Sunday, May 24, 2020

આવ ભાઇ હરખા આપણે બે સરખા!



--
Bipin Shroff

 આવ ભાઇ હરખા આપણે બે સરખા!

હવે અમેરીકા પણ ભગવાનને ભરોસે!  ટ્રમ્પ ઉવાચ–

અમેરીકામાં મોતનો આંકડો ૧લાખની નજીક થતાં ટ્રમ્પે કહ્યું– " હવે અમેરીકા પણ ભગવાન ભરોસે!

હવે અમેરીકનોએ પ્રાર્થના કરવાની જરૂર છે. આ માટે ટ્રમ્પે ચર્ચ, મંદીર અને મસ્જીદ સહીત દેશના તમામ પ્રાર્થના સ્થળો ખોલી દેવાનો આદેશ આપ્યો છે. પહેલાં કોરાના સામે સાવચેતીના પગલાં રૂપે દરેક ધાર્મીક સ્થળો પર ભેગા થઇને પ્રાર્થના કરવા પર પ્રતીબંધ મુકવામાં આવ્યો હતો.

 (સૌ.આજનું  રવીવારનું દીવ્યભાસ્કર.)

આપણા દેશમાં લોકડાઉન પહેલાં જે  મોદીજીએ કર્યું– ૧૪ કલાકનો જનતા કરફ્યું– પછી થાલી બજાવ, દીયા જલાવ, મશાલ જલાવ, ગો બેક ગો બેક કોરાનાકા નારા લગાવ.. પછી લોકડાઉન–અને છેલ્લે લોકડાઉનમાંથી મુક્તી– હવે કોરોના સામે દેશના નાગરીકો ! તમે તમારી મેળે ' આત્મનીર્ભર' થાવ.

કોરોના સંક્રમણ સામે આ બે દેશોના કહેવાતા મહાન નેતાઓ સીવાય વીશ્વના ૨૦૦ ઉપરાંત દેશના રાષ્ટ્રના વડાઓમાંથી કોઇએ આવો પોતાની નૈતીક અને હોદ્દાની રૂએ ફરજ પાલનમાંથી છટકી જઇને આવો ધંધો કર્યો હોય તેની પ્રેસ નોંધ હજુ સુધી મલી નથી.


http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com