Wednesday, February 25, 2026

ભાગ–૫– ચાલુ ચર્ચા બૌધ્ધ ધર્મના મુલ્યો અંગે–

ભાગ–૫– ચાલુ ચર્ચા બૌધ્ધ ધર્મના મુલ્યો અંગે–

ગૌતમબુધ્ધ– મહેલોના રાજપાટ છોડીને જ્ઞાનનો માર્ગ પસંદ કર્યો.– જેને વ્યક્તિ અને સમાજ પરિવર્તન માટે કરુણા, અહીંસા અને અપરિગ્રહનો માર્ગ પસંદ કર્યો– બુધ્ધે ઇશ્વર કે દેેવના ભક્ત બનીને તેમની શરણાગતી સ્વીકારવાને બદલે, સામાજીક ક્રાંતિના અગ્રેસર બન્યા.

(૧) ધર્મનું કામ માનવીને મૃત્યુ પછી મોક્ષ આપવાનું નથી પણ  જીવતે જીવ એક ન્યાયપુર્ણ સમાજ બનાવવાનો છે–ધર્મ કોઇ પારલૌકીક પરિબળ નથી પણ સમાજમાં શાંતિ અને સમૃધ્ધિ લાવવા માટેનું ગતિશીલ સાધન છે.––ધર્મનો સંબંધ જીવનની વાસ્તવિકતાઓ સાથે હોવો જોઇએ. કપોળકલ્પિત રુઢી રિવાજો અને કર્મકાંડો સાથે નહી!–મોક્ષ અને સ્વર્ગ સાથે તો બિલકુલ નહી. વિશ્વના તમામ ધર્મો માનવીને મૃત્યુ પછીનું જીવન કેવી રીતે જીવવું માટે વર્તમાન જીવનનમાં માર્ગદર્શન આપે છે.– બુધ્ધના ધર્મમાં બે વસ્તુઓનો અસ્વીકાર છે એક આત્મા અને બીજો ઇશ્વર.કારણકે બંને અપરિવર્તનશીલ અને પુરાવા વિહિન છે.

(૨) તો પછી ધર્મનું કેન્દ્ર શું? ધર્મનું સાચુ કેન્દ્ર્ માનવી અને તેનો અન્ય માનવો સાથેનો સમાન કક્ષાનો જ્ઞાન આધારિત  નૈતિક અરસપરસનો વ્યવહાર જ ધર્મ છે. તમારુ સારુ જીવન કે ખરાબ જીવનનો આધાર તમારા પસંદગીના કર્મો પર આધારીત છે. સદર કર્મો કદાપી વર્ણ–જ્ઞાતિ– અને જન્મ આધારિત બિલકુલ ન હોવા જોઇએ. માનવી એ પોતાના જીવનમાં જે કર્મો  પોતાના પ્રશ્નો ઉકેલવા પસંદ કરવાના છે તેની પસંદગી તર્ક અને જ્ઞાન આધારીત હોવી જોઇએ. કર્મો ઇશ્વરને ખુશ કરવા કે સ્વર્ગમાં અપ્સરા, પરીઓ અને નર્તકી મેળવવા નથી.

(૩)  માનવ સુખ ભૌતીક છે. તેનો આધાર જ ઇશ્વર અને તેના જેવા બાહ્ય પરિબળોમાંથી સંપુર્ણ મુક્તિ પર આધારિત છે. તર્ક અને જ્ઞાન આધારીત કરેલા નિર્ણયોના પરિણામે કરેલા કર્મો હંમેશાં માનવીને સુખી અને સમૃધ્ધ બનાવે છે. કારણકે તેવા નિર્ણયોમાં ફેરફાર, સુધારાનો અવકાશ, સતત નવી માહિતી અને જ્ઞાનથી બદલવાની પુરી શક્યતાઓથી સંભવિત છે.

(૪) જો ઇશ્વરનું અસ્તિત્વ ન હોય,અને તમામ માનવીઓનાં સર્જન ઇશ્વરી  હોય જ નહી તો પછી તમામ માનવો સમાન છે. જન્મથી કોઇ ઉંચી કે નીચી જ્ઞાતીનો નથી. માનવ માત્ર સમાન છે. ચારવર્ણ આધારીત સમાજ વ્યવસ્થા જ સામાજીક અસમાનતા અને શોષણના કેન્દ્રો છે.શિક્ષિત જ્ઞાન આધારીત પ્રાપ્ત કરેલ નિપુણતાને પ્રમાણે સમાજના કોઇપણ નાગરીકને( સ્રી–પુરુષ બંનેને) કોઇપણ વ્યવસાય કરવાનો અબાધિત અધિકાર છે.માનવ માત્ર જન્મથી જ  સમાન હોય તો સમાજમાં જન્મેલ દરેક માનવીને શિક્ષણ લેવાનો સમાન અધિકાર છે. શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર  કોઇ ઉચ્ચવર્ણમાં જન્મેલાનો અબાધિત અધિકાર ન હોઇ શકે. બુધ્ધના સંઘમાં શુદ્ર્, સ્રીઓ, નાઇ કે વાળંદ અને કુંભાર વિ ને પણ, તમામને ભિક્ષુક બનીને જ્ઞાન પ્રાપ્ત કરવાનો અને તેનો પ્રચાર–પ્રસાર કરવાનો અધિકાર હતો!

(૫) બુધ્ધ ધર્મ એટલે અહિંસા પરમો ધર્મ. અહિંસા એટલે ફક્ત કોઇના પર હિંસક હુમલો ન કરવો તે પુરતું નથી. પણ મનમાંથી  સામા માનવી પ્રત્યે નફરત જ નાબુદ કરી દેવી. તમામ સજીવો પ્રત્યે પ્રેમ, કરુણા અને  અહિંસા. બુધ્ધના જીવનનું મિશન માનવ માત્રનું દુ;ખ આ દુનિયામાંથી નાબુદ કરવું. માનવ માત્રના દુ:ખનો ઉપાય શોધી તેને કાયમ માટે નાબુદ કરવો.

 તથાગત બુધ્ધે પોતાના જીવનભરના ત્રણ મુખ્ય ધ્યેયો નક્કી કર્યા તે આધારીત નાગરિકો તથા સમાજમાં જાગૃતતા ફેલાવો કરવા પ્રયત્નશીલ રહ્યા. એક– વેદો ઇશ્વર રચિત છે તેને પડકાર્યા, –બે–  નાગરીકના વ્યક્તિગત કે સામાજીક જીવનમાં યજ્ઞોનો તમામ સ્વરુપે બહિષ્કાર–ત્રણ– તમામ પશુબલિનો વિરોધ.

   બુધ્ધનું તારણ હતું કે માનવીની લાલસા. ઇચ્છા કે વાસનાનું કારણ તેનામાં રહેલો સ્વામિત્વ કે માલિકીપણાનો ભાવ જ મુળ કારણ છે. તેઓએ પોતાના તર્કને અંતિમ બિંદુ પર લઇ જઇને તારણ કાઢયું કે  સદર માલિકીપણાનો ભાવનું મુળ સમાજને જન્મ આધારીત ચાર વર્ણોમાં વહેંચીને ધાર્મીકતાનો ઉપયોગ કરીને સામાજીક, આર્થીક, અને રાજકીય અસમાનતા અને શોષણનો ભોગ બનાવવાનો હતો. તેમાંય શુદ્રો– સ્રીઓને શિક્ષણ,અને મિલકતના હક્કોથી વંચિત કરીને પશુવત જીંદગી જીવવા સદીઓ સુધી મજબુર કર્યા. બ્રાહ્મણવાદ (હિંદુધર્મ)નો સમાજને ચારવર્ણમાં વહેચવાના સિધ્ધાંતને બચાવવા માટે પુર્વજન્મ, વર્તમાનજન્મ અને પુનર્જન્મ અને તે બધાના ટેકમાં કર્મના સિધ્ધાંતનું અર્થઘટન અને ઉપયોગ ભરપેટ કરવામાં આવ્યો હતો. વૈદો–વેદાંતની રચનાઓ અને તેને રાજ્યસત્તાનો ટેકો મળ્યો હતો.

       બુધ્ધે પ્રથમ કામ પોતાના સંઘમાં ભિક્ષુકને માટે પ્રથમ અને કડક શરત મુકી હતી કે દરેક ભિક્ષુક પાસે કોઇપણ પ્રકારની  મિલકતની માલિકી કદાપી નહી હોય. ભિક્ષક પાસે ભિક્ષુક તરીકે આટલી મિલકત માન્ય હતી. એક, પહેરેલાં ત્રણ વસ્રો, બે, એક કમ્મર બંધ,ત્રણ, ભિક્ષાપાત્ર,ચાર, મુંડન અને દાઢી કરવાનો અસ્રો, પાંચ, કપડાં સાંધવાનો સોઇ– દોરો. બસ– આટલું બધું! રશિયામાં લેનીને પોતાના નાગરીકો પાસે તો બુધ્ધના ભિક્ષુકોની સરખામણીમાં ઘણા મિલકતના સાધનો માન્ય રાખ્યા હતા !

બુધ્ધ દ્રારા સ્થાપિત ભિક્ષુકસંઘ એક લોકશાહી એકમ હતું. તેના સ્થાપક બુધ્ધ અને અન્ય ભિક્ષુકો વચ્ચે કોઇપણ પ્રકારની અસમાનતા સગવડો વિ. બિલકુલ નહતી. તેઓએ પોતાના કોઇ ઉત્તરાધિકારીની નિમણુક પણ કરી નહતી.સંઘના માલિક કે તાનાશાહ પોતાની જાતને ન બનાયા. પોતાનો કોઇ ઉત્તરાધિકારી પણ નિમ્યો કે ઘોષિત કર્યો નહી. ' અપ દિપો ભવ; તમે તમારા દિપક સ્વંય બનો. વ્યક્તિ અને સમાજ પરિવર્તનનો માર્ગ " ધમ્મ શરણંમ ગચ્છામી." બુધ્ધના ઉપદેશો મુજબ જીવન જીવવાનો માર્ગ–ઇન્સાનના વિવેક અને નૈતિકતાને કેળવે છે." નૈતિક અને ન્યાયપુર્ણ સમાજ માટેના કેન્દ્રો તૈયાર કરવા. ન્યાય, કરુણા અને નૈતિકતા એટલે બુધ્ધનો ધમ્મા. બુધ્ધ સ્વતંત્રતા, સમાનતા અને બુંધુત્વને સાથે રાખીને પરિવર્તન કરવા માંગે છે.

 વ્યક્તિ પોતાના વિવેકથી સમાનતાના આદર્શને સ્વીકારે છે. પણ પોતાની સ્વતંત્રતાનું બલિદાન આપીને તો નહી જ. માનવજાતનું ભવિષ્ય કોના પર આધારીત છે? નૈતિક અનુશાસન, પ્રજ્ઞા, કરુણા વિ સાધનો દ્રારા વ્યક્તિ અને સમાજ પરિવર્તન.. ન્યાય માટે સંજોગોવશાત હિંસા બુધ્ધ ને માન્ય છે. ખરેખર તો તે કર્તવ્ય બની જાય છે. અંતિમ અને મજબુરીમાં લેવાતું પગલું તે હિંસા –મોક્ષ, નિર્વાણ અને સ્વર્ગની લોલીપપ માટે તો બિલકુલ નહી.   

ભાગ–૬. ભારતમાં જ બુધ્ધ ધર્મ સ્થાપિત ક્રાંતિની કસુવાડ ! હવે પછી.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                  

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––



--