ભાગ–૪ બ્રાહ્મણવાદી વૈદીક ધર્મ અને આદિ શંકરાચાર્યના અદ્વૈત વેદાંત સામે બૌધ્ધ ધર્મની જ્ઞાન આધારિત ક્રાંતિ.
મિત્રો, અગાઉના ત્રણ ભાગમાં કુદરતી પરિબળોને ઇશ્વરી કે પારલૌકીક પરિબળો સમજીને જે કોઇ ચિંતન અને તેના આધારીત સમાજની વ્યવસ્થા કેવી ઉભી થઇ તેની વાત કરી હતી. તે હકકીતને એકાદ પેરાગ્રાફમાં વિચારોનો તંતુ જળવાઇ રહે તે સમજીને નીચે રજુ કરી છે.
વૈદીક સમાજ એટલે આશરે ૩૫૦૦ વર્ષ પહેલાં ગંગા–જમનાના મેદાનોની ફળદ્રુપ જમીનમાં વિકસેલી આર્ય સંસ્કૃતિ.જે સમાજની જીવન પધ્ધતિ મુખ્ય વ્યવસાય કૃષિ આધારીત વર્ણવ્યવસ્થા હતી. સદર વ્યવસાયો કુદરતી પરિબળો જેવા કે વરસાદ, દુકાળ, પુર અને આગ, ધરતીકંપ વિ.ની અનિશ્ચિતતાઓ પર સંપુર્ણ આધારીત હતા. આપણે છેલ્લા ત્રણ લેખોમાં જોયું કે સમગ્ર વૈદીક જ્ઞાન, ચર્ચા અને ઉપાયો કૃષિ સમસ્યાઓને આકાશી દેવો અને પૃથ્વી પરના કુદરતી પરિબળોને રિઝવવાથી ઉકેલી શકાય તે માન્યતા એક સત્ય બની ગઇ. સાથે સાથે તમામ માનવીય સમસ્યાઓ પણ દૈવ સંચાલિત જ છે, માટે તે સમસ્યાઓનો ઉકેલ પણ દેવોને રિઝવવાથી ઉકેલી શકાય. આકાશી દેવો અને માનવીય સમસ્યાઓ બંનેના ઉકેલ માટેનો મધ્યસ્થી બ્રાહ્મણ. જેમ દેવ– દેવીઓ અને કુદરીપરિબળોને મંત્ર, યજ્ઞ, તેની વિધિઓ અને બલિદાનો આપીને રિઝવી શકાય તેવી જ રીતે માનવીની કાલ્પનીક કે વાસ્તવિક " આધી–વ્યાધી–ઉપાધી" તમામ બ્રાહ્મણ વર્ગના સહારે મંત્ર,તંત્ર,યજ્ઞ,કર્મકાંડ અને દાનદક્ષિણા બ્રાહ્મણોને આપીને ઉકેલી શકાય, તે સત્ય સમાજમાં ઉપરના વર્ગથી શરુ કરીને શુદ્ર વર્ગ સુધી સ્વીકૃત બની ગયું.
આમ વૈદિક સમયમાં વેદો આધારીત તમામ ક્રિયાકાંડ કરવાનો વ્યવસાય બ્રાહ્મણ વર્ગની એકહથ્થુ સર્વસત્તાધીશ માલિકીનો બની ગયો. તે વ્યવસાય સમયાંતરે જન્મગત બની ગયો. તે જમાનામાં ખરેખર બ્રાહ્મણવર્ગ આવા ધર્મનો સંરક્ષક બની બેઠો. તેથી તે બ્રાહ્મણવાદી ધર્મનું સર્જન, બ્રાહ્મણો દ્રારા,બ્રાહ્મણ હિતો અને બ્રાહ્મણવર્ગના સંરક્ષણ માટે અસ્તિત્વમાં આવ્યો. સામાન્યજનની જન્મ,અને લગ્નથી માંડીને મૃત્યુ સુધીની તમામ રોજબરોજની સમસ્યાઓના ઉકેલ માટે બ્રાહ્મણવર્ગ નૈતીકઅને વાસ્તવિક ઉધ્ધારક બની ગયો. સાથે સાથે આ વર્ગ બીજા વર્ગોની શ્રમ–ઉત્પાદનની બચત ઓહીયાં કરતો એવો બની ગયો કે સમાજના તમામ અનૈતિક દુષણોનો ભોગ બની ગયો. સવારમાં ઉઠીને આ બ્રાહ્મણ વર્ગનો ધંધો એવા યજમાનોની શોધમાં શરુ થતો કે જે તેમના માટે દુઝણી ગાય હોય! વૈદિક ધર્મના કર્મકાંડો આધારિત સ્થાપિત હિતોના સંરક્ષક રાજાથી શરુ કરીને તે સમાજનું કોઇ અંગ બાકી ન હતું. જુગાર, દારુ, વ્યભિચાર, અરસપરસના માલેતુજાર હિતોને સાચવવા માટેનો સંદેશા વાહક બની ગયો. ગ્રહો, કુંડળીઓ, શુકન–અપશુકન,ત્રિકાળ જ્યોતિષ જાણનાર,આ વર્ગનો મુખ્યધંધો બની ગયો. માંગલિક પ્રસંગોના મુર્હત, શ્રાધ્ધની વિધીઓ, ભુમિપુજા, વાસ્તુવિધિ, દરેક દેવોને રિઝવવાના રંગબેરંગી પથ્થરોના રત્નો, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, નક્ષત્રોની વ્યક્તિગત અસરોમાંથી બચવાના ઉપાયો, જપ–વિધિ વિ. આકાશી ખરતા તારાની અસરો, તમામ શુભ–અશુભ વિધિઓની ઓળખોનો વિષય– નિષ્ણાત બની બેઠો! સમગ્ર બ્રાહ્મણ વર્ગનો સવારથી સાંજ સુધી દેખાડો કરવાનો ઇશ્વરી પ્રતિનિધિનો અને વર્તન કરવાનું બિલકુલ ઇશ્વરના સુચિત ગુણો વિરુધ્ધનું. ( No man ever lived so Godless yet so Godlike.)
ચાર વેદોની સામે ત્રણ નાસ્તિક વિચારસરણી અસ્તીત્વમાં આવી. સદર ત્રણેય વિચારસણીએ વેદોને ઇશ્વરી સર્જન છે તેનો અસ્વીકાર કર્યો. બૌધ્ધ, જૈન અને ચાર્વાક.આ ત્રણ નાસ્તિક વિચારસરણીમાં ફક્ત ચાર્વક વિચારસરણી ભૌતીકવાદી હતી. જેણે પ્રત્યક્ષ કે પરોપરુપે ભૌતિક પાંચ ઇન્દ્રીયોની મદદથી મગજને મળતા સંદેશાથી જે સમજ, જ્ઞાન અને શાણપણ આધારીત જે સત્ય મળે છે તે સિવાયના કોઇપણ જ્ઞાનનો ધરમુળથી અસ્વીકાર કર્યો હતો.આપણી ચર્ચામાં બૌધ્ધ અને ચાર્વાકના તત્વજ્ઞાને મહત્વ આપ્યું છે.
બૌદ્ધ ધર્મ એક ક્રાંતિ હતી. તે ફ્રેન્ચ ક્રાંતિ જેટલી જ મહાન ક્રાંતિ હતી. ભલે તે ધાર્મિક ક્રાંતિ તરીકે શરૂ થઈ હતી, તે ધાર્મિક ક્રાંતિ કરતાં વધુ સામાજીક ક્રાંતિ બની હતી. તે એક સામાજિક અને રાજકીય ક્રાંતિ બની હતી. આ ક્રાંતિનું આ પાત્ર કેટલું ગહન છે તે સમજવા માટે, ક્રાંતિ શરૂ થાય તે પહેલાં સમાજની સ્થિતિ જાણવી જરૂરી છે
તેમના શિક્ષણ દ્વારા તેમણે લાવેલા મહાન સુધારાને સમજવા માટે, બુદ્ધે તેમના જીવનના મિશન પર નીકળ્યા ત્યારે આર્ય સંસ્કૃતિની અધોગતિશીલ સ્થિતિનો થોડો ખ્યાલ રાખવો જરૂરી છે.તેના માટે આ એક વાક્યને સમજવું પુરતું છે. "તેમના સમયનો આર્ય સમુદાય સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક, ત્રણેય રીતે સૌથી ખરાબ વ્યભિચારમાં ડૂબેલો હતો.
"જેટલો લાંબો સમય જીવે છે, અવલોકન કરે છે અને વિચારે છે, તેટલો જ તેને ઊંડાણપૂર્વક લાગે છે કે પૃથ્વી પર એવો કોઈ સમુદાય નથી જે રાજકીય દુષ્ટતાઓથી પોતાના જ કૃત્યોને કારણે ઓછો પીડાતો હોય! હિન્દુ સમુદાય કરતાં વધુ સ્વ-લાદિત, સ્વ-સ્વીકૃત અથવા સ્વ-નિર્મિત અને તેથી ટાળી શકાય તેવા દુષ્ટતાઓથી પીડાતો હોય." – સર ટી. મધ્વ રો.પૃષ્ઠ- ૧૬.
સિદ્ધાર્થ ગૌતમનો જન્મ ૫૬૩ બી.સી.માં થયો હતો.મૃત્યુ ૪૮૩ બી.સી.માં થયું હતું. પોતાના મિશનને પાર પાડવા માટે, બુદ્ધે જ્ઞાન પ્રાપ્તિ પછીના બધા દિવસો આશરે ૪૦ વર્ષો સમર્પિત કર્યા. તથાગત બુધ્ધ બનતાં પહેલાં ગૌતમ એક રાજવંશ ઘરાનામાં જન્મેલા હતા. તેમનું વ્યક્તિત્વ જ ભવ્ય હતું. તે જોવામાં સુખદ, પ્રેરણાદાયક, વિશ્વાસ પ્રેરક હતું. છે, શરીરનો રંગ ગોરો હતો. અર્હતોના ગુણથી સદ્ગુણીહતા. ભલાઈ, સુખદ અવાજ અને નમ્ર સંબોધન તેમની અનોખી માનવીય સિધ્ધી હતી. તેમનામાં વાસનાનો કોઈ જુસ્સો બાકી નથી કે મનની કોઈ ચંચળતા નથી. તેઓએ બધા માણસોને આજ્ઞા આપી શકે તેવી વ્યક્તિગત નિપુણતા પ્રાપ્ત કરી હતી.
સાધુ ગૌતમ ધાર્મિક જીવનમાં ઉતર્યા તે પહેલાં પોતાના સગાસંબંધીઓના મહાન કુળનો ત્યાગ કર્યો છે, જમીન પર દટાયેલા અને ઉપરના ઘણા પૈસા અને સોનું, ખજાનો છોડી દીધો. ખરેખર, જ્યારે તેઓ યુવાન હતા, તેમના માથા પર સફેદ વાળ નહોતા, ત્યારે તેઓ ગૃહસ્થ જીવનથી બેઘર સ્થિતિમાં આવી ગયા.(The beauty of his early manhood, was, he went forth from household life into a homeless state) તેમના જેવા જીવનમાં માત્ર સુખદ રીતભાત, સહાનુભૂતિ અને દયા જેવા ફક્ત ગુણો નહી. પરંતુ દૃઢતા અને હિંમતની પણ માંગ હતી.તથાગત બુધ્ધના જીવનમાં વિચાર અને વર્તન વચ્ચે લેશમાત્ર વિરોધા ભાસ નહતો. વૈદિક સમાજના બ્રાહ્મણવાદી દંભી વ્યક્તીત્વની સામે બુધ્ધ પોતે જ એક સરળ વૈચારીક વિકલ્પ બની ગયા. પથદર્શક બની ગયા.તેથી તે બધાના અસીમ પ્રિય બની ગયા. માટે જ તેમનો ધર્મ જંગલની આગની જેમ ટૂંક સમયમાં સમગ્ર ભારતમાં ફેલાઇ ગયો.
મુખ્ય બલિદાન પશુ બલિદાન હતું. હજારોની સંખ્યામાં પ્રાણીઓનું બલિદાન થતું રહ્યું. યજ્ઞ એ નિયમિત પશુ હત્યાકાંડ બની ગયો જેમાં બ્રાહ્મણો કસાઇઓ તરીકે કામ કરતા હતા. યજ્ઞને સામાજિક ઉત્સવ તરીકે ઉજવવામાં આવતો હતો. બુદ્ધે જે ઉપદેશ આપ્યો હતો તેનું પાલન કર્યું. તેમણે જે કર્યું તે સૌથી મહત્વપૂર્ણ હતું તે સારું અને શુદ્ધ જીવન જીવવાનું. જેથી તે બધા માટે એક મોડેલ તરીકે સેવા આપી શકે. યજ્ઞ પ્રેરીત કર્મકાંડી બ્રાહ્મણ ધર્મ સામે લોકોને વિચાર–વર્તનની એકરુપતા સહેલાઇથી મેળવવા પંચશીલાના નીયમો બનાવ્યા જેને અમલમાં મુકવા સરળ હતા.
પંચ શિલા— સામાન્ય લોકો માટે.(૧) હત્યા ન કરવી,(૨) ચોરી ન કરવી,(૩) જૂઠું ન બોલવું,(૪)વ્યભિચાર ન કરવો (૫) માદક દ્રવ્યો ન પીવા.
સાધુઓ માટે– (૬) પ્રતિબંધિત સમયે ખાવું નહીં,(૭) ગાવું, નૃત્ય કરવું નહીં, નાટક ન કરવું (૮) સુગંધ, માળા અને આભૂષણોથી દૂર રહેવું. (૯) ઊંચા કે પહોળા પલંગથી દૂર રહેવું (૧૦) પ્રજા પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષરુપે ક્યારેય પૈસાકે અન્ય ચીજ વસ્તુઓ દાનમાં ન લેવી.
બુદ્ધે - (a) વેદો ઇશ્વર સર્જીત છે તેનો ઇનકાર કર્યો, (b) તમામ પ્રકારના યજ્ઞની ઉપયોગિતાનો ઇનકાર કર્યો (c) પ્રાણીઓની કતલ અથવા હત્યાને પોતાના ધર્મમાંથી બાકાત રાખી. (d) તેમણે જાતિ વ્યવસ્થાની નિંદા કરી. વૈદીક ધર્મે જે જન્મ આધારીત ચારવર્ણમાં સૌથી ઉપર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને સીથી નીચે શુદ્ર્ આધારીત ક્રમિક અસમાનતા( Graded inequality) પ્રમાણે સમાજની વહેંચણીનો સખત વિરોધ કર્યો હતો. - બુદ્ધે શુદ્ર અને સ્ત્રીઓને ભિક્ષુ બનવા માટે સ્વીકાર્યા અને પ્રોત્સાહિત કર્યા અને શિક્ષણ માટે સમાન ગણ્યા.
અબોલ પ્રાણીઓને મારવા નહીં- તેનો વ્યાપક અર્થ- શ્વાસ લેનારા બધા જીવો પ્રત્યે સકારાત્મક સહાનુભૂતિ.. શુભ ઇચ્છા. બધા જીવો પ્રત્યે પ્રેમ અને શાણપણ ભર્યો સરળ વ્યવહાર.. સાર્વત્રિક દયા.
બુદ્ધે શાણપણ(Wisdom)ના સિદ્ધાંતને એટલી જ મજબૂતીથી વળગી રહ્યા હતા જેટલી મમતા તેઓને પ્રેમના સિદ્ધાંત પ્રત્યે હતી. તેમણે કહ્યું કે નૈતિક જીવન જ્ઞાનથી શરૂ થાય છે. અને શાણપણથી સમાપ્ત થાય છે. તેઓ વિશ્વને બ્રાહ્મણવાદ ના દુષણોથી બચાવવા આવ્યા હતા.; આ લક્ષ્યને પ્રાપ્ત કરવાની તેમની પદ્ધતિ અજ્ઞાનનો નાશ અને જીવનના સાચા મૂલ્ય અને જીવન જીવવાની શાણપણપૂર્ણ રીત વિશે જ્ઞાનનો પ્રસાર હતો. બુદ્ધે લોકોને બચાવવાની શક્તિનો જાણે પોતાનો અહંકાર હોય તે રીતે ક્યારેય ઉપયોગ કર્યો નહતો. લોકોએ તે પોતાના માટે જ કરવાનું હતું.
" આત્મ દિપો ભવ" તું તારા દિલનો દિવો બન! તે કોઇના પણ તારણહાર હતા તેવો દાવો ક્યારેય કર્યો નહતો. અને બચાવવાનો માર્ગ જ્ઞાન દ્વારા જ હતો. તેમણે જ્ઞાન પર એટલો બધો આગ્રહ રાખ્યો કે તેમને જ્ઞાન વિનાની નૈતિકતા સદ્ગુણ લાગતી નહોતી.
તથાગત બુધ્ધે તે જમાનામાં દરેકને, જે આજે પણ સત્ય શોધવાના માર્ગ તરીકે મદદરુપ થાય તેમ છે તે આ પ્રમાણે છે.
હું કહું છું માટે તે સત્ય છે તેમ માનીને કદાપી સ્વીકારશો નહી. તમારા વડીલો, ગુરુઓ કહે છે માટે સ્વીકારશ નહી. પરંપરાથી ચાલુ આવે છે માટે તે સત્ય છે એમ માની સ્વીકારશો નહી. કોઇપણ ધર્મ પુસ્તકમાં લખ્યું છે માટે તે સત્ય છે તેને આધારે પણ વર્તન કરશો નહી. પણ તમારી વિવેકશક્તિથી, સુઝબુઝથી જે સત્ય અનુભવાય તેને જ સ્વીકારજો.
વધુ ભાગ–૫. હવે પછી.