Wednesday, February 25, 2026

ભાગ–૩ વૈદિક જ્ઞાન.

ભાગ–૩ વૈદિક જ્ઞાન. તેના આધારિત માનવ પ્રશ્નો ઉકેલવાના પ્રયત્નો– આખરે સમાજ જીવનનો કબજો બ્રાહ્મણવાદ પાસે–પરિણામ– સમગ્ર સમાજમાં ફેલાઇ ગયેલી સામાજીક,ધાર્મીક અને આધ્યાત્મિક તમામ ચરમકક્ષાની વિકૃતી અને બદીઓનો ભોગ બન્યો.(The Aryan Community before Gautama Buddha's time was steeped in the worst kind of  debauchery, social, religious & spiritual.)

વૈદીક સમાજ એટલે આશરે ૩૫૦૦ વર્ષ પહેલાં ગંગા–જમનાના મેદાનોની ફળદ્રુપ જમીનમાં વિકસેલી આર્યસંસ્કૃતિ.જે સમાજની જીવન પધ્ધતિ મુખ્ય વ્યવસાય કૃષિ આધારીત વર્ણવ્યવસ્થા હતી. સદર વ્યવસાયો કુદરતી પરિબળો જેવા કે વરસાદ, દુકાળ, પુર અને આગ, ધરતીકંપ વિ.ની અનિશ્ચિતતાઓ પર સંપુર્ણ આધારીત હતા. આપણે છેલ્લા બે લેખોમાં જોયું કે સમગ્ર વૈદીક જ્ઞાન, ચર્ચા અને ઉપાયો કૃષિ સમસ્યાઓને આકાશી દેવો અને કુદરતી પરિબળોને રિઝવવાથી ઉકેલી શકાય તે માન્યતા એક સત્ય બની ગઇ. સાથે સાથે તમામ માનવીય સમસ્યાઓ પણ દૈવ સંચાલિત જ છે, માટે તે સમસ્યાઓનો ઉકેલ પણ દેવોને રિઝવવાથી ઉકેલી શકાય. આકાશી દેવો અને માનવીય સમસ્યાઓ બંનેના ઉકેલ માટેનો મધ્યસ્થી બ્રાહ્મણ. જેમ દેવ દેવીઓને મંત્ર, યજ્ઞ, તેની વિધિઓ અને બલિદાનો આપીને રિઝવી શકાય તેવી જ રીતે માનવીની કાલ્પનીક કે વાસ્તવિક " આધી–વ્યાધી–ઉપાધી" તમામ બ્રાહ્મણ વર્ગના સહારે મંત્ર,તંત્ર,યજ્ઞ,કર્મકાંડ અને દાનદક્ષિણા બ્રાહ્મણોને આપીને ઉકેલી શકાય, તે સત્ય સમાજમાં પેદા થઇ ગયું.

          આમ વૈદિક સમયમાં વેદો આધારીત તમામ ક્રિયાકાંડ કરવાનો વ્યવસાય બ્રાહ્મણ વર્ગની એકહથ્થુ સર્વસત્તાધીશ માલિકીનો બની ગયો. તે વ્યવસાય સમયાંતરે જન્મગત બની ગયો.  તે જમાનામાં ખરેખર બ્રાહ્મણવર્ગ આવા ધર્મનો સંરક્ષક બની બેઠો. તેથી તે બ્રાહ્મણવાદી ધર્મનું સર્જન, બ્રાહ્મણો દ્રારા,બ્રાહ્મણ હિતો માટે અસ્તિત્વમાં આવ્યો. સામાન્યજનની જન્મ,અને લગ્નથી માંડીને મૃત્યુ સુધીની તમામ રોજબરોજની  સમસ્યાઓના ઉકેલ માટે બ્રાહ્મણવર્ગ નૈતીકઅને વાસ્તવિક ઉધ્ધારક બની ગયો. સાથે સાથે આ વર્ગ બીજા વર્ગોની શ્રમ–ઉત્પાદનની બચત ઓહીયાં કરતો એવો બની ગયો કે  સમાજના તમામ અનૈતિક દુષણોનો ભોગ બની ગયો. સવારમાં ઉઠીને આ બ્રાહ્મણ વર્ગનો ધંધો એવા યજમાનોની શોધમાં શરુ થતો કે જે તેમના માટે દુઝણી ગાય હોય. વૈદિક ધર્મના કર્મકાંડો આધારિત સ્થાપિત હિતોના સંરક્ષક રાજાથી શરુ કરીને તે સમાજનું કોઇ અંગ બાકી ન હતું.  જુગાર, દારુ, વ્યભિચાર, અરસપરસના માલેતુજાર હિતોને  સાચવવા માટેનો સંદેશા વાહક બની ગયો. ગ્રહો, કુંડળીઓ, શુકન–અપશુકન,ત્રિકાળ જ્યોતિષ જાણનાર,આ વર્ગનો મુખ્યધંધો બની ગયો. માંગલિક પ્રસંગોના મુર્હત, શ્રાધ્ધની વિધીઓ, ભુમિપુજા, વાસ્તુવિધિ, દરેક દેવોને રિઝવવાના રંગબેરંગી પથ્થરોના રત્નો, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, નક્ષત્રોની વ્યક્તિગત અસરોમાંથી બચવા જપ–વિધિ વિ. આકાશી ખરતા તારાની અસરો, તમામ શુભ–અશુભ વિધિઓની ઓળખોનો વિષય નિષ્ણાત બની બેઠો! સમગ્ર બ્રાહ્મણ વર્ગનો સવારથી સાંજ સુધી દેખાડો કરવાનો ઇશ્વરી પ્રતિનિધિનો અને વર્તન કરવાનું બિલકુલ ઇશ્વરના સુચિત ગુણો વિરુધ્ધનું. ( No man ever lived  so Godless yet so Godlike.)

   વૈદીક સમયથી આર્યવ્રતના દરેક રાજાના મહેલમાં ખાસ જુગાર રમવાનો હોલ હતો. તેઓ ખાસ નિષ્ણાત જુગારીને સારા પગાર આપીને ધંધે રાખતા હતા. જેમ કે દુર્યોધને યુધિષ્ઠિરને હરાવવા ' મામા શકુની' ને રાખેલ હતા.અને દ્રોપદીને એક મિલકત ગણીને જુગારના દાવામાં મુકીને હારી ગયેલા. રુગવેદકાળમાં જુગારની બદી રાજમહેલમાંથી નીકળીને ગરીબના ઝુંપડાસુધી ફેલાઇ ગઇ હતી. કૌટિલ્યના સમયકાળમાં જુગારખાના રાજાની કાયદેસરની પરવાનગી લઇને ( અમેરીકાના લાસવેગાસના અધિકૃત કેસીનો જુગારખાનાની માફક ) ચલાવવામાં આવતા હતા.

      આર્યો જુગારની માફક જ દારુની બદીમાં પણ ગળાડુબ હતા. સોમ રસ તે રાજા મહારાજા, ઉમરાવો અને યજ્ઞના સંચાલકોનું પીણું હતું જ્યારે સુરા નામનું માદક પીણુ બાકીના સામાન્ય જન માટે હતું. આર્યન પુરુષોની સાથે સોમરસ તે આર્યન સ્રીઓનું પણ પસંદગીનું  મધ્યપાન બની ગયું હતું.( The most shameful part of it was that even the Aryan women were addicted to drink.)


        આર્યસંસ્કૃતિમાં તે સમયે સમાજ, ચાર વર્ણોમાં આડો અને ઉભો  વહેંચાઇ ગયેલો હતો. તે સમાંતર ( આડો) કરતાં ઉભો, ઉંચનીચમાં સામાજીક, આર્થીક અને દુન્યવી હિતોના સંદર્ભમાં ચતુર્વણમાં વહેંચાઇ અને વહેરાઇ ગયેલો હતો. બ્રાહ્મણ અને ક્ષત્રિયોના હિતો એક બીજાની આમને સામને હતા.તેથી તેમની વચ્ચે લોહીયાળ યુધ્ધો સામાન્ય હતા. બ્રાહ્મણ રાજા પરશુરામે ૨૧ વાર પૃથ્વીને ક્ષત્રિયોના વંશને મુળમાંથી નાશ કરવા યુધ્ધો કર્યા હતા તેવી દંતકથા છે.( The wars between Khatriyas and Brahmins were not merely occasional riots. They were of total extermination.) ક્ષત્રિયો અને બ્રાહ્મણો પોતાનું વર્ચસ્વ એકબીજા પર ટકાવી રાખવા યુધ્ધો કરતા હતા. બંને ને વૈશ્ય અને શુદ્રોને પોતાની એડી નીચે કચડાયેલા રાખવા હતા. તેમાં ય વૈશ્ય તો એક વર્ગ તરીકે ક્ષત્રિયો અને બ્રાહ્મણો માટે 'દુઝણી ગાય' હતો.

       આર્યન સમાજમાં જાતીય વિકૃતતા અને  અનૈતીક્તા તેના ચરમ શીખરે હતી. રુગવેદમાં સગાભાઇ અને બેન વચ્ચે લૈંગીક સંબંધોનો ઉલ્લેખ છે. પિતા– દિકરી, દાદા–પૌત્રી. તેમાંથી બાકાત નથી. જાતિય સંબંધોની વિકૃતતાની એવી નોંધ છે કે રુષિઓ યજ્ઞની વેદીની સામે જાહેરમાં આવા અનૈતીક કૃત્યો કરતા હતા.( The Aryans did not mind cohabiting with women in open and within the sight of people.  કુંવારી માતા બનવાનો ઇજારો ફક્ત જીસસની માતા મેરી ન હતો. સીતાજી અને દ્રોપદી પણ કુમારી માતાની જ દિકરીઓ હતી. પાંડવોની માતા કુંતીને કર્ણ સિવાય બીજા પણ પુત્રની  જન્મદાતા તરીકેનો ઉલ્લેખ છે. મેઘાવી અને ઉચી જૈવીક લક્ષણો ધરાવતા દેવોના જુદા જુદા સમાજના પુરુષો સાથે આર્ય સમાજની સ્રીઓ જાતીય સંબંધ બાંધે તે આવકાર્ય ગણાતું. જેથી તેમાંથી જન્મેલ  વંશ વધારે પરાક્રમી બને!.( The Aryans allowed their women to have sexual intercourse with any one of the  class of Devas in the interest of  good breeding.)

         કોઇપણ યજ્ઞ કે અન્ય કોઇપણ સ્થળે બ્રાહ્મણ દ્વારા કરવામાં આવેલ વિધિમાં દાન આપવું અનિવાર્ય છે. દાનનું પ્રમાણ કે જથ્થો વિધિ કે કર્મકાંડની ક્રિયા પર આધારીત હોય છે. એક જ યજ્ઞની વિધિમાં પણ તેના જુદા જુદા આરંભથી શરુ થઇને અંત સુધી દાન લેવાના  ચતુરાઇપુર્વકના રસ્તાઓ શોધી કાઢવામાં આવેલા હોય છે. બ્રાહ્મણને આપેલી ૧૦૦૦ ગાયોના દાનથી, દાન આપનારને સ્વર્ગમાં તમામ સુખની સુવિધાઓ વિનાવિઘ્ને યજ્ઞ કરાવનાર યજમાનને મલશે! ઇશ્વર જો તેના ભક્તને યજ્ઞ કરવાથી બદલો આપતો હોય તો તે કરાવનાર બ્રાહ્મણને દાન કેમ આપવામાં ન આવે! યજ્ઞમાં બલી તરીકે માનવબલી સહિત બીજા ચાર પ્રાણીઓ ઘોડો, ગાય, બળદ ઘેટા બકરાં નો ઉલ્લેખ છે. માનવબલીમાં બ્રાહ્મણ અને શુદ્રને મુક્તિ. તે માટે ક્ષત્રિય અને વૈશ્ય માન્ય. યુધ્ધમાં ઘોડાનું મહત્વ અને ખેતીમાં ગાય,બળદનું મહત્વ હોઇ ક્રમશ તે સ્થાનમા ઘેટાબકરાં વિ આવી ગયા. પણ યજ્ઞમાં પ્રાણીબલીની પ્રથા સદીઓ સુધી ચાલુ રહી. યજ્ઞ એક સમગ્ર સમાજ માટે એક સામુહિક  તહેવાર બનીને ઉજવવા માંડયો. યજ્ઞમાં આહુતિથી મળેલ  પશુઓના માંસની મિજબાની સોમરસ વિ. સામાન્ય હતુ .તમે જુઓ કે આર્યોના વૈદિક ધર્મમાં તમામ પ્રકારની વિકૃતીઓ હતીં. જેને સદાચારી ધર્મ કહેવાય તેવાં કોઇ લક્ષણો તેમાં નહતા. 

( ખાસ નોંધ– સદર લેખમાં ઘણા અંગ્રેજી વાક્યો બાબા સાહેબ આંબેડકરના  પુસ્તક– " Revolution and Counter- Revolution in Ancient India- Dr B.R. Ambedkar" - Chapters 1 to 4 ના સૌજન્ય–આભાર સહિત લીધેલ છે.) 

 આગામી  લેખ નં ૪ –૫ માં સદર બ્રાહ્મણ કે સનાતન ધર્મ સામે વિદ્રોહ કરનાર બૌધ્ધ અને ચાર્વકના વિચારોને ક્રમશ સમજીશું.



--