Thursday, May 18, 2017

રાષ્ટ્રવાદ એટલે શું?


રાષ્ટ્રવાદ એટલે શું?

ગાંધી– નહેરૂનો રાષ્ટ્રવાદ બ્રીટીશ શાહીવાદની જંજીરોમાંથી  દેશને સ્વતંત્ર થવા વીકસ્યો હતો. તે બંનેના રાષ્ટ્રવાદમાં દેશની અંદરનો કોઇ દુશ્મન ન હતો. હકીકતમાં તો દેશના જુદા જુદા સામાજીક,ધાર્મીક રાજકીય અને આર્થીક પરીબળોને દેશની સ્વતંત્રતા કાજે એકજુથ અને સંગઠીત કર્યા હતા. તે બધાનો રાષ્ટ્રવાદ બ્રીટીશ સંસ્થાનવાદ વીરોધી ( ANTI-COLONIAL NATIONALISM) હતો. જેમાં દરેક ભારતીયની ઓળખ તેના જાતી, ધર્મ, પ્રદેશ, જ્ઞાતી, ભાષાથી ઉપર ઉઠીને ફક્ત અને ફક્ત ભારતીય હતી. જસ્ટીસ એ. પી .શાહ

એમ.એન.રોય માનતા હતા કે હવે રાષ્ટ્રવાદ એક સ્વાર્થી, સંકુચીત અને કાલગ્રસ્ત પુજવા જેવી ઘેલછા( ANTIQUATED CULT) બની ગઇ છે. ખરેખર હવે  વીશ્વના બધા દેશોએ સર્વના વીકાસ માટે આંતરરાષ્ટ્રીયવાદ અને આંતરરાષ્ટ્રીય સહકારની નીતી એકબીજા દેશો સાથે અમલમાં મુકવાની જરૂર છે. જુદા જુદા રાષ્ટ્રોની વીવેકબુધ્ધીહીન અને અતીશયોક્તી ભરેલી અપેક્ષાઓ એકબીજા રાષ્ટ્રોના હીતોને આમને સામને લાવીને મુકી દે છે. જેણે વીશ્વમાં ફાસીવાદી અને નાઝીવાદી વીચારસરણીને જન્મ આપીને જગતને બીજા વીશ્વયુધ્ધ તરફ ખેંચી ગયું.આમ રોયના મત મુજબ રાષ્ટ્રવાદ એક ધાર્મીક પુર્નઉત્થાનવાદી વીચારસરણી છે. જેના સમર્થકો ભુતકાળના ગૌરવને  હોય તેના કરતાં વધારે બતાવી તેના ગુણગાન ગાઇને તે તરફ પ્રજાને લઇ જવાની કોશીષો કરે છે.  આ ધાર્મીક પુર્નઉત્થાનવાદીઓ  સાદા જીવનની પ્રજા માટે હીમાયતી કરીને મધ્યયુગી શાંત અને આધ્યાત્મીક જીવન તરફ લઇ જવાની ખેવના રાખે છે. વાસ્તવમાં તેમની ' કરણી અને કથની' ક્યારેય એક હોતી જ નથી.

 જેને આપણા રાષ્ટ્રગીતની રચના કરેલી તે રવીન્દ્રનાથ ટાગોર રાષ્ટ્રવાદના ઉગ્ર ટીકાકાર હતા. તેમના મત મુજબ જે રાષ્ટ્રવાદના ઉત્સાહી કે તીવ્ર ટેકેદારો છે તે બધા એવું માને છે કે  તેમનું રાષ્ટ્ર બીજા રાષ્ટ્રોથી ચઢીયાતું છે.  તેમના પોતાના દેશના ભુતકાળનો વારસો ભવ્ય હતો. તેવી આ લોકોની દ્રઢ માન્યતા હોય છે. આમ બતાવીને તેઓ પોતાના નીજી સ્વાર્થી ટુંકા રાષ્ટ્રવાદી હીતને ન્યાયી ઠેરવે છે. સને ૧૯૧૭માં બરાબર આજથી ૧૦૦ વર્ષ પહેલાં ટાગોરે લખેલું હતું કે ' જ્યારે આ રાષ્ટ્ર પ્રજાની સંવાદીતા અને બહેતર જીંદગીના ભોગે સર્વસત્તાધીશ બને છે તે દીવસ માનવજાત માટે ખુબજ અનીષ્ટ અને હાનીકારક( An evil day for Humanity) દીવસ બની જાય છે.'  ટાગોરે આપણને આવા અલગતાવાદી અને ભવ્ય દેખાડો કરતા રાષ્ટ્રવાદથી ખુબજ સાવધાન રહેવાની વાત કરી છે. કારણકે આવો રાષ્ટ્રવાદ 'બીજાને ( Other) અને તેની સંસ્કૃતીને ધીક્કારવા યોગ્ય બતાવીને  રાષ્ટ્રના દુશ્મન તરીકે ઓળખાવે છે. બધાજ રાષ્ટ્રના પ્રાચીન અને વર્તમાન દુ;ખો માટે તે ' બીજાને' જવાબદાર ઠરેવે છે. બીજી બાજુએ આ ધાર્મીક સુધારાવાદીઓ ભારતની પુરાતન ભવ્યતાના ગુણગાન ગાવામાંથી ઉંચા આવતા નથી.

 વીનાયક દામોદર સાવરકરે ' હીંદુ રાષ્ટ્ર, હીંદુજાતી અને હીંદુ સંસ્કૃતી'ના વીચારો ફેલાવ્યા હતા. મુસ્લીમ અને ખ્રીસ્તી તેને દેશની મુળ પ્રજા કહેવાય નહી. એટલુંજ નહી તેમનો ધર્મ પણ વીદેશી જ છે. વધુમાં સાવરકરે હીટલરની યહુદીઓને દેશ બહાર કાઢી મુકવાની નીતીને યોગ્ય ઠેરવી હતી. કારણકે રાષ્ટ્ર તો તેની બહુમતીનું સર્જન હોય છે. વધુમાં સાવરકરનો મત હતો કે લઘુમતીઓએ બહુમતીઓના દેશમાં રહેવું હશે તો તે બધાએ તેઓની અલગ ઓળખ અને પહેચાન ભુલી જઇ ને જ રહી શકશે. બીજા વીશ્વના અંત પછી પણ સાવરકરના આવા વીચારો બદલાયા ન હતા. આ ભુમી તો હીંદુઓની પીતૃભુમી અને તેથી તે જમીન પુન્યભુમી છે

હવે વાંચો આખો લેખ–

(2) રાષ્ટ્રવાદ એટલે શું?

આપણે પ્રગતીશીલ અને લોકાભીમુખ રાષ્ટ્રવાદને બદલે પુરાણપંથી, માનવ વીકાસની ઘડીયાળના કાંટાને પાછળ લઇ જનારો અને પડોશી રાષ્ટ્રો સામે દુશ્મનાવટ રાખનારા રાષ્ટ્રવાદી વીચારો અને કાર્યોના ભોગ બની ગયા છે.હીટલરનો રાષ્ટ્રવાદ ગાંધીજી અને નહેરૂના રાષ્ટ્રવાદ કરતાં ઘણો જુદો હતો. યુરોપીયન રાષ્ટ્રવાદમાં દેશની અંદરના યહુદી અને પ્રોટેસ્ટન્ટ ધર્મપંથીઓને દેશના આંતરીક દુશ્મન ગણીને તેમનું સર્વપ્રકારનું નીકંદન કાઢવા રાષ્ટ્રવાદી વીચારો અને વર્તનોનો વ્યવસ્થીત માહીતી અને સંચારના સાધનોની મદદથી ઉપયોગ કરવામાં આવે છે. આપણા દેશમાં, આની સામે ગાંધી– નહેરૂનો રાષ્ટ્રવાદ બ્રીટીશ શાહીવાદની જંજીરોમાંથી  દેશને સ્વતંત્ર થવા વીકસ્યો હતો. તે બંનેના રાષ્ટ્રવાદમાં દેશની અંદરનો કોઇ દુશ્મન ન હતો. હકીકતમાં તો દેશના જુદા જુદા સામાજીક,ધાર્મીક રાજકીય અને આર્થીક પરીબળોને દેશની સ્વતંત્રતા કાજે એકજુથ અને સંગઠીત કર્યા હતા. તે બધાનો રાષ્ટ્રવાદ બ્રીટીશ સંસ્થાનવાદ વીરોધી ( ANTI-COLONIAL NATIONALISM) હતો. જેમાં દરેક ભારતીયની ઓળખ તેના જાતી, ધર્મ, પ્રદેશ, જ્ઞાતી, ભાષાથી ઉપર ઉઠીને ફક્ત અને ફક્ત ભારતીય હતી. સૌ ભારતીયોની સમગ્ર રાષ્ટ્રવ્યાપી એક જ સમાન માંગણી હતી અમારે જોઇએ "આઝાદી". આ આઝાદીની ચળવળમાં રાષ્ટ્રવાદી વીચારોનો પાયો કોઇ ધર્મ, સંપ્રદાય કે ભોગૌલીક પ્રદેશ આધારીત કે દેશની અંદરના કોઇ કાલ્પનીક કે સર્જેલા દુશ્મન સામે ન હતો.

 ઉપરની ચર્ચાના સંદભમાં એમ.એન. રોયના રાષ્ટ્રવાદનો ખ્યાલ કેવો હતો? રોયનો રાષ્ટ્રવાદનો ખ્યાલ એ હતો કે રાષ્ટ્રવાદ તે કોઇ ચોક્કસ ભૌગોલીક વીસ્તારમાં વસતા લોકસમુહની આકંક્ષા અને આશાઓને  રજુ કરે છે. તે કોઇ આર્થીકવર્ગ સમુહ (કલાસ)નું પ્રતીનીધીત્વ રજુ કરતો નથી.આમ રાષ્ટ્રવાદ પોતાના રાષ્ટ્રના હીતને વીશ્વના હીતોની સામે મુકે છે. અને તેનો બચાવ કરે છે. ૧૯મી સદીમાં વીશ્વમાં હજુ જુદા જુદા દેશો એક બીજાથી આજના સંદર્ભમાં ટેલીકોમ્યુનીકેશન અને ઇન્ટરનેટ વી. થી જોડાયેલા ન હતા. તેથી રાષ્ટ્રવાદ કેટલાક સમય પુરતો જે તે પ્રજા અને દેશો માટે પ્રગતીશીલ પરીબળ તરીકે વીકસ્યો હતો. જે તે સમયની તે એક ઐતીહાસીક અનીવાર્ય વીચારણા હતી, જેના ઝંડા નીચે માનવજાતે પ્રગતી કરી હતી. પણ રોય આજે માનતા હતા કે હવે રાષ્ટ્રવાદ એક સ્વાર્થી, સંકુચીત અને કાલગ્રસ્ત પુજવા જેવી ઘેલછા( ANTIQUATED CULT) બની ગઇ છે. ખરેખર હવે  વીશ્વના બધા દેશોએ સર્વના વીકાસ માટે આંતરરાષ્ટ્રીયવાદ અને આંતરરાષ્ટ્રીય સહકારની નીતી એકબીજા દેશો સાથે અમલમાં મુકવાની જરૂર છે. જુદા જુદા રાષ્ટ્રોની વીવેકબુધ્ધીહીન અને અતીશયોક્તી ભરેલી અપેક્ષાઓ એકબીજા રાષ્ટ્રોના હીતોને આમને સામને લાવીને મુકી દે છે. જેણે વીશ્વમાં ફાસીવાદી અને નાઝીવાદી વીચારસરણીને જન્મ આપીને જગતને બીજા વીશ્વયુધ્ધ તરફ ખેંચી ગયું.આમ રોયના મત મુજબ રાષ્ટ્રવાદ એક ધાર્મીક પુર્નઉત્થાનવાદી વીચારસરણી છે. જેના સમર્થકો ભુતકાળના ગૌરવને  હોય તેના કરતાં વધારે બતાવી તેના ગુણગાન ગાઇને તે તરફ પ્રજાને લઇ જવાની કોશીષો કરે છે.  આ ધાર્મીક પુર્નઉત્થાનવાદીઓ  સાદા જીવનની પ્રજા માટે હીમાયતી કરીને મધ્યયુગી શાંત અને આધ્યાત્મીક જીવન તરફ લઇ જવાની ખેવના રાખે છે. વાસ્તવમાં તેમની ' કરણી અને કથની' ક્યારેય એક હોતી જ નથી.

 જેને આપણા રાષ્ટ્રગીતની રચના કરેલી તે રવીન્દ્રનાથ ટાગોર રાષ્ટ્રવાદના ઉગ્ર ટીકાકાર હતા. તેમના મત મુજબ જે રાષ્ટ્રવાદના ઉત્સાહી કે તીવ્ર ટેકેદારો છે તે બધા એવું માને છે કે  તેમનું રાષ્ટ્ર બીજા રાષ્ટ્રોથી ચઢીયાતું છે.  તેમના પોતાના દેશના ભુતકાળનો વારસો ભવ્ય હતો. તેવી આ લોકોની દ્રઢ માન્યતા હોય છે. આમ બતાવીને તેઓ પોતાના નીજી સ્વાર્થી ટુંકા રાષ્ટ્રવાદી હીતને ન્યાયી ઠેરવે છે. સને ૧૯૧૭માં બરાબર આજથી ૧૦૦ વર્ષ પહેલાં ટાગોરે લખેલું હતું કે ' જ્યારે આ રાષ્ટ્ર પ્રજાની સંવાદીતા અને બહેતર જીંદગીના ભોગે સર્વસત્તાધીશ બને છે તે દીવસ માનવજાત માટે ખુબજ અનીષ્ટ અને હાનીકારક( An evil day for Humanity) દીવસ બની જાય છે.'  ટાગોરે આપણને આવા અલગતાવાદી અને ભવ્ય દેખાડો કરતા રાષ્ટ્રવાદથી ખુબજ સાવધાન રહેવાની વાત કરી છે. કારણકે આવો રાષ્ટ્રવાદ 'બીજાને ( Other) અને તેની સંસ્કૃતીને ધીક્કારવા યોગ્ય બતાવીને  રાષ્ટ્રના દુશ્મન તરીકે ઓળખાવે છે. બધાજ રાષ્ટ્રના પ્રાચીન અને વર્તમાન દુ;ખો માટે તે ' બીજાને' જવાબદાર ઠરેવે છે. બીજી બાજુએ આ ધાર્મીક સુધારાવાદીઓ ભારતની પુરાતન ભવ્યતાના ગુણગાન ગાવામાંથી ઉંચા આવતા નથી. ભારતીય સંસ્કૃતીના ઉગમ સ્થાનને છેક આર્યસંસ્કૃતી સાથે જોડી દે છે.  તેમાંથી સાંસ્કૃતીક રાષ્ટ્રવાદનું અભીમાન ગણીને પશ્ચીમી વેલેન્ટાઇલ ડે અને બગીચામાં હાથમાં હાથ પરોવીને ફરતાં સ્રી–પુરૂષોનો સામાજીક બહીષ્કાર કરીને તેઓ પર હુમલા કરવા માંડયા છે. તે બધા ધાર્મીક રાષ્ટ્રવાદીઓએ અખંડ ભારત અને તે પણ હીંદુ રાષ્ટ્રની પરીકલ્પના( ENVISAGE) કરવા માંડી છે. તેઓની દલીલ છે કે બ્રીટીશરો પાસેથી ફક્ત હીંદુઓ જ સત્તાનું હસ્તાંતરણ કરી શકે કારણ કે દેશમાં બહુમતી પ્રજા હીંદુ છે.આ ભુમી તો હીંદુઓની પીતૃભુમી અને તેથી તે જમીન પુન્યભુમી છે. વીનાયક દામોદર સાવરકરે ' હીંદુ રાષ્ટ્ર, હીંદુજાતી અને હીંદુ સંસ્કૃતી'ના વીચારો ફેલાવ્યા હતા. મુસ્લીમ અને ખ્રીસ્તી તેને દેશની મુળ પ્રજા કહેવાય નહી. એટલુંજ નહી તેમનો ધર્મ પણ વીદેશી જ છે. વધુમાં સાવરકરે હીટલરની યહુદીઓને દેશ બહાર કાઢી મુકવાની નીતીને યોગ્ય ઠેરવી હતી. કારણકે રાષ્ટ્ર તો તેની બહુમતીનું સર્જન હોય છે. વધુમાં સાવરકરનો મત હતો કે લઘુમતીઓએ બહુમતીઓના દેશમાં રહેવું હશે તો તે બધાએ તેઓની અલગ ઓળખ અને પહેચાન ભુલી જઇ ને જ રહી શકશે. બીજા વીશ્વના અંત પછી પણ સાવરકરના આવા વીચારો બદલાયા ન હતા.

રોય, સાવરકરના વીચારોના આકરા ટીકાકાર હતા. તે જમાનામાં રોયે હીંદુમહાસભાના પ્રમુખના વીચારો ' બહુમતી એ જ રાષ્ટ્ર' ના ખ્યાલનો અસ્વીકાર કર્યો હતો. જો આ ખ્યાલને સ્વતંત્ર ભારતમાં અમલમાં મુકવામાં આવે તો મુસ્લીમ અને ખ્રીસ્તીઓને કોઇ સ્વતંત્ર અધીકારો દેશમાં હોઇ શકે જ નહી. રોયના મતે આવી આઝાદી કરતાં બ્રીટીશ હકુમત  ભલે ચાલુ રહે કે જેમાં દેશના બધા જ નાગરીકોને સમાન હક્કો છે. કોઇ બીજા નંબરના નાગરીકો નથી.

આપણે એ નજરઅંદાજ કરવાની જરૂર નથી કે રોય અને ટાગોરે પ્રથમ અને બીજા વીશ્વયુધ્ધ સમયે જે દેશ અને દુનીયાની સ્થીતી હતી તેને ધ્યાનમાં રાખીને પોતાના વીચારો અને તારણો રજુ કર્યા હતા. તેઓ બંનેને આ વીશ્વયુધ્ધોનો સ્વઅનુભવ હતો.,કે કેવી રીતે ' કોઇ દેશની પુરાણી ભવ્યતાનો પ્રચાર કરીને પ્રજાને અવીચારી રાષ્ટ્રવાદનું ઘેન પીવડાવીને વીશ્વ યુધ્ધોનો ભોગ બનાવીને ફ્રાંસ ક્રાંતીના અમુલ્ય માનવ મુલ્યો સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વને ફગાવી દેવામાં સફળ થાય છે.'

આઝાદ ભારતમાંતો ઉપરના બે સન્માનીય વડીલોના વીચારોને રાષ્ટ્રીય નીંદા( બ્લેસ્ફીમ) અને રાજ્યદ્રોહ ( સેડીશન)ના વર્ગમાં મુકી દેવામાં આવે!

આપણો દેશ વીવીધતામાં એકતા રાખીને પોતાનું અસ્તીત્વ ટકાવી રાખતો આવ્યો છે. તેની પ્રજાના રાષ્ટ્રવાદ, ભારત એક રાષ્ટ્ર એટલે શું તથા વીશ્વમાં આપણું એક દેશ તરીકે સ્થાન શું વી, બાબતે જુદા જુદા વીચારો પ્રવર્તમાન છે. આપણે આવી વૈચારીક વીવીધતા અને મતભેદોને ગૌરવભેર સ્વીકારવી જોઇએ. જેઓ આપણાથી જુદા મતો ધરાવે છે તેની યેનકેન પ્રકારે બોલતીબંધ કરાવી શકાય નહી. જે રાષ્ટ્રના વીચારને મુર્તીમંત કરે તે જ સાચુ અને તેની વીરૂધ્ધના વીચારો અસહ્ય અને અસ્વીકાર્ય. તેનું પરીણામ તો નાગરીકોનું આવા વીચાર અને પછી વર્તનભેદ થશે તો તેમનામાં ભાગલા પાડીને ધ્રુવીકરણ ઉભુ થશે.

ખરેખરતો આપણે ઉપરની ચર્ચાને આધારે એ સમજવાની જરૂર છે કે રાષ્ટ્ર કોને કહેવાય? તેના લક્ષણો કયા કયા હોઇ શકે? શું રાષ્ટ્ર એટલે નક્કી કરેલી દેશના નકશામાં બતાવવામાં આવતી સીમાબંધ જમીન? અથવા તેમાં નીવાસ કરતો લોકસમુહ? બંધારણમાં તો રાષ્ટ્ર એટલે ( wE THE PEOPLE OF iNDIA) અમે ભારતના લોકો. તેનો એવો અર્થ કાઢી શકાય ખરો કે જે સરકાર વીરોધી મત રજુ કરે છે તે રાષ્ટ્ર વીરોધી છે?  સરકાર એટલે રાષ્ટ્ર એ સમીકરણ તો ફાસીસ્ટ અને નાઝીવાદી સમીકરણ કહેવાય! લોકશાહી એટલે જ મતમતાંર વાળી રાજકીય પ્રથા. બીજું કે જે લોકો લઘુમતી અને વંચીતોના અવાજ અને હીતો માટે સંઘર્ષ કરે તે બધાને આપણે રાષ્ટ્રવીરોધી અને દેશદ્રોહીના લેબલ નીચે મુકી દઇશું? શું આપણે દેશના કોઇ વીશ્વવીધ્યાલય અને તેના વીધ્યાર્થી યુનીયનને રાષ્ટ્રવીરોધી કે દેશદ્રોહીની મ્હોર મારી શકીશું?

આઝાદીની ચળવળ અને બંધારણે આપણને સ્વતંત્રતા, સમાનતા, અભીવ્યક્તીનું સ્વાતંત્ર, પ્રેસની આઝાદી. ધમનીરપેક્ષતા જેવા લોકશાહીના પાયાના મુલ્યોની આપેલી ભેટની સામે વર્તમાન રાજ્યનો વ્યવહાર ઘણો જ દુ;ખદ અને ચીંતાજનક અનુભવાય છે. પાકીસ્તાનની માફક ભારતની એક રાજ્ય તરીકેની સ્થાપનામાં ધર્મનું કોઇ સ્થાન ન હતું. અભીવ્યક્તીની સ્વતંત્રતા અને વાણી સ્વાતંત્રય એ દેશની કોઇપણ સરકારે આપેલી ભેટ બીલકુલ નથી. જે ઇચ્છા થાય ત્યારે સત્તાધીશ સરકાર લઇ શકે અથવા તેના પર ગેરવ્યાજબી નીયંત્રણો લાદી શકે! આ બધા અધીકારો તો આપણને બંધારણે બક્ષેલા મુળભુત અધીકારો છે. જે આપણને દેશના નાગરીક તરીકે આઝાદીની એક લાંબી લડાઇ લડયા પછી અને દેશના લોકોના અસંખ્ય બલીદાનો પછી મળેલા છે.

 

 

--