Saturday, September 30, 2023
Wednesday, September 27, 2023
વેજ્ઞાનિક ચમત્કાર‘ “ Scientific Miracle”
'વેજ્ઞાનિક ચમત્કાર' " Scientific Miracle"
અમેરીકાની ' નાસા' નામની અવકાશમાં સંશોધન કરતી સંસ્થા દ્રારા કરવામાં આવેલ 'વેજ્ઞાનિક ચમત્કાર'.
આપણે સૌને માહિતી છે કે ખાસ કરીને અંધારીરાત્રે ખુલ્લા આકાશ તરફ નજર કરીએ તો સતત ખરતા તારાઓ 'ઉલ્કા' નરી આંખે દેખાય છે. આ ઉલ્કાઓ ખરેખર અવકાશમાં તરતા નાના ગ્રહો(asteroids)છે. તેમનો જથ્થો અવકાશમાં મંગળ ગ્રહ અને ગુરૂ ગ્રહની વચ્ચે સૌથી વધારે આવેલો છે. જેનું સર્જન સુર્યમંડળના તમામ ગ્રહોની માફક (બિગબેંક થીયેરી મુજબ) જ થયું છે.તે દરેકને પોતાનું ગુરૂત્વાકર્ષણનું બળ છે, અન્ય ગ્રહોની માફક તે પોતાની ધરી ઉપર ફરે છે અને પૃથ્વીની માફક સુર્યની આજુબાજુ પરિભ્રમણ પણ કરે છે. આવા નાના ગ્રહો કે ઉલ્કાઓને,પૃથ્વી પોતાના ગુરુત્વાકર્ષણના બળથી પોતાના પરિભ્રમણના વિસ્તારમાં ખેંચી લાવે છે. અને તરતજ તે સળગી જઇને નાશ પામે છે. આ બધા નાનાનાના ગ્રહો એક સમયના સુર્યમંડળના ભાગ જ હોવાથી તે પણ પૃથ્વીની માફક ૪.૫ અબજ વર્ષ પુરાણા અવકાશી સાથીદારો છે. આશરે 66 મીલીયન વર્ષ પહેલાં એક મોટી ઉલ્કા પૃથ્વી સાથે અથડાઇ હતી જેણે પૃથ્વી પરથી ડીનોસર જેવા વિશાળકાય પ્રાણીઓનો નાશ કર્યો હતો.(With the Chicxulub asteroid that struck Earth some 66 million years ago, wiping out the dinosaurs.)
નાસા સંસ્થાએ એરીઝોના યુનીંના સંયુક્ત સહકારથી જે ઉલકા પર અવકાશયાન મોકલ્યું હતું તેનું નામ'ઓસીરિસ–આરઇક્ષ સ્પેસક્રાફટ(OSIRIS-REx spacecraft) છે. તે નાનાગ્રહનું નામ 'બેન્નુ' (Bennu) છે.જેનું ભૌગોલીક કદ ન્યુયોર્કના 'એમ્પાયર સ્ટેટ બીલ્ડીંગ' જેટલું છે. સદર'ઓસીરિસ–આરઇક્ષ' અવકાશયાન 'બેન્નુ' ઉલકા પર અમેરીકાની ધરતી ઉપરથી સને ૨૦૧૬માં મોકલ્યું હતું અને તે 'બેન્નુ' પાસે ૨૦૧૮માં પહોંચી ગયું હતું. સતત ૨૦૧૮થી ૨૦૨૦ જેમ આ 'બેન્નુ' ઉલકા પરિભ્રમણ કરતો હતો તે પ્રમાણે નાસાનું આ અવકાશયાન બે વરસ સુધી ઉલ્કાની આસપાસ ફરતું રહ્યુ હતું. ત્યારપછી નમુનો લેવા માટેની યોગ્ય જમીન મલતાં તેણે 'બેન્નુ' પર પોતાનું કેપસ્યુલ(gumdrop-shaped capsule) નમુનો લેવા ઉતર્યુ હતું. તારીખ ૨૦મી ઓકટોબરથી –૨૦૨૧ના મે માસ સુધી પોતાના કૃત્રિમ હાથની મદદથી(with its robotic arm) ૨૫૦ ગ્રામ કુલ ખડક ભેગો કર્યો. અવકાશયાને પોતાનું કેપસ્યુલ જે કૃત્રીમ હાથથી નીચે ઉતાર્યુ, તેજ રીતે પાછું પોતાની અંદર પાછું લઇ લીધું. ઉલ્કા બીન્નુ પર પોતાનું કામ પુરુ કરી, સુર્યની ચોમેર બે વાર ભ્રમણ કરી બે કરોડ લાખ કી.મા. પસાર કરીને પૃથ્વીની ભ્રમણકક્ષામાં આશરે એક લાખ આઠ હજાર કી.મી. નજક આવીને તેના કૃત્રીમ હાથની મદદથી ગઇકાલે પૃથ્વી પર કેપસ્યુલ છોડીને ફરી સદર 'ઓસીરિસ–આરઇક્ષ' અવકાશયાન ૨૦૨૯ના પ્રયાણ માટે મોકલી આપવામાં આવ્યું છે.
જેવું અવકાશયાને પોતાનામાંથી કેપસ્યુલ મુક્ત કર્યુ કે તરતજ નાસાના વૈજ્ઞાનીકોઓ પોતાના રડારમાં તેની ગતિ વિ. બતાવવા માંડી અને ઘનિષ્ઠ ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું. નાસાએ નક્કી કરેલી પૃથ્વીની હદમાં કેપસ્યુલનો આવતાં જ તેની ઝડપને નિયંત્રણ કરવા તેમાંથી રોમોટ કંટ્રોલ દ્રારા પેરાશુટ( હવાઇ છત્રી) નીકળે છે. કેપસ્યુલ પેરાશુટમાં લટકતી દેખાય છે. સહેજ પણ નુકશાન વિના કેપસ્યુલને અમેરીકા દેશના ઉત્હા'Utah' રાજ્યના સોલ્ટ લેક સીટી શહેરની નજીક આવેલ રણમાં (Desert) સહેજ પણ નુકશાન વિના ઉતારવામાં આવી છે. ત્યાંથી હેલીકોપ્ટર મારફતે ટેક્ષાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં આવેલ નાસાની પ્રયોગશાળાના સ્પેશીઅલ રૂમમાં(પૃથ્વીના વાતાવરણની અસરથી સંપુર્ણ મુક્ત)તે મુકવામાં આવી છે.
નાસા ઓકટોબર માસની ૧૧મી તારીખે સમગ્ર અમેરીકન નાગરીકો માટે ઉલ્કાના તમામ જુદા જુદા
પાસાઓ ટીવી ન્યુઝ પર સમજાવશે.બીન્નુ ઉલકાના પ્રાપ્ત થયેલા તમામ અવશેષો(relics) સાડાચાર અબજ વર્ષ પહેલાંની પૃથ્વીને મળેલા સુર્યમંડળના અવશેષો જેવાજ હશે. સમગ્ર સંશોધનમાં નાસાને રસ છે કે આ ઉલ્કામાં આજે પૃથ્વી પર જે જાતના રાસાયણિક અને ખનીજ તત્વો છે તેવા તત્વોની પુરોગામી મુળસ્થિતિ કેવી હતી તેની માહિતી મલશે. આ ઉપરાંત કાર્બનયુક્ત કુદરતી પરમાણુઓ હશે. તથા તેમાંથી જરૂરી સુક્ષમ જીવાણુઓ (Micobes) પ્રાથમિક એક કોષી સજીવ અમીબાના અનુગામીના લક્ષણોનો અભ્યાસ પણ સુલભ બનશે. આમ બીન્નુ ઉલકાના નમુનાઓ માનવજાતની અનેક સમસ્યોના ઉકેલ માટેની ઉદ્દીપક બની રહેશે.
'બીન્નુ' ઉલકાના સમગ્ર સાહસમાં સને ૨૦૧૬થી જે વિષય નિષ્ણાત વૈજ્ઞાનિક પાયાની ઇંટ સમાન રોકાયેલો હતા તેનું નામ છે દાંતે લોરેટ્ટા(Dante Lauretta). તે સુર્યમંડળના ગ્રહો ઉપરના અભ્યાસ માટેના યુનીવર્સીટી ઓફ એરીઝોનાના વૈજ્ઞાનિક છે.સમગ્ર આ સાહસ સદર યુની. અને નાસાનું સંયુક્ત સાહસ હતું. પ્રો. લોરેન્સના નેતૃત્વ હેઠળ સદર 'ઓસીરિસ–આરઇક્ષ' અવકાશયાન અને તેમાં મુકવામાં આવેલ કેપસ્યુલ તૈયાર કરવામાં આવેલી હતી. પ્રો. લોરેન્સે તા ૨૪મી સપ્ટેમ્બરે ૨૦૨૩ના રોજ જ્યારે પોતાના સર્જનને પૃથ્વીના ગુરૂત્વાકર્ષણની ભ્રમણમાં એક સળગતા ગોળાની માફક આવતું જોવા માટે હેલીકોપ્ટરમાં બેઠા હતા. તેમને ભય હતો કે કદાચ કેપસ્યુલમાં સંલગ્ન પરેશયુટ ન ખુલી અને કેપસ્યુલ ભયંકર ઝડપે પૃથ્વી પર અથડાઇને સળગી તો નહી જાય ને! તેની વૈકલ્પીક ઇમરજન્સી વ્યવસ્થાની તૈયારીમાં હેલીકોપ્ટરમાં બેઠા હતા. પરંતુ કેપસ્યુલમાંથી રીમોટ સીંગનલથી પેરાશુટનું નીકળવું અને ફક્ત કલાકના ૧૧ માઇલ ઝડપે, પેરશુટ( હવાઇ છત્રી) ધીમે ધીમે ઉત્હા રાજ્યના સોલ્ટ લેક સીટીના રણમાં લેન્ડીંગ કરવું બધું એક દિવાસ્વપન્નની માફક સફળ થઇ ગયું.
પ્રો. લોરેન્સ એટલા ભાવવિભોર બની ગયા હતા કે તે પેલા આઇસક્રીમની કેન્ડી આકારના કેપસ્યુલ ને હગ કરવા વિચારી રહ્યા હતા. પણ એક અતિ કોમપ્રેસ કરેલો એક કાળી ચોકલેટ જેવો તે પદાર્થ હતો. છ વર્ષ પહેલાં જે બાળકને લાગણીસભર બનીને ટાટા– બાયબાય કરેલું તેને આશરે કુલ ૪લાખ કરોડ માઇલની મુસાફરી કરીને અને તે પણ પુરી સફળતા સાથે તે વૈજ્ઞાનિક સર્જકની માનસીક સ્થિતિ કેવી હશે. તેને સોલ્ટ સીટી લેકના રણમાં આવકારવા પોતાના બીજા ત્રણ મિત્રો સાથે તે આવી ગયા હતા. ત્યારબાદ નાસાની હ્યુસ્ટનમાં આવેલ પ્રયોગશાળામાં બીજા સાથી વૈજ્ઞાનીક સાથે તે કેપસ્યુલના પટારો ખોલ્યો, તપાસ કરી. જેઓ તેઓએ સાફ સુથરો કરીને સજીધજીને મોકલ્યો હતો તેવો જ તેમનો માનસપુત્ર પરત આવ્યો હતો.
સમગ્ર સાહસનો યશ, શિરપાવ આપવો હોય તો ' માનવ મગજ(ખોપરી)ને આપવો પડે! જેનામાં કુદરતી નિયમોને સમજીને તેના આધારે મક્કમ, દ્રઢતા પુર્વક તારવેલા સત્યોને આધારે જોખમ લેવા તૈયાર થાય છે. સૌ પ્રથમ આ મારી તમારી ખોપરી જેને કોઇ ધર્મ નથી, દેશ નથી, જાતિ નથી રંગરૂપ નથી. પણ જેની પાસે હજારો જાતી–પ્રજાતીઓ(Species)ના જૈવીક સંઘર્ષમાંથી લાખો–કરોડો વર્ષો ના અનુભવમાંથી વિકસેલી સદ્રવિવેકબુધ્ધી(Conscience) છે. જેને આધારે તે કલ્પનાઓ કરે છે, તેને વૈજ્ઞાનિક નિયમો અને તારણોને આધારે છેલ્લામાં છેલ્લી કક્ષાના જોખમોનો અભ્યાસ કરીને વાસ્તવિક બનાવવા પ્રયોગ કરે છે. અને આખરે તેમાંથી માનવ સર્જીત વૈજ્ઞાનિક ચમત્કાર પ્રાપ્ત થાય છે.
યુ ટયુબ વીડીયો રજુ કર્યો છે.
તા.ક. નાસા અને એરીઝોના યુની.ના સદર અવકાશી સાહસ સંયુક્ત પુર્ણ થયા પછી કોઇ જગ્યાએ અમેરીક્ન રાષ્ટ્રપ્રમુખ બાયડન(આપણા મોદી સાહેબની માફક ચંદ્રાયનની સફળતા વર્ષોના 'ઇસરો' પ્રયત્નો પણ જશ પોતાના લેવા) બિલકુલ નજરે પડતા નહતા!
You Tube video-https://youtu.be/O8R2hsoIgTc?si=1nyHNVKbSsAB7GFF
સિધ્ધાંત અઢાર–
સિધ્ધાંત અઢાર–
નવી સમાજ વ્યવસ્થાના અર્થકારણનો પાયો માનવ જરૂરીયાતના સંદર્ભમાં, ઉપયોગ અને વિતરણ માટેનું ઉત્પાદન હશે. તેના રાજકીય સંગઠનમાં સત્તાના પ્રતિનિધાનને(delegation of power)બાકાત રાખવામાં આવશે, કારણકે સત્તાનું પ્રતિનિધાન,(delegation of power)વ્યવહારમાં લોકોને સત્તાધારકો પરના અસરકારક અંકુશથી વંચિત રાખે છે. તેથી, નવી સમાજવ્યવસ્થામાં રાજકીય સંગઠન, લોકસમિતિઓ દ્રારા સમગ્ર પુખ્ત મતદાર સમુહની પ્રત્યક્ષ સામેલગીરી પર પ્રતિષ્ઠિત થયેલું હશે.જ્ઞાનનું સાર્વત્રિક વિતરણ,વૈજ્ઞાનીક તેમજ સર્જનાત્મક પ્રવૃત્તીઓ માટે વધુમાં વધુ મોકળાશ અને પ્રોત્સાહન અને ઓછામાં ઓછા અંકુશ–આ સિધ્ધાંતો નવી વ્યવસ્થાના સંસ્કારના આધાર સ્તંભ બનશે. તર્કવિવેકબુધ્ધી(રેશનાલીટી) અને વિજ્ઞાન પર આધારિત આ નવો સમાજ અવશ્ય આયોજીત સમાજ હશે.પણ વ્યક્તિસ્વાતંત્રયને પોતાના મુખ્ય ઉદ્દેશ તરીકે ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું આયોજન હશે. નવો સમાજ રાજકીય,આર્થિક અને સાંસ્કૃતિક રીતે લોકશાહી સમાજ હશે.પરિણામે પોતાનું રક્ષણ કરવા શક્તિમાન એવો એ લોકશાહી સમાજ હશે.
સિધ્ધાંત ઓગણીસ–
સ્વાતંત્ર્યના નવા જગતનું નિર્માણ કરવાના નિર્ણયથી સંગઠિત થયેલા,સાચા અર્થમાં મુક્ત મનુષ્યોના સહિયારા પુરુષાર્થથી 'રેડીકલ ડેમોક્રેસી'નો આદર્શ સિધ્ધ થશે. આવા મુકત પુરૂષો લોકોના થનાર શાસકો કરતાં, વિશેષતો, માર્ગદર્શક, મિત્ર અને ફીલોસોફરો તરીકે વર્તશે. સ્વાતંત્ર્યના ધ્યેય સાથે સુસંગતતા એવો તેમનો રાજકીય વ્યવહાર,તર્કવિવેકબુધ્ધિ( રેશનાલીટી)આધારિત તેમજ નૈતિક હશે. સ્વાતંત્રય માટેના લોકોના સંકલ્પથી તેમના પ્રયાસોને બળ મળશે. છેવટે, પ્રબુધ્ધ,જાગૃત લોકમત અને લોકોના બૌધ્ધિક સમર્થન થકી 'રેડીકલ ડેમોક્રેટીક' રાજ્ય ખડું થશે.સત્તાના કેન્દ્રીકરણ સાથે સ્વાતંત્ર્યનો કદાપી મેળ બેસે તેમ નથી એમ જેમને પ્રતીત થયું છે, તેવા 'રેડીકલ હ્યુમેનીસ્ટો' સત્તા કબજે કરવા પ્રયત્ન નહી કરે.
સિધ્ધાંત વીસ–
અંતિમ પૃથ્થકરણની દ્રષ્ટીએ જોઇએ તો, વ્યક્તિ સ્વાતંત્ર્યનો લોપ
કર્યા સિવાય, સૌ ના વિકાસ અને સમૃધ્ધિમાં સૌ સહાયરૂપ થાય એવા સમાજના પુનર્ઘડતર માટે નાગરિકોનું શિક્ષણ એ એક આવશ્યક શરત છે. લોકસમિતિઓ એ નાગરિકોના રાજકીય અને નાગરીક શિક્ષણ માટેની તાલીમશાળા બની રહેશે. 'રેડીકલ ડેમોક્રેટીક' રાજ્યનું માળખું અને કાર્ય નિષ્પક્ષ વ્યક્તિઓને જાહેર જીવનમાં આગળ પડીને કામ કરવા શક્તિમાન બનાવશે. રાજ્યની શાસનધુરા આવી વ્યક્તિઓના હાથમાં આવતાં એક વર્ગ દ્રારા બીજા વર્ગ પર જુલમ કરવાના સાધન તરીકે, રાજ્ય મટી જશે. સત્તાસ્થાનો શોભાવતા, આંતરિક(માનસિક)અને બાહ્ય અવરોધોમાંથી સંપુર્ણ રીતે મુક્ત મનુષ્યો જ ગુલામીની તમામ જંજીરો તોડી શકે, અને સૌ માટે સ્વાતંત્ર્યના યુગનો પ્રકાશ ફેલાવી શકે.
સિધ્ધાંત એકવીસ–
રેડિકાલિઝમ, વિજ્ઞાનને સામાજિક સંગઠનમાં સમન્વિત કરે છે, અને વ્યક્તિમત્તા તથા સામુહિક જીવન વચ્ચે સુમેળ સાધે છે.તે સ્વાતંત્ર્યમાં નૈતિક–બૌધ્ધિક તેમજ સામાજીક તત્વનું ઉમેરણ કરે છે, અને સામાજીક પ્રગતિનો સર્વગ્રાહી સિધ્ધાંત રજુ કરે છે, જેમાં આર્થિક નિયતિવાદની દ્વંદ્વાત્મકતા અને વિચારોની ગતિશિલતા,બંન્ને ને યોગ્ય સ્વીકૃતિ પ્રાપ્ત થાય છે. ઉપરાંત, રેડિકાલિઝમ, એ બંન્નેમાંથી આપણા યુગને અનુરૂપ સામાજીક ક્રાંતિ માટેનાં કાર્યક્રમ અને પધ્ધતિ તારવી કાઢે છે.
સિધ્ધાંત બાવીસ–
રેડિકાલિઝમ," મનુષ્ય જ બધી જ વસ્તુઓનો માપદંડ છે ", એવા પ્રોટાગોરાસના વિધાન અથવા " મનુષ્ય જ મનુષ્ય જાતિનું મૂળ છે ", એવા કાર્લ માર્કસના વિધાનથી આરંભ કરે છે, અને આંતરિક(માનસિક)અને બાહ્ય અવરોધોમાંથી સંપુર્ણ રીતે મુક્ત એવા નૈતીક મનુષ્યોના સહિયારા પુરૂષાર્થ વડે સ્વતંત્ર મનુષ્યોના રાજ્ય તથા એક બંધુસમાજ તરીકે જગતની પુનર્રચના કરવાની હિમાયત કરે છે.
માનવવાદના ૨૨ સિધ્ધાંતો અત્રે પુર્ણ થાય છે. આભાર.
Sunday, September 24, 2023
શું કેનેડા અને ભારતનાસંબંધોમાં ફરી સુમેળભર્યા નહિ બને? ભાગ–૨.
શું કેનેડા અને ભારતના સંબંધોમાં ફરી સુમેળભર્યા નહિ બને? ભાગ–૨.
તેનો આધાર મારા મત પ્રમાણે આ પ્રશ્ને મોદી સરકારના વલણો કરતાં કેનેડામાં રહેનારા ભારતીય મુળ નિવાસી,( જે કેનેડાના નાગરીક બની ગયા છે)ઉપરાંત ગુજરાત, પંજાબ અને અન્ય રાજ્યોના મધ્યમવર્ગીય વાલીઓએ, જે પોતાના યુવાન–યુવતીઓને વધુ અભ્યાસ અર્થે કેનેડા મોકલી દીધા છે તેમના પર આધારિત છે. અને જે હજુ મોકલવાનું આયોજન કરી રહ્યા છે.તથા જુદા જુદા ઇન્ફર્મેશન ટેકનોલોજી,એ–આઇ અને અન્ય આધુનિકજ્ઞાન– વિજ્ઞાનના ક્ષેત્રોમાં પોતાની વિશેષ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત મેળવીને સીધા કેનેડાની આર્થીક સમૃધ્ધિના ભાગ બનવા માંગે છે,તેવા "Angry Young Men" બધા સંયુક્ત રીતે મોદી સરકાર પર દેશમાં હકારાત્મક પ્રજામત પેદા કરી, કેટલું દબાણ ઉભું કરી શકે છે તેના પર આધાર રાખે છે. તમામ રાજકીય પરિબળોને તેનાથી જોજન દુર રાખજો. બીજું, નરેન્દ્ર મોદીજી(જે ક્યારેય લોકનેતા નથી પણ લોકોનો ઉપયોગ,ઇમોશનલ શોષણ પોતાની અંગત સત્તા ટકાવી રાખવા કરતા આવ્યા છે.) તેઓની નબળાઇઓ અને માનસીક નિર્ણય લેવાની પધ્ધતિનો અભ્યાસ કરો તો દેશના હજારો વિધ્યાર્થીઓ અને યુવાનોને વિના વાંકે બરબાદ થતા અટકાવી શકશો. જેની થોડી વિગત અત્રે રજુ કરી છે.
કેનેડા ભારતની કેટલીક જમીની વાસ્તવિકતાઓ–
(1) સને ૨૦૨૩ના આંકડા પ્રમાણે કેનેડાની કુલવસ્તી આશરે ત્રણ કરોડ એંસી લાખ છે.તેમાં16 લાખમુળ નિવાસી ભારતીયો છે.તેમાં ૭ લાખ વિશ્વના કોઇ એક દેશમાં સૌથી વધારે ભારતીયો (NRI) નિવાસ(Indian Diaspora) કરતા હોય તો તે કેનેડામાં છે.તે દેશની કુલ વસ્તીના ૩ટકા છે. વિશ્વના કોઇ દેશમાં સૌથી વધારે ભારતીય વિધ્યાર્થીઓ વધુ અભ્યાસ માટે આજની તારીખે હોય તો તે કેનેડામાં છે. સને ૨૦૨૨ના આંકડા પ્રમાણે તે સંખ્યા બે લાખ ત્રીસ હજાર કરતાં વધારે છે.કેટલાક અંદાજ પ્રમાણે તે ત્રણ લાખ છે.
(2) વીશ્વમાં કોઇ દેશમાંથી સૌથી વધારે વિદેશી વેપારી લેવડદેવડમાં ભારતની નિકાસ તે દેશની આયાત કરતાં વધારે હોય તો તે કેનેડા છે. ૬ કરોડ યુએસ ડોલર વાર્ષિક ભારતને કેનેડા સાથેના વેપારમાં નફો થાય છે. કેનેડા પ્રતિવર્ષે ભારતની કઠોળની જરૂરીયાત ખાસ કરીને મસુર અને તુવેર દાળ અને વટાણા ૩૦% પુરા પાડે છે. કેનેડાની સરકારે પોતાના નાગરિકોની મહામુલ્ય ' કેનેડીયન પેન્શન ફંડ' ૫૫ બીલીયન યુએસ ડોલર્સ અને ૪ બીલીયન યુએસ ડોલર્સ ડાયરેક્ટ ફોરેન ઇનવેસ્ટમેંટ (FDI) ભારતમાં કરેલ છે. આજની તારીખે એક કેનેડીયન ડોલરની ભારતીય રૂપીયામાં કિંમત ૬૧– રૂપીયાથી વધારે છે. અને એક યુએસ ડોલરની ભારતીય રૂપીયામાં કિંમત ૮૨ રૂપીયાથી વધારે છે. દરેક કેનેડીયન નાગરીકની માથાદીઠ આવક(Per Capita Income 42000 $ યુએસ ડોલરથી વધારે છે. આપણી આશરે ૨૫૦૦ યુએસ ડોલર પણ નથી.
(3) કેનેડામાં ઉચ્ચ અભ્યાસ માટે આવતા ૯૦ ટકા કરતાં વધારે વિધ્યાર્થીઓના વાલીઓ બેંકોનું લાખો રૂપિયાનું દેવું કરીને તે પણ ઘણા ઉંચા વ્યાજે નાણાં લઇને મોકલે છે.શેના માટે? આપણા રાજ્યકર્તાઓને પુછો? કેનેડામાં કોલેજ અભ્યાસનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે દરેક વિધ્યાર્થીને પ્રતિ અઠવાડિયે કુલ ૨૦ કલાક કાયદેસરની જોબ કરી શકે અને મહિને માસ આશરે ૧૦૦૦ કેનેડીયન ડોલર્સની આવક મેળવી શકે!
(4) અમેરીકા અને કેનેડાના નાગરિકોને એકબીજા દેશમાં જવા માટે વિસાની જરૂર બિલકુલ નથી. મોટર લાયસન્સ કે અન્ય ઓળખ પુરતી છે. યોગ્ય લાગે તે પ્રમાણે એકબીજા દેશના નાગરીકો જોબ, ઉધ્યોગ કરી શકે છે. બંને દેશોનો સ્થાનિક ટાઇમ એક જ છે. બંને દેશો વચ્ચે ટેલીફોન સેવા સીધી અને સ્થાનિક છે. કેનડાના ટોરન્ટોમાં બપોરના ચાર વાગ્યા હોય તો અને અમેરીકાના ન્યુયોર્કમાં પણ બપોરના ચાર જ વાગ્યા હોય છે.
હવે આપણા દેશના કેનેડા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ અને હિતો ધરાવતા ભારતીય મધ્યમ વર્ગીય ગુજરાતી વિ. માબાપોનો છે. કેવી રીતે વહેલામાં વહેલી તરીકે કેનેડા સાથે સુમેળભર્યા સંબંધો ફરીથી શરૂ કરાવી શકે છે.
ગુજરાતનો ખાસ કરીને કુળદેવી ઉમીયામાતા પાટીદારસમાજના ચાવીરૂપ અગ્રણીઓ,ગુજરાતના સ્વામીનારાયણ સંપ્રદાયના તમામ ફિરકાઓ, સુરતમાં પેઢીઓથી સ્થિર ને માલેતુજાર થયેલા ' ડાયમંડ ઉધ્યોગપતિઓ(NRI) મુળ સૌરાષ્ટ્રના ઉપરાંત અમદાવાદ, વડોદરા. રાજકોટ, ભાવનગર અને જામનગર, મહેસાણા વિ. શહેરોના કેનેડા માટે હિત ધરાવતો સુખી, બોલકો મધ્યમવર્ગ. તમે બધા સામુહિક અને વ્યક્તિગત રીતે દિલ્હી સલ્તનતના બાદશાહોને ખાલી ઢંઢોળો કે સને ૨૦૨૪ની લોકસભાની ચુંટણી માટે હવે ગુજરાત " Safe Heaven" નથી. દિલ્હીમાંથી તરતજ ' Damage control ' વાયરલેસ મેસેજીસ બીજેપી ગુજરાત પર શરૂ થઇ જશે. ગ્રામીણ ગુજરાતમાં એક કહેવત છે કે " માટીના દેવ ને કપાસીયાની આંખો જોઇએ, પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ ન ખપે!
Saturday, September 23, 2023
મોદીજી,વીશ્વમાં સત્ય–લાગણી,ભક્તિ,વ્યક્તિ પુજા,ગોદી મિડિયાના પ્રચાર–પ્રસારથી
મોદીજી,
વીશ્વમાં સત્ય– લાગણી,ભક્તિ,વ્યક્તિ પુજા,ગોદી મિડિયાના પ્રચાર–પ્રસારથી અને દંડાના જોરે નક્કી થતું નથી.રાષ્ટ્રપ્રેમ,રાષ્ટ્રવાદ, ભારત માતા કી જય તેવા સુત્રો કે દલીલોથી પણ તે સત્ય નક્કી થતું નથી.
Canadian Prime Minister Justin Trudeau on Thursday yet again levelled "ALLEGATIONS" that agents of the Indian government were involved in the killing of Khalistani terrorist Hardeep Singh Nijjar's killing in Surrey..... The Canadian PM said "..I had a direct and frank conversation with the Prime Minister (Modi), in which I shared my concerns in no uncertain terms...We call upon the government of India to take this matter seriously and to work with us to shed full transparency and ensure accountability and justice in this matter.
ઉપરના શબ્દો વડાપ્રધાન ટ્રુડોએ ફરીથી ગઇકાલે ગુરૂવારે ફરી પ્રેસ કોફરન્સમાં તા.૨૧મીએ રજુ કર્યા છે. જેનો વિડીયો ભારતીય દૈનીક ટાઇમ્સ ઓફ ઇંડીયા ઇ પેપરે રજુકર્યા પછી તેનું શબ્દ:સ અંગ્રેજી પણ મુકેલ છે.
(૧) કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ પોતાની સંસદમાં એવી હકીકત રજુ કરી છે કે કેનેડાના વાનકુંવર પાસેના 'સરે' ટાઉનમાં જે નાગરીકની હત્યા કરવામાં આવી છે તેમાં મોદીજી, તમારી સરકારી એજન્સીઓનો હાથ છે. કેનેડાના વડાપ્રધાને જે શબ્દ વાપર્યો છે તે શબ્દ આક્ષેપ(Allegation)છે,પણ પુરાવો શબ્દ(Evidence) વાપર્યો નથી. ભારત સરકારને વિનંતી કરી છે કે તે સદર તપાસમાં મદદ કરે!
(૨) કેનેડા સહિત જે પાંચ દેશોએ પોતાને મળેલ આવી માહિતિ એકબીજા સાથે આદાનપ્રદાન કરવાની જોગવાઇ છે તેમાં અમેરીકા,ઇંગ્લેંડ, ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેંડ છે. Five Eyes Alliance (an intelligence-sharing mechanism between US, UK, Australia, New Zealand and Canada). ટ્રડોએ બાઇડન અને યુકેના વડાપ્રધાન રૂષિ સુનક પુરાવા મોકલી આપ્યા છે. કેનેડાના વિદેશ મંત્રી આ મુદ્દે પુરાવા સાથે પોતે જાતે અમેરીકન પ્રમુખ બાયડને મલ્યા છે.
(૩) અમેરીકન પ્રમુખ બાયડન અને ઇગ્લેંડના વડાપ્રધાન રૂષિ સુનકે મોદી સરકારને લેખિત જણાવ્યું છે કે તમે 'એક સાર્વભૌમ દેશની ભુમીમાં જઇને બીજા દેશની સરકારી એજન્સી 'Extra-Judicial killing'નું કાયદો હાથમાં લઇને ત્યાંના નાગરીકને મારી નાંખે' તે પારદર્શક તપાસમાં સહકાર આપો!
(૪)અમેરીકન નેશનલ સીક્યોરીટી કાઉન્સીલના કોર્ડીનેટર ફોર સ્ટ્રેટીજીક પ્લાનીંગના વડા જોન કિર્બાયે દેશની CBS News એજન્સીને ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે 'We urge India to cooperate in that investigation as well.'આ અમારા પડોશી દેશની કટોકટીમાં અમે સંપુર્ણ રીતે તેમની સાથે છીએ અને તપાસને કોઇપણ જાતની ઘાલમેલ વિના તેમાં ઉભરી આવતી હકીકતોને તેના તાર્કીક પરિણામો સુધી લઇ જવામાં મારા દેશ અમેરીકાનો સહકાર હશે!
(૫)ઓસ્ટ્રેલીયાના વિદેશમંત્રી પેની વોન્ગ(Penny Wong) જે હાલ અમેરીકાની મુલાકતે આવેલા છે. તેઓનો પ્રતિભાવ– કેનેડાના નાગરીકને પોતાના દેશમાં કાયદો હાથમાં લઇને બીજા દેશની સરકારી એજન્સી મારી નાંખે તે બીના ખુબજ ચીંતાજનક છે અમે તેમાં ગંભીરતાથી નિસ્બત ધરાવીએ છીએ We have; Australia has raised these issues with our Indian counterparts, as you would expect us to do."
(૬) અમેરીકના ભારતમાંના રાજદુત એરીક ગારકેટ્ટી(US Ambassador to India Eric Garcetti) સદર બનાવ અંગે ભારતની રાજધાની ન્યુદિલ્હીમાં આવેલ અનંતા સેન્ટરમાં હાજર રહેલ નાગરીકો સમક્ષ જણાવ્યું હતું કે કેનેડાના વડાપ્રધાન ટ્રુડોના આક્ષેપો વૈશ્વીક શાંતિમાં ખલેલ પહોંચાડનારા છે. વિશ્વમાં ખરેખર તમામ સાર્વભૌમ દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદાકાનુન, રાષ્ટ્રીય સંપ્રભુતા અને બિનદખલગીરીના સિધ્ધાંતો પ્રમાણે અરસપરસના વ્યવહારો કેળવવા જોઇએ. આપણે આશા રાખીએ કે આવું કૃત્ય કરનારાને ન્યાયીક પ્રક્રીયાને હવાલે લાવવામાં આવશે!.
આની સામે ભારત દેશની સરકારના પ્રતિભાવો–
(अ) બંને દેશોએ એક બીજાના રાજદુતોને પરત બોલાવી લીધા છે. આપણા દેશના વિદેશ મંત્રાલયે કેનેડાને આતંકવાદીઓ, અંતીમવાદીઓ અને સંગઠિત ગુના કરવા માટેના 'સહીસલામત સ્વર્ગ' તરીકે ઓળખાવ્યો છે. (The Ministry of External Affairs described Canada as a "safe haven" for "terrorists, extremists and organized crime") ઉપર જણાવેલા વિશેષણો વૈશ્વીક જગતમાં ખાસ કરીને પાકિસ્તાન અને અફઘાનીસ્તાન જેવા દેશો માટે વાપરવામાં આવે છે તેવા વિશેષણો કેનેડા માટે વાપર્યા છે. ભારત સરકારે સદર બનાવને સહેજપણ મહત્વ આપવાને બદલે ' ખાલીસ્તાન'ના મુદ્દાના આગળ ચલાવીને વિશ્વ પ્રજા મતને ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કરેલ છે.
(ब) અમેરીકાએ ભારતને લેખીત જણાવ્યું છે કે કેનેડા તરફ સંચાલિત તપાસમાં સહકાર આપે. ભારતે તેના જવાબમાં જણાવ્યું છે કે કેનેડાનીસરકાર અમને ખાસ માહિતી આપશે તો અમે જે હાલ સહકાર આપવાની બારી બંધ કરી છે તે ખોલીશું. (But it opened a window for cooperation, saying if they provide any specific information, New Delhi will be willing to look into it.)
(क).ભારતના ગોદી મિડીયના પ્રત્યાઘાતો– भारतने घुस के मारा। केनेडा को युनोमें टेररीसट कंट्री घोषित करो।
(ड) કેનેડીયન સરકારના ભારત સામેના આક્ષેપો વાહિયાત,અસંગત ને મનઘડંત છે.Rejecting the allegations as "absurd" and "motivated",
આવતી કાલે મોદી સરકારના કેનેડા સાથેના સંબંધોની ખાસ કરીને ગુજરાતના મધ્યમવર્ગના મા–બાપો, જેઓના દિકરા–દિકરીઓ જેઓ અભ્યાસ માટે દેવું કરીને મોકલ્યા છે તથા જે ગુજરાતી કુટુંબો જે વર્ષોથી કેનેડીયન સીટીઝન બન્યા છે, પંજાબના સામાજીક જીવન પર અસરો અને ભારતના અર્થતંત્ર પર સંભવિત પરિણામોની વાસ્તવિક હકિકતોને આધારે વિગતે ચર્ચા કરીશું.
Thursday, September 21, 2023
સિધ્ધાંત સાત–
સ્વાતંત્રયના નૂતન જગતનું નિર્માણ કરવા સારુ ક્રાંતિએ સમાજની આર્થીક પુનર્રચનાથી આગળ વધવું જોઇએ. દલિત અને શોષીત વર્ગોના નામે રાજ્યસત્તા કબજે કરવાથી અને ઉત્પાદનના સાધનોમાંથી ખાનગી માલિકી નાબુદ કરવાથી આપોઆપ સ્વતંત્રતા સ્થાપાઇ જશે એમ માનવું બરાબર નથી.
અર્થઘટન–
માનવી વ્યક્તિગત અને સામુહિક રીતે પ્રવર્તમાન રાજકીય,આર્થીક, સામાજીક, લશ્કરી કે ધાર્મીક સરમુખત્યારશાહી સત્તા નીચે ગુલામીમાં સબડતો હોય છે. પરતંત્ર હોય છે. માર્કસવાદ આધારીત સામ્યવાદી પ્રથા મુજબ રશિયા, ચીન સહિત અન્ય દેશોમાં ખાનગી મિલકત નાબુદ કરીને, પક્ષીય સરમુખત્યારશાહીની એડીનીચે જડબેસલાક રાજ્યમુડીવાદી વ્યવસ્થા અમલમાં મુકીને સમાજમાં આર્થીક પુનર્રચના કરવાથી લોકોમાં આપોઆપ સ્વતંત્રતાના મુલ્યો આધારીત જીવન પધ્ધતિ વિકસી જશે તે એક દિવાસ્વપ્નથી બની ગયું છે.ખરેખર તે પ્રથામાં તેના નાગરીકો સ્વતંત્રતા અને મિલકત બંને ગુમાવે છે. સિધ્ધાંત –આઠમાં વિગતે આ મુદ્દો સમજાવેલ છે. મારા મત મુજબ તેમાં મારા અર્થઘટન પણ જરૂરી નથી.
સિધ્ધાંત આઠ–
સામ્યવાદ અથવા સમાજવાદને સ્વાતંત્રયનું સિધ્ધ કરવાનું એક સાધન માનવામાં આવે એ બનવા જોગ છે, પણ કેવી રીતે તે એ ધ્યેય હાંસલ કરી શકશે,તેનું મુલ્યાંકન તો અનુભવને આધારે જ કરવું જોઇએ. હાડચામના બનેલ મનુષ્ય વર્ગ અથવા રાષ્ટ્ર દ્રારા અભિવ્યક્ત થતા સામુહિક અહંને આધીન બનાવી મુકનાર રાજકીય પ્રથા અને આર્થીક પ્રયોગ, સ્વાતંત્રયનું ધ્યેય હાંસલ કરવાનાં ઉચિત સાધનો સંભવત: બની શકે નહી. સ્વાતંત્રયનો ઇન્કાર સ્વાતંત્રય ભણી લઇ જશે એ દલીલ સાવ વાહિયાત છે.. બીજી બાજુ, કાલ્પનિક સામુહિક અહંની વેદી પર વ્યક્તિનો ભોગ આપવો, એને કોઇ રીતે સ્વાતંત્રય કહેવાય નહી. જે કોઇ સામાજીક તત્વજ્ઞાન અથવા સામાજીક નવનિર્માણની યોજના વ્યક્તિની સર્વોચ્ચતાનો અસ્વીકાર કરતી હોય ને સ્વાતંત્ર્યના આદર્શને ખાલી પોકળતા ગણતી હોય, તે તત્વજ્ઞાન અથવા યોજનાનું પ્રગતિશીલતા કે ક્રાંતિની દ્રષ્ટીએ ઝાઝું મહત્વ રહેતું નથી.
(તા.ક નીચેના બે મહાનુભાવોને સાચા રંગે ઓળખવામાં ભુલ કરીએ તો?)
http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com
Monday, September 18, 2023
શું ચાર્લસ ડાર્વિન અને કાર્લ માર્કસના વૈચારિક તારણો આમને સામને હતા?
સિધ્ધાંત–પાંચ.
શું ચાર્લસ ડાર્વિન અને કાર્લ માર્કસના વૈચારિક તારણો આમને સામને હતા?
ઇતિહાસનું આર્થીક અર્થઘટન ભૌતીકવાદના ખોટા અર્થઘટનમાંથી તારવવામાં આવેલ છે. આ અર્થઘટનમાં દ્રૈતવાદ અભિપ્રેત છે.જ્યારે ભૌતિકવાદ એ અદ્રૈતવાદી તત્વજ્ઞાન છે.ઇતિહાસ એ કાર્યકારણના સિધ્ધાંતને આધીન નિયત પ્રક્રીયા છે. પણ તેમાં એક કરતાં વધારે કારણો ભાગ ભજવે છે. મનુષ્યની સંકલ્પશક્તિ આવું એક કારણ છે કે ને તે હંમેશાં કોઇને કોઇ આર્થિક પ્રોત્સાહનથી જ પ્રેરિત થાય છે, એમ ઘટાવી શકાય નહી.
–અર્થઘટન–
સામ્યવાદના પ્રણેતા કાર્લ માર્કસનું એક ખુબજ પ્રચલિત સુત્ર છે."History of the mankind is the history of Class Struggle."(Haves & Haves not.) 'માનવજાતનો ઇતિહાસએ (આર્થીક)વર્ગસંગ્રહનો ઇતિહાસ છે'. એક તત્વજ્ઞાની તરીકે કાર્લ માર્કસની વાત સાચી છે કે આ વિશ્વ બ્રહ્માંડ સહિત ભૌતીક છે.તે નિયમબધ્ધ છે.માનવજાત પણ વિશ્વનોએક ભાગ હોવાથી તે પણ ભૌતીક છે. તેમાં કશું આધિભૌતિક, અલૌકીક કે દેવી સર્જનનથી. પરંતુ માનવજાતનો ઇતિહાસએ કુદરતી પરિબળો સામેના જૈવીક સંઘર્ષની સાથે સાથે માનવીય સ્તરપરએ ભૌતીક સંઘર્ષ છે.સદર ભૌતીક સંઘર્ષ ફક્ત આર્થીક હિતોનો સંઘર્ષ એટલા માટે નથી કે તે સંઘર્ષમાં ફક્ત વર્ગીય આર્થીક હિતો ઉપરાંત બીજા ઘણાબધા હિતો જેવા કે સ્વતંત્રતા,સદ્વિવેક બુધ્ધી(કુદરતી પરિબળોઅને નિયમબધ્ધતા ને સમજીને નિર્ણય કરવાની શક્તિ)અને પોતાની સંભવિત શક્તિઓના વિકાસ માટે ધર્મનિરપેક્ષ નૈતીક વ્યવહાર જેવા મુલ્યો અને પરિબળો તે દુન્યવી સંઘર્ષમાં અંતર્ગત રીતે સમાયેલા છે. આસંઘર્ષમાંથી માર્ગ કાઢવાની સંકલ્પશક્તિ, દ્રઢઇચ્છાશક્તિ તે પેલા આર્થીક હિતોના સંઘર્ષનું પરિણામ નથી.(વધુ સ્પષ્ટતા સિધ્ધાંત નંબર ૬માં કરેલ છે.)
૬ઠ્ઠો સિધ્ધાંત ગુજરાતીમાં
વિચાર અથવા ચિંતનપ્રક્રીયા એ પર્યાવરણોની સભનાતામાંથી પરિણમતી શરીરશાસ્રીય પ્રક્રિયા છે. પણ એક વાર વિચારો અથવા ચિંતન પ્રગટે છે,પછી તેઓ પોતાના નિયમોને આધીન પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે.વિચારો પોતાની આગવી ગતી ધરાવે છે. અને તેમની આ ગત્યાત્મકતા સામાજીક ઉત્ક્રાંતિની પ્રક્રીયા સાથે સાથે ચાલે છે. તેઓ બંને અરસપરસ એકબીજાને પ્રભાવિત કરે છે.પણ મનુષ્ય– ઉત્ક્રાંતિની આ સમગ્ર પ્રક્રિયાના કોઇ ચોક્કસ તબક્કે ઐતિહાસિક બનાવો અને વિચારોની હલચલ વચ્ચે સીધો કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાતો નથી.(અહીં વિચાર શબ્દનો ઉપયોગ તત્વજ્ઞાનમાં સામાન્ય રીતે વપરાય છે તે વિચારધારા અથવા વિચારપ્રથાના અર્થમાં કર્યો છે.) સાંસ્કૃતિક ભાતો અને નૈતિક મુલ્યો એ સ્થાપિત આર્થીક સંબંધો પર આધારિત માત્ર ઉર્ધ્વતંત્રો જ છે, એમ માનવું બરાબર નથી. આ ભાતો અને મુલ્યો પણ ઐતીહાસિક રીતે નિયત થયેલાં છે.–વિચારોના ઇતિહાસના તર્ક દ્રારા.
–અર્થઘટન–
(અ) વિચાર અથવા ચિંતનપ્રક્રીયા એ પર્યાવરણોની સભનાતામાંથી પરિણમતી શરીરશાસ્રીય પ્રક્રિયા છે. આ વાક્યના બે અર્થ થાય છે. એક,કોઇપણ વસ્તુ,પરિસ્થિતિ અંગે વિચાર આવવો કે પેદા થવો એ ભૌતીક ઘટના,બીના, કે હકીકત છે. વિચાર ફ્કત તમામ સજીવ એકમોને જ આવી શકે! તે એક અદ્વૈત છે. તેમાં કશું દ્વૈત નથી. વિચાર એક ભૌતીક ઘટના છે.તેથી તે શરીરનો એક ભાગ છે. આત્મા,પરમાત્મા, આધ્યાત્મ વિ. તમામ વાયુમંડળો ભૌતીક નથી, અશરીરી છે. માટે તે બધાના અસ્ત્તિત્વ આધારીત ધર્મો અને તેના ઇશ્વરી એજંટો દ્રારા પેદા કરવામાં આવેલા પિરામીડો તે ફક્ત અને ફક્ત પત્તાના મહેલો છે.
(બ) વિચારો એકવાર રજુ થયા પછી તેનું અસ્ત્તિત્વ અને આયુષ્ય તેમાં આમેજ ભૌતીક તારણો, હકીકતો વિ. પર આધારીત હોય છે. તેનું નિષ્પક્ષ જ્ઞાન–વિજ્ઞાન આધારીત મુલ્યાંકન સત્ય નક્કી કરે છે, જે વ્યક્તિ અને સત્તાના મુલ્યાંકનથી નિરપેક્ષ હોય છે. બીજું સમાજમાં પ્રવર્તમાન સંબંધો, મુલ્યો અને નૈતીક વ્યવહારો તે ફક્ત આર્થીક વર્ગીય હિતોમાંથી પેદા થયેલ ઉર્ધ્વતંત્રો( Super Structures) જ છે, એમ માનવું બરાબર નથી.
(ક) ઐતીહાસિક સાંસ્કૃતિક પ્રવાહો અને નૈતીક મુલ્યોનું સાતત્ય કુદરતી અને દુન્યવી સંઘર્ષોમાંથી સર્જન પામેલ છે. પેલા માર્કસવાદી તારણ ' આર્થીક હિતોના સ્વબચાવમાં પેદા થયેલ રાજકીય, સામાજીક વિ. વ્યવસ્થાઓ હરગીજ નથી.'
Sunday, September 17, 2023
માનવવાદી–સિધ્ધાંત ત્રણ.
માનવવાદી–સિધ્ધાંત ત્રણ.
વૈયક્તિક તેમજ સામૂહિક, બૌધ્ધીક મનુષ્ય પુરુષાર્થનો હેતુ ઉત્તરોત્તર વધુ ને વધુ સ્વાતંત્ર્ય મેળવવાનો છે.સમાજયંત્રના ચક્કરના દાંતા તરીકે નહીં,પણ મનુષ્યો તરીકે વ્યક્તિઓમાં જે સંભાવ્ય ક્ષમતાઓ રહેલી છે, તેના વિકાસની આડેના તમામ અવરોધો ધીરે ધીરે અદ્રશ્ય થતા જાય તેનું નામ સ્વાતંત્ર્ય. કોઇપણ સામુહિક પુરુષાર્થ અથવા સામાજીક સંગઠન કેટલા પ્રમાણમાં પ્રગતીશીલ છે,અને કેટલા પ્રમાણમાં મુક્તિદાયક છે, તેનું માપ તેમાં વ્યક્તિનું કેવું સ્થાન છે, તેને આધારે કાઢી શકાય. કોઇ પણ સામૂહિક પુરુષાર્થની સફળતાની કસોટી તેના ભાગરૂપ વ્યક્તિને ખરેખર કેટલો લાભ થયો, તેને આધારે નક્કી કરવી જોઇએ.
– અર્થઘટન–
માનવી તરીકે જીવવું એટલે કુદરતી અને માનવ સર્જિત વિઘાતક પરિબળોમાંથી મુક્ત થવા વ્યક્તિગત અને સામુહિક પ્રયત્ન કરવો.તે જ સ્વાતંત્ર્યની સાચી વિભાવના છે. આ ત્રણ નંબરના સિધ્ધાંતમાં એક ખુબજ મહત્વના વાક્યનો ઉપયોગ કર્યો છે.માનવીનો ઉપયોગ "સમાજયંત્રના ચક્કરના દાંતા તરીકે થવા માટે સર્જન થયેલ નથી." માનવી કોઇપણ સામુહિક એકમોના હિતો સાધવાનું સાધન બિલકુલ નથી. એટલું જ નહી,પણ માનવીએ કોઇ યાંત્રિક એકમ નથી જે 'હુકમ કરો અને તાબે થાય'." Command & Obey". તમામ સામાજીક પ્રયત્નો અને સંગઠનોની સફળતાનો માપદંડ તે બધા માનવ મુક્તિદાતા છે કે માનવીને તેમના ચરખાના શોષણના સાધન તરીકે ઉપયોગ કરે છે તે નક્કી કરવામાં રહેલો છે.
સિધ્ધાંત ચાર.
નિયમ–નિયંત્રિત ભૌતીક પ્રકૃતિની પશ્ચાદભુમિકામાંથી મનુષ્યનો આવિર્ભાવ થયો હોવાથી મનુષ્ય પણ તત્વત: બૌધ્ધીક જ છે. બુધ્ધિ એ જૈવીક ગુણધર્મ હોવાથી તે મનુષ્યની સંકલ્પશક્તિથી વિપરિત હોઇ શકે નહી. બુધ્ધિમતા અને ભાવના એક જ જીવશાસ્રીય ઉદ્ગગમસ્થાન ધરાવે છે,એમ ઘટાવી શકાય. આથી ઐતિહાસીક નિયતિવાદ(નિયમશાસિત) મનુષ્યની મુક્ત સંકલ્પશક્તિને બાકાત કરતો નથી. હકીકતમાં તો, મનુષ્યની સંકલ્પશક્તિ એ (ઇતિહાસનું સર્જન કરવામાં) સૌથી નિર્ણાયક પરિબળ છે. જો એમ ન હોય તો ઇતિહાસની (માનવ) બુધ્ધિનિર્મિત યોજનામાં ક્રાંતિઓ માટે કશો જ અવકાશ ન રહે. નિયતિવાદના બૌધ્ધિક અને વૈજ્ઞાનિક ખ્યાલ સાથે અંતિમ હેતુવાદી અથવા પૂર્વર્નિશ્ચિતવાદી ધાર્મિક સિધ્ધાંતને ન ગુંચવવો જોઇએ.
અર્થઘટન– માનવવાદના ૨૨ સિધ્ધાંતોમાં સિધ્ધાંત નંબર ૨ અને ૪ 'नीव कि इंट है। તે તત્વજ્ઞાનના આધાર પર માનવવાદનો પરિમીડનો પાયો ઉભો છે. માનવી કુદરતનો એક ભાગ છે. પણ કુદરત નિયમબધ્ધ છે. કુદરતી પરિબળો તમામ નિયમબધ્ધ છે. માટે માનવી કુદરતનો એક ભાગ હોવાથી તેની તમામ વૃત્તી–પ્રવૃત્તીઓ પણ નિયમબધ્ધ જ હોવાની!. તેનો સાદો સીધો અર્થ એ થાય છે કે કુદરતી પરિબળોનું સંચાલન– નિયમન ઇશ્વરીકે દૈવી નથી. કુદરતી પરિબળોના નિયમો નિયમબધ્ધ હોવાથી માનવી અન્ય સજીવોની માફક જ પોતાની તર્કબુધ્ધિથી તે નિયમોનો સમજીને પોતાનો જીવવાનો માર્ગ પસંદ કરે છે. આ બધા નિયમોને સમજવામાં ભુલોનું પરિણામ ઘાતક હોય છે. માનવી અને તેના સર્જીત સમાજનો ભૌતીક અને બૌધ્ધીક વિકાસ (રેશનાલીટી) કુદરતી નિયમબધ્ધતાની સમજ પર આધારીત છે.
લાગણી અને વિવેકબુધ્ધી બંને માનવીય જીજીવિષાનો ભાગ છે. જુદા નથી. તેમના બંનેના ઉદ્રગમસ્થાન જુદા નથી.એક જ છે. તેમાંથી વિકસેલી સંકલ્પશક્તિ માનવીને વર્તમાન સ્થિતિમાં ફેરફાર કરવા, પરિવર્તન લાવવાનું ચાલક કે પ્રેરકબળ બની જાય છે. સંકલ્પશક્તિ ઇશ્વરી સર્જન કે પુર્વનિર્ણીત (Predestined) હોઇ શકે નહી.
Saturday, September 16, 2023
વિશ્વના કોઇપણ ખુણે નિવાસ કરતા વિશ્વ નાગરિક માટે,
વિશ્વના કોઇપણ ખુણે નિવાસ કરતા વિશ્વ નાગરિક માટે, માનવ કેન્દ્રી,સર્વાંગી વિકાસ માટેની વિચારસરણી કેવી હોઇ શકે? જે વિચારસરણીનો આધાર કોઇ ધર્મ ન હોય,કોઇ ઝનુની રાષ્ટ્ર કે તેના નેતા પ્રત્યેની પુજા,ભક્તિ ન હોય;એવી લોકશાહી રાજ્ય,અર્થ, સમાજ અને બંધારણીય પ્રણાલી ન હોય જેને જાતભાતની રેવડીઓ કે પ્રલોભનો આપીને હાઇજેક કરી શકાય!.એવી વિચારસરણી જે ભૌતીકવાદી કે વાસ્તવાદી હોય, પૃથ્વી પર વ્યક્તિગત માનવ કલ્યાણ માટે કુદરતી સંશાધનોના ઉપયોગની તરફેણ કરતી હોય, ન કે મૃત્યુ પછીના કલ્યાણ માટે. માનવ સમસ્યાઓનો ઉકેલ નિરંતર વિકસતા જ્ઞાન–વિજ્ઞાન આધારિત હોય.
ઉપર પ્રકારના ચિંતનને વિશ્વ માનવવાદી પણ સ્વતંત્ર, રેશનલ અને સેક્યુલર નૈતીકવાદી મુલ્યો આધારીત ચિંતન તરીકે ઓળખે છે,સમજે છે. સને ૧૯૩૩, ૨૦૦૩ વિ. વર્ષોમાં વિશ્વભરના ઉપરની વિચારસરણી અનને ચિંતનને લક્ષમાં રાખીને માનવવાદીઓ, જુદાજુદા ક્ષેત્રોમાં નોબેલ પુરસ્કાર મેળવેલ મહાનુભવો વિ, ભેગા મલીને " માનવવાદી ઢંઢેરા Humanist Manifesto " બહાર પાડયા છે. જે ગુગલ સર્ચમાં સહેલાઇથી અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. મેં તેનો ભાવાનુવાદ કરીને ગુજરાતીના મારા પુસ્તક " ૨૧મી સદી ની વિચારસરણી વૈશ્વીક માનવવાદ" નામના પુસ્તકમાં પ્રકાશિત પણ કરેલ છે.
પરંતુ તે બધા કરતાં પણ અતિ ઉત્તમ પ્રયત્ન મહાન માનવવાદી ચિંતક એમ. એન. રોયે સને ૧૯૪૮માં તેમના સાથીઓ સાથે બહાર પાડયો છે. જે ૨૨ માનવવાદી સિધ્ધાંતો તરીકે ઓળખાય છે તેના અંગ્રેજીનો ગુજરાતીમાં ભાવાનુવાદ એ સમયના અમારા સાથી દિવંગત પ્રો. દિનેશભાઇ શુક્લે કર્યો છે. મારો પ્રયત્ન એ રહેશે કે હું દરરોજ બે સીધ્ધાંતો પ્રથમ મુળ સ્વરૂપે ગુજરાતીમાં રજુ કરીશ. સાથે સાથે તે બે સિધ્ધાંતોનું બની શકે તેટલું મર્યાદિત શબ્દોમાં સમજાવવાની કોશીષ કરીશ.
ફેસબુક તથા વોટ્ટસઅપ મિત્રો સદર સિધ્ધાંતો ઉપર પોતાના વૈચારીક તારણો રજુ કરશે, તે બધું બૌધ્ધીક સાહિત્ય અમે પ્રકાશન કરવાનું પણ આયોજન કરેલ છે. તે અંગે સાથી મિત્રોની એક પસંદગી સમિતિનું પણ આયોજન કરી, તે બધા સાથે પરામર્શ કરીને પુસ્તક બહાર પાડીશું. આપ સૌના સહકારની અપેક્ષાએ. ગુજરાતી સાથે અંગ્રેજીમાં તમામ ૨૨ સિધ્ધાંતો ઉપલબ્ધ છે.મોટી સંખ્યામાં ફેસબુક મિત્રોને અભ્યાસની દ્રષ્ટીએ અંગ્રેજીમાં પણ તે સિધ્ધાંતોમાં રસ હશે તો હવે પછી બંને ભાષામાં નિયમિત રજુ કરીશું.
સિધ્ધાંત એક
મનુષ્ય સમાજનો આદર્શ છે, સહકારપુર્ણ સામાજીક સંબંધો વ્યક્તિની સંભાવ્ય ક્ષમતાઓના વિકાસમાં ફાળો આપે છે.પણ વ્યક્તિનો વિકાસ એજ સામાજીક પ્રગતિનું માપ છે. સામુહિકતામાં વ્યક્તિઓનું અસ્તિત્વ અભીપ્રેત છે. વ્યક્તિઓ જેનો ખરેખર અનુભવ કરે છે તે સ્વાતંત્ર્ય અને કલ્યાણના રાશિ સિવાય 'સામાજીક મુક્તિ' અને 'સામાજીક પ્રગતિ' એ એવા કાલ્પનિક આદર્શો બની રહે, જે કદાપી સિધ્ધ થતા નથી. ખરેખરું કલ્યાણ અથવા સુખ તો માત્ર વ્યક્તિ જ ભોગવી શકે. મનુષ્ય સમુદાયના કોઇ પણ સ્વરૂપ (રાષ્ટ્ર, વર્ગ વગેરે)માં સામૂહિક અહંનું આરોપણ કરવું એ સર્વથા અનુચિત છે, કારણકે એનો અર્થ વ્યક્તિનો ભોગ આપવો એવો જ થાય. સામુહિક કલ્યાણ એ વ્યક્તિઓના કલ્યાણનું જ પરિણામ છે.
અર્થઘટન– તમામ સામુહિક એકમો કુટુંબથી શરૂ કરીને રાષ્ટ્ર સુધીના બધાજ વ્યક્તિગત માનવ સુખાકારી માટે જ છે. માનવી તે તમામ સામુહિક એકમોના કલ્યાણનું સાધન બિલકુલ નથી જ. જ્યારે કોઇપણ સામાજીક સમુહ, ધર્મ, રાષ્ટ્ર, વિચારસરણી, રાજકીય પક્ષ, વ્યક્તિના આત્મસમર્પણ, બલિદાન, શહીદ બનવા– બનાવવાના ઉપદેશ આપે ત્યારે તે બધાની ચુંગલમાં ફસાવું ન જોઇએ. માનવી સદીઓથી તે બધા સમુહો સામે મુક્તિ મેળવવા તો સંઘર્ષ કરતો આવ્યો છે. બીજું માનવી એ સામુહિક એકમોની રચના તેના સંરક્ષણ અને વિકાસ માટે કરેલ છે. સુખ વ્યક્તિગત માનવી જ ભોગવી શકે. ટોળું કે સમુહ, બેકાબુ બનીને મારૂ તમારૂ સુખ છીનવી ચોક્કસ શકે! માનવવાદનો પ્રથમ સિધ્ધાંત– હે! માનવી! તારી વફાદારી કોઇપણ સમુહ અને તેના સંચાલકની બુધ્ધિમાં ગીરે મુકતા બે વાર વિચાર કરજે.
સિધ્ધાંત બે.
સ્વાતંત્ર્યની ઝંખના અને સત્ય માટેની ખોજ એ મનુષ્યની–પ્રગતિ પાછળની મુળભુત પ્રેરણાઓ છે.સ્વાતંત્ર્યની ઝંખના એ ઉચ્ચ સ્તરે– બુધ્ધિ અને ભાવના સ્તરે–ખેલાતી અસ્તિત્વ માટેની જૈવીક લડત છે.સત્ય માટેની ખોજ પણ તેની જ આનુષંગિકતા છે.પ્રકૃતિ સંબંધે વધતું જતું જ્ઞાન, મનુષ્યને પ્રાકૃતિક ઘટના તેમજ ભૌતિક અને સામાજીક વાતાવરણના જકડી રાખતા સકંજામાંથી ઉત્તરોત્તર મુક્તિ બક્ષે છે.જ્ઞાનનું વિષયવસ્તુ જ સત્ય છે.
અર્થઘટન–માનવીય સ્વાતંત્ર્યની ઝંખના કોઇ ઇશ્વરી,ધર્મ,રાજ્ય, કુટુંબના વડીલ કે જ્ઞાતી–વર્ગની મહેરબાનીની ભેટ સોંગાદ નથી. માનવી એક જૈવીક એકમ તરીકે અન્ય સજીવોની માફક ભૌતીક સંઘર્ષ(કુદરતી પરિબળો સામે)માંથી સ્વતંત્રતા પ્રાપ્ત કરતો આવ્યો છે. કુદરતી પરિબળો સામેના ભૌતીક સંઘર્ષમાંથી મુક્તિ મેળવવા અન્ય માનવીઓનો સહકાર જે અન્યોન્ય હતો તેમાંથી સામુહિક સંસ્થાઓનું સર્જન– વિસર્જન કરતો આવ્યો છે. માનવી જેનો સર્જક છે તેનો ગુલામ કેવી રીતે બની શકે? બીજું માનવી પોતાનું અસ્તિત્વ ટકાવવા તે સત્ય શોધતો આવ્યો છે. જ્ઞાન મેળવતો આવ્યો છે. કુદરતી પરિબળોના નિયમોને સમજવામાં( નહીકે તે પરિબળોની ભક્તિ,પુજાઅર્ચના અને પ્રાર્થના, કાકલુદી કરવાથી) માનવીયે પોતાની વિવેકબુધ્ધીનો ઉપયોગ કરીને જે જ્ઞાન મેળવ્યું, તે જ સત્ય. જેણે પેલા વિનાશકારી પરિબળોમાંથી મુક્ત બનાવ્યો, સ્વતંત્ર બનાવ્યો. દેશ અને દુનિયાની તમામ ધાર્મીક સંસ્થાઓ, તેમાં બિરાજમાન તમામ મુર્તીઓ અને તેના સંચાલન કર્તાઓનો પરોક્ષ અને પ્રત્યક્ષ ધંધો માનવીને ગુલામીમાં પકડી રાખવાની ચકચકિત બેડીઓ–જંજીરો પેદા કરવાનો છે. તેનાથી વિશેષ કાંઇ નથી.
Tuesday, September 12, 2023
ભાગ–૨.
अब तो ये वतन, साथीओ, गौतम अदाणी हवाले – में तो झोला ले कर बस चला।
નવા સંશોધનો પ્રમાણે ગૌતમ અદાણીના મોટાભાઇ વિનોદઅદાણી અદાણીગ્રુપના શેરોની લેવદેવડ કરનાર મુખ્ય અને ચાવીરૂપ વ્યક્તિ છે.હાલમાં તે અગાઉના કરતાં પાંચ ઘણા વધુ પૈસાદાર થઇ ગયા છે. તેઓની પાસે ભારતનો સને ૨૦૨૬ સુધી ચાલે તેવો પાસપોર્ટ છે.અને તે પ્રમાણે ભારતીય નાગરીક છે. સેબીની તપાસમાં તેઓએ જણાવ્યું છે, કે તેઓએ ભારતીય નાગરીકતા છોડી દિધી છે. તેઓ સાપ્રસનો નાગરીક બની ગયા છે. માટે તેઓને કોઇ ભારતીય કાનુન લાગુ પડતો નથી. વર્તમાન ભારત સરકારનું આ મુદ્દે મૌન છે.
(A) હવે દેશના ગૌતમ અડાણી ગ્રુપના શેરોની લેવડદેવડ, કેવી રીતે વિદેશી વીનોદ અદાણી સંચાલિત કુંપનીઓ દ્રારા કેવી રીતે થતી હતી તેનો અભ્યાસ કરીએ. કોઇપણ શેર બજારમાં લીસ્ટેડ કુંપની પોતાની કુંપની ચલાવવા બે રીતે નાણાં ઉભા કરે છે. એક શેર બજારમાં શેર વેચીને અને બીજું પોતાના ઉધ્યોગની મિલકતો બેંકમાં ગિરો મુકીને બેંક ધિરાણ લઇને.આજને તબક્કે દેશની બેંકોએ અદાણીની જુદી જુદી કુંપનીઓને કુલ બે લાખ વીસ હજાર કરોડ રૂપીયા ધીરેલા છે.
(B) સ્થાપક કુંપનીએ પોતાની પાસે કુલ શેરની સંખ્યામાંથી ૭૫% ટકા પ્રયોજક (પ્રમોટર) મુડી તરીકે પોતાની પાસે રાખવાના હોય છે. અને ૨૫ટકા શેરો શેર બજારમાં મુડી રોકાણ કરનાર જાહેર પ્રજા માટે મુકવાના હોય છે. સદર ૨૫ ટકા શેરો ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ કાબુ પેલી શેર કુંપનીના પ્રયોજકનો હોઇ શકે નહી. ગૌતમ અદાણીના મોટાભાઇ વિનોદ અદાણીએ દુબઇ (યુએઆઇ)માં પોતાનું ભવ્ય મહેલાતો ઉભી કરીને કઇ રીતે પેલા ૨૫ ટકા જાહેર પ્રજાના શેરો પર મુડીરોકાણ કરીને, ખરીદીને, કૃત્રીમ માંગ ઉભી કરીને ફક્ત પોતાના કૌટુંબીક અદાણી ગ્રુપના શેરોના ભાવોની લે વેચ કરીને કેવી રીતે કરોડો રૂપિયા તે પણ ડોલરમાં એકત્ર કર્યા તે સમજીએ.
(C) સૌ પ્રથમ અદાણી પાવરની સ્થાપના ના સમયથી 'ડબલ ઇનવોઇસ' પધ્ધતિનો ઉપયોગ કરીને લાખો ડોલર્સ કેવી રીતે એકત્ર કર્યા તે આપણે આ લેખ સીરીઝના પહેલા ભાગમાં જોયું.. તે જ નાણાંને જુદી જુદી ઓફશોર( દરિયાપાર) કુંપનીઓમાં વહેંચી નાંખીને ફોરેન પોર્ટફોલીયો ઇન્વેસ્ટર(FPI) તરીકે ભારત દેશની કોઇપણ ઔધ્યોગીક કુંપનીઓમાં એક પેનીનું મુડી રોકાણ કર્યા વિના અદાણી ગ્રુપ કુંપનીના શેરોના ભાવોની પોતાની ઇચ્છા મુજબ ચઢ–ઉતાર કરી– કરાવીને કરોડો ડોલર્સ કમાવી લીધા. એટલે કે પેલા પબ્લીકના ૨૫ ટકા શેર જથ્થા પર પોતાનું નિયંત્રણ પેદા કરીને તેના ભાવો નીચે ઉપર લઇ ગયા. તે ખરીદનારા તે બધી અદાણી કુંપનીઓના પ્રમોટરો જ હતા. તેથી શેરબજારના નિયમોનો કાયદાકીય અને ફોજદારી ગુનો કર્યો. —
(D) વિનોદ અદાણી જે ૧૯૯૪થી દુબઇમાં રહે છે. તેની પાસે દુબઇમાં અબજો ડોલર્સની સ્થાવર મિલકતો છે. જેવી કે ૨૭૦૦ચો. ફુટનો બુર્જ ખલીફા વિલા છે જે વિશ્વનો સૌથી ઉંચો ટાવર છે.આ ઉપરાંત ૩૭ બીઝનેસ હાઉસીસ અને રહેવાના મકાનો છે. જે માહિતી દુબઇની સીટી સર્વે ઓફીસમાંથી પ્રાપ્ત થયેલી છે.જેની અંદાજી કિંમત આશરે ૧૭ મીલીયન યુએસ ડોલર્સથી વધારે છે.(એક મીલીયન એટલે ૧૦ લાખ યુએસ ડોલર્સ.)
(E) આવા ધંધા કરવા માટે બ્રીટીશ વર્જીન આઇલેંડમાં બે દિવસમાંજ રજીસ્ટર્ડ કુંપની કરવાની સગવડ છે. બધાજ ડોક્યુમેન્ટસ રેડીમેડ પ્રાપ્ત થઇ શકે છે. અદાણી ગ્રુપની કુંપનીઓમાં શેરોની 'લીયા–દીયા' કરવા માટે સદર ટાપુમાં ત્રણ કુંપનીઓ રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે. વિનોદ અદાણીના નામે 'Trident Trust', નાસર અલી શબાનઆહીલ (દુબઇનો નાગરિક)' Gulf Asia Trade' અને ચંગ ચુંગ–લીંગ(તાઇવાનનો નાગરીક) 'Lingo Investment Limited'. આ ત્રણેય કુંપની જે દિવસે બ્રીટીશ વર્જીન આઇલેંડમાં રજીસ્ટર થઇ તે જ દિવસે ભારતમાં અદાણી ઉધ્યોગ ઘરાના બહુ નજીકના બે ઓફીસરોના નામે પેલા ત્રણેયે 'પાવર ઓફ એર્ટની' કરી આપ્યો હતો. જેથી મુંબઇ શેર બજારમાં બિનદાસ રીતે જે 'લીયા– દીયા' સીધું જ પેલા કુંપની કર્મચારીઓથી થઇ જાય. બીજી મઝાની હકીકત એ છે કે બ્રીટીશ વર્જીન આઇલેંડમાં ત્રણેય કુંપનીના માલિકોના રહેઠાણ અને ધંધાના સરનામા એક જ લખવામાં આવ્યા છે.
(F) નાસીરઅલી અને ચંગ ચુંગ–લીંગ સને ૨૦૦૩થી ગૌતમ અદાણીની ચાર કુપનીઓમાં સાથે શેરોની લેવડદેવડ કરવાના સુંવાળા સંબંધો હતા. આ બંને મહાનુભાવો ઘણા સમય સુધી અદાણી ગ્રુપની કુંપનોમાં ફક્ત સામાન્ય શેરહોલડર્સ જ નહી પણ કુંપનીઓમાં ડીરેક્ટર રહી ચુક્યા છે તેવો રીપોર્ટ ઇનવેસ્ટીગેટીંવ જર્નાલીસ્ટ સંસ્થાનો 'Organized Crime and Corruption Reporting Project (OCCRP)છે. જેને આધારે વિદેશી દૈનીક ફીનાનશીઅલ ટાઇમ્સ અને ગાર્ડીયને પોતાના લેખો તૈયાર કર્યા હતા.( "The two men… have long time business ties to the family and have also served as directors and shareholders in Adani Group companies).
(G) સેબીએ સને એપ્રીલ૨૦૨૧ ડીસેમ્બર ૨૦૨૨ સુધીમાં ૧૩ફોરેન પોર્ટફોલીયો ઇન્વેસ્ટરે(પેલી ત્રણ ઓફશોર કુંપનીઓ દ્રારા)અદાણી એન્ટરપ્રાઇઝ લીમીટેડના આઠ કરોડ સાઇઠ લાખ શેરો શેર દીઠ રૂ.૧૦૦૦થી ૪૦૦૦ની કિંમતે વેચ્યા છે.જેમાંથી ચાર કરોડ એંસી લાખ શેરો સદર કિંમતોએ લાઇફ ઇન્શયોરન્સ કોર્પો ખરીદ્યા છે.જેનો વહીવટ મોદી સરકારનું નાણાંખાતુ કરે છે.
(H) સને ૨૦૧૧– ૨૦૧૭ સુધી 'સેબી' ના ચેરમેન તરીકે યુ કે સીંગ હતા. જેઓની જવાબદારી હતી કે તેમની મળતી માહિતી મુજબ અદાણી કુંપનીની લેવડદેવડો પર નિયંત્રણ રાખે. નિવૃતી પછી સદર સાહેબને અદાણી ગ્રુપે તાજેતરમાં ખરીદેલી એનડીટીવી ની કુંપનીમાં( જે એક સમયે તે કુંપની પ્રણવ રોયની હતી અને જેમાં દરરોજ સાંજના નવ વાગે में रविशकुमार बोलताहुं।નો અવાજ સંભળાતો હતો.) તેમાં'નોન–એકઝીક્યુટીવ ચેરમેન બનાવી દીધા છે.
(I) ગૌતમ અદાણીએ તેની સામે દલીલ કરી છે કે ડીઆઆરે તો આ બધી તપાસ કરી લીધી છે.અમારી સામે કેસોની ફાઇલો બંધ કરી દિધી છે. દેશની સર્વોચ્ચ અદાલતે પણ અમારી તરફેણમાં ચુકાદો આપી દીધો છે. હવે તમારે વધારામાં શું જાણવાનું બાકી છે?
(J) મોદી સરકારનું તંત્ર અદાણીના સામાજ્યને વિકસાવા માટેની લાલ જાજમ પાથરે છે. દા.ત મુંબઇના હવાઇમથકની હરાજીના અદાણીના હરીફ ને એનફોર્સમેંટનો પરચો બતાવીને હરીફાઇમાંથી બાકાત રહેવા મજબુરી કરી દિધી. શ્રી સીમેન્ટ કુંપની અદાણી સીમેન્ટની મોનોપોલી સામે કબાબની હડ્ડી બનતી હતી. ઇડી, આઇ ટીની લાલ આંખે શ્રી સીમેન્ટ કુંપનીને અદાણી સીમેંટના પેટમાં જ ઓહીયા કરવા મજબુર કરી લીધી.
(K) મોદી–અદાણીની સંયુક્ત તાકાતે એકને રાજકીય સત્તાના નવાનવા શિખરો સર કરવા સાધન સંપત્તીની રેલમછેલ બીછાવી આપી છે જ્યારે બીજાએ બરાબર સમજી લીધું છે કે લક્ષ્મીદેવીની આરાધના જ દીલ્હીની ખુરશીને સલામત રાખી શકે તેમ છે. આતો બંને ખેલાડીઓ માટે 'વીન–વીન'ના જ દાવ રમવાના છે. પણ કોના ભોગે?
(L) રાહુલ ગાંધીએ સંસદમાં ' જોઇન્ટ પાર્લામેન્ટ ઇન્કાવાયરી કમીટી' ની માંગણી કરી, તો તેઓની રજુઆત ને જ સ્પીકરે સંસદીય રેકર્ડ માંથી કાયમ માટે ભુંસી નાંખી.વધારામાં રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ તથા મકાન પણ વિધ્યુત વેગથી લઇ લેવા માટે સત્તાપક્ષે જાળ બીછાવી દીધી.
(M) સને ૨૦૧૯થી ૨૦૨૩ સુધીમાં ગૌતમ અદાણી વીશ્વના સૌથી ધનાઢય લોકોના લીસ્ટમાં મોખરે આવી ગયા છે.તે કોની મહેરબાનીથી અને છત્રછાયા નીચે?
–––––––––––––––––––––––––The End-----------------------------------------------------------