Friday, May 1, 2020

મોદીજી, જે ઉત્સાહથી લોકડાઉનશરુ કર્યું હતું એટલાજ ઉત્સાહથી હવે લોકડાઉન ઉઠાવી લો.



--
Bipin Shroff

 


મોદીજી,
જે ઉત્સાહથી લોકડાઉન શરુ કર્યું હતું એટલાજ ઉત્સાહથી હવે લોકડાઉન ઉઠાવી લો.
(
૧) લોકડાઉન શરુ કરે ૪૦ દીવસ ૩જી મે એ પુરા થશે. તેનો કોઇ અંત હોઇ શકે ખરો? આટલા મોટો સમયગાળો રાજ્યને કોરોનાથી સંક્રમીત લોકોની આરોગ્યને લગતી તમામ જરુરી સુવીધાઓ જેવી કે વેન્ટીલેટર્સ, ઓકસીજન સીલીન્ડર્સ, ડૉક્ટર્સોથી માંડીને અન્ય સ્ટાફ માટેના સંરક્ષણ માટેના સાધનોનો પુરવઠો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ થઇ ગયો હશે. દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસીતપ્રદેશોની હોસ્પીટલોમાં તે બધો પુરવઠો પહોંચી ગયો હશે. બાકી હોય તો મહેરબાની કરીને નહી પણ રાજ્યકર્તાની ફરજના ભાગરુપે આવો પુરવઠો સત્વરે પુરો પાડવાની નાગરીકો તરીકે અમે આપની સરકારને વીનંતી કરીએ છીએ.
(
૨) દેશની પ્રજાને સ્પષ્ટ રીતે તમામ માધ્યમોથી કોરોના વાયરસ સામે પ્રતીકાર પેદા કરવાની રસી કે વેક્સીન આજે તો નહી અને આવતા એકથી દોઢ વર્ષ સુધી ભારત સહીત વીશ્વના કોઇ દેશને મલવાની શક્યતા નથી જ તે જણાવી દો. આ વૈજ્ઞાનીક, તાર્કીક અને બુધ્ધીગમ્ય સત્ય નહી પણ નગ્ન સત્ય છે. પ્રયોગશાળામાં પ્રયોગ કક્ષાએ વેક્સીન શોધાયા પછી તેને દેશ અને દુનીયાના લાખો નહી કરોડો લોકો સુધી સરળતાથી આર્થીક રીતે પણ પોષાય તે રીતે મારા અને તમારા ઘર સુધી પહોંચતાં કેટલો સમય લાગશે? આપશ્રી આ સત્યને સ્વીકારો અને દેશના નાગરીકોને સત્ય જણાવવાની હીંમત બતાવો!
(
૩) આપશ્રીની લોકડાઉનની નીતીને કારણે બે અનુભવો થયા છે. જે ખુબજ પ્રશંસનીય છે. એક સરકાર કે રાજ્યના પ્રયત્નથી સામાન્ય માણસ સુધી સમજ ફેલાઇ ગઇ છે કે કોરોના વાયરસનો ફેલાવો માણસના એકબીજાના ઘનીષ્ટ સંપર્કમાં આવવાથી પેદા થાય છે. માટે મોંઢા પર માસ્ક પહેરેવો અને એકબીજાથી યોગ્ય અંતર રાખીને વ્યવહાર કરવો. બીજુ આ વરવી હકીકત હોવા છતાં જીવનજરુરીયાતની ચીજ વસ્તુઓની ખરીદીમાં બધા જ નીયમો અને ડહાપણ બાજુપર મુકીને ટોળાબંધીમાંજ આપણે ખરીદી કરીએ છીએ. જે બદલાવાની કોઇ શક્યતા નથી જ. નાગરીકો તરીકે તેના પરીણામો ભોગવવા જ પડશે. અને રાજ્યે આવા નીયમોનું ઉલ્લંઘન કરનાર રોગીઓની સેવા પણ કરવી જ રહી.
(
૪) કોરોના સંકટમાં, આપણા બધા માટે એક યક્ષ પ્રશ્ન સામે આવીને ઉભો રહ્યો છે. સામાન્ય રીતે વૈશ્વીક મહામારી (pandemic)માં રાજ્યની જવાબદારી નાગરીકોની જીંદગી બચાવવાની હોય છે.પણ વીશ્વના ભારત સહીત બધા જ દેશોની સરકારો પાસે બે ફરજો એકી સાથે બજાવવાની આવી ગઇ છે. પ્રજાની જીંદગી બચાવવાની સાથે દેશના અને નાગરીકની આર્થીક સુખાકરી પણ બચાવવાની ફરજ આવી પડી છે. એકના ભોગે બીજાને બચાવાય તેવી સ્થીતી પસંદ થાય તેમ બીલકુલ નથી. રાજ્યકર્તાઓએ સમજી લેવું પડશે કે પ્રજાની તંદુરસ્તી અને દેશના અર્થતંત્રની તંદુરસ્તી એકબીજા પર આધારીત છે.( This dilemma will always be larger than life when there is a single objective of saving lives in a pandemic. But it must also be recognised that the health of people and the health of an economy are interdependent.) મોદીજી, આ બંને વચ્ચેની સમતુલા પોલીસદંડાસરકારી સત્તાના ઉપયોગથી મેળવી શકાશે નહી.

(૫) મોદીજી, દેશના નાગરીકોની એ ક્યારેય પસંદગી ન હોઇ શકે કે અમે માંદા રહીશું અને ભુખ્યા પણ રહીશું. અમારે તો તંદુરસ્ત પણ રહેવું છે અને અન્ન ખાઇને ઓડકાર પણ લેવો છે.( be well fed.) આપણા દેશમાં એવા કુટુંબોની સંખ્યા કેટલી હશે કે જે દૈનીક, અઠવાડીક કે માસીક પગાર સીવાય પોતાના ઘરના રસોડાનો સાંજનો ચુલો સળગાવી શકે? છેલ્લા ૪૦ દીવસોના લોકડાઉનમાં આ બધા કુટુંબોના કેટલાના ઘરોમાં સાંજના ચુલા સળગ્યા અને કેટલાયના ઘરોમાં તે બધાના સભ્યો રાત્રે ભુખ્યા સુઇ ગયા? દેશની કોઇ ટીવી ચેનલે કે આપની ' મન કી બાત' માં તે બધી દેશની લોકડાઉનની વાસ્તવીકતાઓને ન્યુઝ તરીકે સ્થાન મળ્યું છે કે નહી તે મને તો ખબર જ નથી. આપના અને આર એસ એસના વડા ભાગવતજીના છેલ્લા પણ તાજેતરના તારણ મુજબ જેમ કોરાના વાયરસને કોઇ ધર્મ, જ્ઞાતી, જાતી, પ્રદેશ કે રાષ્ટ્ર નથી તેવું જ સાહેબ, માનવીની પેટની ભુખને પણ કોઇ ધર્મ, જ્ઞાતી, જાતી, પ્રદેશ નથી.
(
૬) અમારી નાગરીકો, સ્થળાંતરીત મજુરો, ઔધ્યોગીક મજુરો, શીક્ષકો, બેંક કર્મચારીઓ, અને નાના વેપારીઓ, ખેડુતો, નાના અને લઘુઉધ્યોગોના માલીકો બધાની આર્થીક મજબુરીઓની વાતને તમે બીલકુલ નજર અંદાજ તમારા જોખમે કરી શકો છો. પણ તમારી કેન્દ્ર અને રાજ્ય સરકારોની તીજોરીઓની શું હાલત છે? તે બધાનાં તળીયાં દેખાય છે કે હજુ વાર છે? મોદીજી! તમારી કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાં શું ચુકવવાનું મુલતવી રાખ્યા છે કે નહી?
(
૭) ગઇકાલના ટાઇમ્સ ઓફ ઇંડીયાના પાંચમા પાને સમાચાર છે કે કેરલા સરકારે જેણે દેશના તમામ રાજ્યોની સરખામણી કોરોના સંક્રમણ સામે સર્વશ્રૈષ્ઠ કામ કર્યું છે; તેની સરકારે તેના આવા સંજોગોમાં ખભેખભા મીલાવીને કામ કરનાર રાજ્યના કર્માચારીઓનો પગાર આવતા છ માસમાં ક્રમશ પ્રતીમાસે પાંચ દીવસનો કાપવાનું નક્કી કર્યું છે. તેની સામે કેરલા હાઇકોર્ટે તે નીર્ણયને ગેરકાયદેસર ઠરાવીને રદબાતલ કર્યો છે.
(
૮) પંજાબ સરકારના મુખ્ય મંત્રી કેપ્ટન અમરીન્દ્ર સીંહે કેન્દ્ર સરકારને લેખીત જણાવ્યું છે કે અમારી પાસે રાજ્ય ચલાવવા નાણાં નથી. અમારી રાજ્યની તમામ આવકો બંધ થઇ ગઇ છે. દારુ કે આલ્કોહલની દરેક પ્રોડકસ પર દેશના બંધારણ મુજબ તમામ રાજ્યો સરકારોને સેલ્સટેક્ષએકસાઇઝ કર નાખવાનો બંધારણીય અધીકાર છે. કેન્દ્ર સરકાર તેમાં હસ્તક્ષેપ કરી શકે નહી. કોઇ નીયંત્રણ તે અધીકાર પર મોદી સરકાર નાંખી શકે નહી. તેમ છતાં તે કામ કેન્દ્ર સરકારે કર્યું છે. પંજાબના મુખ્યમંત્રીએ મોદીજીને લેખીત જણાવ્યું છે કે મને કાંતો બંધારણીય હક્ક મુજબ આલ્કોહોલની પ્રોડકસ પર કર લેવા દો અથવા તે ખોટની ભરપાઇ કરી આપો. ગઇકાલે પંજાબ સરકારે માજી વડાપ્રધાન મનમોહન સીંગ અને ભુતપુર્વ પ્લાનીંગ કમીશનના માજી ચેરમેન શ્રી મોન્ટેક અલ્હુવાલીયાને આવા સંજોગોમાં આર્થીક રીતે રાજ્ય ચલાવવા માટે સલાહકાર તરીકે નીમણુક કરી છે.
(
૯) દેશનું અર્થતંત્ર સંપુર્ણ ખાડે ગયેલું છે. તેના તમામ માપદંડો નકારત્મક( Negative) છે. અર્થશાસ્રીઓના મતપ્રમાણે આવતા એક વર્ષ સુધી કશું આશાસ્પદ નથી. ગુજરાતના સુરત શહેરના ભુખ્યા, રોજીવીહીન સ્થળાંતર મજુરોએ બીજીવાર કાયદો હાથમાં લઇને હીંસા પર ઉતરી આવ્યા છે તે સમાચાર પણ ગઇકાલના ટા. ઓ. ઇં. એ ચોથા પાને આપ્યા છે.
(
૧૦)દેશમાં કોરોના સંક્રમણ ફેલાવાની આજની વાસ્તવીક સ્થીતી શું છે તેનો પણ અભ્યાસ કરીએ. (અ) દાદરાનગર હવેલી, દીવદમણ, લક્ષ્દીપ, નાગાલેંડ અને સીકકીમમાં એક પણ પોઝેટીવ કેસ આજદીન સુધી નોંધાયો નથી. (બ) અરુણાચલ પ્રદેશ,મીઝોરામ,મણીપુર,ત્રીપુરા છત્તીસગઢના ૭૫% જીલ્લાઓમાં એક પણ કેસ નથી.અને આ બધા રાજ્યો ઉપરાંત ગોવા જેવા રાજ્યમાં પહેલાં તે સંક્રમીત હતા પણ છેલ્લા ૧૪ દીવસમાં એક પણ કેસ નોંધાયો નથી. (ક) દેશના ૧૮ રાજ્યો અને કેન્દ્ર શાસીત વીસ્તારોના ૫૦ ટકા જીલ્લાઓ સંપુર્ણ કોરોના મુક્ત છે.(ડ) ગુજરાત, મહારાષ્ટ્ર, આંધપ્રદેશ, તેલગાણા અને તામીલનાડુના દરેક જીલ્લાઓમાં ઓછામાં ઓછો એક કેસ તો છે. સૌ ટા.ઓ.ઇ. પાનું૬. તા.૨૯૦૪૨૦.
ઉપરની સર્વ હકીકતો આપણા વડાપ્રધાન મોદીજીની ધ્યાન બહાર હોય તે વાત અશક્ય છે. તા. ૩જી મે ના રોજ તેઓશ્રી શું નીર્ણય કરે છે તે જોઇએ!.


http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com