Wednesday, February 25, 2026

ભારતીય વૈદીક સમયનું તત્વજ્ઞાન ભાગ–૨.

ભારતીય વૈદીક સમયનું તત્વજ્ઞાન ભાગ–૨.

(૨) સામવેદ– સામવેદને વેદિક સાહિત્યમાં સ્વર, રાગ,ગીત, અને મંત્રોના સંગીતમય સમનવય તરીકે ઓળખવામાં આવે છે. ધ્વનિ ફક્ત સાંભળવાની વસ્તુ નથી. ધ્વનિ એક ઉર્જા છે, તે એક આંદોલન છે, કંપારી છે. સામવેદના મંત્રૌ ઋગ્વેદમાંથી લીધેલા છે.ખાસ સામ ગાન કહેવાય છે. દેવોને રિઝવવા માટેનું સંગીત. તેને ભારતીય સંગીતનો સ્રોત્ર કે મુળ ગણવામાં આવે છે. જીવન એક સુર છે. સુખમાં સુર ઉંચો અને દુ;ખમાં સુર નીચો.જીવન અને ચેતનાને સમજવાની ચાવી છે.ઋગ્વેદના શબ્દોને બુધ્ધીથી સમજવાની સાથે હ્રદયથી (સંગીત)થી પણ સમજીએ. શબ્દોને સંગીતમય ઢાંચામાં મુકી દીધા.કયા મંત્રને, કેવી ભાવના સાથે કયા દેવનેપુજવા, રિઝવવા ગાવો જોઇએ. સામવેદનું મહત્વ પ્રાચીન વૈદિક પરંપરામાં સૌથી વધારે મહત્વનું હતું.બ્રહ્માંડની શક્તિઓ સાથે વિશાળ સંવાદ સ્થાપવાનું સાધન સંગીતના જુદાજુદા લય હતા.યજ્ઞમાં જુદી જુદી ભુમિકાઓમાટે જુદા જુદા પુરોહિતો વચ્ચે કામની વહેંચણી કે શ્રમવિભાજન કરવામાં આવેલું.(૧) મંત્રોના પાઠ કરનાર, (૨) અધ્વર્યુ– યજ્ઞની જુદી જુદી ક્રિયાઓને સંપન્ન કરનાર (૩)  ઉદ્ગાતા–સામવેદના મંત્રૌના ગાયન કરના,ઉદ્ગાતાનુંસંગીત યજ્ઞની આત્મા હતું. તેનો રણકો,લય અને શબ્દો દેવો સુધી પહોંચતો હતો.(૪) માનવીય દુનિયાને દેવોની દુનીયા સાથે સેતુ ઉભો કરવાનું કામ ઉદ્રગાતાના અવાજ, સંગીત અને સુરોમાં હતું.  

        સામવેદને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે પુર્વ(સંગીતનું પુસ્તકાલય) અને ઉત્તર– એટલે  જુદા જુદા મંત્રો અને સુરોનો સંગ્રહ. ટુંકમાં સંગીતની સાધના.તે ગુરુ શિષ્ય પરંપરા હતી જે પેઢી દર પેઢી ચાલુ રહે તેવું આયોજન હતું. સામવેદ જ્ઞાનને અનુભવમાં બદલવાનું માધ્યમ હતું.જીવન પધ્ધતિ હતી. સામવેદનો સંદેશ ભાવના અને ભક્તિ સિવાય જ્ઞાન અધુરુ છે.ઋગ્વેદના જ્ઞાનને તત્વજ્ઞાન અને તર્કના વિષયમાંથી સંગીત અને આનંદનો વિષય બનાવી દીધો! ઇશ્વરને મેળવવાનો રસ્તો ફક્ત તપસ્યા કે વૈરાગ્ય નહિ પણ સંગીત–ભક્તિ વિ પણ છે. 

(૩)અથર્વવેદ– પરિચય– રહસ્યમય, જાદુઇ અને માનવીના સામાન્ય જીવનના પ્રશ્નોને હલ કરનાર વેદ–એટલે અથર્વવેદ–સ્વાસ્થય, સફલતા અને કૌટુબિક સંબંધોના પ્રશ્નો ઉકેલનાર..જીવન જીવવાની સંહિતા કે માર્ગદર્શીકા.તરીકે ઓળખાય છે.–રોજબરોજની સમસ્યાઓના ઉકેલ  માટેના મંત્રો–અંગત શારીરીક બિમારીઓના ઉપાય તરીકે જડીબુટ્ટટીઓ અને મંત્રોનો ઉપયોગ–ઘરમાં સુખશાંતિ બનાયે રખને કે ઉપાય–ધંધા વ્યાપારમાં સફળતા માટે પ્રાર્થના–વ્યક્તિગત અને સામુહિક સંબંધો માટે માર્ગદર્શન સદર વેદમાં મલે છે.સેલ્ફ હેલ્થ ગ્રંથ– દેવ– દેવીઓ ને રીઝવવા નહી–આધ્યાત્મિકતા કરતાં ભૌતિક જીવનને કેવી રીતે બહેતર બનાવવુ તેના ઉપાયો આ વેદમાં છે.– સીધી સાદી પ્રાર્થનાઓ–૬૦૦૦ મંત્રો ગદ્ય–પદ્ય બંને થઇને! પાણી અગ્નિ, વાય, અને ઔષધીય પાંદડા,છોડ અને વૃક્ષો નો ઉપયોગ– માનવી પ્રકૃતિનો એક ભાગ–પ્રકૃતિ સાથે તાલમેલ બનાવીને જીવવું–અસલામત દુનીયામાં સલામતી અને સુરક્ષા માટેના સાધનો શોધવા સદર વેદનો મુખ્ય હેતુ હતો. આ વેદે માનવ સ્વાસ્થય અને ચિકિત્સા ના ઉપાયો બતાવ્યા છે.–––જડીબુટીયો અને મંત્રૌના સંયુક્ત પ્રયત્નોથી તંદુરસ્ત બનવું.–

આરોગ્યનું રહસ્ય–અથર્વવેદ વિશ્વનો એક  સૌથી પુરાણો ચિકિત્સા ગ્રંથ–ઔષધિયોનો વેદ– રોગોના મુળને શોધી તેનો કાયમી ઉપચાર કરવાનો દાવો કરે છે.. કોઇપણ રોગના ચાર કારણો, શારિરિક, માનસીક,આધ્યાત્મિક અને ભાવનાત્મક. ભય, ચિંતા, ક્રોધ, નકારાત્મક ભાવોથી જ કોઇપણ બિમારી પેદા થાય છે.ઉપરાંત બહારના કિટાણુઓ ક્રુમી વિ. પણ ખરા..  ' હોલીસ્ટીંગ હીલીંગ'  સમગ્ર, કાયમી , મુળમાંથી ઉપચાર– તુલસી, અશ્વગંધા વિ જડીબુટ્ટીઓ નોંંધ અથર્વવેદમાં છે. સદર વેદમાં જડીબુટ્ટીઓ જેટલું જ  નહિ બલ્કે  વિશેષ મહત્વ મંત્રોનું બતાવ્યું છે.મંત્રૌની ધ્વનીથી રોગનેે મટાડવો..દરેક રોગની બિમારી માટે સ્વતંત્ર મંત્ર–પરકાયા આત્મા પ્રવેશને મંત્રોના ઉચ્ચારણથી શરીર બહાર કાઢવો–ભુવાજાગરિયાની પ્રતિકાત્મક ભાષા રોગીઓના મન પર અસર કરવા માટે! સાપ,વિંછીના ઝેરને ઉતારવા માટેનો મંત્ર––નદીના પાણીથી સ્નાન કે પીવાનું–દવા ઉપરાંત સકારાત્મક મન રાખો–માનસિક સુચનો–મટી જશે– ઇનબીલ્ટ તાકાત મન તથા શરીરની છે તેવો આત્મવિશ્વાસ દરદીમાં પેદા કરવો–ઘોડા, ગાય અને ઉપયોગી પશુની પણ ચિકિત્સા–તેમાં પણ મંત્રો અને જડીબુટ્ટીઓનો ઉપયોગ–શરીર, મન અને આત્મા વચ્ચે સમનવય શોધવાનો પ્રયત્ન. 

શાંતિ કર્મો–વેપાર અને કૃષીમાં સફળતા માટે પણ યજ્ઞો–યાત્રા, નવાઘરનો ગૃહપ્રવેશ,પંચાયત રાજકારણની             સફળતા માટનો પણ મંત્ર્..મોક્ષ કે સ્વર્ગ ને બદલે વર્તમાન જીવનને સુખી બનાવવા માટેના મંત્રો–અદ્શય શક્તિઓને નિયંત્રણમાં રાખવાન મંત્રૌ અને વિધીઓથી મુક્તિ પ્રાપ્ત કરવી–મંત્રૌની મદદથી સુરક્ષા નારાણણકવચ–બિહામણા અને ભય બીકના સ્વપ્નાથી બચવા પણ મંત્રો–માનવીય સંબંંધો, પ્રેમ, વિજાતીય સંબંધ અને સાથીનો સાથ–જુદા જુદા મંત્રૌ અને સુક્ત આપવામાં આવ્યા છે..વશીકરણ–શત્રુ નાશકમંત્રો–મારણ મંત્રો–યથાર્થવાદી કે વાસ્તવિક સમસ્યાઓના ઉકેલ માટે મંત્રો– વિધીઓ–ભય–વહેમ જ સામાવાળાને મારી નાંખે– રાજધર્મ–નાપ્રશ્નો–પ્રજાનું કલ્યાણ. કર્તવ્ય, આદર્શ,– ન્યાય પ્રણાલિ– યુધ્ધમાંની રણનીતીઅને શત્રુઓની હાર માટે મંત્રો–

(૪) યજુર્વેદ–

યજુર્વદ ગધ્ય અથવા વાક્યોમાં લખાયેલ છે. જ્યારે ઋગ્વેદ કવિતા કે પધ્યમાં છે.–યજુર્વેદ તમામ યજ્ઞોમાં શરુઆતથી અંત સુધી કઇ કઇ વિધિઓ યજ્ઞને સંપન્ન કરવા માટે અનિવાર્ય છે તેનો માર્ગદર્શક છે.–યજ્ઞની દરેક ક્રિયા, સામગ્રી,મંત્રનો પ્રતિકાત્મક અર્થ છે.–દા.ત અગ્નિ સાક્ષીનું પ્રતિક,ઘી સમર્પણનું પ્રતિક વિ.યજ્ઞમાં અન્ય અનાજ ઇત્યાદી અહંકાર અને ઇચ્છાઓના પ્રતિક છે.સફલતા માટે ઇચ્છા  કે પ્રાર્થના પુરતી નથી.–યોગ્ય કર્મ કોને કહેવાય તો નિષ્કામ કર્મ–સ્થિતપ્રજ્ઞ કર્મ– કર્મણે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન વિ. નામે–ગીતાની વૈચારીક ઇમારતની પ્રથમ ઇંટ યજુર્વેદમાં મુકવામાં આવી. વેદ દ્રારા વિકસાવવામાં આવેલી સમગ્ર જીવન પ્રણાલીએ એક પરોપજીવી હિતોને બાકીના સમાજના શ્રમથી નહી પણ વેઠ (નિષ્કામ કર્મ)થી એવો નિયંત્રણમાં લઇ લીધો કે આદિ શંકરાચાર્યના અદ્વૈત ચિંતનને પણ ખપ પુરતો ઉપયોગ કરીને અપ્રસ્તુત બનાવી દીધું..તથાગત બુધ્ધના માનવ સુખાકારી ધર્મને ભારતમાંથી નામશેષ કરી દીધો, અને ચાર્વાકના ભૌતીકવાદના કોઇ બીજ ન રહે તેવી તાકાત ઉભી કરી દીધી!– વીસમી એકવીસમી સદીમાં હજુ તે કેટલો શક્તિશાળી છે કે દેશના પ્રથમ વડાપ્રધાનના લોકશાહી સમાજવાદ અને બાબસાહેબ આંબેડકરના બંધારણને ફગાવી મનુસ્મૃતિને આધારે રાજ્ય સત્તા, ધર્મસત્તા અને સમાજસત્તાનું સંપુર્ણ ધ્રવીકરણ કરવા કુદકેને ભુસકે પોતાના અશ્વમેઘને ભુરાંટો બનાવીને છોડી દીધો છે.

 ભાગ– ૩ વેદિક વૈચારીક અને વાસ્તવિક જીવન પધ્ધતિના અમાનવીય પરિણામો. હવે પછીના અંકમાં



--