Tuesday, May 19, 2020

શું મોદી સરકારકોવીડ–૧૯ સામેની લડાઇ જીતી શકશે ખરી? મને લાગતું નથી. શેખર ગુપ્તા. કેમ?

શું મોદી સરકાર કોવીડ–૧૯ સામેની લડાઇ જીતી શકશે ખરી?

 મને લાગતું નથી. શેખર ગુપ્તા. કેમ?

દીલ્હી સ્થીત ઇન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચ ( ICMR ) સંસ્થા કોરાના વાયરસ સામે મેડીકલ દ્ર્ષ્ટીએ જે નીર્ણય સત્વરે રોજબરોજ કરવાના હોય તે માટે સખત દીવસ ને રાત કામ કરે છે. તેના સંચાલક ડૉ. એસ. કે. સરીન વાયરસને લગતા વેશ્વીક કક્ષાનું જ્ઞાન ધરાવનાર સન્માનીય અને ટોચની કક્ષાના આ અંગેના વીષય નીષ્ણાત છે.

ડૉ સરીનની સુચના પ્રમાણે સદર સંસ્થાએ પ્લાઝમા થેરપીથી કોવીડ–૧૯ના સંક્રમીત દર્દી ૧૦૦ ટકા સાજો થઇ શકે છે તેવા પોતાના વૈજ્ઞાનીક સંશોધન આધારીત નીર્ણયને મંજુર કરાવવા ડ્રગ કંટ્રોલર ઓફ ઇંડીયા પાસે રજુઆત કરી. ડ્રગ કંટ્રોલર ઓફ ઇંડીયાએ ' પ્લાઝમા થેરેપી' પ્રમાણે આ વાયરસના દર્દીઓની સારવાર કરવા કાયદેસરની પરવાનગી આપી. દેશમાં દીલ્હી સહીત મુંબઇ અને અન્ય શહેરોની હોસ્પીટલોએ પ્લાઝમા થેરેપી પ્રમાણે કોવીડ–૧૯ના દર્દીઓને ટ્રીટમેંટ આપવા માંડી.

  હવે સૌ પ્રથમ આપણે એ સમજી લઇએ કે આ પ્લાઝમા થેરેપી શું છે? અને કેવી રીતે કોવીડ–૧૯ ના દર્દીઓ માટે તે ૧૦૦ ટકા અકસીર દવા છે. જે કોવીડ–૧૯નો દર્દી સાજો થઇ ગયો હોય તે દર્દીની સંમતી લઇને તેનું બ્લડ ડોનેશન, નક્કી કરેલ સમય મર્યાદામાંજ આ વીષયના નીષ્ણાત ડૉકટરોની નીગરાની નીચે લેવામાં આવે છે.( જરૂરી માત્રામાં બ્લડ લેવામાં આવે છે.) તેમાં જરૂરી અન્ય રાસાયણીક તત્વો ઉમેરીને બ્લડ પ્લાઝમા બનાવાય છે. આ બ્લડપ્લાઝમામાં કોવીડ– ૧૯ સામે પ્રતીકાર કરવા માટેના રોગપ્રતીકાર વાયરસ ( એન્ટી બોડીઝ) પહેલેથી જ અસ્તીત્વ એટલા માટે ધરાવે છે કે તે લોહી પેલા કોવીડ–૧૯વાળા પોઝેટીવ પણ સાજા થઇ ગયેલા દર્દીનું છે.  આવી રીતે કોવીડ–૧૯વાળા તદ્દન સાજા થઇ ગયેલા દર્દીનું દાનમાં લીધેલ લોહી નવા રોગવાળા દર્દીને યોગ્ય માત્રામાં' પ્લાઝમા થેરેપી સ્વરૂપે' આપવામાં આવે છે. આ રીતે આપણા દેશમાં કોવીડ–૧૯ વાળા ૨૫૦૦૦ ( પચ્ચીસ હજાર) દર્દીઓને પ્લાઝમા થેરેપી પ્રમાણે ટ્રીટમેંટ કરીને સાજા કર્યા છે. તેમની જીંદગી બચાવી છે.

 હવે દીલ્હી રાજ્યમાં તબલગી જમાતવાળા કોવીડ–૧૯ પોઝેટીવ વાળા કેટલાક દર્દીઓએ સાજા થઇને પોતાનું લોહી બ્લડ ડોનેશન તરીકે પ્લાઝમા થેરેપી માટે આપ્યું. દીલ્હી રાજ્યના મુખ્યમંત્રી અરવીંદ કેજરીવાલે પોતાના ટવીટર એકાઉન્ટમાં ટીવ્ટ કર્યું કે  " લોહીને કોઇ ધર્મ હોતો નથી." ' Blood has no religion.'

મોદી સરકારના આરોગ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને કેજરીવાલના પેલા સનાતન અને વૈજ્ઞાનીક સત્ય સામે મેડીકલ ડૉક્ટર હોવા છતાં વાંધો પડયો. કારણકે બીજેપીની પાર્ટી લાઇનની વીચારસરણી સાથે સદર વૈજ્ઞાનીક સત્ય બંધ બેસતું ન હતું. તેમની સુચનાથી તેમના મંત્રાલયના એક અધીકારીએ આ મુદ્દે તાત્કાલીક પ્રેસ કોન્ફરન્સ ભરી ને તેમાં જાહેર કર્યું કે ' પ્લાઝમા થીયરી' નો ઉપયોગ કોવીદ–૧૯ના દર્દી માટે જોખમકારક છે. માટે હવે તેનો ઉપયોગ કરવામાં આવશે નહી. દરેક સ્થળો પર આ વાયરસથી સાજા થઇ ગયેલા દર્દીઓ પાસેથી પ્લાઝમા થેરેપી માટે બ્લડ ડોનેશન લેવાનું કામ તાત્કાલીક બંધ કરવાની સુચનો આપી દેવામાં આવી. દેશની ટોચની સંસ્થા ઇન્ડીયન  કાઉનસીલ ઓફ મેડીકલ રીસર્ચ સંસ્થાએ પોતાના મોઢેં ખંભાતી તાળુ મારી દીધું ! થોડા સમય પછી આજ સંસ્થાએ જાહેર કર્યું કે  દેશભરમાં પ્લાઝમા થેરેપી પ્રમાણે કોવીડ–૧૯ સામે પ્રતીકાર કરવા મોટાપાયે કામ કરવામાં આવશે.

પહેલાં –YES-પછી–NO- પછી  YES.

 મોદીજીનું નેતૃત્વ, કોવીડ–૧૯ સામેના સંઘર્ષમાં, પોતાની અંગત અને પક્ષ, બંનેની અવૈજ્ઞાનીક, અંધશ્રધ્ધાળુ વીચારસરણીમાંથી બહાર નીકળી, વૈજ્ઞાનીક અભીગમ અપનાવી શું ભારતનું ભાવી બચાવશે ખરા? ખુબજ દુ;ખ સાથે લખવું પડે છે કે મોદીજીએ પોતે કોવીડ –૧૯ સામે પ્રજામત જાગૃત કરવા જે માધ્યમો જેવાં કે ' થાલી બજાવો, તાલી પાડો, મીણબત્તી કે દીવા સળગાવો, મશાલ સળગાવીને ગો બેક કોરોનો, ગો બેક કોરોના' ના સુત્રો બોલાવવાનો ઉપયોગ કર્યો છે. આવી અવૈજ્ઞાનીક અને અંધશ્રધ્ધાઓને બળવત્તર બનાવતા પ્રતીકોનો ઉપયોગ કરીને શું આપણે કોવીડ–૧૯ જેવી વીશ્વવ્યાપી મહામારી સામે દેશના નાગરીકોને બચાવી શકીશું ખરા? લોકડાઉનનો સૌથી વધારે ભંગ બીજેપી સંચાલીત ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની પ્રજાએ કર્યો છે અને શું મેળવ્યું? આજ નાગરીકો છે જેમણે આપની સુચનાથી જ થાલીઓ પણ બજાવી હતી પણ સાથે સાથે ભેગા મળીને લોકડાઉનનું ઉલ્લઘંન કરીને 'ગરબા પણ ગાયા હતા! આવી અંધશ્રધ્ધાઓનો ઉપયોગ કરતી વખતે ભારતના બંધારણની કલમ ૫૧ એચ જેમાં દરેક નાગરીકની વૈજ્ઞાનીક વલણ (સાયંટીફીક ટેમ્પર) કેળવવાની ફરજ છે તે કેળવવાનો કેમ વીચાર જ ન આવ્યો? મોદીજી, ભારતીય સંસ્કૃતીનો ભુતકાળનો ઐતીહાસીક વારસો છે કે તેના રાજ્યકર્તાઓએ નવા પડકારો સામે જુના શસ્રો વાપરીને બુરી હાર સદીઓ સુધી ભોગવી છે. તે ઇતીહાસનું પુનરાવર્તન કોવીડ–૧૯ ના સંઘર્ષ સામે તો આપના નેતૃત્વમાં નહી જ થાય તેવો પુર્ણ વીશ્વાસ રાખવામાં વાંધો નથી ને?

સૌ. શેખરગુપ્તાની સદર યુ ટયુબ.

https://youtu.be/FV-ZbtqmK80

 

 

 

 


--