Wednesday, February 25, 2026

અદ્વૈત વેદાંત–

અદ્વૈત વેદાંત–

પરમ સત્ય જાણવાનો ખ્યાલ જ  ખોટો છે. માનવીય ઇન્દ્રીયજન્ય અનુભવથી તે જાણવું  શક્ય નથી. માનવી તરીકે હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? ક્યાં જવાનો છું, તે તમામ પ્રશ્નો વાહિયાત છે.માનવ શરીરમાં એવું શું છે જે પરિવર્તનશીલ નથી? શરીરની અંદર છતાં દેખાય નહી, અનુભવાય નહી તેવી ચેતના, જાગરુકતા (સ્વપ્ન) નો દાખલો! હું કોણ છું તેપુછવું તે એક ધ્યાનનો પ્રકાર છે. બહારની દુન્યવી ઓળખને બદલે મનની અંદરની ઓળખની શોધ! માનવી તરિકે હું અને તમે તમારી શરીરી ઓળખથી મુક્ત કેવી રીતે બની શકો? શું શરીરી ઓળખ શું ભ્રમ છે? માયા છે? વાસ્તવિકતાને માયા ગણવી અને માયાને વાસ્તવિકતા ગણવી એટલે આદિ શંકરાચાર્યનું અદ્વેત વેદાંત દર્શન !

બ્રહ્મ શું છે તેની ખરાખરી?

પરમ સત્ય, અસિમ ચેતના,શાશ્વત આનંદ કે પરમ આનંદ! બ્રહ્માંડનું અંતિમ સત્ય! બ્રહ્માંડની દરેક વસ્તુનો સર્જક– ( બધાજ બોગસ શબ્દો!) માનવીય ઇન્દ્ર્ીયજન્ય અનુભવથી તપાસી ન શકાય તેવી વિભાવનાઓ ! માનવ શરીર અસત્ય્ પણ તે શાશ્વત ચેતના છે જે શરીર અને મનની પેલે પાર પણ શરીરની અંદર અસ્તિત્વ ધરાવે છે.!

 શાશ્વત ચેતના શું છે? તેનું સ્વરુપ શું છે? આ બ્રહ્માંડ સાથે તેને શું સંબંધ છે? બ્રહ્મ કોઇ દેવતા નથી.( અશરીરી નથી. તે કોઇ ઇશ્વર જેવી વ્યક્તિ નથી જે સમગ્ર વિશ્વનું સંચાલન કરે છે.બ્રહ્મ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ વિશાળતા છે.બ્રહ્મ સત્ય છે. સોનુ અને તેના દાગીના( મુળ સ્વરુપ તો સોનું જ છે.)તમામ બ્રહ્માંડની વસ્તુઓ ભલે જુદી જુદી છે પણ તેમાં રહેલ તત્વ બ્રહ્મ તત્વ એક જ છે. તે જ પરમ તત્વ છે. બ્રહ્માંડની તમામ માનવીથી શરુ કરીને આકાશગંગા સુધીની ભૌતીક વસ્તુઓ બ્રહ્મનો જ એક અંશ છે. સર્વમ ખલ વિદમ બ્રહ્મમ.(ઇલેકટ્ટ્રીક કરંટ નો દાખલો– વિજળીનો બલ્બ, પંખો, હિટર. વિ.) બ્રહ્માંડમાં જે કાંઇ છે તે બ્ર્હ્મ જ છે.

બ્રહ્મ એટલે સત ચિદાનંન્દ. ' બ્રહ્મ જ સત્ય જગત મિથ્યા" બ્રહ્મ નો ન તો જન્મ, ન મૃત્યુ,પાંચ ઇન્દ્રીયોથી બ્રહ્મને ઓળખાય નહી. તે ઇન્દ્ર્ીયાતીત છે…બ્રહ્મનો આદિ ન અંત. ભૌતીક પદાર્થ વિહીન ચેતના.( વૈજ્ઞાનીક ભૌતીકવાદ નો પાયો બ્રહ્માંડનો દરેક પદાર્થ જ ભૌતીક છે. ચેતનાનું કોઇ અસ્તિત્વ ભૌતિક પદાર્થમાં હોઇ શકે જ નહી.બ્રહ્મ એટલે શાશ્વત અસતિત્વ, શુધ્ધ પરમઆનંદ,સમગ્ર બ્રહ્માંડ બ્રહ્ન સર્જીત છે. માનવી તે બ્રહ્મમાંડનો જ એક ભાગ છે. તેથી માનવી પણ તે બ્રહ્મનું જ સર્જન છે.માટે તે પણ ફક્ત ભૌતીક પદાર્થ નથી પણ શુધ્ધ ચેતના છે.કારણકે તેનું સર્જન પણ બ્રહ્મ દ્વારા થયેલું છે.પરમાનંદ એટલે અશરીરી આનંદ? એટલે શું?

 "બ્રહ્મનું અસ્તીત્વ એટલે શાશ્વત અસ્તિત્વ,શુધ્ધ ચેતના,અને અસીમ આનંદ." માનવી બ્રહ્મનું સર્જન હોવાથી તે પોતે પણ " પરમ સત્તા છે. પુર્ણ છે, મુક્ત છે." એટલે મોક્ષ, અથવા આત્મસાક્ષાત્કાર–૧૦–૫૫ મિનિટસ.

    વીશ્વના તમામ માનવો ફક્ત અને ફક્ત બ્રહ્મ સર્જીત છે. માટે એક છે. તો પછી માનવીય એકતાનું સર્જન કેમ થતું નથી?માનવીય આત્મા અને માનવીનો બ્રહ્મ તરીકેનો અંશ બે એક કે જુદા?

આત્માનું રહસ્ય– આત્મા અને બ્રહ્મ બે અલગ અલગ ચીજો નથી પણ એક જ છે.

અહમ બ્રહ્માસ મી. હું જ બ્રહ્મ છું.આત્માનું અસ્તિત્વ બ્રહ્મના અસ્તિત્વનો એક ભાગ છે. બીજી એક વાક્ય તત્વંમસિ. માનવીના શરીરની વાસ્તવિકતા તેને આત્મા અને બ્રહ્મનો અનુભવ કરવા દેતી નથી. તે અમારુ સાચુ અસ્તિત્વ્ છે જે ચેતના નામથી પણ ઓળખાય છે.આદિ શંકરાચાર્ય ના મત પ્રમાણે આત્માના ત્રણ ભાગ છે. એક શરીર,( દેહ જે મૃત્યુ સાથે નાશ પામે છે. બીજુ માનવીનું સુક્ષમ શરીર મન, બુધ્ધિ અને અહંકાર જે દેહ સાથે નાશ પામતું નથી.(?) તે નયાજન્મ કે પુનર્જન્મનું કારણ બને છે. તે બીજ છે જેમાંથી વારંવાર સુક્ષમ શરીર વારંવાર જન્મ લે છે. આત્માત્રણેય ને પ્રકાશિત કરનારુ પરિબળ છે.તેનુ કામ શરીરની દરેક વસ્તુને પ્રકાશિત કરવાનું કામ કરે છે. શરીર, મન, બુધ્ધિ અને અહંકાર..પણ આત્મા પોતે બિનપ્રભાવિત રહેતી હોય છે. જીવનનો હેતુ આત્માસાક્ષાત્કાર, મોક્ષ વિ તરીકે ઓળખવામાં આવે છે. આત્માની ઓળખ માટે વર્તમાન બહારની દુનીયામાંથી  કાચબો જેમ ભય દેખાતાં પોતાના અંગો સમેટી લે છે તેમ બહારના વિશ્વમાંથી નિવૃત્તિ લઇને આત્માની ખોજમાં પરોવાઇ જવાની વાત કરે છે. તમે માનવી તરીકે 'ચલતા ફિરતા' બ્રહ્મ છો.

બ્રહ્મ અને આત્માના અનુભવ કરવાથી કોણ તમને રોકે છે? " રહસ્યમયી આવરણ" . જવાબ ; માયાની જાળ" 

માયાનો સિધ્ધાંત–બ્રહ્મની અકલ્પનીય શક્તિ– એટલે માયા. સત્યને ઢાંકનારુ અને માયાનું આવરણ ઉભું કરનારુ..માયા માનવ બુધ્ધી પર આવરણ લગાવી દે છે. સાચા બ્રહ્મ સ્વરુપને ભુલાવી દે છે. શું ભુલાવી દે છે? માનવી અનંતમય આત્મા છે. વાદળ જેવી રીતે સૂર્યને ઢાંકી દે છે. માયાને કારણે આપણુ આત્મસ્વરુપ દેખાતું નથી. સત્યની જગ્યાએ બીજુ કશું બતાવવું.! તેની જગ્યાએ અસત્યનું સર્જન કરી દે છે. ( અંધારામાં  દોરડાને સાપ સમજવો)

બ્રહ્મ સ્વરુપનું નામસ્વરુપ દુનિયામાં રુપાંતર! ઇન્દ્રીયજન્ય અનુભવનું પરિણામ! અદ્વ્ૈત વેદાંત આ સંસારને મિથ્યા ગણે છે. વ્યવહારીક સ્તરપર આ દુનિયા સત્ય્ છે માયા નથી. પરમસત્યના દ્ર્ષ્ટિ કોણથી આ દુનિયા સત્ય નથી. માયા છે એક સ્વપ્ન છે. અદ્વેત કહે છે કે આપણે બધા અજ્ઞાનની નીંદમાં ફસાયેલા છે. આ દુનિયાના સ્વપ્નને સત્ય માનીને જીવી રહ્યા છે. ફક્ત આત્મજ્ઞાનથી જ સમજાય!  માયા પર શરીરની ઇદ્રીયો છવાઇ ગઇ છે.

માયામાંથી બહાર નિકળવાનો રસ્તો જ્ઞાન અને વિવેક છે…ધ્યાન ચિંતન,સાક્ષી સ્વરુપ – માયામાંથી મુક્તિ,

સત્ય પ્રાપ્ત કરવાનો જ્ઞાન માર્ગ–

(૧) વિવેક થી સત્ય શોધવાનો માર્ગ– આત્મા જ નિત્ય અને શાશ્વત છે.( બાકીનો માયાનો ખેલ–) (૨) વૈરાગ્ય– માનસિક અવસ્થા. જીવન પ્રત્યેનો અનાષક અભિગમ. પરમ સત્યને જાણવા સમજવા માટે વૈરાગ્ય–(૩) ૬ માનસિક ગુણ–મનનું નિયંત્રણ, ઇન્દ્ર્ીયોનું નિયંત્રણ, જીવન પ્રત્યેનો અનાસ્કત અભિગમ, સહનશીલતા,શ્રધ્ધા–અથવા તર્કપુર્ણ માર્ગ,–સમાધાન.૩૩.૩૪ મિનિટસ.

મોક્ષની તીવ્ર ઇચ્છા. મુક્તિ માટેની અસ્હય ઇચ્છા–આત્મ સાક્ષાત્કાર.. ચાર વાક્યો– વેદોનો સાર– મહાવાક્ય–શુધ્ધ ચેતના–આત્મ એ જ પરમ બ્રહ્મ છે,– તતવ મસી.વહ સર્વવ્યાપી તુમ છો. મુક્ત આત્મા. અહમ બ્રહ્મસ્મિ– પરમ જ્ઞાન અને મુક્તિ. જ્ઞાનનો પુરો માર્ગ.

કર્મનાં બંધન– સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને નિસ્વાર્થ કર્મ ગીતાનો સિધ્ધાંત– જીવન મુક્તિ ખ્યાલની ચર્ચા– 

–   




--