Wednesday, February 25, 2026

ભાગ–૧ ભારતીય વૈદિક સમયનું તત્વજ્ઞાન–

ભાગ–૧ ભારતીય વૈદિક સમયનું તત્વજ્ઞાન– 

 માનવજાતના ઇતિહાસમાં વૈદિક સમયગાળાની શરુઆત આશરે ૩૫૦૦ વર્ષ પહેલાની અંદાજી ગણાય છે. લગભગ આજ સમાંતર ગાળાની આસપાસ વિશ્વની અન્ય સંસ્કૃતીઓનો જેવીકે ગ્રીક, મેસેપોટેમિયા વિ.નો વિકાસ થયો હતો.બધીજ સંસ્કૃતિઓ માં  માનવ જાતે કુદરતના નિયમોને સમજીને પોતાનું અસ્તીતવ ટકાવી રાખવા અને વિકાસ કરવા એકબીજા માનવ સમુહો સાથે સહકારભર્યા પ્રયત્નો કર્યા હતા. ખાસ કરીને આ બધી તમામ સંસ્કૃતિઓમાં કુદરતી પરિબળો જેવા કે સૂર્ય, ચંદ્ર, પવન, અગ્નિ, વાયુ અને પૃથ્વીની અસરો  માનવીય શારીરિક તાકાત કરતાં અનેકગણી હોવાથી તે બધાને દેવ કે ઇશ્વર તરીકે ભજવાનુ,પુજવાનું અને આરાધના કરવાનું શરુ કર્યુ. હિંદુ સંસ્કૃતિમાં ઇન્દ્ર અને ગ્રીક સંસ્કૃતિમાં જ્યુપિટરને વરસાદના દેવ તરીકે ભજવા,પુજવા અને રિઝવવા માટેના કર્મકાંડો શરુ થયા હતા.

આપણા દેશમાં પણ વૈદિક સમયમાં તમામ  કુદરતી પરિબળો અને માનવીય સમસ્યાઓના ઉકેલ માટે મંત્ર, તંત્ર, યજ્ઞ, બલિ, વિ. કર્મકાંડી પ્રથા શરુ થઇ.સમય જતાં, સદર કર્મકાંડ કરવાનો જન્મ આધારીત અધિકાર ચાર વર્ણોમાંથી બ્રાહ્મણ હસ્તક ધર્મના ટેકાથી માન્ય બનાવી દેવામાં આવ્યો હતો.રાજાસત્તા અને બ્રાહ્મણોના આધિપત્ય નીચેની ધર્મસત્તાએ બાકીના સમાજની બચત પર કાયમી પ્રભુત્વ ટકી રહે તેવા સંચાલનની વર્ણવ્યવસ્થા ' સામ,દામ, દંડ અને ભય' થી બનાવી દીધી.બ્રાહ્મણોની કર્મકાંડી ભાષા સંસ્કૃત હતી.

    દરેક ધર્મ પુસ્તકની ભાષા જે તે ધર્મના સામાન્ય માણસના બસની વાત જ નથી હોતી.દા.ત  બાયબલની જુનાકરારની ભાષા હિબ્રુ(ધર્મભાષા) હતી, નવા કરારની ભાષા ગ્રીક હતી. કુરાનની ભાષા એરેબીક હતી જે મહંમદ સાહેબના કબીલા નામે ' કુરેશાં (Quraysh) ની ભાષા હતી. મોટાભાગના ધર્મ પુસ્તકોની ભાષા સામાન્ય માણસની સમજની બહારની હતી.The Quran was revealed to the Prophet Muhammad in the 7th century CE in the Arabic dialect of the Quraysh tribe in Mecca.) જીસસ બે ભાષા જાણતા હતા,એક ગ્રીક ( જુનાકરાર કે ઓલ્ડ ટેસ્ટામેંટની ભાષા અને બીજી લેટીન ( નવા કરાર અથવા ન્યુટેસ્ટામેંટની ભાષા).  ભારતમાં દરેક હિંદુ ઇશ્વરની પોતાની પ્રાદેશિક ભાષા જે તે સ્થાનિક પ્રદેશની હોય છે. ગુજરાતી, મરાઠી, તેલુગુ, બંગાળી અને હિંદી વિ.ભારતના હિંદુ ગોડ મહાન ભાષા વિશેજ્ઞ કે ભાષાશાસ્રી (Linguist) હોવા જોઇએ! 

    આ સમય ગાળામાં ચાર વેદોની રચના થઇ..ઋગ્વેદ,સામવેદ અથર્વવેદ અને યજુર્વવેદ, સામવેદ અને અથર્વવેદ. આજે પણ વેદસંહિતા કે  તેના વાક્યોને ઇશ્વરી સર્જન ગણીને તેની અધિકૃતતાને ૨૧મી સદીના આધુનિક જ્ઞાન આધારિત મુલ્યાંકન કરવાને પણ અનૈતીક, અધાર્મીક અને નાસ્તિક કૃત્ય ગણીને ધિકકારવામાં આવે છે. વૈદિક ધર્મને સનાતની ધર્મના નામથી પણ ઓળખવામાં આવે છે. તમામ વૈદિક સાહિત્યને શ્રૃતિ ( એક પેઢી બીજી પેઢીને સંભળાવી, યાદ કરાવી, ગોખાવી પણ લખ્યા કે પ્રકાશન કર્યા સિવાય) સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. તેને તત્વજ્ઞાનની ભાષામાં દ્વૈત વેદાંત તરીકે ઓળખવામાં આવે છે. દ્વૈત એટલે બે.પ્રકૃતિ અને પુરુષ, એક શરીર અને બીજુ આત્મા અથવા ભૌતીક (નાશવંત)અને આધ્યાત્મિક એટલે શાશ્વત (અમર). તમામ વેદો સંસ્કૃત ભાષામાં (બ્રાહ્મ્ણોની ભાષામાં) શ્લોક–પધ્ય–ગધ્ય સ્વરુપમાં રચવામાં આવેલા છે. તેની સમજ, ઓળખ, સત્ય અને કયા શ્લોકનો શું ઉપયોગ તે બ્રાહ્મણ–પુરોહિતના જ્ઞાન અને અર્થઘટનનો અબાધિત અધિકાર જે રાજ્યસત્તાને તથા,સમાજ જીવનમાં માન્ય હતો. 

         આપણે આગળ વાંચ્યું તે પ્રમાણે વેદ ચાર છે.ઋગ્વેદ,,સામવેદ અથર્વવેદ અને યજુર્વવેદ.

ઋગ્વેદ એ વિશ્વનો સૌથી જુનો ધાર્મિક ગ્રંથ છે તેવો દાવો વેદોના હિતરક્ષકોનો છે. જે ૧૦ મંડળો (વિભાગ) માં વહેંચાયેલો છે. તેમાં કુલ ૧,૦૨૮ સૂક્તો કે શ્લોકો અને ૧૦,૫૫૨ મંત્રો છે. આ વેદમાં અગ્નિ, વરુણ અને ઇન્દ્ર  દેવો ની સ્તુતિ એટલા માટે સ્વીકારવામાં આવી છે તેમને રાજી રાખવાથી સમગ્ર પ્રજાનું સુખ,સમૃધ્ધિ અને તંદુરસ્તી જળવાઇ રહે. વિશ્વામિત્ર, વસિષ્ઠ, ભારદ્વાજ, કણ્વ વિ, ઋષિઓએ  આ બધા કર્મકાંડો અને યજ્ઞોના વિધિ વિધાનો તૈયાર કરવામાં આવેલા હતા. તેમના ગુરુકુલોમાં  વેદોનું જ્ઞાન લેવા આવતા શિષ્યો દ્રારા પેઢી દર પેઢી  સાંભળી– કંઠસ્ત કરીને  સાચવી રાખવામાં આવ્યા. આ ઋગ્વેદને સૌથી જુના ધર્મ પુસ્તક તરીકે સ્વીકારવામાં આવેલ છે.

          ઉપર જણાવેલ ચાર વેદોમાં કુદરતી પરિબળોની આફતો જેવી કે સૂર્યની ગરમી, અતિશય વરસાદ, તોફાની પવન, દુષ્કાળ,આગ, ધરતીકંપ વિ. ના દૈવી કોપથી બચાવા જુદા જુદા  દેવોની રચના અને તે બધાને પ્રસન્ન કે રિઝવવા જુદા જુદા  વિધિ વિધાનો અને કર્મકાંડોની રચના કરવામાં આવી. યજ્ઞો, બલિ અને બ્રાહ્મણ, પુરોહીતોને દાન આપવાના રીત– રિવાજો પણ શરુ થયા હતા. સમય જતાં બ્રાહ્મ્ણ, પુરોહિતવાદ વર્ગ એક સંપન્ન્ કે શક્તિશાળી સ્થાપિત હતી જ બની ગયો.

      ઇશ્વરનો ખ્યાલ તે સમયે વિકસ્યો ન હતો. હિંદુ ઇશ્વરની મુર્તીઓ બની જ ન હતી. વેદોમાં દેવોને કેવી રીતે રાજીરાખવા, ખાસ કરીને ત્રણ દેવોને (ઇન્દ્ર,અગ્નિ અને વરુણ)  માટે મોટાભાગના શ્લોકોની રચના કરવામાં આવી છે.

           વેદનો બીજો અર્થ  જુદા જુદા દેવોને રીઝવા માટેની સ્તુતિઓ–––કવિતા અને  દર્શનનું બૌધ્ધીક સંમિશ્રણ,– કંઠસ્થ કરીને સાચવવું–સંસ્કૃત ભાષામાં શ્લોકોનો સંગ્રહ–જુદા જુદા કાલ્પનીક દેવોની પ્રશંસા, આરાધના, સ્તુતિનો કંઠસ્થ સ્વરુપે  સંગ્રહાયેલો સમુહ. આ બધા કુદરતી પરિબળોનું સંચાલન જુદા જુદા દેવો જેવા કે સૂર્ય દેવ, અગ્નિ દેવ, ઇન્દ્ર દેવ, વરુણદેવ વિ.  અલૌકીક પરિબળોને ખુશી રાખવા મંત્રોની રચના વેદોમાં છે.

    વેદિક સમયમાં,ઋષિ મુનિ અને બ્રાહ્મણોના સંગઠિત હિતોના સંરક્ષણ માટે, બંને એ ભેગા મળીને રાજાશાહી,સામંતશાહી અને કૃષિ આધારીત સમાજ વ્યવસ્થાના સૌ પ્રથમ પ્રશ્નો શોધી કાઢયા, તે પ્રશ્નોના સર્જક માન્ય દેવોને પણ શોધી કાઢયા. પછી તે બધાને રીઝવવા, મનાવવા ( રડતા બાળકને પટાવવા જે રીતરસમો અપનાવવામાં આવે છે.)શબ્દો, શ્લોકો, મંત્રો , યજ્ઞતંત્ર અને રાગ રાગીનીઓ અને વાજીંત્રો પણ શોધી કાઢયા.

         વ્યક્તિગત નાગરિકોના જીવનની સમસ્યાઓ, સર્પદંશ, વિંછી કે અન્ય ઝેરી જાનવરોના ઝેરને ઉતારવા માટેના મંત્રો, વિધીઓ, ડાકલા વગાડવા, પરકાયા પ્રવેશ, ભુતપ્રેત, નિ:સંતાનપણુ દુર કરવા, યજ્ઞની વેદી કે અગ્નિની સાક્ષીએ તમામ જન્મથી માંડીને મૃત્યુ પછીની સુધી તમામ વિધીઓ નક્કી કરી દેવામાં આવી. જાદુટોણા, અને અંગત દુશ્મનાવટની સમસ્યાઓના ઉકેલ માટે, ઉપરાંત લગ્ન કે અન્ય પ્રસંગ માટે શુભ સમય, ચોઘડિયા વિ, વિધિવિધાનો, શ્લોકો વિ,ની ચારેય વેદોમાં તેનો સવિસ્તાર નોંધો મલે છે. યજ્ઞની વેદીના અગ્નિનો ધુમાડો સૂર્યથી માંડીને દરેક દેવોને જે તે શ્લોકના અર્થ પ્રમાણે ફેરફાર કરવાનું માધ્યમ બની ગયો!


  – વેદિક મંત્રોની રચના સમાજના ઉપલા વર્ગના હિતોના સંરક્ષણોની રચના બની ગઇ. તમામ ધાર્મિક, સામાજીક અને રાજકીય  જીવન યજ્ઞોની આગળ પાછળ પ્રવૃત્તીઓની સંપૂર્ણ કેન્દ્રિત હતું.યજ્ઞમાં ઘી, અનાજ, સોમ રસ અને માનવ બલિ અને પશુબલિનો ઉપયોગ એક રિવાજ બની ગયો. દેવો પાસે  યજ્ઞમાંની આહુતી દ્વ્રારા ધન, દોલત, સારા વારસો,– લાંબુ આયુષ્ય. વિ ની અપેક્ષાઓ રાખવામાં આવતી હતી.– યજ્ઞોનો ઉપયોગ દુશ્મનો પર જીત માટેના આશીર્વાદ  મેળવવા પણ કરવામાં આવતો હતો. યજ્ઞો જાણે ફક્ત કર્મકાંડ નહી– પણ બ્રહ્માંડની સાથે જોડાણ–તાલમેલ બેસાડવાનું એક માધ્યમ બની ગયો. બ્રહ્માંડ અને  માનવ જીવન બંનેના સંચાલન સાધન એક જ છે તે યજ્ઞ.

. અગ્નિદેવને પૃથ્વી અને સ્વર્ગ વચ્ચે ના સેતુ તરીકે પુજામાં આવતા હતા. કોઇપણ યજ્ઞની શરુઆત પ્રથમ અગ્નિ ની સ્તુતિથી કરવામાં આવતી. ઋગ્વેદમાં ઇન્દ્રને( સૌથી મહત્વપુર્ણ દેવતા) રિઝવવા માટે ૨૫૦ શ્લોકો છે.  ' ઋષિમુનીઓની મુશ્કેલીઓને દુર કરવા પણ તેઓ બધા ઇન્દ્રને રિઝવવા યજ્ઞ–હવન –બલિ નો ઉપયોગ કરતા હતા.ઇન્દ્રની  એક એવા દેવ તરીકેની ઓળખ આપવામાં આવી છે કે જે સુરા(મદિરા)અનેસુંદરીના બહુ શોખીન હતા. સોમ રસ જેમાંથી બને છે તેને પણ સોમદેવ તરીકે પુજવામાં આવતો! સોમ દેવતાને રહસ્યમય દેવતા તરીકે સ્વીકારવામાં આવેલ.સોમરસ પીણા તરીકે દેવતાઓને અમર બનાવતો.સોમરસ  ઋષિમુનીઓની બૌધ્ધીકતાને આધ્યાત્મિક જ્ઞાન ની ખોજમાં મદદરૂપ થતો. સોમરસને વિચારોના સ્વામી, કવિઓના રાજા  અને ઔષધીઓના દેવતા પણ કહેવાતા હતા. સોમરસ  વૈદિક સમયના લોકો માટે ફક્ત એક નશીલુ પીણું ન હતું . સોમરસમાં એવી શક્તિ હતી કે કવિઓમાં નવી નવી કવિતાઓની રચના કરવામાં અને ઋષિમુનીઓ નવા નવા શ્લોકો બનાવવાની પ્રેરણા આપતો હતી.

વરુણ દેવને આકાશના દેવતા તરીકે પણ પૃથ્વી પરની  નૈતિક અને લૌકીક વ્યવસ્થાના સંરક્ષક તરીકે પુજવામાં આવતો હતો. સુર્યદેવ દરરોજ સવારે સાતઘોડાના રથમાં બેસીને પૃથ્વીને પ્રકાશમય બનાવે છે. અને જીવનને ટકાવી રાખે છે. દેવો ઉપરાંત સરસ્વતી, લક્ષ્મી, દુર્ગા વિ દેવીઓનો ઉલ્લેખ છે. જેના કાર્યો શું છે તે સામાન્ય લોકોની સહજ જાણમાં છે. આમ વૈદિક લોકો કોઇપણ કુદરતી ઘટના બને તો તેમાં ઉપર મુજબના દેવ–દેવીઓની દિવ્યશક્તિઓ તેની કર્તાહર્તા તરીકે જવાબદાર ગણવામાં આવતી હતી. માટે તે બધાની પુજા, ભક્તિ અને અન્ય રીતોથી રિઝવવા યજ્ઞો વિ. માં બલી પણ ચઢાવતી હતા.

યજ્ઞ શું હતો? એક બ્રહ્માંડનું નાનું સ્વરુપ પણ સમય જતાં બ્રાહ્મણ પુરોહિતની આજીવિકા ટકાવી રાખવાનું એક માત્ર સાધન! યજ્ઞની વૈચારીક–આધ્યાત્મિક  પિરામીડ પર જ વૈદિક સંસ્કૃતી ઉભી રહેલી હતી. વૈદિક કાળમાં યજ્ઞ એક સંગઠિત, અને અનુશાસીત પ્રક્રિયા હતી. લોકસમુહને એકત્ર કરવાનો એક સુવ્યવસ્થિત પ્રસંગ હતો.

 યજ્ઞોનો વ્યક્તિગત અને સામાજિક ઉદ્દેશ પણ હતો. તે  વૈદિક સમય માં એક સામાજિક ઉત્સવ બની ગયો હતો. માનવી પોતાની ઇચ્છાઓ યજ્ઞ કરવાથી સંપુર્ણ સફળ થશે એવી શ્રધ્ધા હોવાથી તે પ્રમાણે યજ્ઞ અને તેના આધારિત  ક્રિયાકાંડો વૈદિક જીવનસરણીનો એક ભાગ બની ગયો હતો. માનવ જીવનની તમામ સમસ્યાઓ અને ઇચ્છાઓ મંત્રો અને તેના આધારિત યજ્ઞ અને કર્મકાંડો કરવાથી ઉકેલી શકાય તેવી જબ્બ્રરજસ્ત શ્રધ્ધા કે અંધશ્રધ્ધા વૈદિક સમયમાં એક જીવન પધ્ધતિ બની ગઇ. વૈદિક તત્વજ્ઞાનમાં તમામ બ્રહ્માંડના તત્વો અને માનવ શરીરનું સંચાલન કુદરતી નિયમબધ્ધતાનું પરિણામ છે અને આકાશી કાલ્પનિક દેવોની ઇચ્છાથી કઠપુતલીની માફક નાચતા પરિબળો નથી તે સત્ય કેમ સ્વિકૃત ન બન્યા તે કોયડો આજે પણ કોયડા તરીકે ચાલુ છે!

વધુ ભાગ– ૨ માં.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––



 




--