૨૦મી સદીના સરમુખ્તયારો–તેમાં પહેલું મુલ્યાંકન બેનીટો મુસોલીની– ( 1883- 1945) ઇટાલી.
પુસ્તકનું નામ- How to be a Dictator ( The cult of personality in 20th century.) by Frank Dikotter.
પુસ્તકના લેખક ફ્રેંક દીકોત્તર મુળ નેંધરલેંડ દેશના નીવાસી છે. તે દેશની પ્રજાને ડચ પ્રજા તરીકે ઓળખવામાં આવે છે. લેખક પોતે હાલમાં હોંગકોંગ યુની માં ગેસ્ટ પ્રોફેસર ઓફ હ્યુમેનીટીઝ સને ૨૦૦૬થી તથા લંડન યુનીર્વસીટીમાં કાયમી પ્રોફેસર ઓફ મોર્ડન હીસ્ટ્રી ઓફ ચાઇના વીષયના છે.વીશ્વના બૌધ્ધીક જગતમાં લેખક ફ્રેંક દીકોત્તર વર્તમાન ચીન ઉપર આધારભુત અભ્યાસુ તરીકે જાણીતા છે. તેઓને સને ૨૦૧૧માં સેમ્યુએલ જ્હોનસન પ્રાઇઝ મળેલ છે. (He won the 2011 Samuel Johnson Prize for Non-Fiction, Britain's most prestigious book award for non-fiction ) સદર પુસ્તક ઉપરાંત લગભગ ૧૦ પુસ્તકો વર્તમાન ચીન પર લખેલા છે. ચીન પર લખેલાં તેમનાં ત્રણ પુસ્તકો (1) Mao's Great Famine,(2) The tragedy of liberation (3) The cultural Revolution ' Triology' ત્રણ પુસ્તકોનું ત્રેખડ ખુબજ પ્રશંસાને પાત્ર બનેલાં છે. ' હાઉ ટુ બી એ ડીક્ટેટર' પુસ્તક અંગે પણ વીશ્વના બેસ્ટ દૈનીકો જેવા ' ઇકોનોમીસ્ટ, સન્ડે ટાઇમ્સ, અને ગાર્ડીયને ત્રણેય લંડન યુકે ના એ અંગ્રેજીમાં અનુક્રમે A heroic piece of research, Ground breaking & unsparing in details & Brilliant & powerful તરીકે સદર પુસ્તકને નવાજ્યું છે.
' હાઉ ટુ બી એ ડીક્ટેટર' પુસ્તકમાં લેખકે ૨૦મીસદીના કુલ આઠ સરમુખ્તયારો જેવાકે મુસોલીની, હીટલર, સ્ટાલીન, માઓત્સેતુંગ, કીમ સીંગ બીજો ઉત્તર કોરીયાના, રોમાનીયાના કોસેક્યુ (Ceausescu) ઇથોપીયાના મેનગીસ્તુ(Mengistu) અને હૈતીનો દુવાલીયર (Duvalier) વીષે આધારભુત અને વાસ્તવીક પુરાવા સાથે માહીતી એકત્ર કરીને લખ્યું છે. તેમાંથી મેં ચાર સરમુખ્તાયારો, મુસોલીની, હીટલર, સ્ટાલીન અને માઓત્સેતુંગ ઉપર જે તૈયાર કરેલ છે તે ક્રમશ ફેસબુકમાં મુકીશ.
પ્રથમ બેનીટો મુસોલીની. ઇટાલી.–(૧૮૮૩–૧૯૪૫).
લેખક ફ્રેંક દીકોત્તરે બેનીટો મુસોલીનીનું ચરીત્ર ચીત્રણ ૩૧પાનામાં તૈયાર કર્યું છે. તે તૈયાર કરવા માટે લેખકે આશરે ૭૦ ઉપરાંત ચોપડીઓનો સંદર્ભ લીધો છે. આ બધી ચોપડીઓમાં મુસોલીની કેવી રીતે ફાસીસ્ટ બન્યો, મીડીયા,પત્રકારો, પ્રેસને પોતાને પક્ષે લાવવા કયા કયા પેંતરા જમાવ્યા હતા,ટોળાની લાગણીઓ ઉશ્કેરવા કેવા પ્રોપેગંડા કર્યા હતા,એક બાજુ સેન્સરશીપ અને બીજી બાજુએ ગોદી મીડીયાને પ્રોત્સાહન કેવી રીતે આપ્યું તેની વીગતો પણ આ પુસ્તકમાં આમેજ કરેલ છે. મુસોલીનીના જમાઇ ગેલેઝો સીઆનો અને હીટલરના સાથી ગોબેલ્સ સાથેની લેખીત માહીતીઓ વી. ઉપરાંત અઢળક માહિતીઓ એકત્ર કરીને આ નાનો સરખો નીંબંધ તૈયાર કરવામાં આવ્યો છે.
મુસોલીની અને વ્યક્તી પુજા ( Personality Cult)– લેખક ફ્રેંક દીકોત્તરના તારણ મુજબ મુસોલીનીએ ઇટાલીનો સર્વસત્તાધીશ બનવા માટે સૌ પ્રથમ લોકોના દીલોદીમાગમાં પોતાનું નામ અંકે કેવી રીતે કરી લીધુ તેનો અભ્યાસ કરીએ.
મુસોલીનીએ દેશવ્યાપી પોતાનું એકલાનું નેતૃત્વ દેશના એકમાત્ર તારણહાર તરીકે ઉપસી આવે માટે વ્યવસ્થીત આયોજન અને કાવતરાં બંને કર્યા હતાં. " હું તો લોકોનો જ માણસ છું. તમારા બધાના જેવાના સામાન્ય કુટુંબોમાંથી જ મોટો થઇને હું આવું છું. મારા પીતાજી લુહાર ને માતા એક કેથોલીક સ્કુલમાં શીક્ષીકા છે. તેથી તમે બધા લોકો મને ઇચ્છો ત્યારે જરૂરથી મળી શકો છો.( Accessible to all). તેણે ખુબજ સીફતપુર્વક પોતાની રાજકીય કારકીર્દીનો અડધો સમય લોકોમાં પોતાની છાપ પેદા થાય માટે જાણે તે કોઇ એકટર, સ્ટેજમેનેજર, સારો ભાષણકર્તા,અને સ્વજાહેરાતમાં કાયમ રચ્યોપચ્યો રહ્યો. જાહેર જનતામાં પોતાની છબી એક લોકનેતા તરીકે ઉપસાવવાની કળા મુસોલીનીએ હસ્તગત કરી લીધી હતી.(He was the master of the art of projecting his own image.) મુસોલીની પોતાની જાતને ઇટાલીનો સર્વશ્રૈષ્ઠ અને મહાન એકટર સમજતો હતો. તેનો કોઇ હરીફ રાષ્ટ્રીય કક્ષાએ પેદા થાય જેને લોકો તેના વીકલ્પ તરીકે માન આપે તેવી સ્થીતી તેણે બીલકુલ પેદા થવા જ દીધી ન હતી. તેણે પોતાની જાતને ઇટાલી માટે જાણે બીજો દેવ(M –projected as the demi god of Italy)કે ગોડ હોય તેમ આયોજનપુર્વક પોતાના વ્યક્તીત્વને ઉપસાવવા માંડયું. તેને સીંહના બચ્ચા સાથે રમતો, મોટરકાર રેસીંગનો હીરો, નીપુણ તરવૈયો, કાબેલ ઘોડાસ્વાર વી. તરીકે બતાવવા માંડયા.ઇટાલીની વીઝીટે આવેલા ફ્રાંસના જર્નાલીસ્ટે મુસોલીની અંગે અભીપ્રાય આપ્યો કે તમે કશું પણ જુઓ, ગમે ત્યાં જાવ તમને 'ડયુસ' (મુસોલીનીનું ટુંકુંનામ) જ દેખાશે. તેના ફોટા, છબી, મેડલો બાર સોપ્સ, દીવાલો તથા વરંડાઓ પર,તથા સ્કુલોમાં ચોપડીઓ પર બધેજ ' ડયુસ'. ડયુસ ગોડની માફક સર્વત્ર નજર પડશે. લોકોને એમ શીખ આપવામાં આવી કે ડયુસ આપણને દરેક ખુણેથી જુએ છે. માટે તેની વીરૂધ્ધ કાંઇ પણ બોલતાં કે કરતાં પહેલાં સૌ વાર વીચાર કરવો જોઇએ.( M is omnipresent, like a god, M observes u & in all from every angle and u see him in every spot M). મુસોલીની જાણી ગયો હતો કે દૈનીક પેપરમાં લેખો કે તંત્રી લેખો લખવાને બદલે ઇટાલીયન પ્રજાને પોતાના ભભકા, દેખાવો અને ખાલી ઠાઠમઠાઠથી આંજી નાંખવાથી રાજકીય સત્તા મેળવી શકાય છે.અને ટકાવી પણ રખાય છે. મુક્ત ચુંટણીઓથી ક્યારેય કોઇ રાજકીય નેતાને સત્તા મળી નથી.
બેનીટો મુસોલીનીની જીવન કથા સને ૧૯૨૫માં પ્રકાશીત કરવામાં આવી હતી. ટુંક સમયમાંજ તેની ૧૭ વાર પ્રકાશીત નકલો (ઇડીશન) અને યુરોપની ૧૮ ભાષાઓમાં તેનું ભાષાંતર કરવામાં આવ્યું હતું. તેમાં લખવામાં આવ્યું હતું કે " તે બાળપણથી ખુબજ તોફાની અને બીજાને માટે સતત મુશ્કેલી પેદા કરે તેવો બાળક હતો. તેના ચુંબકીય અને અન્યપર છાયીજનારા મજબુત વ્યક્તીત્વને કારણે તે ચાલતાં શીખ્યો ન હતો તે પહેલાં બીજાઓ પર પ્રભુત્વ જમાવતો થઇ ગયો હતો." સને ૧૯૩૯માં પ્રકાશીત થયેલી બીજી વારની જન્મકથામાંથી તો સ્કુલના બાળકોએ કેટલાક ફકરા ગોખી નાંખીને દરરોજ ગોડ જીસસને પ્રાર્થના કરતા હોય તેમ બોલતા હતા. બાળકોની સ્કુલનોટબુક પર પહેલા પાને ડયુસના ફોટા સાથે લખવામાં આવ્યું હતું. " From Mussolini to the children of Italy".
દેશના સ્કુલવીધ્યાર્થીઓએ દર શનીવારે બ્લેક યુનીફાર્મમાં સ્કુલમાં આવીને ' ફાસીસ્ટ સેટરડે Fascist Saturday' તરીકે ઉજવવા માંડયો. તેમાં વીધ્યાર્થીઓ લશ્કરી માર્ચપાસ્ટ ખભાપર રમકડાંની રાયફલ મુકીને કરતા હતા. જેને દેશના'ગ્રાંડ કાઉન્સીલ ' (રાષ્ટ્રીય પ્રધાન મંડળે) સ્વીકૃતી આપી દીધી હતી.
ડયુસ માટે રાજકારણ એ હંમેશાં યેનકેન પ્રકારે લોકોના ટોળાંભેગા કરીને પોતાના નેતૃત્વને બળવત્તર બનાવવાનું સાધન બની ગયું હતું. રેનેશાં આર્કીટેક્ચરથી તૈયાર કરેલ પંદરમીસદીના મહેલ ' પ્લાઝો વેનીઝીઆ' (The Palazzo Venezia) ને મુસોલીનીએ વડાપ્રધાન તરીકે અઢળક નાણાં ખર્ચીને રીનોવેટ કરાવી દીધો. ચાર લેન વાળો ભરચક વૃક્ષોથી ભરેલો રસ્તો (બુલવાર્ડ Boulevard) જે વીશ્વ વીખ્યાત ઐતીહાસીક સ્થળ' કોલોસ્યુમ અને ' પ્લાઝો વેનીઝીઆ'ની વચ્ચે બે કીલોમીટરનો હતો તેનાપર બુલડોઝર ફરેવીને સપાટ મેદાન 'ઓપોન એર સ્પેસ' બનાવી દીધું. જેમાં એકત્ર થયેલી વીશાળ જનમેદનીને ડયુસ પોતાના નવા મહેલ કમ વડાપ્રધાન ઓફીસના( PMO OFFICE) ઝરૂખા પરથી (સંખ્યાચેક કરીને પછી) સંબોધી શકે. ઇટાલીયન પ્રજા માટે રોમ શહેરના પેલા વીશાળ મેદાનમાં જઇને તેના ઝરૂખામાં ડયુસના દર્શન કરવા અને ડયુસ ને સાંભળવો તે એક પરંપરાગત રૂઢી (Legend) બની ગઇ. એક ઇટાલીયન નામે બોરટોલો પેલાન્ડા તેના ગામ બેલુનો વેરોનીઝીથી ૭૧ વર્ષનો ઘરડો ખેડુત, પોતાના ઘરેથી ૫૦૦ કીલો મીટર ચાલીને આવે ડયુસને સાંભળવાની પોતાની બાધા, મંનત (!) પુરી કરી. આ સમાચાર ડયુસના દૈનીક પેપર' ધી પીપલ ઓફ ઇટાલી' માં પહેલે પાને બોલ્ડલેટરમાં પ્રકાશીત કરવામાં આવ્યા.
મુસોલીની હંમેશાં સાચો જ હોય. તે તેની રાજ્યસત્તાનું પ્રતીક બની ગયું. ડયુસને ઇશ્વરે પોતાની ઇચ્છાથી ઇટાલી પર રાજ્ય કરવા મોકલેલો છે. ખરેખરતો ડયુસ પોતે જ ઇશ્વરનો અવતાર છે. (M was not only sent by Providence but the very incarnation of providence.) હવે દરેક ઇટાલીયન નાગરીકે ડયુસના હુકમનો વીચારાર્યા વીના આંધળો, આજ્ઞાંકીતપણે ફક્ત અમલ જ કરવાનો હોય. રાષ્ટ્રના ખુણે ખુણે દરેક મકાનો પર કાળા અક્ષરોથી ચીતરી દેવામાં આવ્યું છે કે " ડયુસમાં બીનશરતી શ્રધ્ધા રાખો. તેના હુકમોનું પાલન કરો અને દેશ માટે યુધ્ધ કરવા તૈયાર રહો." (The words " Believe, obey and fight were painted in long Black Letters on buildings stencillied on walls, embolazoned across the Nation.)
સને ૧૯૩૩થી ૧૯૪૩ સુધીમાં મુસોલીનીએ પોતાની સત્તા અને તેના નેતૃત્વ પ્રચાર પ્રસાર માટે ૨૦લાખ અમેરીકન ડોલર્સનો ખર્ચ કર્યો. પોતાની તરફેણના દૈનીક પેપરો, સ્થાનીક અઠવાડીકો, માસીકો અને પરદેશી ન્યુઝએજન્સીને ભરપેટ સબસીડી આપીને જાહેરાતો છપાવી. દેશના મુસોલીની ભક્ત કલાકારો, સ્કોલોર્સ, લેખકોને ખાનગી રીતે નાણાં આપીને પોતાની ખુશામત ખરીદી. રાજ્યની સ્કુલોમાં ૪૦,૦૦૦ રેડીયો પોતાના પ્રવચનો સંભળાવવા મફત વહેંચ્યા હતા. ૮,૦૦,૦૦૦ (આઠ લાખ) પીપલ્સ રેડીયો દરેક શહેરોની( સ્ટ્રીટ સ્કેવર્સ) શેરીઓના ચોકઠામાં ઉભા કરવામાં આવ્યા.
મુસોલીની અને તેની ફાસીસ્ટપાર્ટી–
(1) ઇટાલીમાં ફાસીસ્ટ પાર્ટી મુસોલીનીના ઇશારે નીર્ણયો કર્યા કરે માટે ડયુસે સૌ પ્રથમ પક્ષમાંથી પોતાના વીરોધી અને આંધળા ભક્તો થઇ શકે તેવા ન હતા તે બધાને યેનકેન પ્રકારે ફગાવી દીધા. સને ૧૯૩૧માં તેની પાર્ટીની સમગ્ર દેશમાં થઇને કુલ સભ્ય સંખ્યા ૮,૨૫,૦૦૦ હતી તેને ડયુસે સને ૧૯૩૫ ૨૦,૦૦૦,૦૦(વીસલાખ)ની બનાવી દીધી. નવા બારલાખ ઉપરાંતના સભ્યોમાંથી મોટાભાગના સભ્યો તકવાદી હતા. તે બધાને ફાસીવાદી પક્ષની વીચારસરણી કે સીધ્ધાંતો સાથે કોઇ સ્નાનસુતકનો સંબંધ જ નહતો. તે બધાની વફાદારી પોતાના નેતા ડયુસને હતી. તેણે પાર્ટીને પોતાને ઇશારે નાચતી કરી દીધી. ફાસીસ્ટ પાર્ટીનું અસ્તીત્વ મુસોલીનીને લીધે છે. રખે કોઇ માનતું કે મુસોલીનીનું અસ્તીત્વ પાર્ટીને લીધે છે. તેણે સમગ્ર પક્ષની ઉપરથી નીચે સુધીની સંપુર્ણ કેડરને બીનરાજકીય, હેતુ વીહીન પણ પોતાને સમર્પીત બનાવી દીધી. આમ મુસોલીનીના ખાસ વ્યક્તીલક્ષી ફાસીવાદે ફાસીવાદ વીરોધી પરીબળો તથા પક્ષના વૈચારીક રીતે સમર્પીત ફાસીવાદી પરીબળોને પણ ચાલાકી પુર્વક હોંશીયામાં ધકેલી દીધા. મોટાભાગના તેના રાજકીય વીરોધીઓ તથા પક્ષા પ્રતીસ્પર્ધીઓની ધરપકડ કરીને જેલ ભેગા કરી દેવામાં આવ્યા. પ્રેસને મોંઢે તાળું મારી દેવામાં આવ્યું.(The press was muzzled.) જાહેર જનતા માટે પણ ત્રણ થી ચાર લોકોના સમુહમાં મળવાપર પ્રતીબંધ મુકવામાં આવ્યો. બધી જ સત્તા રાજ્યને સમર્પીત (મુસોલીનીને સમર્પીત), રાજ્યની સત્તા કે હકુમત બહાર કશું ન હોઇ શકે. રાજ્ય સીવાય કે તેના સહકાર વીના કોઇનું અસ્તીત્વ જ ન હોઇ શકે.( As M proclaimed " All within the state, nothing outside the state, nothing without the state."p-8.)
(2) સને ૧૯૨૫ સુધીમાંતો ઇટાલી દેશની તમામ કારોબારી સત્તાઓ મુસોલીનીએ પોતાની પાસે કબ્જે કરી લીધી. એક પરદેશી પત્રકારે જણાવયું હતું કે " મુસોલીની પાસે જાણે જેલના જેલર તરીકે બધીજ ચાવીઓ તેના પેન્ટના બેલ્ટ પર લટકે છે, હાથમાં રીવોલ્વર છે.અને તે જેલની કોટડીઓની વચ્ચેની લોબી કે કોરીડોરમાં બેલગામ આંટા ફેરા માર્યા કરે છે. તેવી સ્થીતી દેશની બનાવી દીધી છે. મુસોલીનીએ પક્ષના હોદ્દેદારો અને રાજ્યની નોકરશાહી સાથે ભાગલા પાડો અને રાજ્ય કરો ની નીતી અપનાવી હતી. તેણે જાહેર કર્યું કે પક્ષના દરેક સભ્યે મુસોલીનીના જન્મ સ્થળની ધાર્મીક યાત્રાધામની માફક મુલાકત લેવી. મુસોલીની દેવ હોય તેમ તેના સોગંદ લેવાના કે હું ઇટાલીના એક માત્ર નેતા મુસોલીનીને વફાદાર રહીશ અને એ પણ સ્વીકારૂ છું કે તેના હાથમાંથી તેમજ તેની ઇચ્છાઓથી જ તમામ સત્તા નીચે સુધી દેશમાં ઝમણ થઇને વહે છે.
(3) ઘણા રાષ્ટ્રના વડાઓએ મુસોલીનીની મુલાકત પછી કેવા અભીપ્રાય આપ્યા છે જોઇએ. મોટાભાગનાને મહાનુભાવોને મુલાકત પછી એવો અહેસાસ થયો કે અમે કોઇ પયંગબર કે ઇશ્વરી સંદેશા વાહકને મલીને આવ્યા છીએ. આપણા દેશના મોહનલાલ કરમચંદ ગાંધી( મહાત્મા ગાંધી) મુસોલીનીને બે વાર મલ્યા હતા. મુસોલીની આપણા સમયના મહાન મુત્સદ્દી રાજપુરૂષ છે.(one of the greatest statesman of the time.)તેવું ગાંધીજીએ કહ્યું હતું. સને ૧૯૩૩માં વીસ્ટન ચર્ચીલે મુસોલીનીને સમકાલીન મહાન રોમન કાયદા સ્થાપક તરીકે બીરદાવ્યો હતો. (" The roman genius as the greatest law-giver among living men.") અમેરીકાના થોમસ એડીસને પણ મુસોલીનીને આધુનીક સમયના મહાન કુશાગ્ર બુધ્ધીશાળી માણસ તરીકે બીરદાવ્યા હતા.
(4) આ પુસ્તકના લેખકના સંશોધન પ્રમાણે મુસોલીનીએ પોતાની આસપાસ સામાન્ય કે મધ્યમકક્ષાની બુધ્ધી ધરાવતા માણસોના ટોળા (M was always surrounded by mediocre followers) ભેગા કરેલા હતા.જેમાંથી ઘણા બધાને વારંવાર બદલી નાંખતો હતો. મુસોલીનીને ખરેખર બુધ્ધીહીન મુર્ખમાણસ અને પણ સાથે સાથે આજ્ઞાંકીત માણસની જરૂર હતી.(M wanted an obedient cretin.) તે રાજકીય સત્તાની શતરંજમાં હંમેશાં પોતાની કહેવાતી અંતસ્ફુરણા, જન્મજાત વર્તનની અકડાઇ અને સ્પષ્ટ ઇચ્છા શક્તી પર આધાર રાખતો હતો. જમીની હકીકતા અને વાસ્તવીકતાને ક્યારે ધ્યાનમાં લીધા ન હતા.( M relied on intitution. Instinct & pure willpower rather than on mere intellect.) મુસોલીનીને જરૂર પડે પોતાની સ્થીતી સમયની માંગ પ્રમાણે બદલતાં વાર લાગતી નહતી.--- તેણે કદાપી પોતાની રાજકીય વીચારસરણી વીકસાવી નહતી. તેને રાજકારણમાં સીધ્ધાંતોનું માર્ગદર્શન અને માનવ મુલ્યો આધારીત નૈતીકતા ક્યારેય અનુકુળ આવતાં ન હતા. ડયુસ તો હંમેશાં પોતાની જાતને એમ કહીને બચાવી લેતો કે હું તો ભાઇ ફક્ત અને ફક્ત કાર્ય માં જ માનું છું. (M summed up his whole creed by ' Action, action, action.)
મુસોલીની અને બીજુ વીશ્વયુધ્ધ–
સને ૧૯૩૧માં મુસોલીનીએ પોતાના સાથીદારોને જણાવી દીધુ હતું કે આપણે સને ૧૯૩૫માં યુધ્ધ કરવાનું છે. માટે આજથી તૈયારીમાં લાગી જાવ. લોકોને પોતાના કહ્યાગીરી પ્રેસ ને મીડીયાની મદદથી જુદી જુદી દેશની સરહદો પર શું ચાલી રહ્યું છે તેનાથી બીલકુલ અજાણ રાખી.ફ્રાંસ અને ઇંગ્લેંડ સાથે મુસોલીના સંબંધો બીલકુલ બગડી ગયા હતા. તેનું લશ્કર યુધ્ધ માટે કહેવા પુરતું સજ્જ હતું. લશ્કર પાસે શસ્રસરંજામ પણ કહેવા પુરતો હતો. તેમ છતાં મુસોલીનીએ તેના સંકટસમયના એકમાત્ર સાથીદાર જર્મનીના હીટલરને ગપ્પુમારીને જણાવ્યું કે તેની પાસે ૧૫૦ લશ્કરી ડીવીઝન છે તથા એક કરોડ વીસ લાખ સૈનીકો અનામતમાં છે.( M boasted to Hitler that he had 150 divisions by reserves of 12 millions soldiers. But in reality Italy had only 10 divisions with outdated war equipments.) યુધ્ધની તૈયારી અંગે વાસ્તવીકતાનો નજરઅંદાજ કરીને મુસોલીનીએ તા–૧૦મી જુન ૧૯૪૦ના રોજ મીત્ર રાજ્યો એટલે ઇંગ્લેંડ, ફ્રાન્સ રશીયા ને અમેરીકા સામે યુધ્ધ જાહેર કરી દીધું. તેના ખુશામતીઆઓએ મુસોલીનીને સાચી હકીકતને બદલે ડયુસને જે ગમે તે પ્રમાણે માહીતી આપવા માંડી. ( They lied to M. much he lied to them.. But most of all M lied to himself ) સમય જતાં તેને સાચી માહીતી આપનાર કોઇ તેની પાસે રહ્યો જ નહી. તે પોતે તેથી બધાને શંકાની નજરે જોવા માંડયો. એકલો પડી ગયો. ઠેકાણું ન હતું.પોતાના આવા જુઠ્ઠા અને લબાડ વ્યક્તીત્વનો તે પોતે જ ગુલામ બની ગયો.
મુસોલીની પાસે કેટલા યુધ્ધ–વીમાન બીનઉપયોગી ( obsolete) છે તેની જ ખબર નહતી. લશ્કરી બજેટ તથા તેનું જુદા જુદા વીભાગોમાં નાણાંકીય તથા સાધનોની વહેંચણીનું કોઇ જ ઠેકાણું ન હતું. વ્યક્તી પુજા માંગે છે પોતાના નેતામાં વફાદારી તેને રાજકીય કાર્યક્રમ સાથે કોઇ સંબંધ કે પ્રતીબધ્ધતા હોતી નથી. પ્રજાને તો બીચારીને તો એવું માનવા અને અંધશ્રધ્ધામાં મુકી દીધી હતી કે તેમનો ડયુસ તો ગોડનો અવતાર છે. તે કદાપી ખોટો ન હોઇ શકે. ઘણા લોકોને હવે ખબર પડવા માંડી હતી કે ' M means misery '.
બ્રીટને ગ્રીસ સાથેના યુધ્ધમાં ઇટાલીનો કુલ નૌકા કાફલામાંથી અડધા નૌકા કાફલાનો સંપુર્ણ નાશ કરી નાંખ્યો.ઇટાલીની પ્રજાએ મુસોલીની બ્રોડકાસ્ટીંગ ને બદલે બીબીસી રેડીયો સાંભળવા માંડયો.મુસોલીનીએ હીટલરની સાથે રહીને જ્યાં લશ્કર મોકલ્યું તે હારીને આવ્યું. હીટલરે ઇટાલીયન લશ્કર સાથે ગુલામોની માફક વ્યવહાર કરવા માંડયો હતો. સને જુલાઇ ૧૯૪૨માં મુસોલીની ચારેય દીશાઓ તરફથી એક ભાંગી પડેલો માંદો, એકલોઅટુલો અને ભ્રમવીહીન માણસ બની ગયો.તેના મોંઢાપર કડવાશ, કઠોરતા અને રોષ ઉભરી આવતો હતો.
સને ૧૯મી જુલાઇની ૧૯૪૩ની રોજ ઇંગ્લેંડ સહીત મીત્ર રાજ્યોએ ઇટાલીની રાજધાની રોમ પર ખુબજ ભારે બોમ્બ વર્ષા કરી. ઇટાલીની પ્રજાને લાગ્યું કે આ દેવના માણસે અમારૂ સત્યાનાશ વાળી દીધુ છે. ડયુસે ઇટાલીયન પ્રજા સાથે વીશ્વાસઘાત કર્યો છે. ડયુસ તો પ્રજાનો ગુનેગાર,ખુની, લોહી તરસ્યો જુલ્મી છે. ૨૫મી જુલાઇના રોજ પેલી ' ગ્રાંડ કાઉન્સીલે' ડયુસની ધરપકડ કરી. સમગ્ર દેશમાંથી પક્ષના કોઇ કાર્યકરે ડયુસની ધરપકડનો વીરોધ ન કર્યો. પ્રજાએ ડયુસની સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા દેશમાં ઠેર ઠેર ફાસીસ્ટ પાર્ટીની ઓફીસોમાં તોડફોડ કરીને સળગાવી દીધી. ડયુસની નનામી બાળવામાં આવી. તેના પ્રતીકો વી. બધુજ પ્રજાએ જમીન દોસ્ત કરી નાંખ્યું.
મુસોલીનીની આવી ગર્વહીન અને હીણપતભરેલી સ્થીતીમાંથી બચાવવા માટે તેના એક માત્ર હીટલરે મદદ કરી. હીટલરે આવા સંજોગોમાં જબ્બરજસ્ત હીંમત કરીને મુસોલીનીને બચાવવા પોતાના લશ્કરના ચુનંદા કમાન્ડોઝ મોકલ્યા અને મુસોલીનીને મુક્ત કરીને જર્મનીના ખંડીયા રાજા તરીકે કેટલીક શર્તોએ સત્તારૂઢ કર્યો. સૌ પ્રથમ તેની વીરૂધ્ધ રાજાને ટેકોઆપનાર' ગ્રાંડ કાઉન્સીલના તમામ સભ્યોને મુસોલીનીના જમાઇ સહીત બધાને ગોળીઓથી મારી નંખાવ્યા.
થોડા મહીનાઓ બાદ ફાસીસ્ટ વીરોધી પરીબળોએ મુસોલીનીને તેની પત્ની સાથે ધરપકડ કરવામાં આવી. તે બંનેને બંદુકની ગોળીઓથી મારી નાંખવામાં આવ્યા. તેમના બંનેના મૃતશરીરોને બાંધીને એક વેનમાં તેમના વતન મીલન માં મોકલી આપવામાં આવ્યા.