Wednesday, May 6, 2020

ભાઇ! શું હું અને તમેસ્વીકારવા તૈયાર છીએ ખરા કે કોરોના વાયરસના હુમલાથી પહેલાનું જીવન ક્યારેય પાછુંઆવવાનું નથી?

ભાઇ!

શું હું અને તમે સ્વીકારવા તૈયાર છીએ ખરા કે કોરોના વાયરસના હુમલાથી પહેલાનું જીવન ક્યારેય પાછું આવવાનું નથી? આ વાયરસના હુમલાએ છેલ્લા એક બે માસમાં માનવ જીવનમાં કેટલા મોટા ફેરફારો કાયમ માટે લાવી દીધા છે તે બધાને સમજવાની જરુર છે.

(૧) આ વાયરસે પ્રથમ તો આપણને સૌ ને સમુહમાં જીવન જીવતા કાયમ માટે બંધ કરી દીધા. સ્કુલ, ફેકટરી, મંદીર, મસ્જીદ,ચર્ચ, કુટુંબ, હોટેલ, પાર્ટી, અરે મૈયત અને સ્મશાન યાત્રા, રેલ્વે, બસ, એર ટ્રાવેલ, વી તમામ પ્રવૃત્તીઓમાં સામુહીક ભાગ લેવા પર સંપુર્ણ નીયંત્રણ મુકી દીધુ છે.

(૨) કોરોના વાયરસનો સ્વભાવ (Nature) જોતાં તેના વીરોધી રસી સામાન્ય માણસ સુધી ઉપલબ્ધ થતા ૨૦૨૧નો જુન આવી જશે! બીજુ આ વાયરસની પ્રકૃતી કે સ્વભાવ એવો છે કે જો કોઇપણ માણસ પાસે તે રહી ગયું તે ફરીથી સરળતાથી મોટી સંખ્યામાં ઝડપથી પહેલાંની માફક તે ચોક્કસ ફેલાઇ શકે છે. સૌથી મોટી અને નરવી વાસ્તવીકતા એ છે કે માનવ સ્વભાવ અને કોરોનાનો સ્વભાવ આમને સામને છે.  સને ૧૯૧૮માં આવેલા સ્પેનીશ ફ્લ્યુની (જે આજના કોરોના વાયરસની માફક જ વૈશ્વીક મહામારી હતો) માફક તેના પરીણામો અને સાવચેતી માટે તૈયાર રહેવું પડે.  યુરોપમાં સ્પેનીશ ફ્લુએ સને ૧૯૧૮માં લાખો માણસોને પોતાના ખપ્પરમાં લીધા પછી સને ૧૯૧૯ના શીયાળામાં યુરોપમાં બીજા વર્ષે તેટલાજ નહી બલ્કે વધારે માણસોનો ભોગ આ સ્પેનીશ ફલ્યુએ લીધો હતો. ચીન, દક્ષીણ કોરીયા જેવા દેશોમાં કોરોના વાયરસનું બીજુ ચક્ર ચાલુ થવાની માહીતી આપણને મળવા માંડી છે.

(૩) The world has completely changed. There will be vast difference between PRE- CORONA WORLD and POST CORONA WORLD. HOW?  Because of Social distancing.  લોકડાઉન પુરું થયા પછી પણ આપણે છ ફુટની દુરી કે અંતરથી આપણે એકબીજા સાથેનો વ્યવહાર ઓછામાં ઓછા એક વરસથી દોઢ વરસ સુધી ચાલુ રાખવો પડશે. કોરોના વાયરસને કારણે જે નવી જીવન પધ્ધતી અસ્તીત્વમાં આવી છે તેને મારે, તમારે સૌ એ સ્વીકારવી પડશે. ઉત્ક્રાંતીવાદના પ્રણેતા ચાર્લસ ડાર્વીનનો સીધ્ધાંત હતો કે જે સજીવો જીજીવીષા ટકાવવાના સંઘર્ષમાં પોતાના શરીરના અંગોમાં કુદરતી વાતાવરણ સામે ટકી રહેવામાં જરુરી ફેરફાર કરી શકે તે જ ટકી શકે.( Survival of fittest)  કોરોના વાયરસ સામે ટકી રહેવા ફીટેસ્ટ નહી પણ ક્વીકેસ્ટ ( Survival of the quickest, Adoption of forced changes by quickest means.)  બનવું પડશે. તેવા નીયમો  પાળવા પડશે.

(૪) છેલ્લા પાંચસો વર્ષમાં પેદા થયેલી ઔધ્યોગીક સંસ્કૃતીએ માનવીને ખેતર અને તેના ઘરમાંથી બહાર કાઢીને કારખાના, ઓફીસ, સ્કુલ– કોલેજ– બેંકો – જાત જાતના મલ્ટીનેશનલ જેવા એકમોમાં રોજગાર મેળવતો કરી દીધો હતો. મોટાપાયે અસ્તીત્વમાં આવેલ કેન્દ્રીકરણ આધારીત એકમોમાં કામ કરતો કરી મુક્યો હતો. તેની પોલ્યુશન જેવી અનેક ટોક્ષીક અસરોનો માનવી ભોગ બનવા માંડયો હતો.

(૫) Concept of Electronic Cottage-

 કોરોના વાયરસે માનવીને તેના ઘરે બેસીને કામ કરતો કરી દીધો છે. સને ૧૯૮૦માં ઓલવીન ટોફલર નામના એક અમેરીકન તત્વજ્ઞાનીએ એક પુસ્તક લખેલું હતું. તેનું નામ છે " The Third wave."  ગુજરાતીમાં તે ' ત્રીજું મોજુ' નામથી ઓળખાય છે. તે પુસ્તકમાં એક પ્રકરણનું નામ ટોફલરે 'ઇલોટ્રોનીક કોટેજ ' આપ્યું છે. તેનો ખ્યાલ  નીચે મુજબની રીતે વીકસાવ્યો છે. ટોફલરનું તારણ હતું કે ૨૧મી સદીના માનવીના કામનું સ્થળ તેનું ઘર બની જશે. તે ફક્ત ઔધ્યોગીક સંસ્કૃતીની માફક વસ્તુઓનો ગ્રાહક જ નહી પણ ઉત્પાદક પણ સાથે સાથે બની જશે. ટોફલરે તે માટે આપણને એક નવો શબ્દ આપ્યો છે. PROSUMER ( Characters of both producer & consumer.)  લેખકના મત મુજબ આ ઘર ૨૧મી સદીના તમામ આધુનીક ઇલોટ્રોનીક સાધનોથી સુસજ્જ હશે. તે ભલે આ ઘરની બહાર ન નીકળતો હોય પણ વૈશ્વીક ગ્રામ્ય ( Global Village) નો અનીવાર્ય ભાગ હશે.

 કોરોના વાયરસ આપણને પાઠ ભણાવે છે કે હૈ! માનવી, તે ૨૧મી સદીમાં આવતા સુધી તારા લોભ અને તારી સ્વાર્થી બુધ્ધીને કારણે તેં ફક્ત તારો વીનાશ જ નહતો નોતર્યો પણ સમગ્ર સજીવ સૃષ્ટી ( Total Nature as such )અને તમામ કુદરતી પરીબળોનો વીનાશ કરવા તું મેદાને પડયો હતો. તારે જીવવું હોય ને કમસે કમ ૨૨મી સદી તો તારે જોવી છે ને ! તો કોરોના વાયરસે તને ' વર્ક ફ્રોમ હોમ' ઘરેથી કામ કરવાનું અને રોજી મેળવવાનું શીખી જા.

તારા ઘર જેવી, તમારા ઘરની આસપાસ પેલી જુદા જુદા માનવીય હેતુઓને સંવર્ધન કરે તેવી ' ઇલોકટ્રોનીક કોટેજીસ' અન્ય માનવીઓની મદદથી જેઓ નવા પરીવર્તનના પડકારોને સમજી શકે ,પચાવી શકે, અમલમાં મુકી શકે તે બધાના સહકારથી બનાવવા માંડો. તેમાંથી 'ગ્લોબલ વીલેજ'ને ઉભુ કરી દો. આ માટે માનવી તારે ઔધ્યોગીક સમાજે તને જે સ્ટેટસ સીમ્બોલની લાઇફ સ્ટાઇલ જેવી કે લક્ઝયુરીયસ ગાડીઓ,તારા બેડરુમના ક્લોઝેટના ભરેલા હેંગરોમાં પેલા શર્ટસ, પેન્ટ, ટાઇ, સૂટસ વી. ઉપરાંત બુટ, ચંપલ સેન્ડલસ બધાની જોડીઓની કોઇ જ જરૂર નથી. તારા સોના–હીરા–પ્લેટીનમ ના દાગીના, ચાંદીના વાસણો જે બધુ પેલા ઔધ્યોગીક સમાજની દેન હતી તેની અહીંયા તો ઉપયોગીતા જ નથી. કોરોના વાયરસની અસરોએ સામાજીક માનવીમાંથી તેને અસામાજીક (એટલે બદમાશ નહી ) પણ નાના કટુંબ સાથે જીવન જીવનારો બનાવી દીધો છે. પાર્ટી, હોટેલ્સ,પીકનીક, સેમીનાર બધું જ અહીયાં તો ફક્ત ઓનલાઇન જ ચાલે છે. કારણકે તારે તારી ઇલોકટ્રોનીક કોટોજની બહાર જ જવાનું નથી તેવી નવી સંસ્કૃત્તી સાથે જીવવાનું છે. તેનો પહેલો પાઠ તો તને અને પેલા સૌ ને ૪૦– ૫૦ દીવસ લોકડાઉન કરીને ઘરમાં બેસાડીને તો શીખવાડી દીધો છે ને! તારી આ કોટેજ તો ઇલેકટ્રીસીટીને બદલે વૈકલ્પીક સુર્યશક્તીથી ચાલે છે.

ઓલવીન ટોફલર ને કોરોના વાયરસે બંને ભેગા મળીને આપણને સૌ ને સરસ બોધપાઠ આપી દીધો છે.

" જીવવું છે, વંશવેલો ટકાવી રાખવો છે તો આટલી વાત સમજી લો. લોકડાઉનનો સંદેશો– ઔધ્યોગીક સંસ્કૃતીના તમામ માળખાઓને બને તેટલી ઝડપથી ભુલી જાવ અને ૨૧મી સદીના ઇલોટ્રોનીક કોટેજ અને ગ્લોબલ વીલેજ આધારીત નવી સંસ્કૃત્તીના સભ્ય બની જાવ અને જેને કોરોનાથી જાન બચાવવી હોય તો જેટલી બને તેટલી ઝડપથી નવા ફેરફારો સ્વીકારવા માંડે. હૈ! ભારતીય તો તમે તમારી  સાહેબે શીખવાડેલી થાળીઓ, તાલીઓ, દીવાઓ મશાલો વી.  બધો સામાન પેલા ઇલોકટ્રોનીક કોટેજ અને ગ્લોબલ વીલેજમાં નકામો કે અપ્રસતુત હોવાથી તેમની સાથે જ રહેવા દેજો. શુભેચ્છા સાથે!

 


--