Sunday, September 24, 2023

શું કેનેડા અને ભારતનાસંબંધોમાં ફરી સુમેળભર્યા નહિ બને? ભાગ–૨.

શું કેનેડા અને ભારતના સંબંધોમાં ફરી સુમેળભર્યા નહિ બને? ભાગ–૨.

તેનો આધાર મારા મત પ્રમાણે આ પ્રશ્ને મોદી સરકારના વલણો કરતાં કેનેડામાં રહેનારા ભારતીય મુળ નિવાસી,( જે કેનેડાના નાગરીક બની ગયા છે)ઉપરાંત ગુજરાત, પંજાબ અને અન્ય રાજ્યોના મધ્યમવર્ગીય વાલીઓએ, જે પોતાના યુવાન–યુવતીઓને વધુ અભ્યાસ અર્થે કેનેડા મોકલી દીધા છે તેમના પર આધારિત છે. અને જે હજુ મોકલવાનું આયોજન કરી રહ્યા છે.તથા જુદા જુદા ઇન્ફર્મેશન ટેકનોલોજી,એ–આઇ અને અન્ય આધુનિકજ્ઞાન– વિજ્ઞાનના ક્ષેત્રોમાં પોતાની વિશેષ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત મેળવીને સીધા કેનેડાની આર્થીક સમૃધ્ધિના ભાગ બનવા માંગે છે,તેવા "Angry Young Men" બધા સંયુક્ત રીતે મોદી સરકાર પર દેશમાં હકારાત્મક પ્રજામત પેદા કરી, કેટલું  દબાણ ઉભું કરી શકે છે તેના પર આધાર રાખે છે. તમામ રાજકીય પરિબળોને તેનાથી જોજન દુર રાખજો. બીજું, નરેન્દ્ર મોદીજી(જે ક્યારેય લોકનેતા નથી પણ લોકોનો ઉપયોગ,ઇમોશનલ શોષણ પોતાની અંગત સત્તા ટકાવી રાખવા કરતા આવ્યા છે.) તેઓની નબળાઇઓ અને માનસીક નિર્ણય લેવાની પધ્ધતિનો અભ્યાસ કરો તો દેશના હજારો વિધ્યાર્થીઓ અને યુવાનોને વિના વાંકે બરબાદ થતા અટકાવી શકશો. જેની થોડી વિગત અત્રે રજુ કરી છે.

કેનેડા ભારતની કેટલીક જમીની વાસ્તવિકતાઓ–

(1)    સને ૨૦૨૩ના આંકડા પ્રમાણે કેનેડાની કુલવસ્તી આશરે ત્રણ કરોડ એંસી લાખ છે.તેમાં16 લાખમુળ નિવાસી ભારતીયો છે.તેમાં ૭ લાખ વિશ્વના કોઇ એક દેશમાં સૌથી વધારે ભારતીયો (NRI) નિવાસ(Indian Diaspora) કરતા હોય તો તે કેનેડામાં છે.તે દેશની કુલ વસ્તીના ૩ટકા છે. વિશ્વના કોઇ દેશમાં સૌથી વધારે ભારતીય વિધ્યાર્થીઓ વધુ અભ્યાસ માટે આજની તારીખે હોય તો તે કેનેડામાં છે. સને ૨૦૨૨ના આંકડા પ્રમાણે તે સંખ્યા બે લાખ ત્રીસ હજાર કરતાં વધારે છે.કેટલાક અંદાજ પ્રમાણે તે ત્રણ લાખ છે.

(2)    વીશ્વમાં કોઇ દેશમાંથી સૌથી વધારે વિદેશી વેપારી લેવડદેવડમાં ભારતની નિકાસ તે દેશની આયાત કરતાં વધારે હોય તો તે કેનેડા છે. ૬ કરોડ યુએસ ડોલર વાર્ષિક ભારતને કેનેડા સાથેના વેપારમાં નફો થાય છે. કેનેડા પ્રતિવર્ષે ભારતની કઠોળની જરૂરીયાત ખાસ કરીને મસુર અને તુવેર દાળ અને વટાણા ૩૦% પુરા પાડે છે. કેનેડાની સરકારે પોતાના નાગરિકોની મહામુલ્ય ' કેનેડીયન પેન્શન ફંડ' ૫૫ બીલીયન યુએસ ડોલર્સ અને ૪ બીલીયન યુએસ ડોલર્સ ડાયરેક્ટ ફોરેન ઇનવેસ્ટમેંટ (FDI) ભારતમાં કરેલ છે. આજની તારીખે એક કેનેડીયન ડોલરની ભારતીય રૂપીયામાં કિંમત ૬૧– રૂપીયાથી વધારે છે. અને એક યુએસ ડોલરની ભારતીય રૂપીયામાં કિંમત ૮૨ રૂપીયાથી વધારે છે. દરેક કેનેડીયન નાગરીકની માથાદીઠ આવક(Per Capita Income 42000 $ યુએસ ડોલરથી વધારે છે. આપણી આશરે ૨૫૦૦ યુએસ ડોલર પણ નથી.

(3)    કેનેડામાં ઉચ્ચ અભ્યાસ માટે આવતા ૯૦ ટકા કરતાં વધારે વિધ્યાર્થીઓના વાલીઓ બેંકોનું લાખો રૂપિયાનું દેવું કરીને તે પણ ઘણા ઉંચા વ્યાજે નાણાં લઇને મોકલે છે.શેના માટે? આપણા રાજ્યકર્તાઓને પુછો? કેનેડામાં કોલેજ અભ્યાસનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે દરેક વિધ્યાર્થીને પ્રતિ અઠવાડિયે કુલ ૨૦ કલાક કાયદેસરની જોબ કરી શકે અને મહિને માસ આશરે ૧૦૦૦ કેનેડીયન ડોલર્સની આવક મેળવી શકે!

(4)    અમેરીકા અને કેનેડાના નાગરિકોને એકબીજા દેશમાં જવા માટે વિસાની જરૂર બિલકુલ નથી. મોટર લાયસન્સ કે અન્ય ઓળખ પુરતી છે. યોગ્ય લાગે તે પ્રમાણે એકબીજા દેશના નાગરીકો જોબ, ઉધ્યોગ કરી શકે છે. બંને દેશોનો સ્થાનિક ટાઇમ એક જ છે. બંને દેશો વચ્ચે ટેલીફોન સેવા સીધી અને સ્થાનિક છે. કેનડાના ટોરન્ટોમાં બપોરના ચાર વાગ્યા હોય તો અને અમેરીકાના ન્યુયોર્કમાં પણ બપોરના ચાર જ વાગ્યા હોય છે.

હવે આપણા દેશના કેનેડા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ અને હિતો ધરાવતા ભારતીય મધ્યમ વર્ગીય ગુજરાતી વિ. માબાપોનો છે. કેવી રીતે વહેલામાં વહેલી તરીકે કેનેડા સાથે સુમેળભર્યા સંબંધો ફરીથી શરૂ કરાવી શકે છે.

ગુજરાતનો ખાસ કરીને કુળદેવી ઉમીયામાતા પાટીદારસમાજના ચાવીરૂપ અગ્રણીઓ,ગુજરાતના સ્વામીનારાયણ સંપ્રદાયના તમામ ફિરકાઓ, સુરતમાં પેઢીઓથી સ્થિર ને માલેતુજાર થયેલા ' ડાયમંડ ઉધ્યોગપતિઓ(NRI) મુળ સૌરાષ્ટ્રના ઉપરાંત અમદાવાદ, વડોદરા. રાજકોટ, ભાવનગર અને જામનગર, મહેસાણા વિ. શહેરોના કેનેડા માટે હિત ધરાવતો સુખી, બોલકો મધ્યમવર્ગ. તમે બધા સામુહિક અને વ્યક્તિગત રીતે દિલ્હી સલ્તનતના બાદશાહોને ખાલી ઢંઢોળો કે સને ૨૦૨૪ની લોકસભાની ચુંટણી માટે હવે ગુજરાત " Safe Heaven" નથી. દિલ્હીમાંથી તરતજ ' Damage control ' વાયરલેસ મેસેજીસ બીજેપી ગુજરાત પર શરૂ થઇ જશે. ગ્રામીણ ગુજરાતમાં એક કહેવત છે કે " માટીના દેવ ને કપાસીયાની આંખો જોઇએ, પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ  ન ખપે! 


--