Thursday, August 25, 2016

વોશીંગટન ડી સીમાં રીઝન રેલી– એક રીપોર્ટ.

'Reason Rally' Highlights Non-religious Voting Bloc

·          

Atheists and freethinkers gather in Washington D.C. at the Reason Rally 2016 (A. Barros/VOA)

સમગ્ર વીશ્વ ૪થી જુનના દીવસને 'ડે ઓફ રીઝન' તરીકે ઉજવે છે.

અમેરીકામાં તારીખ ૪થી જુનના દીવસે હજારો સંશયવાદીઓ, માનવવાદીઓ, ઉદારમતવાદીઓને નીરીઇશ્વરવાદીઓ ( Agnostics, humanists, free thinkers & athiests) રાજધાની વોશીંગ્ટન, ડીસી,માં લીંકન મેમોરીઅલ પાસે એકત્ર થયા હતા. તે બધા  દેશના બાવન રાજ્યોમાંથી સ્વખર્ચે પોતાનો મતદાર તરીકેનો સંગઠીત અવાજ બુલંદ રીતે રજુ કરવા એકત્ર થયા હતા. લગભગ તે બધાની અંદાજી સંખ્યા આશરે ત્રીસ હજારની હતી. ' રીઝન રેલી' નો કાર્યક્રમ આખા દીવસનો હતો.

 આ રેલીના આયોજકોનો હેતુ સ્પષ્ટ હતો. અમેરીકામાં દરેક લોકશાહી રાજ્ય વ્યવસ્થાની માફક  નાગરીકોના ચુંટાયેલા પ્રતીનીધીઓ જેઓ દેશના સંચાલન માટે કાયદા ઘડે છે પસાર કરે છે તેમને સંદેશ આપવો હતો કે આગામી રાષ્ટ્રપ્રમુખ ની ચુંટણી નવેમ્બર માસમાં આવે છે. તેમાં ' અમારા નીરીઇશ્વરવાદીઓના મતદાર સમુહને (non-religious believers are a community of voters)નજરઅંદાજ ન કરે!

અમે હાલના રાષ્ટ્રપ્રમુખ ઓબામાની ' વ્હાઇટ હાઉસ' ની ઓફીસથી ફક્ત દસ મકાનો (ટેન બ્લોકસ) દુર છીએ. આ રીઝન રેલીના આયોજક અને એક્ઝીક્યુટીવ ડીરેક્ટર એલ લીડલ, ઓબામાને સંભાળવવા માંગે છે કે ' આ દેશમાં અમારા મતદાર સમુહનો જથ્થો એટલો મોટો હવે થઇ ગયો છે કે આગામી દેશની ચુંટણીમાં અમારો સંપુર્ણ મત સમુહ એક નીર્ણાયક પરીબળ બની રહેવાનો છે. આ રેલીમાં વીશ્વ વીખ્યાત અમેરીકાનો ખગોળ વીજ્ઞાની બીલ ને, કોમેડીયન જુલીયા સ્વીને, જાદુગર પેનજીલેટ અને નાસાના વૈજ્ઞાનીક કાર્લો પોર્કો તથા મેરીલેંડ રાજ્યનો સેનેટર જે રસ્કીન પણ ખાસ હાજર રહેવા રહ્યા હતા.

નાસાના વૈજ્ઞાનીક કાર્લો પોર્કોએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે દેશની સમસ્યાઓ દુર કરવા ' 'પ્રાર્થના' કરવાની જરૂર નથી પણ સમસ્યાઓને સમજીને તેના ઉપાયો શોધવાના છે. તે માટે વૈજ્ઞાનીક પધ્ધતી આધારીત સત્ય શોધી કાઢવા માટે તર્કવીવેક શક્તી ( લોજીકલ રીઝનીંગ)ની મદદ લેવાની છે. આપણા રાષ્ટ્રીય જીવનને અસરકર્તા નીયમો અને કાયદાઓ ઘડવા માટે અને તેના સાચા ઉકેલ માટે આપણે વૈજ્ઞાનીક માર્ગદર્શીકાનો ઉપયોગ કરવો પડશે.

 અન્યવક્તાઓએ શાળાઓમાં વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત જાતીય શીક્ષણ( સેક્સ એજ્યુકેશન), પુરાવા આધારીત પર્યાવરણના ફેરફારની નીતી, કોંગ્રેસમાં કાયદા બનાવનાર બંને ગૃહો સાથે સંવાદ અને જન્મજાત લીંગપરીવર્તીત જાતીઓના( Transgenders) સભ્યો માટે જાહેર શૌચાલયો અને રેસ્ટરૂમ્સના ઉપયોગની તરફેણ વગેરે મુદ્દાઓની રજુઆત કરી હતી.

કોંગ્રેસના નીર્ણયોપર પ્રભાવશાળી જુથ બનવાના પ્રયત્નો(Lobbying congress)–

 સેક્યુલર કોલીશન ઓફ અમેરીકાના એક્ઝીકુટીવ ડીરેક્ટર લેરી ડેકરે પોતાની સંસ્થાની પ્રવૃત્તી અંગે માહીતી આપતાં જણાવ્યું હતું કે અમારા ' સેક્યુલર ગ્રુપે સેનેટ(રાજ્ય સભા) અને પ્રતીનીધી હાઉસ ( લોકસભા)ના કુલ ૩૦૦ સભ્યોની મુલાકાત લઇને જુદા જુદા રાષ્ટ્રીય પ્રશ્નોને ઉકેલવા પોતાનો સેક્યુલર અભીગમ સમજાવ્યો હતો. અમે બંને ગૃહોના સભ્યો ને સમજાવ્યું હતું કે તમે બધાએ વર્ષો સુધી દેશની ખ્રીસ્તી ધાર્મીક જુથોની માંગણીઓને લક્ષમાં લઇને દેશની પ્રજાના ' નાગરીક હક્કોના ભોગે, આ જમણેરી ધાર્મીક જુથો તમારી પાસેથી ઘણું બધું સમાધાન કરવીને ધાર્યુ કરાવી ગયા છો. તમારા આવા વલણની અમે ગંભીર નોંધ લીધી છે. હજુ અમે એ આશા સાથે સંરક્ષાણાત્મક અભીગમ રાખી જીવીએ છીએ કે બંધારણે બક્ષેલા નાગરીક અધીકારો અમારા બાળકો અને અમારા પૌત્રો સુધી કોઇપણ હીસાબે સહીસલામત રહેવા જોઇએ.

Warning the religious right

 

ઉપરના પ્રવચનને આધારે રીઝન રેલીમાંથી દેશના બધાજ પ્રકારના ધાર્મીકો સામે ચેતવણીનો સામુહીક અવાજ ઉઠયો કે તમે બધા  'બંધારણ સાથે ચેડા કરવાનું બંધ કરો ' અને અમેરીકાના બંધારણના ઘડવૈયાઓના પવીત્ર સ્વપ્નાને ( desecrating the dreams of the American founders) તમારી ધાર્મીક માન્યતાઓ ઠોપી દઇને છીન્નભીન્ન કરી ન નાંખો. ભલે અમે જુદી જુદી નીરીઇશ્વરવાદી સંસ્થાઓના લેબલ નીચે અહીંયા એકત્ર થયા છે. પણ તમે બધા ધ્યાનમાં રાખજો કે અમે ઉપસ્થીત થયેલા સૌ અને બીજા લાખો અમારા સાથીદારો તમારી સામે મતદાર તરીકે તો સંગઠીત રીતે એક જ છીએ.

 મહામુસીબતે અમે ચર્ચને (ધર્મને) રાજ્ય સત્તાથી દુર રાખવામાં સફળ થયા છે. અમારે  ઇતીહાસમાં પાછા જવું નથી.આંકડાકીય રીતે સંશોધન કરતી સંસ્થા પાસે દેશમાં નીરીઇશ્વરવાદી નાગરીકોની સંખ્યાનો સ્પષ્ટ આંકડો નથી. કારણકે આ શબ્દની વ્યાખ્યાના અર્થઘટનમાં અસ્પષ્ટતા છે.દેશમાં અન્યના ભીન્ન મત સામે સહનશીલતાનું (ટોલરન્સ લેવલ) સ્તર ઘણું ઉચું છે.

 

Singer Shelley Segal tells the audience they should be really proud of the movement they support. (A. Barros/VOA)

 


--