારી સભ્યોના) રાજીનામા અપાવીને પુરૂ કર્યું. અંતે સરદારની આ 'ચેસ–પાયદળનીચાલે' બોઝને પક્ષપ્રમુખ તરીકે રાજીનામુ આપવા મજબુર કર્યા.
સરદારનો બીજા એતીહાસીક નીર્ણય ગાંધીજી સામે હતો. ગાંધીજીએ એવું દેશ સમક્ષ જાહેર કર્યુ હતું કે 'દેશના ભાગલા મારા પ્રાણના ભોગે કરજો'. સરદારની વાસ્તવીક રાજકારણની કુશાગ્ર બુધ્ધીએ જોયુંકે જો દેશના ભાગલા નહી પડેતો દેશ ઘણા લાંબા સમય સુધી આંતરીક ગૃહ યુધ્ધમાં (An indefinite period of civil war) હોમાઇ જશે! આ મુદ્દે આપણે સ્વીકારવું પડે કે ગાંધીજીના નૈતીક આદર્શ સામે સરદારે દેશના રાજકારણની નાડી પારખીને દેશ માટે હીંમતથી કોગ્રેસ રાષ્ટ્રીય કારોબારી સમક્ષ પોતાની વાત સ્વીકારાઇને લોર્ડ માઉન્ટબેટને તૈયાર કરેલ દેશના બટવારાના કરારને મંજુરીની મહોર મરાવી.
ત્રીજી અગત્યની સરદારની રાજકારણની રાજકીય વાસ્તવીકતા સામે રાજકીય આદર્શ ના ચાલે એવુ તેઓનું વલણ સને ૧૯૫૦માં કોગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે પુરષોત્મદાસ ટંડનની પસંદગીમાં દેખાઇ. દેશનું વાતવરણ ભાગલાને કારણે હીંદુકોમવાદી બનતું જતું હતું. હીંદુમહાસભા અને આર આર એસ આગામી લોકસભાની ચુંટણીમાં હીંદુ કોમવાદી કાર્ડનો પુરેપરો ઉપયોગ કરે તેમ હતું. તેને અટકાવવા સરદારે નહેરૂના ઉમેદવાર આચાર્ય કૃપલાનીને હરાવીને પોતાના ઉમેદવાર પી ટંડનને જીતાડયા. તેનું કારણ પી. ટંડનનું નેતૃત્વ કોગ્રેંસમાંની હીંદુત્વવાદી છાવણી ઉપર હાવી જઇને આગામી દેશની લોકસભાની ચુંટણીમાં પક્ષને મદદરૂપ થાય. પણ જેમ ગાંધીજીએ જેવી દશા સુભાષચંદ્ર બોઝની કરી હતી તેવી દશા નહેરૂએ ટંડન કરીને રાજીનામુ લઇને કરી.પણ તે સમયે સરદાર હયાત નહતા.
નહેરૂના કાશ્મીરના મુદ્દાને યુનોમાં લઇ જવાના નીર્ણય સામે સરદારની સ્પષ્ટ નારજગી હતી. છેલ્લા ૭૦ વર્ષોથી કાશ્મીર એક સમસ્યા છે તેને માટે જવાબદાર હોય તો તે નહેરૂનો ઉપરનો નીર્ણય હતો.અમારા સરદારને જો આ પ્રશ્ન ઉકેલવા નહેરૂએ મોકળાશ અને સ્વતંત્રતા આપી હોત તો તે સમયેદીવસોમાં નહી પણ કલાકોમાં તે પ્રશ્ન ક્યારનોય ઉકેલી નાંખ્યો હોત. જે મુડીને આર આર એસ, ભાજપા, નરેન્દ્ર મોદીના નેતૃત્વએ ભરપેટ ઉપયોગ કરવામાં કામમાં લાગી. ધારોકે સરદારે આ પ્રશ્ન ઉકેલી નાંખ્યો હોત તો આર આર એસ વી. બીજા કયા કયા મુદ્દાઓ લઇને ગાઇ બજાવીને પોતાની તરફેણમાં પ્રજામત કેળવતા!
આર આર એસ એક ઉગ્ર રાષ્ટ્રવાદી સંગઠન તરીકે માને છે કે ભારતને એક રાષ્ટ્ર તરીકે વીશ્વના નકશામાં મુકનાર હોય તો સરદાર છે. જેણે એકલે હાથે બધા જ દેશી રજવાડાનું વીલીનકરણ કરાવી ભારતને આધુનીક રાષ્ટ્ર બનાવ્યું. માટે જ નરેન્દ્ર મોદીએ નર્મદા ડેમ પર 'સ્ટેયુ ઓફ યુનીટી' ભારતને એક રાષ્ટ્ર બનાવનારની પ્રતીમા બનાવવાનું નક્કી કર્યુ છે.
આમ આર આર એસની વીચારધારામાં બંધ બેસે તેવું સરદારનું વ્યક્તીત્વ હતું.
Top of Form
LikeShow more reactions
Bottom of Form
(3) ગાંધીજી––
તેઓના મત પ્રમાણે ગાંધીજી હીંદુ સુધારાવાદી (Religious Reformer) હતા. ગાંધીજીએ અસ્પૃશ્યતાને ' હીંદુ ધર્મના કલંક' તરીકે ઓળખાવી હતી. પણ તેના માટે
જવાબદાર 'વર્ણવ્યવસ્થા'ના માળખાના સર્વનાશ માટે કોઇ સામાજીક આઝાદીની ચળવળ એટલા માટે ઉપાડી નહતી. કારણકે તે સર્વધર્મ સમભાવમાં માનતા હતા. પણ
નહેરૂજીની માફક સર્વધર્મ અભાવમાં માનતા નીરઇશ્વરવાદી માનવવાદી (હ્યુમેનીસ્ટ) ન હતા. જો તમે સર્વધર્મ સમભાવના ભાગ તરીકે હીંદુ ધર્મને સ્વીકારો તો હીંદુ ધર્મને
સદીઓથી ટકાવનાર અને પોષણ આપનાર તેના " વર્ણવ્યવસ્થાના અને જ્ઞાતી પ્રથાના માળખાની સામે" બળવો કરવા કયું ' નૈતીક બળ' અને ક્યાંથી મેળવી શકો?
ગાંધીજી જીવ્યા ત્યાંસુધી હીંદુ સુધારાવાદી અને ઇશ્વરમાં સંપુર્ણ આસ્થા રાખનાર પ્રમાણીક માણસ તરીકે જીવ્યા. તેઓએ આઝાદીની ચળવળ માટે જરૂરી રાષ્ટ્રીય એકતા
અને અખંડતા માટે જરૂરી 'હીંદુ–મુસ્લીમ' એકતા માટે પોતાની જાનની બાજી વારંવાર લગાવી દીધી હતી. પણ તેવું કાંઇ ગાંધીજીએ વર્ણવ્યવસ્થાના સદંતર નીર્મુલન માટે
કર્યુ હોય તેની કોઇ એતીહાસીક નોંધ નથી. હા, જરૂર ગાંધીજીએ વ્યક્તીગત ધોરણે 'હરીજન કુટુંબના' આશ્રમ પ્રવેશ અંગે કોઇ સૈધ્ધાંતીક બાંધછોડ કરી ન હતી. ને મક્ક્મ
રહ્યા હતા.
આવા ગાંધીજી, કેવી રીતે આર આર એસના વૈચારીક હીંદુ મોડેલના પડકાર રૂપ હતા. તમને નથી લાગતું કે પેલા સનાતન ધર્મી હીંદુ ગોડસે વાદીઓનું તાકેલુ નીશાન જ
ખોટુ હતું. જો તે સમયનું નીશાન યોગ્ય હોત તો અત્યારે જે આર આર એસને નહેરૂજીના આધુનીકતાના મોડેલનો સામનો કરવો પડે છે અને તે મોડેલ તેમના હીંદુત્વને જે
કારમી હાર ચોક્કસ આપશે તો તે 'દાડા' જોવાનો વારો જ ન આવત! ઘણીવાર ઐતીહાસીક પરીબળોનું અવાસ્તીવીક મુલ્યાંકન માનવ જાત માટે આર્શીવાદ રૂપ સાબીત
થાય છે.