Wednesday, September 27, 2023

વેજ્ઞાનિક ચમત્કાર‘ “ Scientific Miracle”

 

'વેજ્ઞાનિક ચમત્કાર' " Scientific Miracle"

 

અમેરીકાની ' નાસા' નામની અવકાશમાં સંશોધન કરતી સંસ્થા દ્રારા કરવામાં આવેલ 'વેજ્ઞાનિક ચમત્કાર'.

આપણે સૌને માહિતી છે કે ખાસ કરીને અંધારીરાત્રે ખુલ્લા આકાશ તરફ નજર કરીએ તો સતત ખરતા તારાઓ 'ઉલ્કા' નરી આંખે દેખાય છે. આ ઉલ્કાઓ ખરેખર અવકાશમાં તરતા નાના ગ્રહો(asteroids)છે. તેમનો જથ્થો અવકાશમાં મંગળ ગ્રહ અને ગુરૂ ગ્રહની વચ્ચે સૌથી વધારે આવેલો છે. જેનું સર્જન સુર્યમંડળના તમામ ગ્રહોની માફક (બિગબેંક થીયેરી મુજબ) જ થયું છે.તે દરેકને પોતાનું ગુરૂત્વાકર્ષણનું બળ છે, અન્ય ગ્રહોની માફક તે પોતાની ધરી ઉપર ફરે છે અને પૃથ્વીની માફક સુર્યની આજુબાજુ પરિભ્રમણ પણ કરે છે. આવા નાના ગ્રહો કે ઉલ્કાઓને,પૃથ્વી પોતાના ગુરુત્વાકર્ષણના બળથી પોતાના પરિભ્રમણના વિસ્તારમાં ખેંચી લાવે છે. અને તરતજ તે સળગી જઇને નાશ પામે છે. આ બધા નાનાનાના ગ્રહો એક સમયના સુર્યમંડળના ભાગ જ હોવાથી તે પણ પૃથ્વીની માફક ૪.૫ અબજ વર્ષ પુરાણા અવકાશી સાથીદારો છે. આશરે 66 મીલીયન વર્ષ પહેલાં એક મોટી ઉલ્કા પૃથ્વી સાથે અથડાઇ હતી જેણે પૃથ્વી પરથી ડીનોસર જેવા વિશાળકાય પ્રાણીઓનો નાશ કર્યો હતો.(With the Chicxulub asteroid that struck Earth some 66 million years ago, wiping out the dinosaurs.)

  નાસા સંસ્થાએ એરીઝોના યુનીંના સંયુક્ત સહકારથી જે ઉલકા પર અવકાશયાન મોકલ્યું હતું તેનું નામ'ઓસીરિસ–આરઇક્ષ સ્પેસક્રાફટ(OSIRIS-REx spacecraft) છે. તે નાનાગ્રહનું નામ 'બેન્નુ' (Bennu) છે.જેનું ભૌગોલીક કદ ન્યુયોર્કના 'એમ્પાયર સ્ટેટ બીલ્ડીંગ' જેટલું છે. સદર'ઓસીરિસ–આરઇક્ષ' અવકાશયાન 'બેન્નુ' ઉલકા પર અમેરીકાની ધરતી ઉપરથી સને ૨૦૧૬માં મોકલ્યું હતું અને તે 'બેન્નુ' પાસે ૨૦૧૮માં પહોંચી ગયું હતું. સતત ૨૦૧૮થી ૨૦૨૦ જેમ આ 'બેન્નુ' ઉલકા પરિભ્રમણ કરતો હતો તે પ્રમાણે નાસાનું આ અવકાશયાન બે વરસ સુધી ઉલ્કાની આસપાસ ફરતું રહ્યુ હતું. ત્યારપછી નમુનો લેવા માટેની યોગ્ય જમીન મલતાં તેણે 'બેન્નુ' પર પોતાનું કેપસ્યુલ(gumdrop-shaped capsule) નમુનો લેવા ઉતર્યુ હતું. તારીખ ૨૦મી ઓકટોબરથી –૨૦૨૧ના મે માસ સુધી પોતાના કૃત્રિમ હાથની મદદથી(with its robotic arm) ૨૫૦ ગ્રામ કુલ ખડક ભેગો કર્યો. અવકાશયાને પોતાનું કેપસ્યુલ જે કૃત્રીમ હાથથી નીચે ઉતાર્યુ, તેજ રીતે પાછું પોતાની અંદર પાછું લઇ લીધું. ઉલ્કા બીન્નુ પર પોતાનું કામ પુરુ કરી, સુર્યની ચોમેર બે વાર ભ્રમણ કરી બે કરોડ લાખ કી.મા. પસાર કરીને પૃથ્વીની ભ્રમણકક્ષામાં આશરે એક લાખ આઠ હજાર કી.મી. નજક આવીને તેના કૃત્રીમ હાથની મદદથી ગઇકાલે પૃથ્વી પર કેપસ્યુલ છોડીને ફરી સદર 'ઓસીરિસ–આરઇક્ષ' અવકાશયાન ૨૦૨૯ના પ્રયાણ માટે મોકલી આપવામાં આવ્યું છે.

        જેવું અવકાશયાને પોતાનામાંથી કેપસ્યુલ મુક્ત કર્યુ કે તરતજ નાસાના વૈજ્ઞાનીકોઓ પોતાના રડારમાં તેની ગતિ વિ. બતાવવા માંડી અને ઘનિષ્ઠ ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું. નાસાએ નક્કી કરેલી પૃથ્વીની હદમાં કેપસ્યુલનો આવતાં જ તેની ઝડપને નિયંત્રણ કરવા તેમાંથી રોમોટ કંટ્રોલ દ્રારા પેરાશુટ( હવાઇ છત્રી) નીકળે છે. કેપસ્યુલ પેરાશુટમાં લટકતી દેખાય છે. સહેજ પણ નુકશાન વિના કેપસ્યુલને અમેરીકા દેશના ઉત્હા'Utah' રાજ્યના સોલ્ટ લેક સીટી શહેરની નજીક આવેલ રણમાં (Desert) સહેજ પણ નુકશાન વિના ઉતારવામાં આવી છે. ત્યાંથી હેલીકોપ્ટર મારફતે ટેક્ષાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં આવેલ નાસાની પ્રયોગશાળાના સ્પેશીઅલ રૂમમાં(પૃથ્વીના વાતાવરણની અસરથી સંપુર્ણ મુક્ત)તે મુકવામાં આવી છે.

          નાસા ઓકટોબર માસની ૧૧મી તારીખે સમગ્ર અમેરીકન નાગરીકો માટે ઉલ્કાના તમામ જુદા જુદા

        પાસાઓ ટીવી ન્યુઝ પર સમજાવશે.બીન્નુ ઉલકાના પ્રાપ્ત થયેલા તમામ અવશેષો(relics) સાડાચાર અબજ વર્ષ પહેલાંની પૃથ્વીને મળેલા સુર્યમંડળના અવશેષો જેવાજ હશે. સમગ્ર સંશોધનમાં નાસાને રસ છે કે આ ઉલ્કામાં આજે પૃથ્વી પર જે જાતના રાસાયણિક અને ખનીજ તત્વો છે તેવા તત્વોની પુરોગામી મુળસ્થિતિ કેવી હતી તેની માહિતી મલશે. આ ઉપરાંત કાર્બનયુક્ત કુદરતી પરમાણુઓ હશે. તથા તેમાંથી જરૂરી સુક્ષમ જીવાણુઓ (Micobes) પ્રાથમિક એક કોષી સજીવ અમીબાના અનુગામીના લક્ષણોનો અભ્યાસ પણ સુલભ બનશે.  આમ બીન્નુ ઉલકાના નમુનાઓ માનવજાતની અનેક સમસ્યોના ઉકેલ માટેની ઉદ્દીપક બની રહેશે.

                    'બીન્નુ' ઉલકાના સમગ્ર સાહસમાં સને ૨૦૧૬થી જે વિષય નિષ્ણાત વૈજ્ઞાનિક પાયાની ઇંટ સમાન રોકાયેલો હતા તેનું નામ છે દાંતે લોરેટ્ટા(Dante Lauretta). તે સુર્યમંડળના ગ્રહો ઉપરના અભ્યાસ માટેના યુનીવર્સીટી ઓફ એરીઝોનાના વૈજ્ઞાનિક છે.સમગ્ર આ સાહસ સદર યુની. અને નાસાનું સંયુક્ત સાહસ હતું. પ્રો. લોરેન્સના નેતૃત્વ હેઠળ સદર 'ઓસીરિસ–આરઇક્ષ' અવકાશયાન અને તેમાં મુકવામાં આવેલ કેપસ્યુલ તૈયાર કરવામાં આવેલી હતી. પ્રો. લોરેન્સે તા ૨૪મી સપ્ટેમ્બરે ૨૦૨૩ના રોજ જ્યારે પોતાના સર્જનને પૃથ્વીના ગુરૂત્વાકર્ષણની ભ્રમણમાં એક સળગતા ગોળાની માફક આવતું જોવા માટે હેલીકોપ્ટરમાં બેઠા હતા. તેમને ભય હતો કે કદાચ કેપસ્યુલમાં સંલગ્ન પરેશયુટ ન ખુલી અને કેપસ્યુલ ભયંકર ઝડપે પૃથ્વી પર અથડાઇને સળગી તો નહી જાય ને! તેની વૈકલ્પીક ઇમરજન્સી વ્યવસ્થાની  તૈયારીમાં હેલીકોપ્ટરમાં બેઠા હતા. પરંતુ કેપસ્યુલમાંથી રીમોટ સીંગનલથી પેરાશુટનું નીકળવું અને ફક્ત કલાકના ૧૧ માઇલ ઝડપે, પેરશુટ( હવાઇ છત્રી) ધીમે ધીમે ઉત્હા રાજ્યના સોલ્ટ લેક સીટીના રણમાં લેન્ડીંગ કરવું બધું એક દિવાસ્વપન્નની માફક સફળ થઇ ગયું.

          પ્રો. લોરેન્સ એટલા ભાવવિભોર બની ગયા હતા કે તે પેલા આઇસક્રીમની કેન્ડી આકારના કેપસ્યુલ ને હગ કરવા વિચારી રહ્યા હતા. પણ એક અતિ કોમપ્રેસ કરેલો એક કાળી ચોકલેટ જેવો તે પદાર્થ હતો. છ વર્ષ પહેલાં જે બાળકને લાગણીસભર બનીને ટાટા– બાયબાય કરેલું તેને આશરે કુલ  ૪લાખ કરોડ માઇલની મુસાફરી કરીને અને તે પણ પુરી સફળતા સાથે તે વૈજ્ઞાનિક સર્જકની માનસીક સ્થિતિ કેવી હશે. તેને સોલ્ટ સીટી લેકના રણમાં આવકારવા પોતાના બીજા ત્રણ મિત્રો સાથે તે આવી ગયા હતા. ત્યારબાદ નાસાની હ્યુસ્ટનમાં આવેલ પ્રયોગશાળામાં બીજા સાથી વૈજ્ઞાનીક સાથે તે કેપસ્યુલના પટારો ખોલ્યો, તપાસ કરી. જેઓ તેઓએ સાફ સુથરો કરીને સજીધજીને મોકલ્યો હતો તેવો જ તેમનો માનસપુત્ર પરત આવ્યો હતો.  

                 સમગ્ર સાહસનો યશ, શિરપાવ આપવો હોય તો ' માનવ મગજ(ખોપરી)ને આપવો પડે! જેનામાં કુદરતી નિયમોને સમજીને તેના આધારે મક્કમ, દ્રઢતા પુર્વક  તારવેલા સત્યોને આધારે જોખમ લેવા તૈયાર થાય છે. સૌ પ્રથમ આ મારી તમારી ખોપરી જેને કોઇ ધર્મ નથી, દેશ નથી, જાતિ નથી રંગરૂપ નથી. પણ જેની પાસે હજારો જાતી–પ્રજાતીઓ(Species)ના જૈવીક સંઘર્ષમાંથી લાખો–કરોડો વર્ષો ના અનુભવમાંથી વિકસેલી સદ્રવિવેકબુધ્ધી(Conscience) છે. જેને આધારે તે કલ્પનાઓ કરે છે, તેને વૈજ્ઞાનિક નિયમો અને તારણોને આધારે છેલ્લામાં છેલ્લી કક્ષાના જોખમોનો અભ્યાસ કરીને વાસ્તવિક બનાવવા પ્રયોગ કરે છે. અને આખરે તેમાંથી માનવ સર્જીત વૈજ્ઞાનિક ચમત્કાર પ્રાપ્ત થાય છે.

         યુ ટયુબ વીડીયો રજુ કર્યો છે.

                      તા.ક. નાસા અને એરીઝોના યુની.ના સદર અવકાશી સાહસ સંયુક્ત પુર્ણ થયા પછી કોઇ જગ્યાએ અમેરીક્ન રાષ્ટ્રપ્રમુખ બાયડન(આપણા મોદી સાહેબની માફક ચંદ્રાયનની સફળતા વર્ષોના 'ઇસરો' પ્રયત્નો પણ જશ પોતાના લેવા) બિલકુલ નજરે પડતા નહતા!

             You Tube video-https://youtu.be/O8R2hsoIgTc?si=1nyHNVKbSsAB7GFF

          

 

 


--